Book Title: Samyak Tapnu Swarup Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 8
________________ ભાગ્યશાલી જીવો તારા રાજમાં આવ્યા છે રાજ્ય વધારે તેવા છે. રાજના મંત્રી બનાવજે. ધર્માત્માની પૂંઠે દેવતા , ધર્માત્મા દેવતાને બોલાવે ? ભીખ માંગનારની પૂંઠે દેવતા દોડતા જ નથી. વીરધવલે સવારે તેઓને સત્કાર પૂર્વક આમંત્રણ આપી રાજસભામાં બોલાવ્યા અને મંત્રી મુદ્રા અને સેનાપતિમુદ્રા ધરી. મુદ્રાથી લોભાય એ વસ્તુપાલ તેજપાલ નહિ. બેય વિનય પૂર્વક ઉભા થાય છે. વસ્તુપાલ જ્યેષ્ઠ છે એટલે કહે છે - આપે મુદ્રિકા આપી છે સંસારમાં બેઠા છીએ એટલે કાંઇ કામ કરવાનું છે એટલે મુદ્રિકાના પાલનમાં હરકત નથી પરંતુ એ પહેલા અમને ઓળખી લો. અમે શ્રી જિનને વેચાણ છીએ; શ્રી જિનની આજ્ઞા મુજબ ચાલનારા સાધુ ભગવંતોને વેચાણા છીએ અને શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા ધર્મને વેચાણા છીએ. આ ત્રણની આજ્ઞાને બાધ આવે તેવી આપની કોઇપણ આજ્ઞા મનાશે નહિ. તેમજ પ્રજાનું પણ અહિત થાય તેવી આપની કોઇ આજ્ઞા મનાશે નહિ. અમારો ખપ હોયતો રાખો નહિ તો આ મુદ્રા પાછી લો.રાજા વીરધવલ વિચારે છે. જે દેવ-ગુરુ-ધર્મને વફાદાર છે તે મારી વફાદારી ચૂકે ! અને જે પ્રજાનું હિત જુએ છે અહિત કરવા તૈયાર નથી તે મારું અહિત કર ! રાજાએ તેમને આખી રાજની ધુરા સોંપી. માનવત્થા નિનાજ્ઞા ' તેની વાત કરવી છે. આ વાત કોને થાય ? જિનાજ્ઞાના આવા પ્રેમી હોય તેને, રાજાથી મુંઝાઇ જિનાજ્ઞાને ધક્કો ન મારે, રાજાની આગળ હાજી હા કરવા પ્રજાનું અહિત ન કરે. આવી જિનાજ્ઞા જેના હૃદયમાં બેઠી છે તેનું જીવન સુધરે, મરણ સુધરે, પરલોક સુધરે. તે જ તપ જૈન શાસનમાં શુધ્ધ મનાય છે. શુધ્ધ ગણાય છે. વર્ષીતપ એ શ્રી ઋષભદેવસ્વામી ભગવાનના તપનું અનુકરણ છે. ભગવાને ૧૩-૧૩ મહિના અશન-પાન નથી લીધા, પાછા સૂતા સૂતા નથી કર્યો પરંતુ પાછા આવી સાત પહોર ધ્યાન ધરતા, તેવા ભગવાનના તપનું અનુકરણ ચાલે છે. જેઓએ એ તપ વિધિપૂર્વક કર્યો હોય, આત્મામાં રમ્યો હોય, જિનની ભક્તિ ખૂબ જ કરી હોય, કષાયો પર કાબૂ મેળવ્યો હોય, જિનાજ્ઞા હૃદયના રોમરોમમાં વ્યાપી હોય તેવા જીવોના તપને અનુમોદીએ. જિનાજ્ઞાને ધક્કો મારી સારું કામ કરવા જાય તે ત્રણકાલમાં કરી શક્વાનો નથી.” આપણાથી શાસન નથી પરંતુ શાસનથી આપણે છીએ આ વાત મગજમાં આવી જાય તો કલ્યાણ થઇ જાય. તપની શક્તિવાળા વિધિ મુજબ તપ કરે, તપ કરનારને અનુકુળતા આપે અને તપ અને તપસ્વીનું અનુમોદન કરે તો ત્રણેનું કલ્યાણ થાય. જેથી આપણો સંસારથી વહેલામાં વહેલો નિખાર થાય. સૌનો આ સંસારથી વહેલામાં વહેલો વિસ્તાર થાય અને સૌ પરમાતમપદના ભોક્તા બનો તે જ સદાની એકની એક હાર્દિક શુભાભિલાષા. Page 8 of 77Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77