Book Title: Sanmati Prakaran
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 417
________________ ૩૮૦ કાડ-૩ – ગાથા-૬૪ સન્મતિપ્રકરણ सुत्तं अत्थनिमेणं, न सुत्तमेत्तेण अत्थपडिवत्ती । अत्थगई उण नयवायगहणलीणा दुरहिगम्मा ॥ ६४ ।। सूत्रमर्थस्थानम्, न सूत्रमात्रेणार्थप्रतिपत्तिः । अर्थगतिः पुनः नयवादगहनलीना दुरधिगम्या ॥ ६४ ॥ ગાથાર્થ - સૂત્ર એ અર્થનો ભંડાર છે. પણ સૂત્રમાત્રની પ્રાપ્તિથી અર્થબોધની પ્રાપ્તિ થઈ જતી નથી. કારણ કે અર્થબોધની પ્રાપ્તિ તો નયવાદની ગહનતાને આધીન છે. તેથી તે દુઃખે દુઃખે સમજાય તેવી છે. તે ૬૪ || વિવેચન - કોઈ કોઈ જીવો સૂત્રપાઠ કંઠસ્થ થયો એટલે અમને તો બધાં શાસ્ત્રો આવડી ગયાં છે. અમે તો તત્ત્વજ્ઞાતા બની ગયા છીએ આવો દાવો કરતા પોતાનાં ગાણાં ગાતા પણ દેખાય છે. જ્યાં ત્યાં મન ફાવે તેવી અર્થની પ્રરૂપણા કરતા દેખાય છે. અતિશય કઠણ હૃદયવાળા થઈને નિર્ભયપણે મનમાની શાસ્ત્રાર્થ પ્રરૂપણા કરતા જણાય છે. તેના જ કારણે વિવાદ જગવતા, પક્ષાપક્ષી કરતા, નવા નવા ગચ્છ અને સંપ્રદાયો ઉભા કરતા, સામાચારીભેદ કરતા, જૈનશાસનને ચાળણીની જેમ ટુકડા ટુકડા કરતા પણ દેખાય છે. તેવા જીવોને લક્ષ્યમાં રાખીને ગ્રંથકારશ્રી જણાવે છે કે સૂત્ર” એ તાળુ મારેલી દાગીનાની ભરેલી પેક પેટીની જેમ અર્થોનો ભંડાર છે. જેમ ખંભાતી મજબૂત તાળુ મારેલું છે જેને એવી હીરા-માણેક-મોતી અને સોનાના અનેક દાગીનાઓથી ભરેલી પેક પેટી મળી જાય એટલે તેને ખોલ્યા વિના કંઈ દાગીના મળી જતા નથી અને શરીરે ધારણ કરાતા નથી. તેમ સૂત્ર કંઠસ્થ થયાં એટલે તેમાં જે અપાર અર્થે ભર્યા છે તે બધા કંઈ આવડી જતા નથી અને બીજાને કહેવાનો અધિકાર મળી જતો નથી. પરંતુ પ્રથમ તો તાળું ખોલવાના અનુભવી (ચાવી કરવાવાળા) પાસે જવું પડે છે. ચાવી કરાવવી પડે છે. તાળું ખોલાવવું પડે છે તેમ સૂત્રોમાં ભરેલા અપાર અને જાણવા માટે નય વિધિને જાણનારા જ્ઞાની અનુભવી નિયવિધિજ્ઞ એવા ગીતાર્થ આચાર્યની પાસે જવું પડે છે. તેઓની નિશ્રા સ્વીકારવી પડે છે. તેઓ જ આ તાળું ખોલવાના, ચાવી બનાવવાના અનુભવી અને અધિકારી છે. તેઓની પાસેથી અર્થો જાણી લીધા પછી પણ તુરત જ પ્રરૂપણા કરવાનો અધિકાર મળી જતો નથી. કારણ કે દાગીનાની પેટી ખોલી એટલે દાગીના મળ્યા. પણ કોઈ દિવસ ન જોયેલા દાગીનાને પ્રથમ તો ઓળખવા પડે, કયો દાગીનો ક્યાં પહેરાય, કેવી રીતે પહેરાય, કેવી રીતે ગોઠવ્યો હોય તો શોભાસ્પદ લાગે. શરીરની શોભા વધારનારો બને આ બાબત પણ જાણવી પડે છે. અને શરીરની શોભા વધે તેમ યથાસ્થાને દાગીના પહેરવા જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434