Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 24
________________ નિર્ભય બની જાય કે તેનું વર્ણન ન થાય. પણ ખરી વાત તો એ છે કે, વર્તમાનમાં તપ કર્યું એટલે તપ કર્યો, પણ તપ પૂરો થયા પછી તપ સાથે જાણે કાંઇ લાગે-વળગે નહિ તપ સાથે સંબંધ જ પૂરો થયો એવી જાતિની હાલત થઇ જાય છે. એટલે તે લાંબા તપને ફાયદાકારક બનાવી શકે નહિ. જેઓ આવા તપ કરે, ચૌદ-ચૌદ વર્ષ લુખ્ખો આહાર ખાય, પણ જ્યારે તે ઓળીનાં પારણામાં આવે ત્યારે છયે વિગઇઓ તેની છાતી પર ચઢી બેસે, તેને તપમાં રસ આવતો નથી, તપની જરૂર પણ લાગતી નથી. અશન માત્રનો ત્યાગ કરવાની વૃત્તિ આવી જવી જોઇએ. બધા તપનો અભ્યાસ તેના માટે જ કરવાનો છે. આ શરીરથી સંયમ સાધવાનું છે અને આ શરીર આહાર વિના ચાલે એવું નથી. એટલે આ શરીરને ભાડારૂપે આહાર આપી દેવાનો છે. થોડું એવી રીતે આપી દેવાનું કે શું આપ્યું તેની ખબર જ પડે નહિ. આ આહારની કોઇ અસર આત્માને ન થાય. આવી જાતિની મનોવૃત્તિ કેળવાઇ જાય. તોય કલ્યાણ થઇ જાય. આ રીતે આ ભવની આરાધના થઇ જાય, તો મુક્તિ વહેલામાં વહેલી થઇ જાય. આવા અભ્યાસવાળો આત્મા સમ્યક્ત્વમાં આયુષ્ય બાંધે તો અહીંથી દેવલોકમાં જઇ પછી મનુષ્યમાં આવીને મુક્તિએ જાય અને કદાચ સમ્યક્ત્વ વી જાય તો અહીંથી મહાવિદેહમાં જઇ સંયમ પામીને મુક્તિએ જાય. સંસારમાં મુક્તિ સાધવી કોના માટે સહેલી છે ? જે જીવને રસના કાબુમાં આવે તેના માટે. કર્મોમાં જેમ મોહનીય સૌથી મોટું છે. તેમ ઇન્દ્રિયોમાં રસના એ સૌથી ભારે ઇન્દ્રિય છે. રસના ઇન્દ્રિય કાબુમાં આવી જાય એટલે મોહનીયાદિ કર્મો કાબુમાં આવી જાય. તપ એ રસનાને જીતવા માટે છે અને રસનાને એટલા માટે જીતવી છે કે મોહનીયાદિ કર્મો જીતવા છે. આ આદર્શ હૈયામાં રાખી, તપ ધર્મનો શક્તિ મુજબ સુંદરમાં સુંદર અમલ થઇ જાય પછી તો આ સંસાર છૂટવામાં કાંઇ વાર નથી. આ જીવન સુધરી જાય મરણ સુંદર બની જાય, પરલોક સારામાં સારો મળી જાય તો મુક્તિ વહેલામાં વહેલી થાય. આવી રીતિના આવા સુંદર તપના સૌ અભ્યાસી બની વહેલામાં વહેલું કલ્યાણ સાધી, આ સંસારથી છૂટી, મુક્તિપદને પામો એ જ એક માત્ર શુભાભિલાષા સાથે પૂર્ણ કરું છું. Page 24 of 77

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77