Book Title: Sanmati Prakaran
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 426
________________ ૩૮૯ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૬૮ વિનંતિ છે. નમ્રભાવે અરજ છે. અમારી મર્યાદા પ્રમાણે અમે લખ્યું છે વધારે ગીતાર્થ ભગવંતો પાસેથી સમજી લેવું. / ૬૬-૬૭ | જ્ઞાનમાર્ગ અને ક્રિયામાર્ગમાં કોઈ પણ એક માર્ગ મોક્ષસાધક બનતો નથી. બન્નેનો સમન્વય જ મોક્ષદાયક બને છે. તે વિષે પણ ગ્રંથકારશ્રી અનેકાન્ત દ્રષ્ટિવાળો જ માર્ગ જણાવે છે - णाणं किरियारहियं, किरियामेत्तं च दो वि एगंता । સમસ્થા રાઉં, -મરVgિવવું જ મારૂં . ૬૮ | ज्ञानं क्रियारहितं क्रियामात्रञ्च द्वावप्येकान्तौ । असमर्थौ दापयितुं जन्म-मरणदुःखेभ्य मा भैषीः ॥ ६८ ॥ ગાથાર્થ - ક્રિયા વિનાનું કેવળ એકલું જ્ઞાન, અને (જ્ઞાનવિનાની) કેવળ એકલી ક્રિયામાત્ર, આ બન્ને એકાન્તદૃષ્ટિ છે. તેથી તે બન્ને એકાન્તમાર્ગો આ જીવને જન્મ-મરણના દુ:ખનો ભાગી ન બને તેવી પરિસ્થિતિ અપાવવાને અસમર્થ છે. || ૬૮ | ટીકાનો પાઠ - સાતે યથાવત્ નવાવિતત્ત્વમતિ જ્ઞાનમ્ ક્ષિય તિ ક્રિયા, यथोक्तानुष्ठानम्, तया रहितम्, "जन्ममरणदुःखेभ्यो मा भैषीः' इति दर्शयितुं दातुं वा असमर्थम् । न हि ज्ञानमात्रेणैव पुरुषो भयेभ्यो मुच्यते, क्रियारहितत्वात् । दृष्टप्रदीपनकपलायनमार्गपङ्गवत् । क्रियामात्रं वा ज्ञानरहितम् न "तेभ्यो मा भैषीः" इति दर्शयितुं दातुं वा समर्थम् । न हि क्रियामात्रात् पुरुषो भयेभ्यो मुच्यते, सज्ज्ञानविकलत्वात् प्रदीपनकभयप्रपलायमानान्धवत् तथा चागमः । "हयं णाणं कियाहीणं, हया अण्णाणओ किया । पासंतो पंगुलो दड्ढो, धावमाणो य अंधओ ॥" (આવશ્યક-નિયુક્તિ ગાથા-૨૨) વિવેચન - પાછલી ગાથાઓમાં સૂત્રપાઠ-અર્થપાઠ અને સાપેક્ષ નયવાદનો અભ્યાસ ઇત્યાદિમાં ભારપૂર્વક સમજાવવામાં આવ્યું છે કે જીવનની સાર્થકતા જો કરવી હોય તો આ કરવું જરૂરી છે. આ સાંભળીને કોઈ એકાન્ત જ્ઞાનમાર્ગમાં જ ચડી ન જાય અને ક્રિયામાર્ગ ત્યજી ન દે, તથા કેવલ એકલા ક્રિયા માર્ગમાં જ સંતુષ્ટ ન થઈ જાય. તે માટે આ ગાથામાં બન્નેનો સમન્વય સાધતાં જણાવે છે કે આત્માની મુખ્ય બે શક્તિઓ છે. એક ચેતનાશક્તિ અને બીજી વીર્યશક્તિ. આ બન્ને શક્તિઓનો એકસરખો વિકાસ સાધવો જરૂરી છે. એટલું જ નહીં પરંતુ પરસ્પર ઉપકારક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434