Page #1
--------------------------------------------------------------------------
________________
સમ્યક્તપનું સ્વરૂપ મુનિ શ્રી નરવાહનવિજયજી
यत्र ब्रह्म जिनार्चा च, कषायाणां तथा हृतिः । सानुबन्धा जिनाज्ञा च, तत्तपः शुद्धमिष्यते ॥
અનંત ઉપકારી શ્રી જિનેશ્વર દેવોના શાસનમાં તપનો મહિમા કેવો અનેરો છે, તે વાત સમજાવતાં ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ જે વાત સમજાવવાની કોશિશ કરી છે. તે વાત આ ઉત્સવ દરમિયાન સમજાવવાની મારી ભાવના છે. શ્રી જૈન શાસનની સ્થાપના, જગતમાં જે ભાગ્યશાલીઓને મોક્ષ મેળવવાની ઇચ્છા થાય તેવા જીવો માટે થઇ છે. જેમ સંસાર અનાદિથી ચાલે છે. સંસાર ચલાવનાર માર્ગ પણ અનાદિથી ચાલે છે. તેવી રીતિએ આ સંસારમાં કોઇપણ કાળે શ્રી અરિહંત પરમાત્માનો અભાવ હોતો નથી. તેમજ શ્રી અરિહંત પરમાત્માના શાસનનો પણ અભાવ હોતો નથી. જેમ સંસાર માર્ગ અનાદિથી ચાલુ છે તેમ મોક્ષમાર્ગ પણ અનાદિથી ચાલુ છે. તે મોક્ષમાર્ગને જીવંત અને દીપ્તિમંત રાખનારા કોઇપણ મહાપુરુષ હોય તો તે શ્રી અરિહંત પરમાત્માઓ જ છે. શ્રી અરિહંત પરમાત્માનો આત્મા શ્રી અરિહંત પરમાત્મા તરીકે ક્યારે થાય છે ? કે એ પરમતારકોના આત્માઓને “સારાયે જગતને સંસારથી પાર પમાડી મોક્ષે મોકલવાની ઉત્કૃષ્ટ કોટિની ભાવદયા જન્મે છે.” તે તારકોના આત્માઓ સારા ય જગતને શાસન રસી એટલા માટે બનાવવા ઇચ્છે છે કે. શાસન રસી બન્યા વિના કોઇપણ જીવને મોક્ષની ભાવના થઇ નથી અને થવાની પણ નથી. આ વાત જે અંતરમાં બેસે તો જ શ્રી જિનશાસનમાં ક્રમાવેલા દાન-શીલ-તપનો મહિમા અંતરમાં ઉતરે. દાન-શીલ-તપ તે પ્રવૃત્તિવાળો ધર્મ છે કે જે જગતને જોવામાં આવે તેવી કોટિનો ધર્મ છે. જ્યારે ભાવધર્મ એવો ધર્મ છે, કે જે સીધી રીતે જોવામાં આવતો. નથી. જે જીવ ભાવધર્મને પામે નહિ. તે અબજોનું દાન દે છતાં વાસ્તવિક દાન ધર્મ પામતો નથી. તે જ રીતિએ જેને ભાવધર્મની પ્રાપ્તિ ન થઇ હોય, તે ભવોભવ શીલધર્મનું પાલન કરે તો પણ તેને શીલધર્મની પ્રાપ્તિ થતી નથી. તેમજ ઘોર તપ તપે તો પણ તેને તપ ધર્મની પ્રાપ્તિ થતી નથી. તે ભાવધર્મનું સ્વરૂપ માવતા અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવો કહે છે કે- “જ્યાં સુધી આ સુખમય. સંસાર પર આત્માને જુગુપ્સા જન્મ નહિ. જુગુપ્સા એટલે કે સારા માર્ગે ચાલ્યા જતા હોઇએ અને વચમાં અશુચિ પદાર્થના ઢગ આવી ચઢે તો જેમ નાક મરડાય, મોં વિકૃત થાય અને મોં પર હાથ કે રૂમાલાદિ ઢાંકી દૂર ચાલ્યા જવું તેનું નામ જુગુપ્સા. તેવી રીતે આ સુખમય સંસારની જેને જુગુપ્તા પેદા થાય અને મોક્ષની ઇચ્છા પેદા થાય છે.”
Page 1 of 77
Page #2
--------------------------------------------------------------------------
________________
સુખમય સંસાર છોડવાના અને મોક્ષ પામવાના હેતુથી જે કોઇ પ્રવૃત્તિ કરવાનું મન થાય તેનું નામ ભાવ. આ ભાવ પમાડનાર જો જગતમાં કોઇપણ શાસન હોય તો તે શ્રી જિનશાસન જ છે. અને તે જ શ્રી અરિહંત પરમાત્માનો મોટામાં મોટો જગત ઉપર ઉપકાર છે.
શ્રી અરિહંત પરમાત્મા અને શ્રી જિનશાસન જગતમાં સદા માટે વિધમાન જ છે. ભલે આ ભરત ક્ષેત્રમાં કે ઐરાવત ક્ષેત્રમાં કાયમી ન હોય પરન્તુ મહાવિદેહ ક્ષેત્રમાં તો શાસન સદાજીવતું હોય છે અને તે શાસનને જાગતું રાખનારા શ્રી અરિહંત પરમાત્મા પણ વિધમાન હોય છે, તે રીતે શાસનનો અભાવ કદિ હોતો નથી. તે શાસનની પ્રાપ્તિ આપણને થઇ છે. તે શાસનને પામેલા તમે આ સુખમય સંસારને છોડવાની અને વહેલામાં વહેલા મોક્ષને પામવાની ઇચ્છાવાળા બની જાવ તો ભાવધર્મ પામી ગયા કહેવાવ. પછી તે શક્તિ મુજબ દાન-શીલ-તપ ધર્મનું આરાધન કરે જ. આ ભાવના વાળો નિર્જરા સાધ્યા વિના રહે નહિ. આ તપ ધર્મનો મહોત્સવ શરૂ થયો છે. તેમાં આ બાહ્યતપનું ઉધા૫ન છે. બાહ્યતપ જો અત્યંતર તપને અનુકૂળ હોય તો જ શ્રી જિનશાસનમાં પ્રશંસાપાત્ર છે.
આ તપ શું ચીજ છે ? તપ શા માટે છે ? તપ કોણ કરી શકે ? તપ કરનારનું માનસ કેવું
હોય ? તેની વર્તમાનકાળની સ્થિતિ કેવી હોય ? ભવિષ્યકાળની સ્થિતિ કેવી હોય ? કેવી સ્થિતિ હોય તો કેટલી નિર્જરા સાધી મોક્ષપદનો સ્વામી બને તે હવે.
ગુરૂવાર : વૈશાખ સુદ -૩ :
તા. ૨૫-૪-૭૪
શ્રી શ્રીપાલનગર જૈન ઉપાશ્રય.
● यत्र ब्रह्म जिनाच च,
Page 2 of 77
Page #3
--------------------------------------------------------------------------
________________
कषायाणां तथा हृतिः । सानुबन्धा श्री जिनाज्ञा च,
तत्तपः शुधमिष्यते ॥
અનંત ઉપકારી શાસ્રકાર પરમર્ષિ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર સમ્યપનું સ્વરૂપ સમજાવી રહ્યા છે કે -
શ્રી જિનેશ્વર પરમાત્માઓ એવું પુન્ય આરાધી આવ્યા હોય છે, એવી તૈયારી કરી આવ્યા છે, આરાધનાનો તેઓ ઉચ્ચ અભ્યાસ બનાવી આવ્યા હોય છે. જેનું વર્ણન ન થાય.
વર્ષીતપનો તપ આ અવસર્પિણીના પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવસ્વામી ભગવાને આચર્યોં અને આજના દિવસે પારણું કર્યું. આ તપ એવી જાતિની આજ્ઞા મુજબનો છે કે નિર્દોષ આહાર પાણી મલે તો તેનો સંયમની સાધનામાં નિર્વાહ કરવો, જો નિર્દોષ અશન પાન ન મલે તો તેને માટે ઉપવાસ છે. તેથી આગળ અશન મલે પાન ન મલે તો અશનથી ચલાવવું; પાન મલે અશન ન મલે તો પાનથી ચલાવવું, અશન-પાન બેય ન મલે તો બેય વિના ચલાવવું એ જ મોટામાં મોટો તપ છે. પહેલી વાત
એ છે કે ન ચાલે ત્યારે મેળવવા જાય છતાંય ન મલે તો તપ કરે કેટલો ભારે ઇચ્છાનિરોધ તપ ! ભગવાન શ્રી ઋષભદેવસ્વામીએ ફાગણવદી-૭ થી તપ શરૂ કરેલ. બીજા વર્ષના વૈશાખ સુદ-૩ના પારણું કર્યું. એ પરમ તારક દરરોજ ભિક્ષાએ જતા, લોક ભિક્ષા શું એ જાણતું ન હતું, ભગવાનને ખુદને બધા જગતના દાદા તરીકે પીછાણે, પ્રજાનો એ પુન્યપુરુષ પર પ્રેમનો પાર નહિ. ભગવાન ભિક્ષાએ જાય એટલે લોક પ્રાણથી પણ પ્યારી ચીજો સામે ધરે. ભગવાનને શું ખપે છે ? શું જોઇએ છે ? તે સહૃદયી લોક જાણે નહિ, એટલે પૂજ્યભાવથી લોક હીરા, પન્ના, આદિ કિંમતી ચીજ હોય તે આપે, પરંતુ ચાર જ્ઞાનના ધણી એવા ત્રિભુવનતિલક એ ચીજો તરફ આંખ સરખી ન કરે. પંરતુ પાછા આવી ધ્યાનમાં ઉભા રહે. આ રીતનો એમનો તપ ૧૩-૧૩ મહિના થયો. એ શ્રી જિનેશ્વર ભગવંતોના શાસનને સમર્પિત મુનિ ભગવંતો એ પરમ તારકોની આજ્ઞા મુજબ ચાલે.
આપણે ત્યાં આજ્ઞાનું પાલન એજ એઓની મોટામાં મોટી ભક્તિ છે, પૂજા છે. જેના હૃદયમાં આ પ્રકારનું ભગવાન પ્રત્યે બહુમાન જન્મી જાય અને તેનું સમજણપૂર્વક આચરણ કરવા માંડે તો
કામ થઇ જાય.
જૈન શાસનમાં તપ શું છે શા માટે કરવાનો છે એ વાત આજે સમજાવવી છે. તપ એ મોટામાં મોટો ધર્મ છે ને ?
જેનાથી બની શકે એ બધાએ કરવાનો છે. દાન-શીલ-તપ-ભાવના રૂપી જ્ઞાનીઓએ જે ધર્મ કહ્યો તે દરેકે શક્તિમુજબ આચરવાનો છે.
બીજા કેમ નથી કરતા તેની ચિંતા કર્યા વગર હું ધર્મ નહિ કરું તો મારું શું થશે તેની જેને ચિંતા હોય તેને આ તપ કરવા જેવો લાગે.
આપણે ધર્મ ન કરીએ તો ધર્મને શું નુક્શાન થવાનું છે ? ધર્મ તો અનંતકાલથી છે અને અનંતકાલ વિધમાન રહેવાનો છે. માટે આપણે ધર્મ ન કરીએ તો શું થશે તે ચિંતા હોય તે જ જીવ દાન-શીલ-તપ કરે ભાવના ભાવે તો લાભ થાય.
Page 3 of 77
Page #4
--------------------------------------------------------------------------
________________
ભાવના ભવનો ભય પેદા કરે માટે ભાવવાની. જે કર્મો ભવ પેદા કર્યો તે કર્મને તપાવીને બાળી મૂકવા માટે તપ કરવાનો છે, તપ શીલવાળો હોય તો જ શોભે.
ભાવધર્મથી વાસિત થયેલો જીવ સારામાં સારી રીતે તપનું આચરણ કરતો હોય તો તે શીલસંપન્ન હોય તેમાં નવાઇ હોય ! તે શક્તિ મુજબ દાનધર્મનો આરાધક જ હોય
ભાવના ભવનો નાશ કરવા માટે કરવાની છે, ભવ જે કર્મો પેદા કર્યો તે કર્મના નાશ માટે તપ છે, તપ શીલથી શોભે છે. ભવના નાશ માટે કર્મનો નાશ કરવા જે આત્મા તપ આચરે છે તે શીલસંપન્ન હોય જ ? તે શક્તિ મુજબ દાન ધર્મની આરાધના કરતો હોય તેમાં શંકા ખરી ?
શાસ્ત્રોમાં દ્રષ્ટાંતો આવે છે કે શક્તિ મુજબ દાન ન કરે, દાન ન અપાય તેનું દુઃખ ન હોય. તેના શીલ, તપ અને ભાવના અનંત જ્ઞાનીની આજ્ઞા મુજબ હોવાનો સંભવ નથી. વાસ્તવિક કોટિના હોવાનો સંભવ નથી.
જૈન શાસને જે તપ વર્ણવ્યા અને મહાપુરુષોએ જેની મહત્તા ગાઇ છે તે તપ શું છે, શા માટે છે તે સમજાવવું છે.
આજે ઘણા ભાગ્યશાલીઓ તપ કરે છે. તમે બધા તપના મહાપ્રેમી છો. તપસ્વીને પારણું કરાવતા વિચાર આવવો જોઇએ કે- “મેં કેમ ન કર્યો ? શક્તિ નથી માટે ? કેમ ભાવના નથી. થતી ?” આવો વિચાર ન આવે તો પારણું કરાવવાથી લાભ ન મલે.
ભગવાનનો ધર્મ એવો છે કે સારા કાળમાં જીવને અંતર્મુહૂર્તમાં અયોગી બનાવી મોક્ષે મોકલી આપે.
જૈન શાસનનો તપ કરનાર જીવ તપ ન કરતા હોય તેના તરફ તિરસ્કાર ન કરે. કેમકે જેના શાસનને પામેલ ક્યારે તપ ન કરે ? તપ ન થતો હોય તો જ ને ! માસક્ષમણ કરનાર નવકારશી કરનારની નિંદા ન કરે. જે જીવો તપ કરનારા છે, જે જીવાથી તપ નથી થઇ શકતો તે તપ કરવાની ભાવનાવાળા તો ખરાં ને ? વર્ષીતપના પારણા કરાવનારને વર્ષીતપ કરવાની ભાવના ન હોય ? પોતાની શક્તિ હોય તો વર્ષીતપ કરવાનું મન ન હોય ?
ઘણા ભાગ્યશાલી જીવો વર્ષોથી વર્ષીતપ કરે છે. જૈન શાસનની બલિહારી છે કે તપની શક્તિવાળા સ્વયં તપ કરે છે, શક્તિના અભાવવાળા તપ કરનારને અનુકૂળતા કરી આપે છે, જે લોકો આ બેય ન કરી શકે તે અનુમોદના કરે.
તપનો ખર્ચ વ્યવહાર માની કરે તો તે તપ કરવા છતાં હારી જાય.
મારો તપ પૂર્ણ થયો તેના આનંદમાં જેટલું ખર્ચ તે તો લાભદાયી થાય, તેની ઇર્ષ્યા કરે તેનોય નાશ થાય.
તપ કરીશ તો મારે ધન ખરચવું પડશે આવો વિચાર ધનના ઢગલા પડ્યા હોય તેને આવે, તો તો મને લાગે છે કે તે મિથ્યાત્વ જ છે.
શક્તિહીનની કોઇ ટીકા કરતું નથી. પરંતુ જે શક્તિહીન માણસો એમ વિચારે કે મારે કરવું પડે અને ન કરું તો મારું ખોટું દેખાય માટે શક્તિસંપન્નોએ પણ ન કરવું તો તે ભવાંતરમાં ગાઢ પાપ બાંધી આવ્યો છે અને અહીં બાંધી રહ્યો છે. શક્તિસંપન્ન પણ આ વાતની પુષ્ટિ કરતા હોય તો તેય. તેના જેવો છે. આગળ અમે જોયા છે કે તપની તો જેટલી ઉજવણી સારી થાય તેમ સારું એટલે ખર્ચા
Page 4 of 77
Page #5
--------------------------------------------------------------------------
________________
પણ પ્રેમથી કરતા.
શાસ્ત્રે કહ્યું છે કે તપ કરનાર જો વ્યવહારમાં ખર્ચ કરતો હોય તે ઔચિત્ય સમજી કરે તો ખૂબ લાભ થાય. વ્યવહારને ધર્મ બનાવવો તે ધર્માત્માનું કામ છે. એકલો વ્યવહાર માની ચાલે તે અજ્ઞાની છે. તપ કરનાર જ્ઞાની હોવો જોઇએ, તેને ભગવાનની આજ્ઞાની ખબર હોવી જોઇએ જેથી લોકવ્યવહારમાં પણ આજ્ઞા મુજબનું ઔચિત્ય સાચવે જેથી સ્નેહી સંબંધીઓને પોતે જે ધર્મક્રિયાદિ કરે છે તે તરફ બહુમાન થાય, સદ્ભાવ પેદા થાય એટલે તે બધાને એવા રાજી કરે કે તેની ધર્મક્રિયાઓ જોઇ રાજી થાય, એ રીતનો ઉચિત વ્યવહાર પણ ધર્મ બની જાય અને અનેક જીવોને ધર્માભિમુખ બનાવવાનું અંગ બને.
ઘણા જીવો નામના, કીર્તિ માટે હજારો રૂપિયા ખર્ચે છે પરંતુ સીદાતા સ્નેહી તરફ નજર પણ નથી કરતા તેના દાનની કોઇ જ કિંમત શાસ્ત્ર આંકી નથી પરંતુ ધર્મ વિરાધક કહ્યા છે. જે જીવ ભગવાનની આજ્ઞા સમજતો હોય છે તે યથાશક્તિ સ્નેહી સાધર્મિકને સહાય કરતો જ હોય છે.
જે તપ અનંતજ્ઞાનીઓએ ફરમાવ્યો છે ત તપ કરનાર બ્રહ્મચર્ય પાલનાર નિયમા હોય. તપના દિવસમાં તપ કરનાર બ્રહ્મચારી હોય. બ્રહ્મચર્યનો સામાન્ય અર્થ શીલ પાળનાર અને વિશિષ્ટ અર્થ આત્મામાં રમણ કરનારો છે.
જીવ તપ કેમ કરે ? કર્મ તપાવવા માટે. કર્મ તપાવવા માટે તપ કરનારને મારા આત્માનું સ્વરૂપ શું તે સમજ નહિ ? કર્મે સર્જેલા સ્વરૂપમાં તે રાચનાર હોય ? રમનાર હોય ? તો એ શેમાં રાચે અને રમે ? પોતાના સ્વરૂપમાં. જે તપમાં આવું બ્રહ્મચર્ય હોય તે તપ જિનશાસનમાં શુધ્ધ કહેવાય છે. સ્વસ્વરૂપને પેદા કરવા માટે તપ કરતો હોય તે જીવ સામાન્ય અને વિશિષ્ટ રીતે બ્રહ્મચર્યનો પાલક હોય, તો તેથી તેના તપથી નિર્જરા થાય અને નિર્જરાથી સ્વરૂપ પ્રગટ થાય. તમારું સ્વરૂપ શું ? સોહં તે હું છું. મુરખ છું માટે ં રહ્યો છું.
જેટલે અંશે તપથી સ્વસ્વરૂપ પ્રગટે તેનો આનંદ હોય અને અધિક પ્રગટ કરવાનું મન થાય. જે તપમાં બ્રહ્મચર્ય હોય તે શુધ્ધ કોટિનો તપ ગણાય.
આવો જીવ પોતાની શક્તિ મુજબ જિનની પૂજા કરનાર હોય. માટે ઉપાધ્યાયજી મહારાજે કહ્યું ‘યંત્ર બ્રાનિનાર્વા વ' તપસ્વી શ્રી જિનેશ્વર ભગવંતોની પોતાની શક્તિમુજબ અર્ચા નામ પૂજા કર્યા વગર રહે ખરો ? તપમાં તેની પૂજા વિશેષ પ્રકારની હોય. દ્રવ્યપૂજા કરનાર દ્રવ્ય પૂર્વકની ભાવ પૂજા વિશેષ પ્રકારે કરે એકલા ભાવપૂજાના અધિકારી ભાવપૂજા વિશેષ પ્રકારે કરે. ભગવાનના શાસનમાં ભાવધર્મ ભવનો વિરોધી છે, એટલા માટે જૈન શાસનમાં તપ ભવનું નિર્માણ કરનાર કર્મને તપાવવા છે. તપસ્વી શીલસંપન્ન હોય, શક્તિ મુજબ દાન ધર્મનું આચરણ કરનાર હોય.
જે તપ કરનાર હોય તે તપના દિવસોમાં જિનની પૂજા વિશેષ પ્રકારે કરે. તનો ખાવાનો ખર્ચો વધે કે પૂજાનો ખર્ચો વધારે હોય ? તપ ભાવથી જ થાય ને ? માત્ર ભગવાનની પૂજા સુંદર પ્રકારે કરવાથી કાંઇ લાભ ન થાય ને?
જેમાં બ્રહ્મચર્ય હોય, શ્રી જિનેશ્વરદેવની અર્ચા સુંદર પ્રકારે હોય. ‘ષાયાળાં તથા હૃતિ:' જે તપમાં કષાયોની હીનતા હોય, કષાયોનો હત્યા થતી હોય, ક્રોધ, માન, માયા, લોભ પીટ્યા જાતા હોય ! તપ કરનારા તપના દિવસોમાં મારાથી લોભ ન કરાય, માયા ન રમાય, માન ન આવી
Page 5 of 77
Page #6
--------------------------------------------------------------------------
________________
જાય, ગુસ્સો ન આવે તેની ખાસ કાળજી રાખે ને ?
તપ કરનારે કષાયોને એવા નબળા પાડ્યા હોય કે પાસે જ ન આવે. પ્ર. તપસ્વી ક્રોધી કેમ હોય છે ?
ઉ. તપસ્વીને તપની કિંમત ન હોય. ભગવાનના તપને કેમ કરવો તે સમજ્યો ન હોય, તેનામાં આત્મરમણતારૂપ બ્રહ્મચર્ય ન હોય, શ્રી જિનની ભક્તિ દ્રવ્ય-ભાવપૂર્વક વિશેષ પ્રકારે ન હોય માટે. શાસ્ત્રકારોએ ક્રોધને તપનું અજીર્ણ કહ્યું છે. સારી ચીજો વાપરે અને ન પચે તો અજીર્ણ થાય એટલું નહિ માટું ગંધાય અને પેટ પણ બગડે.
કષાયોનો સંપૂર્ણનાશ તો દશમા ગુણઠાણાને અંતે થવાનો છે પરંતુ કષાયોનું સામર્થ્ય હણાઇ જાય, કષાયોએ આજ સુધી જે જુલમ ગુજાર્યા તે હવે ન ગુજારે. પહેલા તપ ન હતો કરતો ત્યારે કષાયોને મિત્ર માનેલા પરંતુ તપ કરનાર હવે કષાયોને શત્રુ સમજે છે. બધા તપ કરનારાઓએ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આ રીતે તપ કરે તો એક તપસ્વીથી આખું ઘર ભગવાનના ધર્મનું અનુયાયી થઇ જાય.
તપ કરનારને પણ થાય કે પહેલા હું કેવો હતો અને હવે તપ કરવાથી કેવો સુંદર દેખાઉં છું
કષાયોને જીતે તેનું જ જગતમાં ગૌરવ ઘણું વધી જાય ને ! ક્રોધ કરનાર બધાને પોતાના ન બનાવી શકે પરંતુ ક્ષમા કરનાર બધાને પોતાના બનાવે. ધર્મ કરવો હોય તો બધાને પોતાના બનાવવા પડે ને ? પોતાનો બનાવવો હોય તો શું શું કરવું પડે ? આડતીયા પાસે સારું કામ કરાવનારા એવા તમને આ જાતનો અનુભવ છે. કોઇને પોતાનો બનાવવા શું શું કરવું પડે તે તમને ભણાવવું પડે કે તમે અમને ભણાવો ? તપ કરનાર કષાયોને શત્રુ તરીકે માનતા હોય, કષાયોને ખૂણામાં બેસાડે. કષાયને સમજાવે તમે આજ સુધી મારી ખરાબી કરી છે, મને પાગલ કર્યો છે, મને ખરાબ બનાવ્યો છે. પરંતુ મેં હવે તમને ઓળખી લીધા છે એટલે આવા જ રહેજો. વચમાં આવ્યા તો ખબર લઇ નાંખીશ. ક્રોધ, માન, માયા, લોભ તેને આધીન હોય પરંતુ તે ક્રોધ-માન-માયા-લોભને આધીન ન હોય.
જેનું માથું શાંત હોય તે તપસ્વી આત્મ સ્વરૂપની રમણતા કરતો હોય. આત્મ સ્વરૂપની. રમણતા આવે એટલે માથુ શાંત હોય.
જૈનશાસનમાં ભાવતપ સમજાવવા મહામહોપાધ્યાયજી મહારાજે જે વિશેષણો આપ્યા તે આપણે જોઇ રહ્યા છીએ.
આઠ પ્રભાવકમાં પાંચમો પ્રભાવક શાસ્ત્ર “તપસ્વી' કહ્યો છે અને તેની ઓળખ ઉપાધ્યાયજી મહારાજે બનાવેલ સઝાયમાં આ રીતે છે કે“તપગુણ ઓપેરે રોપે ધર્મને,
ગોપે નવિ જિન આણી આશ્રવ લોપ રેનવિ કોપે કદા,
પંચમ તપસી તે જાણ ”
Page 6 of 77
Page #7
--------------------------------------------------------------------------
________________
આવો પાંચમો તપસ્વી જિનશાસનનો પ્રભાવક છે. તપગુણને ઓપે, તપને તે દીપાવે. તપથી દીપનારા આરાધક કહેવાય અને તપને દીપાવનારા પ્રભાવક કહેવાય.
તમે આરાધક છો કે પ્રભાવક ?
તપથી ક્યારે શોભે ? સ્વસ્વરૂપમાં રમતો હોય, જિનનો પરમ ભગત હોય, કષાયોનો પક્કો વૈરી હોય. જે ગુણને દીપાવે તે પ્રભાવક થાય. જ્યાં જાય ત્યાં ધર્મને રોપે, જે કોઇ તેના પરિચયમાં આવે તે ધર્મ પામીને જાય.
પારણું કરાવનાર ઉદાર અને તપનો ભગત હોય, પોતાની શક્તિ હોય તો ૧૦૧ ચીજ બનાવે. ખરેખરા તપસ્વી આવી ગયા હોય તો તેને અનુભૂતિ થાય કે ખરેખર તપસ્વી છે કોઇ ચીજ નથી લેતો.
તમે બધા પારણું કરાવનારે જે બનાવ્યું તેને ન્યાય આપવો તેમાં અમારું ડહાપણ છે એમ માનો છો. પરંતુ જે રીતે તમે ઉપયોગ કરો તેમાં કરાવનારના ભાવ વધે કે ઘટે ? તપગુણ ઓપે, ગુણને દીપાવે, સઘળા આશ્રવને રોકે, ગમે તેવી સ્થિતિમાં કદી પણ ન કોપે એ જ પ્રભાવક બની શકે.
સાધુવન્ધા નિશાશા ”
જિનની આજ્ઞા એવી પાળે કે જ્યાં સુધી સંસારમાં રહે ત્યાં સુધી જિનની આજ્ઞા સાથે ને સાથે રહે છે.
પ્ર. ઉપધાન કરનાર રાત્રિભોજન ન કરે તો પ્રભાવના થાય.
ઉ. ઉપધાન કરનાર રાતે ખાનાર હોય ? વર્ષીતપ કરનાર પણ રાતે ખાનાર હોય ? આજે તો આ તમારી માન્યતા છે. તપ કર્યો-તપસ્વી ગણાયો-ભગવાનની આજ્ઞાથી વિરુધ્ધ જેટલું વર્તન કરે તેથી તેનાથી ધર્મની જે હાનિ થાય છે તે બીજાઓથી નથી થતી.
જે જે તપ કરે તેને ભગવાનની આજ્ઞા શું તે સમજવું જોઇએ. બધી બાઇઓ ભગવાનની આજ્ઞા સમજે તો અનુપમા દેવી જેવી બને તેવી છે કેમકે બાઇઓ મોટેભાગે તપ-જપ વધારે કરે છે. આવા ધર્મ કરનારની ઘરમાં છાપ શું હોય ? ઘરના મોટા માણસો તેને સલાહકાર માને.
વસ્તુપાલ તેજપાલ મહામંત્રી જેવા ઊંચા સ્થાને હોવા છતાં અનુપમાદેવીને પૂછયા વિના કોઇ ધર્મનું કામ નહતા કરતા. આરાધક જીવને સંસારની કોઇ ચીજનો બહુ ખપ ન હોય.
વસ્તુપાલ તેજપાલ મંત્રી નથી થયા ત્યારની વાત છે. બે ય બુદ્ધિશાળી છે. અનુપમાં નાનાભાઇ તેજપાલના પત્ની છે છતાં વસ્તુપાલ ધર્મની બાબત તેમને પૂછીને જ કરે છે કેમકે ધર્મમાં તેણીની અક્કલ બહુ ચાલે છે. જ્યારે તીર્થયાત્રાએ જવું છે તો અનુપમાદેવીની પૂછે છે કઇ રીતે જવું અને સાથે શું શું લઇ જવું? અનુપમાં કહે પાછા આવીએ ત્યારે થોડું જરૂરી રાખો બાકી બધું લઇ ચાલો. આવી બાઇ તમારા ઘરમાં નથી તે સારું છે ને ? બધી મિલ્કત લઇ સાથે નીકળ્યા. તીર્થયાત્રા કરતા કરતા રાજા વીરધવલની રાજધાનીમાં આવ્યા ત્યારે માત્ર ત્રણ લાખ સોનૈયા હતા. આજે સારું છે તમારી પાસે એટલે નથી નહિ તો તમને સનેપાત થયો હોત ! પૈસાએ તમારી કેવી હાલત કરી ? પૈસાએ તમને કેવા બનાવ્યા છે ? જેની પાસે પૈસા વધ્યા તેની ધર્મબુધ્ધિ ગિરવે મૂકાઇ છે.
વીરધવલની રાજધાનીમાં આવ્યા, ધર્મશાલામાં ઉતર્યા છે. રાતે દેવીએ રાજાને કહ્યું બે
Page 7 of 77
Page #8
--------------------------------------------------------------------------
________________
ભાગ્યશાલી જીવો તારા રાજમાં આવ્યા છે રાજ્ય વધારે તેવા છે. રાજના મંત્રી બનાવજે.
ધર્માત્માની પૂંઠે દેવતા , ધર્માત્મા દેવતાને બોલાવે ? ભીખ માંગનારની પૂંઠે દેવતા દોડતા જ નથી.
વીરધવલે સવારે તેઓને સત્કાર પૂર્વક આમંત્રણ આપી રાજસભામાં બોલાવ્યા અને મંત્રી મુદ્રા અને સેનાપતિમુદ્રા ધરી. મુદ્રાથી લોભાય એ વસ્તુપાલ તેજપાલ નહિ. બેય વિનય પૂર્વક ઉભા થાય છે.
વસ્તુપાલ જ્યેષ્ઠ છે એટલે કહે છે - આપે મુદ્રિકા આપી છે સંસારમાં બેઠા છીએ એટલે કાંઇ કામ કરવાનું છે એટલે મુદ્રિકાના પાલનમાં હરકત નથી પરંતુ એ પહેલા અમને ઓળખી લો. અમે શ્રી જિનને વેચાણ છીએ; શ્રી જિનની આજ્ઞા મુજબ ચાલનારા સાધુ ભગવંતોને વેચાણા છીએ અને શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા ધર્મને વેચાણા છીએ. આ ત્રણની આજ્ઞાને બાધ આવે તેવી આપની કોઇપણ આજ્ઞા મનાશે નહિ. તેમજ પ્રજાનું પણ અહિત થાય તેવી આપની કોઇ આજ્ઞા મનાશે નહિ. અમારો ખપ હોયતો રાખો નહિ તો આ મુદ્રા પાછી લો.રાજા વીરધવલ વિચારે છે. જે દેવ-ગુરુ-ધર્મને વફાદાર છે તે મારી વફાદારી ચૂકે ! અને જે પ્રજાનું હિત જુએ છે અહિત કરવા તૈયાર નથી તે મારું અહિત કર !
રાજાએ તેમને આખી રાજની ધુરા સોંપી.
માનવત્થા નિનાજ્ઞા ' તેની વાત કરવી છે. આ વાત કોને થાય ? જિનાજ્ઞાના આવા પ્રેમી હોય તેને, રાજાથી મુંઝાઇ જિનાજ્ઞાને ધક્કો ન મારે, રાજાની આગળ હાજી હા કરવા પ્રજાનું અહિત ન કરે. આવી જિનાજ્ઞા જેના હૃદયમાં બેઠી છે તેનું જીવન સુધરે, મરણ સુધરે, પરલોક સુધરે. તે જ તપ જૈન શાસનમાં શુધ્ધ મનાય છે. શુધ્ધ ગણાય છે.
વર્ષીતપ એ શ્રી ઋષભદેવસ્વામી ભગવાનના તપનું અનુકરણ છે. ભગવાને ૧૩-૧૩ મહિના અશન-પાન નથી લીધા, પાછા સૂતા સૂતા નથી કર્યો પરંતુ પાછા આવી સાત પહોર ધ્યાન ધરતા, તેવા ભગવાનના તપનું અનુકરણ ચાલે છે.
જેઓએ એ તપ વિધિપૂર્વક કર્યો હોય, આત્મામાં રમ્યો હોય, જિનની ભક્તિ ખૂબ જ કરી હોય, કષાયો પર કાબૂ મેળવ્યો હોય, જિનાજ્ઞા હૃદયના રોમરોમમાં વ્યાપી હોય તેવા જીવોના તપને અનુમોદીએ.
જિનાજ્ઞાને ધક્કો મારી સારું કામ કરવા જાય તે ત્રણકાલમાં કરી શક્વાનો નથી.”
આપણાથી શાસન નથી પરંતુ શાસનથી આપણે છીએ આ વાત મગજમાં આવી જાય તો કલ્યાણ થઇ જાય.
તપની શક્તિવાળા વિધિ મુજબ તપ કરે, તપ કરનારને અનુકુળતા આપે અને તપ અને તપસ્વીનું અનુમોદન કરે તો ત્રણેનું કલ્યાણ થાય. જેથી આપણો સંસારથી વહેલામાં વહેલો નિખાર થાય. સૌનો આ સંસારથી વહેલામાં વહેલો વિસ્તાર થાય અને સૌ પરમાતમપદના ભોક્તા બનો તે જ સદાની એકની એક હાર્દિક શુભાભિલાષા.
Page 8 of 77
Page #9
--------------------------------------------------------------------------
________________
સિકલાગમ રહસ્યવેદી, સ્વ.પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય દાનસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર સિદ્ધાન્ત મહોદધિ સ્વ.પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધરરત્ન, પરમ શાસન પ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ, પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પરમપુનીત નિશ્રામાં, નાસિક નગરે વર્ષીતપના પારણા પ્રસંગે વૈશાખ સુદ-૩ રવિવાર તા.ર-પ-૭૬ ના રોજ કુન્ડ હાઇસ્કૂલના કમ્પાઉન્ડમાં આપેલ પ્રવચનનું સારભૂત અવતરણ :
શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કે શ્રી પૂજ્યપાદશ્રીજીના આશય વિરુદ્ધ લખાયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્
– અવતરણકાર]
यत्र ब्रह्म जिनार्चा च कषायाणां तथा हृतिः । सानुबन्धा जिनाज्ञा च तत्तपः शुद्धमिष्यते ॥
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓના શાસનના પરમાર્થને પામેલા પરમર્ષિઓ. ક્રમાવે છે કે, શ્રી અરિહંત પરમાત્માઓ એવી જાતિના ઉત્તમ કોટિના આત્માઓ છે જેમની સરખામણી કોઇની સાથે થઇ શકે તેમ નથી. ભગવાન શ્રી કષભદેવ સ્વામી આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર થયા, તેમના તપના અનુકરણ નિમિત્તે આ તપની આરાધના વર્તમાનમાં પણ ચાલુ છે. એ પરમતારકે કેવી રીતે તપ કર્યો તેનું વર્ણન આપણે કરી આવ્યા. ચાલુ વર્ષના ફાગણ વદ-૬ ના આહાર કર્યો, ફાગણ વદ-૭ થી આહાર બંધ કર્યો અને બીજા વર્ષના વૈશાખ સુદ-૩ ના પારણું કર્યું. એવો તપ તો એ જ કરી શકે. એ બધા દિવસોમાં એઓ ભિક્ષાએ જતાં, પરન્તુ લોક ભિક્ષા શું ?
Page 9 of 77
Page #10
--------------------------------------------------------------------------
________________
સાધુ શું ? સાધુને શું ચીજ કલ્પે અને શું ચીજ ન કલ્પ એનાથી અજાણ હતું. ભગવાનને લોકો રાજા માને, દાદા તરીકે ઓળખે એટલે પોતાની કિમંતીમાં કિંમતી ચીજો ભગવાન આગળ ધરતા, પરન્તુ સાધુને માટે એ બધી ચીજો અકલ્પનીય હોવાથી ભગવાન પાછા ફરતા અને પાછા સાત પ્રહર સુધી ધ્યાનમાં ઊભા રહેતા. ભગવાને જે રીતે આરાધના કરી છે તે અંગે જ્ઞાનીઓ જણાવે છે કે, આવી આરાધના શ્રી અરિહંત પરમાત્માના આત્માઓ જ કરી શકે.
આપણે એ તપના અનુકરણ નિમિત્તે જે તપ કરીએ છીએ, તે શુદ્ધ કોટિનો ક્યારે બને, તેના માટે અનંતજ્ઞાનીઓએ ચાર વાતો કહી છે. સૌથો પ્રથમ જે જીવને તપ કરવો હોય, તેને પહેલા તો શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાને સમર્પિત થવું પડે. એ તારકની આજ્ઞાને સમર્પિત થવા માટે શ્રી અરિહંત પરમાત્માને ઓળખવા પડે. શ્રી અરિહંત પરમાત્માને ઓળખનારો, શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાને સમજનારો વાસ્તવિક રીતે આ તપ કરી શકે.
આ તપ કરનાર જીવના હૈયામાં સંસાર પ્રત્યે અભાવ હોવો જોઇએ, મોક્ષની તીવ્ર લાલસા જન્મી હોવી જોઇએ. તેને થવું જોઇએ કે, ભગવાન જેવી શક્તિ મારામાં છે નહિ પણ મારે મારી શક્તિ ગોપવ્યા વિના, આજ્ઞા મુજબ તપ કરવો જોઇએ, કેમકે મારા ભગવાન અમારા માટે મોક્ષમાર્ગ મૂકી મોક્ષમાં ગયા અને અમને સૌને કહીને ગયા કે, ‘આ સંસાર રહેવા જેવો નથી, મોક્ષે જ જવા જેવું છે. આ સંસારમાં ભટકાવનાર ભૌતિક સુખ છે, તેને લઇને જીવ પાપ આચરે છે અને એના પરિણામે દુઃખી થાય છે.’ આ વાત જેના હૈયામાં જચે તે જ આ તપનું સુંદરમાં સુંદર આરાધન કરી શકે. તેવી રીતે આરાધવાનો હેતુ પેદા થાય તોય જીવને જીવતાં આવડે, પછી તેને માટે દુર્ગતિના દ્વાર બંધ થાય, સદ્ગતિના દ્વાર ખુલ્લા થાય. ધર્મના સંસ્કાર સુંદર રીતે આત્મામાં પડ્યા હોય એટલે સદ્ગતિમાં ભૌતિક સુખ મળે તોય તે આત્માને મૂંઝવી કે ફ્સાવી ન શકે. સુખ ભૂંડુ જ છે એ વાત તેના હૈયામાં બરાબર બેઠી હોય એટલે કર્મયોગે સુખ ભોગવવું પડે તોય તેમાં રાગથી રંગાય નહિ અને તાકાત આવે તો તેનો ત્યાગ કરે અને પાપના યોગે આવતા દુઃખને મઝેથી ભોગવે એમ કરતાં કરતાં સઘળાં ય કર્મ ખપાવી ત્રીજે-પાંચમે કે સાતમે ભવે મોક્ષે પણ ચાલ્યો જાય.
જે આ તપના આરાધક ભાઇ-બહેનો છે તે બધા ભગવાનની આજ્ઞાને સમર્પિત છે એમ માનીને આ વાત ચાલે છે. તે બધાને આ સંસાર ાવતો નથી, ઝટ મોક્ષે જ જવું છે એ વાત માનવામાં હરકત ખરી ? તેમને આજ્ઞા પાળવી છે માટે આ તપ કરે છે ને ? ચાલુ તપમાં તે બ્રહ્મચારી જ હોય, શ્રી જિનેશ્વર ભગવંતોની સુંદરમાં સુંદર ભક્તિ કરનારો હોય, આજ્ઞાનું આરાધન એ જ શ્રી જિનની ખરી ભક્તિ છે. જેને ભગવાનની આજ્ઞા ગમે તેને ભગવાનની ભક્તિ કરવાનું ગમે. ભક્તિમાં તેનો રંગ અપૂર્વકોટિનો હોય. પછી તો જેમ જેમ ભક્તિમાં, તપસ્યામાં આગળ વધતો જાય તેમ તેમ તેના કષાયોનો નાશ થતો જાય.
તમે જાણો છે કે કષાયો ચાર પ્રકારના છે ક્રોધ, માન, માયા અને લોભ. તે ચારના પણ ચાર પ્રકાર છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલનના ભેદથી. જ્યાં સુધી અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ નબળા ન પડે ત્યાં સુધી ભગવાન ગમે નહિ, ભગવાનની આજ્ઞા ગમે નહિ, તપાદિ પણ ગમે નહિ. તેવો જીવ તપાદિ કરતો હોય તો એટલા માટે કે, તેને પાપ કરવા છતાં દુઃખ ન આવે અને સુખ મળ્યા કરે. તેવો જીવ તપાદિ કરવા છતાં સંસાર વધારે છે.
Page 10 of 77
Page #11
--------------------------------------------------------------------------
________________
આજે મોટેભાગે ધર્મ કરનારનો આ જ ભાવ હોય તેવું દેખાય છે. તમે લોકો બેસતું વર્ષે કે મોટા પર્વના દિવસે પાણીદાર નાળિયેર લઇને મંદિરે જાવ છો. તો તે લઇ જવાનો તમારો આશય શું છે તેમ કોઇ પૂછે તો શું જવાબ આપો ? દુઃખ ન આવે અને સુખ બન્યું રહે માટે ને ? કદાચ પરલોકને માનતા હોય તો ભવાંતર સારો ભૌતિક સુખ સામગ્રી વાળો બને માટે ને ? આજે મોટો ભાગ પરલોકને માનતો નથી અને પરલોકને માનનારા પણ મારો પરલોક ન બગડે તે રીતે જીવે છે ખરા ? હું પાપ કરું તો મારો પરલોક બગડે આ ચિંતા બધાને છે ? તમને પરલોક ક્યારે યાદ આવે છે ? દુનિયાનું ખરાબ કામ કરતી વખતે ય પરલોક યાદ આવે ખરો ? અને ખરાબ કામ કરતાં હૈયું કંપી ઊઠે એવું બને ? જે લોકો પરલોક નથી માનતા તેને તો બાજુ પર રાખો. પરન્તુ આ બધા સ્વર્ગ-નરકને માનનારા છે. પરન્તુ સ્વર્ગમાં કે નરકમાં શું કરીએ તો જવાય તેમ પૂછીએ તો કાને હાથ દેવો પડે એવી આજના મોટા ભાગની મનોદશા છે. જ્ઞાનીઓએ જે નરકના કારણો કહ્યા છે તેની આજે બોલબાલા છે. જરાક સુખી થયા એટલે કર્મદાનનાં કામ કરવા તૈયાર. જે કામ કરે તેનાં ઉધ્ધાટન થાય, બધા જેનો ભાગ છે. સારામાં સારો ગણાતો જૈન તેનો પ્રમુખ બને અને તેના વખાણ કરે, ભૂરિ ભૂરિ અનુમોદના કરે, હજારો કારખાના કરતાં થાવ તેમ ઇચ્છે. તે વખતે તેને એમ પણ ન થાય કે આ મહારંભના કામ મને નરકે લઇ જનાર છે !
આવો સુંદર તપ કરનારા અહીંથી દુર્ગતિમાં જાય તે અમને પસંદ નથી. અમારા પરિચયમાં આવેલા દુર્ગતિમાં ન જાય તેને માટે આ બધી વાત ચાલે છે.
સભામાંથી :- શ્રી કુમારપાલ મહારાજા શું યુધ્ધમાં નથી ગયા ?
ઉ :- શ્રી કુમારપાળ મહારાજા યુધ્ધ કરવા ક્યારે ગયા ? તેમને યુધ્ધ કેમ કરવું પડ્યું ? એ વાત તમે જાણો છો. શ્રી કુમારપાળ મહારાજા યુધ્ધમાં જવા માટે ઘોડા પર ચઢવા લાગ્યા.
ત્યારે પૂંજણીથી ઘોડાની પલાણ પૂંજી (ખેસથી શરીર પૂંજી) પછી ઘોડા પર બેસે છે. આ જોઇને તેમના સેનાધિપતિથી હસી જવાયું કે, આવી જીવદયા પાળનાર યુધ્ધ શી રીતે કરી શકશે ? શ્રી કુમારપાળે આ જોયું અને સેનાધિપતિનું હસવાનું કારણ સમજી ગયા. સેનાધિપતિને પાસે બોલાવી, ભાથામાંથી બાણ ખેંચી, દૂર પડેલ લોઢાની કઢાઇ પર ક્યું તો બાણ કઢાઇમાં કાણું પાડી જમીનમાં પેસી ગયું. પછી સેનાધિપતિને કહે કે- આ બળ મળ્યું છે તે નિરપરાધીને મારવા માટે મળ્યું છે ? આ જોઇ સેનાપતિ માફી માગે છે. બળવાન માણસ જેને તેને હેરાન કરે? પછી શ્રી કુમારપાળ યુધ્ધમાં ગયા છે. બંન્ને પક્ષના સૈનિકો ગોઠવાઇ ગયા છે. સામા પક્ષે શ્રી કુમારપાળનો બનેવી છે. તે શ્રી કુમારપાળની બહેન સાથે સોગઠાં રમતાં “મારી' શબ્દ બોલ્યો. શ્રી કુમારપાળનો બહેને તેમને મારી' શબ્દ ન બોલવા સમજાવ્યા. પણ આ વાત માની નહિ તેના કારણે આ યુદ્ધ થયું. શ્રી કુમારપાળના બનેવીએ જોયું કે શ્રી કુમારપાળ સામે હું જીતી શકું તેમ નથી એટલે રાતોરાત સૌનેયા વેરી આખી કુમારપાળની સેનાને ફોડી નાખી. સવારના બેય સેનાઓ યુધ્ધ માટે ભેગી થાય છે, હથિયાર ઉઠાવાનો ઓર્ડર અપાય છે, સામી સેનાના હથિયારો ઊઠે છે, શ્રી કુમારપાળની સેના એમને એમ ઊભી છે એ જોઇ શ્રી કુમારપાળ સમજી જાય છે કે કાંઇક ગરબડ થઇ છે. પોતે પટ્ટહસ્તી પર બેઠા છે, મહાવતને પૂછે છે શું બન્યું છે ? મહાવત કહે છે કે- મહારાજ ! સેના ફ્ટી ગઇ છે. એટલે કુમારપાળ પૂછે છે કે તું કેવો છે ? મહાવત કહે - મહારાજ ! હું અને આ હાથી આપના છે.
Page 11 of 77
Page #12
--------------------------------------------------------------------------
________________
બાકી કોઇ નથી.
શ્રી કુમારપાળ કહે - તું સાચો છે ને ? ચલાવ હાથી.
મહાવત હાથીને ચલાવે છે એટલે સામેથી સિંહનાદ આવે છે, તે સાંભળી હાથી પાછો છે. આ જોઇ શ્રી કુમારપાળ પૂછે છે કે-શું હાથી પણ ફૂટી ગયો છે ? મહાવત કહે- મહારાજ ! તેમ નથી પરન્તુ સામેથી સિંહનાદ આવે છે એટલે હાથી પાછો
છે.
શ્રી કુમારપાળ કહે - હાથીના કાનમાં ડુચા નાંખી હાથી ચલાવ. મહાવત તે પ્રમાણે કરે છે અને હાથી આગળ ચલાવે છે આ જોઇ સામા પક્ષની સેનાનું અડધું બળ ઓસરી જાય છે અને વિચારે છે કે વખતે ફૂટેલી આ સેના પાછળથી હલ્લો કરે તો ! કુમારપાળ હાથીને સામા પક્ષના રાજા પાસે લઇ જાય છે અને રાજાને પકડીને તેની પાસે સુલેહ કરાવે છે. વગર વાંકે કોઇને મારવો નહિ અને સકારણ યુધ્ધમાં ગયેલા એવા શ્રી કુમારપાળનું નામ દેવાનો આજના અજ્ઞાનીઓને અધિકાર નથી. શ્રી કુમારપાળ મહારાજા યુધ્ધને પાપ માનતા આજના શ્રીમંતો પોતાની શ્રીમંતાઇને પાપ માને છે ? શ્રી કુમારપાળ મહારાજાએ પોતાના અગિયાર લાખ ઘોડાને તેમજ બીજા પણ જનાવરોને ગળીને
પાણી પાવાની વ્યવસ્થા કરી હતી જાનવરોને પણ અળગણ પાણી પીવરાવતા ન હતા. તેઓ તો ગણધર થવાના છે. તેવા આત્માઓને કર્મયોગે પાપની ક્રિયા કરવી ય પડતી હોય તો પણ તેના દ્રષ્ટાંત લેવાય નહિ. તમે કર્મયોગે કારખાનાં ખોલો છો કે લોભને આધીન થઇને ખોલો છો ? ક્રોધ-માન-માયા-લોભ ભૂંડા લાગે ત્યારે સમજવું કે અનંતાનુબંધી કષાય માંદા પડ્યા છે, તેનો ઉપશમ કે ક્ષયોપશમ કે ક્ષય થાય ત્યારે ઔપશમિક-ક્ષાયોપશમિક કે ક્ષાયિક સમ્યક્ત્વ આવે. કર્મથી આવતા દુઃખ મઝેથી ભોગવે અને કર્મયોગે મળતા સુખને, તાકાત હોય તો લાત મારી ફેંકી દે, ન ફેંકી શકાય અને ભોગવવું પડે તોય પાપનો ઉદય માની ભોગવે, તેમાં આસક્તિ ન થવા દે, તવો જીવ સમકિત પામે. અને જાળવી શકે.
અનંતાનુબંધીના કષાય જાય ત્યારે સમકિત આવે, અપ્રત્યાખ્યાની કષાય જાય ત્યારે દેશવિરતિ આવે, પ્રત્યાખ્યાની કષાય જાય ત્યારે સર્વવિરતિ આવે અને સંજ્વલનના કષાય જાય ત્યારે વીતરાગતા આવે. પહેલી ચોકડી સમ્યક્ત્વ ન આવવા દે, બીજી ચોકડી દેશવિરતિ રોક, ત્રીજી ચોકડી સર્વવિરતિપણું રોકે, ચોથી ચોકડી વીતરાગતા રોકે. હવે કહો કે કષાયોને મારવા છે કે જીવતા રાખવા છે ? આ તપ કષાયોને મારવા માટે કર્યો છે કે જીવતાં રાખવા ? આ કષાયો પર ગુસ્સો ન આવે, સુખના રાગ પર ગુસ્સો કહો કે દુઃખના દ્વેષ પર ગુસ્સો કહો તે અક જ છે. તે ગુસ્સો ન આવે ત્યાં સુધી સમકિત થાય નહિ.
આ તપ કષાયોના નાશ માટે કરવાનો છે. તમારે મોક્ષે જવું છે ? વહેલા કે મોડા ? મોક્ષે જવાની ઊતાવળ છે ખરી ? તે માટે અયોગી થવું છે ? અયોગી થવા કેવળજ્ઞાની થવું છે ? કેવળજ્ઞાની થવા માટે વીતરાગ થવું છે ? વોતરાગ થવા માટે બધા કષાયોને મારવાની શક્તિ મેળવવી છે ? તે માટે સાધુપણામાં અપ્રમત્ત બનવું છે ? સાધુપણામાં અપ્રમત્તપણું મેળવવા સુખનાં રાગ પર અને દુઃખનાં દ્વેષ પર ગુસ્સો આવે છે ? આવી દશા આવ્યા વિના આત્માનો મોક્ષ થવાનો નથી. ભાવથી પણ સાધુપણું ન પામે, તેવો જીવ દુનિયામાં ગમે તેટલો અપ્રમત્ત હોય તો પણ સંસારમાં રખડી મરવાનો છે.
Page 12 of 77
Page #13
--------------------------------------------------------------------------
________________
સંસારની મમતા ઉતરી જાય, કષાયો ઘટી જાય, સાધુપણું મળે તે માટે આ તપ કરો છો ? આ ભાવના ન જન્મી હોય, તો તે પેદા કરવા આ તપ કરો છો ? સાધુપણું ક્યારે આવે ? મળેલા સઘળાં ય સુખોને લાત મારવાનું મન થાય અને પાપના યોગે આવતાં દુઃખોને સારી રીતે સહન કરવાનું (વેઠવાનું) મન થાય ત્યારે આવે. પુણ્યથી મળેલ સામગ્રી રાખી સાધુ થઇ શકાય નહિ. સાધુને ઘર-પેઢી, જમીન-જાગીર હોય નહિ, કોઇની પાસે રખાવેલી પણ ન હોય અને જે કોઇ રાખતા હોય તે સારા છે તેમ તેના હૈયાના ખૂણામાં પણ ન હોય. આમ મનમાં થાય તો પણ સાધુપણું દૂષિત (ખંડિત) થાય.
આવી સુંદર ભાવનાથી તપ કરનાર જીવ બ્રહ્મચર્યનું પાલન કરે, શક્તિ મુજબ શ્રી જિનની ભક્તિ કરતો હોય, કષાયોનો સંહાર કરતો હોય તો તેને તપ કરતાંય આનંદ આવે. તેને થાય કે ભગવાનની આજ્ઞા અપૂર્વ કોટિનો છે મને આ દુઃખમય સંસારમાં પણ સુખી બનાવી દીધો. ભગવાન માવે છે કે, જે જીવ ધર્મ કરે તે ચક્રવર્તી કરતાં ય સુખી હોય. ભગવાનની આજ્ઞા મુજબ દાન કરનારને શ્રીમંત દુ:ખી લાગે, શીલ પાળનારને દેવતા જેવા ભોગી પણ દુઃખી લાગે, તપ કરનારને ખાવા-પીવાદિની મોજમજામાં પડેલા લોકો દુઃખી લાગે. આ રીતે જેને ભગવાનની આજ્ઞા ગમે નહિ, આજ્ઞા પર પ્રેમ થાય નહિ તેને સાનુબન્ધ જિનાજ્ઞા આવે નહિ. હું સંસારમાં રહું ત્યાં સુધી મારા હૈયામાંથી ભગવાનની આજ્ઞા નીકળે નહિ એવો આત્મા સાનુબન્ધ જિનાજ્ઞા પામે.
આજના દાતારોને લક્ષ્મી ભૂંડી લાગી હોત તો શ્રીમંતો કલ્પતરુ બની જાત ! પછી તો આવા શ્રીમંતો જ્યાં રહેતા હોય ત્યાં કોઇ ભૂખે સૂવત નહિ. આવા શ્રીમંતોની લક્ષ્મી જેના હાથમાં જાય તેની ય બુધ્ધિ સુધરી જાય. આજે દાન દેનારામાંથી લક્ષ્મીને ભૂંડી માનનારા હજારે પણ એક મળે તો ય રાજી થવાનું. એક કાળ એવો હતો કે દાન દેનારા મોટે ભાગે લક્ષ્યોને ભૂંડી માનનારા હતા, ક્યારે છૂટે તેવી માન્યતાવાળા હતા.
અહીં મોટોભાગ આ તપ કરનારાઓને પારણા કરાવવા આવ્યો છે. તમને બધાને આ મારી વાત જચી જાય તો ય અહીં આવ્યા તે સફ્ળ થાય. દાન દેનારને લક્ષ્મી ભૂંડી લાગે, શીલ પાળનારને ભોગ ભૂંડા લાગે, તપ કરનારને પાંચે ઇન્દ્રિયોની ગુલામી ભયંકર લાગે, તેવો જીવ ભાવનાવાળો કહેવાય. તે જીવ આખા ભવને ભૂંડો માને. તેવા જીવને દેવલોકમાં બેસાડે તો, દેવલોક પણ જેલ લાગે. તમે બધા એમ માનતા થઇ જાવ કે આ ધર્મ જ્યાં સુધી પૂર્ણપણે ન થાય ત્યાં સુધી એ ધર્મથી બંધાયેલા પુણ્યના પ્રભાવે કહો કે- અમને સ્વર્ગ મળે તો ભલે મળે, પૈસા ટકાદિ મળે તો ભલે મળે પરન્તુ ધર્મના ફ્ળ તરીકે તો તે ચીજો નથી જ જોઇતી. આ વાત જે સમજે તે જિનાજ્ઞા સમજ્યો કહેવાય. જિનાજ્ઞાને સમજેલ ગરીબને જે આનંદ હશે, તેવો આનંદ શ્રી જિનાજ્ઞાને નહિ સમજેલ શ્રીમંતને ય નહિ હોય. તે ગરીબ મઝેથી સૂતો હશે અને શ્રીમંતને ત્યાં કાં ફોનનાં ભૂંગળા વાગતા હશે કાં તો તે આળોટતો હશે. સંતોષી ગરીબ જેટલો સુખી હશે તેટલો લોભી શ્રીમંત સુખી નથી. તમને લાગે છે કે પૈસામાં સુખ આપવાની શક્તિ નથી. પૈસો ભૂંડો લાગે ત્યારે જ ખરો આનંદ આવે. જૈન માત્રને થવું જોઇએ કે-અમારા પુણ્ય આગળ, દુનિયાનો મોટો ચમરબંધી કે અબજોપતિ પણ હેઠ છે ! તમને જૈનફ્ળ મળ્યાનો બહુ જ આનંદ ? તમને અબજોપતિ થવાનું મન પણ નથી થતું ને ? ભગવાને પૈસા જેની પાસે હોય તેને દાન દેવાનો ઉપદેશ આપ્યો છે. પૈસાથી બચવા માટે દાન
Page 13 of 77
Page #14
--------------------------------------------------------------------------
________________
એજ ઉપાય છે. જેને દાન દેવાનું મન ન થાય તેવો પસાવાળો બીજો ધર્મ કરતો હોય તો સમજી લેવું કે તેને ધર્મ સાથે કાંઇ જ લેવા દેવા નથી. તેના ધર્મમાં કાંઇ માલ નથી. આજે સાચા દાનાદિ ધર્મો નાશ પામી રહ્યા છે.
મારે તમને સાનુબન્ધા જિનાજ્ઞા સમજાવવી છે. તમને દાન દેતાં આનંદ આવે, જેટલું દેવાય તે ઓછું લાગે, પાસે રહે તે ખરાબ લાગે ત્યારે દાન ગુણ આવે. દુનિયાના ભોગોમાં શું બન્યું છે, પાંચ ઇન્દ્રિયોના મનોહર વિષયો આત્માના ભાવપ્રાણોનો નાશ કરનારા છે આમ થાય ત્યારે શીલગુણ આવે. ખાવાપીવાના રસે મારી ઇન્દ્રિયો ભટકતી થઇ છે, આ તપના પ્રભાવે મારામાં એવી શક્તિ આવે કે મારી લાલસાઓ મરી જાય, ઇચ્છાઓનો નાશ થાય. આવું મન થાય ત્યારે તપ ગુણ આવે. પછી તો તેને ભગવાનની આજ્ઞા પર બહુમાન થાય, આજ્ઞા મુજબ વર્તન કરાય તેનો આનંદ થાય, આજ્ઞા મુજબ ન વર્તાતું હોય તેનું દુ:ખ રહ્યા કરે ક્યારે આજ્ઞા મુજબ વર્તાય એવું મન થયા કરે તેવો જીવ સાનુબન્ધા જિનાજ્ઞાવાળો કહેવાય. આ ચારે ગુણો જેનામાં આવે તેનો તપ શુધ્ધ કોટિનો કહેવાય.
મોટોભાગ તપનાં પારણાં કરાવવા આવ્યો છે તો તે વ્યવહારથી આવ્યો છે ? તેમને થાય કે, ધર્મી ભાઇઓએ ધર્મના કામમાં સહાય આપવા મને આમંત્રણ આપ્યું તે મારું અહોભાગ્ય છે. આ ભાગશાળીઓએ ૧૩-૧૩ મહિના તપ કર્યો અને હું એવો અક્કરમી છું કે મને તપ કરવાનું મન પણ થતું નથી. તપના પારણા કરાવવા આવેલા અહીં ખરેખર જૈન તરીકે જીવતાં હશે ને ? રાતના ખાતા નહિ હોય ને ? મારે તમને ભગવાનની આજ્ઞાનો મહિમા સમજાવવો છે. રોજ ખાય તે સુખી કે તપ કરે તે સુખી ?
આ તપ કરનારા જીવને બ્રહ્મચર્યમાં આનંદ આવ્યો એટલે ઘણા તપસ્વી સદા માટે બ્રહ્મચારી થવાના ! શ્રી જિનની ભક્તિપણ અનુપમ કરવાના ! સુખી લોકો જ્યાં વસતા હોય ત્યાં સાધારણના ડાળાં કરવા પડે ? જે દ્રવ્ય જ્યાં ઉપયોગમાં આવે ત્યાંજ ઉપયોગમાં લેવાય તે અંગે મેં યોજના બતાવી છે. ૧૨ મહિને જે ૧૦૦૦ રૂા. ખાતા હોય તે ૨૫ રૂા. સાધારણ ખાતે આપી દે. બધા જ ઉદાર થઇ જાય અને ખાધા ખરચી મુજબ પચ્ચીશી આપતાં હોય તો, તમને લાગે છે કે જૈનસંઘ દરિદ્રી છે ? આજે જ્યાં જઇએ ત્યાં સાધારણનાં તોટાનો પોકાર સાંભળવો પડે છે. તમે લોકો સાધુની ભક્તિા કરો, મોટા મોટા સામૈયા કાઢો તેમાં જે સાધુ રાજી થાય તે મોટેભાગે દુર્ગતિમાં જવાનો. તમે આ પચ્ચીશીની યોજનાનો સ્વીકાર કરો તો પછી ટીપ કરવી પડે નહિ. અષ્ટ પ્રકારની પૂજાની બોલીઓ. શરુ કેમ કરવી પડી ? કેસર, ચંદનના પૈસા ખૂટતા હતા માટે. પૈસા કેમ ખૂટતા હતા ? બધા સુખી લોકો મોજમજામાં પડી ગયા માટ. અમે જોયું છે કે, આગળ ડોશીઓ દર્શન કરવા જતી તો ઘી લઇને જતી. તેનું વેચાણ થાય તો મંદિરનો નિર્વાહ થાય તેટલા પૈસા ઉપજતા. સાધુ જો સુખી ગૃહસ્થોની દયા ખાય તો તે સાધને પરિગ્રહનું પાપ લાગે અને પોતાના કામ માટે ગૃહસ્થ પાસે પૈસા ખરચાવે તો પરિગ્રહનો દોષ લાગે.
આ તપ કરનારાને ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો, કષાયો પર કાબૂ મેળવવાનો ભાવ થાય તો ય આ જનમ સુધરી જાય. પછી તો તે શ્રીમંત હોય તો ઉદાર બને અને ગરીબ હોય તો સંતોષી બને. અને પરમાત્માની આજ્ઞાના પાલનનો એવો આનંદ આવે કે મરતાં સુધી આનંદમાં જીવે, મરતી વખતે
Page 14 of 77
Page #15
--------------------------------------------------------------------------
________________
પણ આનંદમાં હોય, તેનો પરલોક સુંદર બને અને પરમપદ નજીક બને. આ ચારે વસ્તુ જે જીવમાં આવે તેનો તપ શુદ્ધ કોટિનો બને. સૌ કોઇ તે પ્રમાણે તપ કરતા થાય અને શ્રી જિનાજ્ઞાને જીવનમાં ઉતારે તે ભાવના સાથે પૂર્ણ કરવામાં આવે છે.
સિં. ૨૦૩૨ ના શ્રાવણ વદ-૫ ને રવિવાર તા.૧૫-૮-૭૬ ના રોજ માસક્ષમણાદિ તપશ્ચર્યા કરનાર તપસ્વિઓના પારણા પ્રસંગે આપેલ પ્રાસંગિક પ્રવચન :]
શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં દાન-શીલ-તપ અને ભાવરૂપ ચાર પ્રકારનો ધર્મ કહ્યો છે. તેમાં તપ ધર્મનું માહાભ્ય ઊંચામાં ઊંચું છે.
ખરેખર વિચાર કરવામાં આવે તો તપ એ શરીરની મૂચ્છ ઉતારવા માટે કરવાનો છે. અનાદિ કાળથી આત્મા પર બેઠેલો મોહ અનેક જાતિની પાપસ્વરૂપ ઇચ્છાઓ પેદા કરાવે છે, આ ઇચ્છાઓનો વિરોધ કરવો એજ વાસ્તવિક કોટિનો તપ છે. ભગવાનના શાસનમાં ક્રમાવેલ તપ જો
Page 15 of 77
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનની આજ્ઞા મુજબ કરવામાં આવે તો તે મોહનો નાશ કયા વિના રહે નહિ. માટે જ શાસ્ત્ર કહ્યું છે કે- રાગાદિ અપાયોને નાશ કરવા માટે તપ એજ ઉત્તમમાં ઉત્તમ કોટિનું સાધન છે. શ્રી જિનેશ્વર દેવોની આજ્ઞાનું આરાધન એટલે કે શ્રી જિનેશ્વરદેવોની પૂજા-ભક્તિ કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું. આત્મભાવમાં રાચવું તેજ ઊંચામાં ઊંચી કોટિનું બ્રહ્મચય છે.
શાસ્ત્ર કહે છે કે- જે જીવ ઊંચી જાતિની તપશ્ચર્યા કરે છે, નિરંતર વિધિમુજબ શ્રી જિનેશ્વર દેવોની પૂજા-ભક્તિ કરે છે, આત્મભાવમાં રમણતા કરે છે, ભગવાનની આજ્ઞાને સમજી જાય છે અને આજ્ઞા સાથે એવો ઓતપ્રોત બની જાય છે કે, જ્ઞાની કહે છે કે-તેના માટે મોક્ષ છેટે નથી.
મોક્ષે પહોંચવા માટે જીવે યોગનિરોધ કર્યો એટલે કે-ચૌદમું ગુણસ્થાનક મેળવ્યું અને એ ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થયા પછી એક જ સમયમાં મોક્ષે પહોંચવાનો છે. પણ યોગનો નિરોધ કરવા માટે કેવળજ્ઞાની બનવું પડે છે, કેવળજ્ઞાન પામવા માટે વીતરાગ થવું પડે, વીતરાગ થવા માટે મોહને મારવા પડે છે અને આ મોહને મારવા માટે જ શ્રી જિનેશ્વર દેવોએ ફરમાવેલ સર્વવિરતિ-દેશવિરતિ રૂપ ધર્મની આરાધના કરવાની છે.
તપ પણ મોહને મારવા માટે જ કરવાનો છે. મોહને મારવાનો ભાવ ન હોય તો તે જીવ ગમે તેટલો તપ કરે તો પણ તે સાચો તપ નથી.
આજ્ઞા મુજબ કરાતા દાન-શીલ-તપરૂપ ધર્મની આરાધનામાં મુક્તિ આપવાની શક્તિ છે. પરન્તુ જ્ઞાનિઓ કહે છે કે-જે જીવની દાન કરવાની, શીલ પાળવાની, તપ આચરવાની શક્તિ ન હોય તો તેના માટે ભાવધર્મ એ ઊંચામાં ઊંચુ સાધન છે. આજ્ઞામુજબ કરાતા ભાવધર્મમાં એવી અદ્ભૂત તાકાત છે કે દાન-શીલ-તપ ધર્મનું આચરણ કર્યા વિના પણ જીવને મોક્ષ પમાડી શકે છે. આવી રીતે ભાવધર્મને પામીને અનંતાજીવો આજ સુધીમાં મોક્ષે ગયા છે.
જે જીવોની આજ્ઞાનુસાર અનુષ્ઠાન આચરવાની શક્તિ હોવા છતાં કહે કે- હું તો ભાવથી સાધુ છું. દાનની શક્તિવાળો કહે કે-દાનની શી જરૂર છે ? તપની શક્તિવાળો કહે કે- તપની શી જરૂર છે ? શોલની શક્તિવાળો કહે કે- શીલની શી જરૂર છે ? તો શાસ્ત્ર કહે છે કે આવું કહેનારા બધા ગાઢમિથ્યાદ્રષ્ટિ છે.
શાસ્ત્રે કહ્યું છે કે- ‘ભાવ વિના કરાતું દાન-શીલ-તપ ધર્મનું આરાધન સંસાર વધારનારું છે અને ભાવપૂર્વક કરાતું દાન-શીલ-તપ ધર્મનું આરાધન મોક્ષને આપનારું છે.'
જીવની મુક્તિ ક્યાર થાય ? કોઇપણ પૌદ્ગલિક ઇચ્છા પેદા ન થાય, ઇચ્છા પેદા થાય તો તેને હાંકી મૂકવાનો અભ્યાસ કરે અને એમ કરતાં કરતાં એવી અવસ્થા આવે કે મોહજન્ય ઇચ્છા કદી પેદા થાય જ નહિ. આવી દશાને પામવા માટે જ તપ કરવાનો છે.
જે જે ભાગ્યશાલિઓએ આ તપ કર્યો છે તેનું અનુમોદન કરવા આ પ્રસંગ છે. તો જે જે ભાગ્યશાલિઓએ તપ કર્યો છે અને જેઓ તેની ઉજવણી કરી રહ્યા છે, તે બે ય જો ભાવધર્મને સમજી જાય અને જીવનમાં ઉતારવા માડે તો બેયનું કલ્યાણ થાય.
સૌ કોઇ ભાવધર્મને પામો અને આજ્ઞામુજબ અનુષ્ઠાનોનું આરાધન કરી વહેલામાં વહેલા મુક્તિપદને પામો એજ એકની એક શુભાભિલાષા.
Page 16 of 77
Page #17
--------------------------------------------------------------------------
________________
[૨૦૩૩ ના દ્વિ. શ્રા. સુ. ૧૫ ને રવિવાર તા. ૨૮-૮-૭૭ ના રોજ અઠ્ઠાઇ તપના પૂજણા પ્રસંગની પૂજ્યપાદશ્રીની પ્રાસંગિક હિતશિક્ષા.]
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓના શાસનમાં તપ ધર્મનો મહીમા ઘણો છે. આપણે ત્યાં શ્રી પર્યુષણ પર્વ આવે ત્યારે ઘણા આત્માઓ આઠ, દશ, સોળ, માસક્ષમણાદિ તપ કરે છે. તેમને માટે કોઇને ય કલ્પના આવે ખરી કે, આ લોકો રાતે ખાતા હશે ! અભક્ષ્ય ખાતા હશે ! નવકારશી ચોવિહાર પણ નહિ કરતા હોય ! પરન્તુ આજે તે કલ્પના સાચી છે. ભગવાનનું શાસન જે વાત કહે છે તે ખોટી દેખાય છે.
ઇચ્છામાત્રનો વિરોધ કરવા માટે તપ છે. ખાવા પીવાદિની મજા છૂટી જાય તે માટે તપ છે. અણાહારી પદ મળી જાય તે માટે તપ છે.
આવો તપ કરનારને રાતે ખાવું જ પડે ? ઘરમાં વિરોધ હોય તો એકવાર ખાઇ લે. સાંજે ન ખાય તો ન ચાલે ? પણ, આજે તો પર્યુષણમાં તપ કર્યો એટલે પછી ગમે ત્યારે ખાવામાં વાંધો નહિ તેવું માનનારો વર્ગ વધી ગયો છે.
ભગવાનના શાસનનો તપ કરે તેને તો જીવનભર તપ થઇ જ જાય. નવકારશી ચોવિહાર તો તે કરે જ. રાતે તે ખાય નહિ પણ, આજે તે વાત બદલાઇ ગઇ છે. તપ કરનારા બારે મહિના મરજી આવે તેમ વર્તતા હોય છે. -રાતે ખાય, અભક્ષ્ય પણ ખાય, દેર (દર્શન કરવાય) જાય નહિ, પૂજા ય કરે નહિ, તે ખોટું છે.
તપ કરનાર અને મહોત્સવ કરીને અનુમોદના કરનાર રાત્રિભોજન કરે ? નવકારશી-ચોવિહાર ન કરે તે બને ? આ સંસ્કાર પડે તો ય ગતિ સુધરી જાય.
Page 17 of 77
Page #18
--------------------------------------------------------------------------
________________
ભગવાનના શાસનનો તપ કાયમી છે. તે આવે તો સારું સારું ખાવા-પીવાનો, પહેરવા-ઓઢવાનો ઝઘડો મટી જાય.
બધી ઇચ્છાઓ છોડવા માટે તપ છે. વાસ્તવિક કોટિનો તપ જો જીવનમાં આવે તો દાનગુણ પણ આવે, શીલગુણ પણ આવે અને ભાવ તો સદા ઝળહળતો જ રહે.
જે આપણામાં ખરેખરા દાન-શીલ-ભાવ ગુણને પેદા કરે તેનું નામ તપ ! આ બધા ગુણો આપણામાં આવે તો કલ્યાણ થાય. સહુ કોઇ આ બધા ગુણો મેળવવાનો પ્રયત્ન કરે અને વહેલામાં વહેલું આત્મકલ્યાણ સાધે તેજ આશા સાથે પૂર્ણ કરું છું.
સિં. ૨૦૩૩ ને પ્ર. શ્રાવણવદિ ૫ ને ગુરૂવાર તા. ૪-૮-૭૭ ના રોજ વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરનારાઓને આપેલ હિતશિક્ષા:]
જુઓ ! શ્રી જિનેશ્વર ભગવાનના શાસનમાં દાન-શીલ-તપ અને ભાવ, એ ચારેય પ્રકારના ધર્મનું સારામાં સારી રીતિએ પાલન કરવું તે જ ખરેખરી શ્રી જિનેશ્વરદેવોની ભક્તિ છે. તેમાં તપ એ કર્મક્ષયનું અપૂર્વકોટિનું સાધન છે. તેમાં બાહ્ય તપનો મહિમા એટલા માટે છે કે, તે અત્યંતર તપને પેદા કરનાર છે, અને પેદા થયેલા અત્યંતર તપને નિર્મળ કરનાર છે. બાહ્યતપ કરનારા ભાગ્યશાળી આત્માઓ પોતાનામાં અત્યંતર તપ પેદા થાય તેવી જાતિનો પ્રયત્ન તેઓ કરે તો, તેમનું અવશ્યમેવ કલ્યાણ થાય તેમાં કોઇ શંકા નથી.
ભગવાને કહ્યું છે કે- ઇચ્છાનિરોધ એ જ ખરેખર તપ છે. જેટલી ભૌતિક ઇચ્છાઓ છે તે બધી નાશ પામે તે જ તપનું ઊંચામાં ઊંચુ પરિણામ છે. ગમે તેટલો તપ કરવામાં આવે, પણ જો ભૌતિક
Page 18 of 77
Page #19
--------------------------------------------------------------------------
________________
ઇચ્છાઓ નાશ ન પામે તો તે તપ આત્માનું કલ્યાણ કરતો નથી અને આત્માને સંસારમાં ભટકવાનું ચાલું રહે છે. “સારા પદાર્થો પ્રત્યેની ઇચ્છાઓનો અને ખરાબ પદાર્થો પ્રત્યેના દ્વેષનો નાશ કરવાનો છે.” તે રીતે જે કોઇ આત્માઓ આ તપની આરાધના કરે છે તેઓ શ્રી જિનેશ્વરદેવના ધર્મની ખરેખરે ભક્તિ કરે છે.
તપનું ખરેખર ફળ શું ?
उपसर्गा क्षयं यान्ति, छिद्यन्ते विध्नवल्लयः ।
मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ॥
શ્રી જિનેશ્વર દેવની જે સદા માટે પુજા કરે છે, તેને કાં તો ઉપસર્ગો આવે નહિ અને કદાચ ઉપસર્ગો આવે તો, તે એવી રીતે ઉપસર્ગોને સહન કરે કે તેને ઉપસર્ગો ી આવે નહિ. તેવી જ રીતે તે જીવને વિઘ્નો આવે નહિ અને કદાચ વિઘ્નો તેને આવે તો તે વિઘ્નોનો એવી રીતે સામનો કરે કે જેથી તેના વિઘ્નો નાશ પામી જાય. અને ફરી તેને વિઘ્નો આવે નહિ. ઉપસર્ગો અને વિઘ્નોની હાજરીમાં ય તેના મનની પ્રસન્નતા જ હોય એટલે તેને જો કોઇ કર્મ નડે નહિ તો તે સીધો મોક્ષે ચાલ્યો જાય નહિ તો સદ્ગતિની પરંપરા સાધીને વહેલામાં વહેલો મોક્ષે પહોંચી જાય.
આ રીતે તપ કરનારાઓ અને તપનું ઉદ્યાપન કરનારાઓ એવી ભાવના રાખતા થઇ જાય કે- ‘મારામાં એવી શક્તિ ક્યારે આવે કે જેથી, જે તપ કરીએ તે કરતા કરતા મારી સઘળીય ઇચ્છાઓનો નિરોધ થાય અને મારો આ સંસાર ઝટ છૂટી જાય. અમારી સદ્ગતિ નક્કી થઇ જાય અને દુર્ગતિ બંધ થઇ જાય. સદ્ગતિ સુખ માટે નથી જોઇતી પણ મોક્ષ માર્ગની આરાધના ચાલુ રહે માટે જોઇએ છે.’ આવી ભાવના રાખી જે કોઇ જીવ તપ કરે કાં તપ કરનારાઓનું અનુમોદન કરે તે વહેલામાં વહેલો મુક્તિપદને પામે. તમો સૌ આ રીતે સુંદર ભાવનાપૂર્વક આરાધનામાં લીન બની જાઓ અને વહેલામાં વહેલા મોક્ષને પામો એ જ સદાની શુભાભિલાષા સાથ પૂર્ણ કરું છું.
[સં. ૨૦૩૩ ના પ્ર.શ્રા.વદિ-૬ ને શુક્રવાર તા. ૬-૮-૭૭ અ.સૌ. સુશ્રાવિકા ભાનુમતીબેન કુન્દનલાલ ઝવેરીના માસક્ષમણ ના પારણા પ્રસંગે પૂજ્યપાદશ્રીજીએ આપેલ પ્રાસંગિક હિતશિક્ષા :]
શ્રી અરિહંત પરમાત્માઓના શાસનમાં તપધર્મને એટલા માટે મહત્ત્વનો માન્યો છે ક
Page 19 of 77
Page #20
--------------------------------------------------------------------------
________________
તપધર્મથી નિર્જરાધર્મની સાધના થાય છે. ખરેખર અણાહારી પદ પામવાના ઇરાદાથી અને દુનિયાના પૌગલિક પદાર્થોના ઇરછાનાશના શુભઇરાદાથી તપ કરવામાં આવે તો એવી ઉત્તમ નિર્જરા સધાય છે અને એવો પુણ્યબંધ થાય છે, કે જેના પ્રતાપે તે જીવનો સંસાર પરિમિત થઇ જાય છે, દુર્ગતિ બંધ થઇ જાય છે અને સદ્ગતિ સુનિશ્ચિત થઇ જાય છે. અને ભવાંતરમાં તેના માટે શ્રી અરિહંત દેવ, નિર્ગથ ગુરૂ અને શુદ્ધધર્મનો યોગ સુલભ થાય છે અને ત્યાં પણ તે જીવ દેવ-ગુરૂ અને ધર્મની સામગ્રીનો એવો સદુપયોગ કરે છે કે તેની વહેલામાં વહેલી મુક્તિ થાય છે. આ તો તપ કરનારની વાત થઇ.
પણ જે આત્માઓ આવા પ્રકારનો તપ ન કરી શકે પણ તપ કરનારની અનુમોદના કરેઅનુમોદના એટલે ? તેને થઇ જાય કે, “ધન્ય છે આ જીવોને ! આવો અદ્ભૂત ત્યાગ કરે છે ! આવા કષ્ટો વેઠે છે ! આપણી તાકાત નથી. પણ આવા ઉત્તમ જીવોની અનુમોદના કરીને હું પણ આવો તપા કરનાર ક્યારે થાઉં ?' આવી ભાવના રાખી અનુમોદના કરવાથી તેને પણ તપસ્વીના જેવી. નિર્જરા થાય છે. તપમાં સહાય કરનારને પણ નિર્જરા થાય છે અને તેના પ્રતાપે ભવાંતરમાં તેને પણ તપની એવી સુંદર સામગ્રી મળે છે કે વહેલામાં વહેલી મુક્તિ સાધી શકે છે.
આપણે ત્યાં શાએ કહ્યું છે કે- કરનાર, કરનારને સહાય કરનાર અને કરનારની સાચી અનુમોદના કરનાર, આ ત્રણે સરખી નિર્જરા સાધે છે, સરખો પુણ્યબંધ થાય છે અને ત્રણેનો સંસાર પરિમિત થાય છે.
તપ કરનાર, તપમાં સહાય કરનાર અને તપની અનુમોદના કરનારા ભાગ્યશાળીઓ વહેલામાં વહેલા મુક્તિપદને પામનારા બનો એ જ એક શુભાભિલાષા.
Page 20 of 77
Page #21
--------------------------------------------------------------------------
________________
[૨૦૩૩ ભા.સુ. ૪૫ શનિવાર, છાપરીયા શેરી, સુરત.]
ક્ષમાપનાનો મર્મ
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓ માને છે કે આ વાર્ષિક પર્વ ઉપશમ સાધવા માટે છે. કોઇપણ જીવની સાથે સ્વાર્થ ખાતર ખરાબ બોલાયું હોય, મનથી ય તેનું ખરાબ ચિંતવાયું હોય, કોઇનું ય મન દુભાયું હોય. વચનથી કોઇને દુઃખ થાય તેવું કર્યું હોય, કોઇની સાથે કાંઇપણ અણબનાવ થયો હોય તો તેની હૈયાપૂર્વક માફી માંગવાની છે.
વાસ્તવિક તો એવું છે કે જે વખતે જેની સાથે અણબનાવ બન્યો કે મનદુઃખ આદિ થયું હોય તે જ વખતે તેની માફી માંગવી જોઇએ. એમ ન થઇ શકતું હોય તો દર પંદર દિવસે તો માફી માગી લેવી જોઇએ. એમ પણ ન બન્યું તો ચાર મહિને તો માફી માગી શુધ્ધ બનવું જોઇએ. પછી જો બાર મહિને પણ તેની માફી ન માગીએ તો કષાયો અનંતાનુબંધીના થઇ જાય, સમકિત આદિ આત્મગુણો નાશ પામે અને ભવભ્રમણ વધી જાય.
મોટેભાગે જેનો તો ભગવાનના શાસનમાં રહેલા જીવો સાથે પરિચયમાં રહે છે, બીજાઓ સાથે ઝાઝો પરિચય કરતા નથી. એટલે મન-વચન-કાયાથી કાંઇપણ ખોટું થાય તો તે ભગવાનના શાસનમાં રહેલા જીવો સાથે થાય છે. એટલે તેવું થતાં તેને ખમાવી દેવો જોઇએ. તેના મનને શાંતિ પમાડવી જોઇએ, તેના હૈયાને સાંત્વન મળે તેમ કરવું જોઇએ. તેના મનને શાંતિ થઇ કે નહિ તેની ખાત્રી કરવા તે ન બોલાવતો હોય તો પણ તેને સામેથી પ્રેમપૂર્વક બોલાવવો જોઇએ, વારંવાર તેના પ્રત્યે પ્રેમભાવ પ્રદર્શિત કરવો જોઇએ. ગૃહસ્થ હોય તો તેને ઘરે જમવા બોલાવવો. તેની સુંદર ભક્તિ કરવી જોઇએ. આવું કરવા છતાં પણ જો તેનો વૈરભાવ ન નીકળે તો તે વિરાધક છે, તે આરાધક નથી બની શકતો.
જે ખમે છે, જે ઉપશમે છે તેજ આરાધક છે. કોઇના પ્રત્યે દુભવ ન થઇ જાય તેની કાળજી રાખીને જીવવું જોઇએ છતાંય કોઇના પ્રત્યે દુર્ભાવ થઇ જાય તો આવા ઉત્તમ પ્રસંગો પામીને તેને કાઢી નાખવાની મહેનત કરવી જોઇએ. સામો જીવ કદાચ ન સમજે, ન માને અને તેનો દુર્ભાવ ન જાય તો પણ આપણી તો આરાધના જ છે. કોઇ અયોગ્ય જીવ સાથે અણબનાવ થઇ ગયો હોય તો તે અણબનાવ ન રહે તેની કાળજી રાખવી જોઇએ.
તેને ખમાવી દેવો જોઇએ, નહિ તો તે વરભાવ સાથે જ આવશે. અને જે જે ભવમાં જઇશું ત્યાં જે જે સારું કરીશું -ધર્મ કરીશું તો તે વિઘ્ન જ કરશે. તે વખતે જો આપણું ઠેકાણું નહિ હોય અને ભાન ભૂલીશું તો આપણે જ હારી જઇશું. શ્રી પાર્શ્વનાથ સ્વામિ ભગવાન અને કમઠ; અગ્નિશમ અને ગુણસેનના દ્રષ્ટાંતો પ્રસિદ્ધ છે !
Page 21 of 77
Page #22
--------------------------------------------------------------------------
________________
આપણે પણ જો કષાયોને કાબૂમાં તો આપણો પણ સંસાર વધી
ન લઇ શકીએ અને તેની આધીનતામાં ભૂલ કરી બેસીએ
જાય !
આ પર્વ ઉપશમ પ્રધાનપર્વ છે. જે કષાયોને ઉપશમાવે છે તે આ પર્વનો આરાધક છે. જે જીવ કષાયોને ઉપશમાવી શકતો નથી તેને માટે આ પર્વ આરાધનાનું પર્વ બની શકતું નથી. સૌ ક્ષમાપનાના આ મર્મને સમજી, આ પર્વના સાચા આરાધક બની વહેલામાં વહેલા શાશ્વત સુખના સ્વામી બનો એજ શુભાભિલાષા.
Page 22 of 77
Page #23
--------------------------------------------------------------------------
________________
[૨૦૩૩ ભા.સુ. ૭ ને સોમવાર, શ્રીમતી લલિતાબેન લલ્લુભાઇ ઝવેરી પૌષધશાળા, છાપરીયાશેરી, સુરત.
પૂજય મુનિરાજ શ્રી કીર્તિભૂષણવિ.મ. નાં ૪૫ ઉપવાસની તપશ્ચર્યાની પૂર્ણાહુતિ નિમિત્તે આપેલ પ્રાસંગિક:]
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં મોક્ષની આરાધના માટે સંવર અને નિર્જરા નામના ધર્મનો ઉપદેશ પ્રધાન છે. ભગવાને માવેલી સઘળીયે સમ્યક ક્રિયાઓ, સઘળાય સમ્યફગણો, એ બધા મોહનીયાદિ કર્મોના આશ્રવને રોકનારા છે અને સંવર અને નિર્જરા ધર્મની. આરાધના કરાવનારા છે.
પરંત આત્મા પર લાગેલા કર્મોને કાઢવા માટે ભગવાનના શાસનમાં તપ નામનો ઊંચામાં ઊંચો ધર્મ જ્ઞાનીઓએ ઉપદેશ્યો છે. તેના દ્વારા જ ઊંચામાં ઊંચી નિર્જરાની સાધના થઇ શકે છે. સંપૂર્ણ સંવર અને સંપૂર્ણ નિર્જરા તો ચૌદમે ગુણસ્થાનકે સાધી શકાય છે. તેને પામવાને માટે બાર પ્રકારનો તપ જૈન શાસનમાં વિહિત છે. એ તપ ધર્મમાં અનશન નામનાં તપનો પહેલો નંબર છે. કેમકે જીવ અશનમાં જ પડેલો છે. ખાધા (આહાર) વિના ચાલે જ નહિ, એવી જીવની અનાદિની કુટેવ છે. જીવ ઉત્પન્ન થાય કે તરત જ તેને પહેલો આહાર જોઇએ છે. આહાર નામની સંજ્ઞા એવી ભયંકર છે કે, તે આખા જગતને રખડાવે છે. એ આહારનો સંપૂર્ણ ત્યાગ તેનું નામ જ અનશન છે. ! ભગવાનના શાસનમાં છ મહિનાના અનશનનો વિધિ છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ છા મહિનાનો તપ કર્યો હતો. માટે તેમના શાસનમાં છ મહિનાના તપનો વિધિ છે. ભગવાન શ્રી કષભદેવસ્વામીના શાસનમાં બાર મહિનાના તપનો અને બાકીના બાવીસ શ્રી તીર્થકર પરમાત્માઓના શાસનમાં આઠ મહિનાના તપનો વિધિ છે.
બધા આત્માઓની આ અનશન કરવાની શક્તિ ન હોય, તેવા આત્માઓ માટે ઊણોદરી રસત્યાગ, કાયકલેશ, પરિસંલીનતા અને વૃત્તિસંક્ષેપ નામનો બાહ્યતપ અને પ્રાયશ્ચિત વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાન એ છ પ્રકારનો અત્યંતર તપ ઉપદેશેલ છે. આ બધો તપ મહાનિર્જરાનું કારણ છે.
મુનિરાજશ્રી કીર્તિભૂષણ વિજયજીએ ૮૩મી ચાલુ ઓળી પર આ દોઢ માસનો તપ કર્યો છે. અને આજે પારણું પણ તેઓ આયંબીલથી જ કરવાના છે.
આ રીતિએ જો આત્મા બળવાન થઇ જાય, અશનનો વિરોધી થઇ જાય તો તેનું ઘણું કલ્યાણ થઇ જાય. જેણે અણાહારી બનવું હશે, તેને અશનના વિરોધી બનવું જ પડશે. અશનના વિરોધી બન્યા વિના નહિ ચાલે. “સઘળાંય પાપોનું મૂળ આહાર છે. આહાર જ સંસારમાં રખડાવનાર છે. આહારથી વેદ વધે છે. આહારથી સંજ્ઞા વધે છે, આહારથી સઘળાં પાપો વધે છે.” એક આહાર સંજ્ઞા જીતાઇ જાય તો બાકીની બધી સંજ્ઞાઓ મરવા જ પડેલી છે. પરિગ્રહ, મિથુન અને ભય એ ત્રણેય સંજ્ઞા નાશ પામે છે. આહાર સંજ્ઞા જીતાઇ ગયા પછી પરિગ્રહ સંજ્ઞાનું શું કામ ? પછી તો આત્મા એવો
Page 23 of 77
Page #24
--------------------------------------------------------------------------
________________
નિર્ભય બની જાય કે તેનું વર્ણન ન થાય.
પણ ખરી વાત તો એ છે કે, વર્તમાનમાં તપ કર્યું એટલે તપ કર્યો, પણ તપ પૂરો થયા પછી તપ સાથે જાણે કાંઇ લાગે-વળગે નહિ તપ સાથે સંબંધ જ પૂરો થયો એવી જાતિની હાલત થઇ જાય છે. એટલે તે લાંબા તપને ફાયદાકારક બનાવી શકે નહિ. જેઓ આવા તપ કરે, ચૌદ-ચૌદ વર્ષ લુખ્ખો આહાર ખાય, પણ જ્યારે તે ઓળીનાં પારણામાં આવે ત્યારે છયે વિગઇઓ તેની છાતી પર ચઢી બેસે, તેને તપમાં રસ આવતો નથી, તપની જરૂર પણ લાગતી નથી.
અશન માત્રનો ત્યાગ કરવાની વૃત્તિ આવી જવી જોઇએ. બધા તપનો અભ્યાસ તેના માટે જ કરવાનો છે. આ શરીરથી સંયમ સાધવાનું છે અને આ શરીર આહાર વિના ચાલે એવું નથી. એટલે આ શરીરને ભાડારૂપે આહાર આપી દેવાનો છે. થોડું એવી રીતે આપી દેવાનું કે શું આપ્યું તેની ખબર જ પડે નહિ. આ આહારની કોઇ અસર આત્માને ન થાય. આવી જાતિની મનોવૃત્તિ કેળવાઇ જાય. તોય કલ્યાણ થઇ જાય. આ રીતે આ ભવની આરાધના થઇ જાય, તો મુક્તિ વહેલામાં વહેલી થઇ જાય. આવા અભ્યાસવાળો આત્મા સમ્યક્ત્વમાં આયુષ્ય બાંધે તો અહીંથી દેવલોકમાં જઇ પછી મનુષ્યમાં આવીને મુક્તિએ જાય અને કદાચ સમ્યક્ત્વ વી જાય તો અહીંથી મહાવિદેહમાં જઇ સંયમ પામીને મુક્તિએ જાય.
સંસારમાં મુક્તિ સાધવી કોના માટે સહેલી છે ? જે જીવને રસના કાબુમાં આવે તેના માટે. કર્મોમાં જેમ મોહનીય સૌથી મોટું છે. તેમ ઇન્દ્રિયોમાં રસના એ સૌથી ભારે ઇન્દ્રિય છે. રસના ઇન્દ્રિય કાબુમાં આવી જાય એટલે મોહનીયાદિ કર્મો કાબુમાં આવી જાય. તપ એ રસનાને જીતવા માટે છે અને રસનાને એટલા માટે જીતવી છે કે મોહનીયાદિ કર્મો જીતવા છે. આ આદર્શ હૈયામાં રાખી, તપ ધર્મનો શક્તિ મુજબ સુંદરમાં સુંદર અમલ થઇ જાય પછી તો આ સંસાર છૂટવામાં કાંઇ વાર નથી. આ જીવન સુધરી જાય મરણ સુંદર બની જાય, પરલોક સારામાં સારો મળી જાય તો મુક્તિ વહેલામાં વહેલી થાય. આવી રીતિના આવા સુંદર તપના સૌ અભ્યાસી બની વહેલામાં વહેલું કલ્યાણ સાધી, આ સંસારથી છૂટી, મુક્તિપદને પામો એ જ એક માત્ર શુભાભિલાષા સાથે પૂર્ણ કરું છું.
Page 24 of 77
Page #25
--------------------------------------------------------------------------
________________
[૨૦૩૩ ભા.સુ. ૧૦ને ગુરૂવાર, છાપરીયા શેરી, સુરત.
સુ. પ્રકાશચન્દ્ર મણીલાલના ધર્મપત્ની અ.સૌ. સૂર્યકાન્તાબેનના ૧૬ ઉપવાસની તપશ્ચર્યા નિમિત્તે પૂજયપાદશ્રીજીએ આપેલ પ્રાસંગિક હિતશિક્ષા :]
આજે આ તપનો મહિમા ઉજવાય છે. શ્રી જૈનશાસનમાં તપ એ પણ એક મહિમાવંતો ધર્મ છે. આત્માને કમરહિત બનાવવાનું ઊંચામું ઊંચુ સાધન તપ છે. આવા તપધર્મનું વાસ્તવિક સ્વરૂપ જ્યાં સધી સમજાય નહિ, ત્યાં સુધી ભલે કામચલાઉ તે તપધર્મ કરવામાં આવે પણ વાસ્તવિક કાર્યસિદ્ધિ થાય નહિ.'
શ્રી જૈનશાસનને પામેલા આત્માઓના હૈયામાં સદામાટે તપ બેઠો હોય. તે માટે અનંતજ્ઞાનીઓએ બાર પ્રકારનો તપ વિહિત કરેલો છે. જૈનશાસનને પામેલો જીવ સદાય મોક્ષના ધ્યાનમાં જ હોય છે “મારો સંસાર ક્યારે છુ ! મને મોક્ષની પ્રાપ્તિ ક્યારે થાય !” પ્રધાનપણે આ સિવાય બીજા વિચારોને તેના હૈયામાં સ્થાન હોતું નથી. એ સિવાય જે બીજા વિચારો આવે તેમાં આ. સંસારથી છુટવાનો અને મોક્ષને પામવાનો જ હેતુ પ્રધાન હોય છે. તેના પ્રતાપે તે મોટેભાગે શુભધ્યાનમાં રહે છે અને નિર્જરા સાધે છે અને સારો પુણ્યબંધ કરે છે. તેવા શુભવિચારમાં મગ્ન એવો જીવ ગમે ત્યાં રહેલો હોય અને આયુષ્ય બાંધે તો સગતિનું જ બાંધે છે.દેવલોકમાં ગયેલા એ આત્માને ચેન નથી પડતું. ત્યાં પણ આ દેવલોક ક્યારે છૂટે? ઝટ મનુષ્યભવને પામું, સાધુ થાઉ, આજ્ઞા મુજબ જીવન જીવી ઝટ આ સંસારથી છૂટી મોક્ષે જાલ્યો જાઉં' એ જ વિચારો હોય છે. તેના પ્રતાપે તે ત્યાં પણ અપૂર્વ નિર્જરા સાધે છે અને સુંદર પુણ્યબંધ કરે છે. એટલે ત્યાં રહેલો તે સુંદરકોટિનો પુણ્યબંધ કરી, મનુષ્યપણાનું આયુષ્ય બાંધી, મનુષ્યપણામાં પૂરેપૂરી આરાધનાની સામગ્રી પામી, સાધુપણું લઇ સુંદર પ્રકારે આરાધી, કેવળજ્ઞાન પામી, તે જ ભવમાં મોક્ષે ચાલ્યો જાય છે અને જો હજુ સંસારમાં રહેવાનું બાકી હોય તો દેવલોકમાં જાય છે તે રીતે સદ્ગતિની પરંપરા
Page 25 of 77
Page #26
--------------------------------------------------------------------------
________________
સાધી મોક્ષે જાય છે.
શ્રી જૈનશાસનનો પામેલો અને તેની યથાશક્તિ આરાધના કરનારો જીવ સાધુ હોય કે શ્રાવક હોય, પણ તે સાત-આઠ ભાવથી વધારે સંસારમાં રહેતો નથી. સાત આઠ ભવમાં જરૂર મોક્ષે ચાલ્યો જાય છે. તે બધો પ્રતાપ શુભ ધ્યાનનો છે. તે શુભ ધ્યાનની પ્રાપ્તિ માટે અનશન કરવાનું છે, ઉણોદરી કરવાની છે, રસત્યાગ, વૃત્તિસંક્ષેપ, કાયકલેશ અને સંલીનતા પણ એ શુભ ધ્યાન માટે જ કરવાના છે. જૈનશાસનને આ રીતે પામેલો જીવ પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, અને કાયોત્સર્ગ એ અત્યંતર તપોની આરાધના પણ આ શુભ ધ્યાન માટે જ કરે ! આ રીતે શુભ ધ્યાનમાં રહેલ તે જીવ એવી નિર્જરા સાધે છે કે તે સંસારમાં રહ્યો હોય તે ય કર્મ યોગે જ. બાકી તે સંસારના મહેમાન જેવો હોય ! આવી દશા પામવા માટે તેને ખાવા-પીવાનું મળ્યું હોવા છતાં, ઉપભોગ-પરિભોગની સુખસામગ્રી મળી હોવા છતાં અનશનાદિ બાર પ્રકારનો તપ સુંદર રીતે આરાધે છે. આ અનાદિથી વળગેલો સંસાર ક્યારે છૂટી જાય અને મોક્ષ ક્યારે મળે તે સિવાય તેનો બીજો કોઇ હેતુ હોતા નથી. જેમ દુનિયામાં પણ વેપારીને વેપારના વિચાર સદા ચાલુ હોય છે, કામીને કામના વિચારો, અર્થીને અર્થપ્રાપ્તિના વિચારો સતત ચાલુ હોય છે તેમ જ્ઞાની પુરૂષો માવે છે કે જેને ભગવાનનું શાસન મળી ગયું છે, ભગવાનનું અનુપમ શાસન હૈયામાં પરિણામ પામી ગયું છે તેને આ સંસાર વધારવાનો, સંસારને ખીલવવાનો, સંસારમાં રહીને મોજમજા કરવાનો કે સુખ ભોગવવાનો વિચાર હોય જ નહિ. તેને તો આ સંસારથી ક્યારે છૂટકારો પામું, ક્યારે મુક્તિને પામું એ જ વિચાર હોય છે.
આ રીતે તપ કરનાર આત્માઓ, તપધર્મની સાચા ભાવે અનુમોદના કરનારા આત્માઓ આ ભાવનામાં સદા માટે રમતા થઇ જાય અને એ ભાવનાના બળે ભગવાનના શાસનની યથાશક્તિ સંદરમાં સુંદર રીતિએ આરાધના કરનાર થઇ જાય તો તે બધા જીવોનું અવશ્ય આત્મકલ્યાણ થયા વિના રહે નહિ. તમો સૌ આ સંસાર સાગરથી છૂટી, વહેલામાં વહેલા મુક્તિ સુખના ભોક્તા બનો એજ એક શુભાભિલાષા.
Page 26 of 77
Page #27
--------------------------------------------------------------------------
________________
[૨૦૩૪, ફાગણવદિ – ૧, શનિવાર, તા.-૨૫-૩-૭૮ સુ. બકુભાઇ મણીલાલને બંગલે અમદાવાદ.]
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓ ક્રમાવે છે કે મહાપુણ્યનો ઉદય હોય ત્યારે જ આવો ધર્મસામગ્રીસંપન્ન મનુષ્ય જન્મ મળે છે. આ મનુષ્ય જન્મ એવો ઉત્તમ કોટિનો છે કે જો એને જીવતાં આવડે તો આ મનુષ્યજન્મ નરકગતિ અને તિર્યંચ ગતિ બંધ કરી દે એવો છે અને જ્યાં સુધી સંસારમાં રહેવાનું હોય ત્યાં સુધી દેવગતિ અને મનુષ્યગતિ જ નક્કી કરી દે તેવો છે. આ રીતે પાંચ-સાત ભવમાં તે જીવનો સંસારથી છૂટકારો થઇ જાય છે. આવો મનુષ્ય જન્મ આપણને બધાના મળ્યો છે.
જ્ઞાનીઓ કહે છે કે- આ મનુષ્યજન્મનો સંસારની સાધનામાં ઉપયોગ કરવો તે તેનો ભારેમાં ભારે દુરૂપયોગ છે. આ મનુષ્યજન્મમાં સંસારની સાધના કરે તેના માટે આ જન્મા સંખ્યાત-અસંખ્યાત-અનંતકાળ સુધી દુર્લભ થઇ જાય છે. આપણે કમમાં કમ એટલું તો કરવું જ જોઇએ જેથી આ મનુષ્યજન્મ દુર્લભ ન થતાં સુલભ બને. પણ આ ક્યારે બને ? આ મનુષ્ય જન્મમાં સંસારની સાધના કરવા જેવી જ નથી. એ કરવી પડે તો તે મારો ભારેમાં ભારે પાપોદય છે. આવી જેને હૈયાથી પ્રતિતી થઇ જાય તેને માટે બને. આવો જીવ સંસારમાં રહે તો પણ સંસારની પ્રવૃત્તિ કરવાનું તેનું મન હોય નહિ પણ કર્મયોગે તે પ્રવૃત્તિ તેને કરવી પડે. માટે જ શ્રી જૈનશાસનમાં સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાની એક જ ગતિ કહી છે. સાધુ-સાધ્વી સારા આરાધક હોય અને બધી અનુકૂળ સામગ્રી હોય તો તે જ ભવમાં મુક્તિએ ચાલ્યા જાય તેમ શ્રાવક-શ્રાવિકા પણ સારા આરાધક હોય અને કાળાદિ બધી સામગ્રી અનુકૂળ મળી હોય તો તેની પણ તે જ ભવમાં મુક્તિ થયા વિના રહે નહિ અને જો કાળ વિગેરે સામગ્રી અનુકળ ન હોય તો તે બધા વૈમાનિકમાં તો નિયમા જ જાય. આવો સારો આ મનુષ્યજન્મ છે. તેમાં સમજુને સંસારની સાધના કરવાનું મન હોય નહિ. પણ કર્મ એવા ભૂંડા છે કે સમજુની પાસે પણ સંસારની સાધના કરાવે જ. તે વખતે તેનું હૈયું માને કે હું બહુ નબળો છું તેથી આ કર્મ મારી પાસે મારું મન ન હોવા છતાં બળાત્કારે આ પ્રવૃત્તિ કરાવે છે. હૈયાથી તે પ્રવૃત્તિ નહિ કરતો હોવાથી, સંસારની પ્રવૃત્તિ કરવા છતાં તે જીવ કર્મને ખપાવે છે. આવા જીવ માટે આ જન્મ સુલભ છે. બાકી આ મનુષ્યજન્મમાં જે જીવો સંસારની સાધના કરે છે, સંસાર સુખમાં મઝા કરે છે તેમના માટે આ જન્મ ભયંકર નુક્શાન કરનાર છે. ભવિષ્યમાં દુર્લભ થનાર છે.
ભગવાનનો સાચો શ્રાવક તો કહી જ શકે કે-“મેં આ મનુષ્ય- જન્મનો ઉપયોગ
Page 27 of 77
Page #28
--------------------------------------------------------------------------
________________
ઇચ્છાપૂર્વક હૃદયપૂર્વક સંસારની સાધનામાં કર્યું જ નથી. મેં જે કાંઇ સંસારની પ્રવૃત્તિ કરી છે તે કર્મના હુકમથી કરી છે. મારો એવો જ પાપોદય હતો કે હું કર્મના હુકમને અવગણી શક્યો નહિ, માટે જ મારે સંસારની સાધના કરવી પડી છે.’ આજે આવું તમારાથી બોલી શકાય એવું છે ? ના. કેમ ? રોજ ભગવાનના દર્શન કરવા છતાં, ભગવાનની પૂજા-ભક્તિ કરવા છતાં, સાધુઓની સેવા કરવા છતાં, અનેક પ્રકારની ધર્મપ્રવૃત્તિ કરવા છતાં આ પ્રતિતી જ થઇ નથી. આ સંસારની સાધના કરવા જેવી જ નથી એવી હૈયાની પ્રતિતી થઇ છે ? ચોથે અને પાંચમે ગુણઠાણે રહેલા જીવોને સંસારમાં જ રહેવાનું છે. તે બધા જીવો કહે છે કે- સંસારની સાધના અમારી ઇચ્છાથી નહિ પણ કર્મના હુકમથી જ કરીએ છીએ. તેવા જીવ માટે મનુષ્ય જન્મ સુલભ છે. તે જીવની મુક્તિ ન થાય ત્યાં સુધી તેની ઊંચી ઊંચી દેવગતિ અને મનુષ્યગતિ થવાની છે. આવા જીવને સંસારમાં સંસારી તરીકે જીવવામાં આનંદ નથી. તેને તો મોક્ષના આરાધક તરીકે જીવવામાં આનંદ છે. તેજ જીવ સાચો ધર્મી છે.
ભગવાન શ્રી જિનેશ્વર દેવનો સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ શ્રી સંઘ સંસારનો મહેમાન છે. શ્રાવક-શ્રાવિકા સંસારમાં રહેવા છતાં સંસારના મહેમાન તરીકે જીવે છે, કારણકે સંસારમાં હૃદયપૂર્વક નથી રહેતો. હૃદયપૂર્વક તો તે મોક્ષે જ જવા ઇચ્છે છે. આવી દશા મેળવવી આપણા માટે સુલભ છે. માત્ર આપણું મન ફરી જવું જોઇએ. જો મન ન તો કામ ન થાય. જેનું મન ફરી જાય તે તો કહી શકે કે, હું સંસારની સાધના મનપૂર્વક નથી કરતો. હું હૈયાથી તો મોક્ષની જ સાધના કરું છું. તે માટે ધર્મની સાધના કરું છું. આવા જીવની જેટલી ધર્મની પ્રવૃત્તિ છે તે પણ બધી મોક્ષ માટે છે તેમ સંસારની પ્રવૃત્તિ પણ મોક્ષ માટે છે. સંસારથી છૂટવા માટે છે. તેવા જીવની કર્મયોગે થતી સઘળી સંસારની પ્રવૃત્તિ, કર્મ ખપાવનારી જ બને છે.
જ્ઞાની મહાપુરૂષો માવે છે કે, સમકિત દ્રષ્ટિ જીવ સંસારમાં રહે ખરો પણ સંસારમાં રમે નહિ. તેનું શરીર સંસારમાં હોય પણ મન મોક્ષમાં જ હોય. તેની બધી સંસારની પ્રવૃત્તિ કર્મનિર્જરા માટે જ થાય. તે ભોગવે સુખ છતાં તેને પુણ્યબંધ જ થાય, કર્મનિર્જરા થાય અને ગુણસ્થાનક પ્રત્યયિક જે પાપબંધ થાય તે પણ અલ્પ થાય.
ભગવાનના સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા મોક્ષના જ સાધક કહેવાય છે. શક્તિવાળાએ ઘર-બારાદિ છોડી દીધા છે અને શક્તિવગરના ઘરમાં બેઠા છે. પણ ઘરમાં રહેવું નથી.
જેમ ધાવમાતા હોય અને તે રાજાના પુત્રને પાળે, મોટો કરે, લાલનપાલન કરે પણ તેને રાગ તો પોતાના પુત્ર પર જ હોય. તેમ સમ્યદ્રષ્ટિ જીવ કુટુંબનું પાલન કરે, સંસારની પ્રવૃત્તિ આદિ કરે પણ તેનો રાગ મોક્ષ પર જ હોય. તેની સંસારની બધી પ્રવૃત્તિ ધર્મમય હોય. તેને કોઇ નિકાચીત કર્મ ન નડે તો મોક્ષે ચાલ્યો જ સમજો. મુસાફ્ટ હોય તે વિસામો લેવા બેસે તો તે બેસવા માટે કે અધિક ચાલવા માટે ?
આપણે તો માત્ર મનોવૃત્તિ જ બદલવાની છે. બધા જ સાધુ થઇ જાય, બધા જ માસખમણના પારણે માસખમણનો તપ કરી શકે એવું બને નહિ. તેવી બધાની શક્તિ હોય પણ નહિ. જીવ સાધુ ન થયો એટલે તે મોક્ષનો આરાધક નથી પણ સંસારનો સાધક છે એમ કહેવાય જ નહિ.
તમે બધા સંસારની સાધના કરો છો ને ? તમે બધા નવકારમંત્રને ગણનારા છો તે દ્વારા પંચ
Page 28 of 77
Page #29
--------------------------------------------------------------------------
________________
પરમેષ્ઠીને નમસ્કાર કરનારા છો, ઉપાસના કરનારા છો. પંચ પરમેષ્ઠીનો ઉપાસક સંસારની સાધના કરે ખરો ? આપણા પંચ પરમેષ્ઠી સંસારથી પર છે તેમની આરાધના કરનારો સંસારની આરાધના કરનારો હોય?
સમકિત એવો ઊંચો ગુણ છે કે જીવન આખું સાથે રહે, મરતાંય સાથે રહે. પરલોકમાં ય સાથે આવે અને એમ કરતાં ઠેઠ મોક્ષે મૂકી આવે.
આ મનુષ્ય જન્મ સંસારની સાધના માટે નથી પણ મોક્ષની સાધના માટે જ છે. એમાં સંસારની સાધના કરવી પડે તે ભારે પાપોદય હોય તો જ કરવી પડે પણ તે કરવા જેવી નથી જ. આવું હૈયામાં નિશ્ચિંત થઇ જાય તો બેડો પાર થઇ જાય. આ વાત સમજી જીવનમાં જીવતા થાવ તો આ મનુષ્યજન્મ સુલભ બને અને વહેલામાં વહેલી મુક્તિની પ્રાપ્તિ થઇ જાય. સૌ આવી દશાને પામો તે જ શુભાભિલાષા.
Page 29 of 77
Page #30
--------------------------------------------------------------------------
________________
[૨૦૩૪, રવિવાર, શ્રા.સુ. ૨.]
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓના શાસનમાં, ઉત્તમમાં ઉત્તમ નિર્જરા સાધીને આત્માનું કલ્યાણ સાધવાનો ઉત્તમ ઉપાય જ્ઞાન પૂર્વકનો તપ કહ્યો છે. આ તપ જે અત્માઓને સાચા ભાવે પરિણામ પામે તેના કષાયો ક્ષીણ થયા વિના રહે નહિ. કષાયક્ષીણ થયા વિના આત્મા આગળ વધતો જ નથી. આપણે ત્યાં સમ્યકત્વ પામવા કે દેશવિરતિ પામવા કે સર્વવિરતિ પામવા કે વીતરાગતા પામવા કષાયોને મારવા જ પડે છે. કષાયોને મારવાનો અદ્ભુત ઉપાય તપ છે. તે પણ સંવરપૂર્વકનો હોય તો આત્માનો વહેલો નિસ્તાર કરે છે. તો મારી ભલામણ છે કે જે કોઇ આત્માની શક્તિ હોય તે તપ ધર્મનું આરાધન કરી, પ્રયત્નપૂર્વક કષાયોને નિર્મલ કરી, આત્મગુણોને પામી વહેલામાં વહેલા મુક્તિપદને પામો તે જ સદાની શુભાભિલાષા.
[શનિવાર, તા. ૧૯-૮-૭૬, ૨૦૩૪, શ્રાવણ વદિ-૧.]
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓએ આ ભયાનક સંસારથી પાર પામવા દાન-શીલ-તપ-ભાવ સ્વરૂપ ચાર પ્રકારનો ધર્મ કહ્યો છે. તે દાન-શીલ અને તપ જો કરવામાં આવે તો તે દાન-શીલ-તપ, આત્માને સંસારથી બચાવી મોક્ષે પહોંચાડવાની તાકાત ધરાવે છે.
ભગવાને તપ ધર્મ એટલા માટે કહ્યો છે કે, આત્મા અનાદિકાળથી અનેક જાતિની ઇચ્છા અને તૃષ્ણામાં પીડાઇ રહ્યો છે. તે તપના પ્રભાવથી તૃષ્ણા બળી જાય છે અને ઇચ્છાઓ નાશ પામે છે. જેના કારણે જીવનો જો વીર્ષોલ્લાસ વધી જાય તો રત્નત્રયી પણ પામી શકે છે અને સુંદર આરાધી. શકે છે. “અનાદિથી ભયંકર કોટિના કર્મો આત્મામાં પડ્યા છે તેને હલાવીને નાશ કરે, જેથી સંસારની મમતા ઉતરી જાય.” આ હેતુ સિદ્ધ ન થાય તો તે ભગવાનના શાસનનો તપ જ નથી. ભગવાને સંસારને અસાર કહી સુખ માત્રને અસાર કહ્યું છે. સારી ચીજીની ઇચ્છા થાય તેને ય પાપ
Page 30 of 77
Page #31
--------------------------------------------------------------------------
________________
કહ્યું છે. સંસારની સારામાં સારી ચીજોની ઇચ્છા પાપના ઉદયથી જ થાય છે. આપણને કેવી કેવી ઇચ્છાઓ થાય છે તેનું વર્ણન થાય તેમ છે ? તે સઘળીય ઇચ્છાઓનો નાશ કરવાનું સામર્થ્ય તપમાં છે. તે તપ ખરેખર જો આત્મામાં પરિણામ પામે તો સંસાર તેના માટે ભયંકર નથી અને મોક્ષ નજીક
છે.
આ તપ સુલભ બનાવવા સઘળી તૃષ્ણા અને ઇચ્છાઓનો નાશ કરવા અભ્યાસ કેળવો જરૂરી છે. આત્મા તૃષ્ણા-ઇચ્છાથી પર બને, આત્મ સ્વરૂપમાં રમણતા કરે અને આજ્ઞા મુજબ તપ ધર્મનું આરાધન કરે તો તેનો વહેલામાં વહેલો નિસ્તાર થાય. સૌ આ વાત સમજી તે મુજબ કરવા પ્રયત્નશીલ બનો તે જ શુભાભિલાષા.
Page 31 of 77
Page #32
--------------------------------------------------------------------------
________________
[૨૦૩૪ શ્રાવણ વદિ-૭ ને ગુરૂવાર, તા. ૨૪-૮-૭૮ સુ. રમણલાલ વજેચંદને બંગલે.]
અનંત ઉપકારી શ્રી જિનેશ્વર દેવોના શાસનમાં તપનું ઊંચામાં ઊંચુ સ્થાન છે. કેમકે, વિના તપે કર્મનિર્જરા થતી નથી. “બાહ્ય તપનો હેતુ ઇન્દ્રિયો અને કષાયો પર વિજય મેળવવાનો છે.” આત્મા જો ઇન્દ્રિયો અને કષાયો પર વિજય મેળવે નહિ તો ઊંચામાં ઊંચો તપ, જે સુંદર કોટિનું માનસિક ધ્યાન છે તેને તે પામી શકતો નથી. “મનને સંસારથી ઉઠાવી મોક્ષમાં સ્થાપન કરવું તે જ સાચું ધ્યાન છે.” જ્ઞાની કહે છે કે સમ્યગ્દષ્ટિ આત્માનું શરીર સંસારમાં હોય છે અને મન મોક્ષમાં હોય છે. દુનિયાની કોઇપણ પ્રવૃત્તિ કરતો હોવા છતાં તેનું મન તે પ્રવૃત્તિમાં હોતું જ નથી. “આ સંસાર નથી જોઇતો અને મોક્ષ જ જોઇએ છે.' આવું મન બનાવવું તે જ ઊંચામાં ઊંચી કોટિનું ધ્યાન છે. આ ધ્યાનના જ બળે વાંસડા પર નાચતા નાચતા, રાજગાદી પર બેઠા બેઠા, સ્ત્રીને શણગારતા શણગારતા કેવળજ્ઞાન પામ્યાના દાખલા આપણે ત્યાં છે. તે જાતિનું ધ્યાન મેળવવા આખા સંસારથી મન ઉઠાવવું પડે. આ ક્યારે બને ? ઇન્દ્રિયો અને કષાય આપણે આધીન બને તો. કોઇપણ ચીજ પર મન ચોંટે જ નહિ. ક્રોધ-માન-માયા-લોભ આપણે કરવા હોય તો જ કરીએ; નહિ તો નહિ જ. આ વિષય અને કષાય પર કાબૂ મેળવવા જ શ્રી જૈનશાસનમાં બાહ્યતપનો મહિમા ઘણો છે. ઘણા ભાગ્યશાળી આત્માઓ ૮-૧૬-૩૦ ઉપવાસાદિ બાહ્યતપ કરી શાસનને દીપાવે છે. જો તે આત્માઓએ ઇન્દ્રિય-કષાય પર વિજય મેળવ્યો હોય તો તે તપ લેખે લાગે છે અને જો તે ઇન્દ્રિય-કષાય પર વિજય ન મેળવ્યો હોય તો તે તપ કાયકષ્ટ માત્ર જ છે, તે નિર્જરાનું કારણ બનતો નથી.
મનને મોક્ષમાં જ રાખવું અને સંસારની પ્રવૃત્તિ કરવા છતાં, તેમાં પેસવા ન દેવું તે સહેલું કામ છે ? ઇન્દ્રિય અને કષાય પર વિજય મેળવ્યા વિના બને તેમ નથી. અને તે બે પર વિજય મેળવવા બાહ્યતપ પણ જરૂરી છે.
“રસના” પર વિજય ન આવે તો આયંબિલ તપ ન થાય. આયંબિલ એટલે જ રસનાનો ત્યાગ. છ માંથી એક વિગઇ વપરાય નહિ. તે વિગઇના ત્યાગપૂર્વક જીવવું અને ઇન્દ્રિય-કષાય પર વિજય મેળવવો છે; તે ધ્યેય ન હોય તો વર્ષો સુધી-મહિનાઓ સુધી આયંબિલ તપ કરનારા ઇન્દ્રિયો અને કષાય પર કાબૂ મેળવી શકતા નથી. ઇન્દ્રિયો અને કષાય પર વિજય મેળવવા શ્રી વીતરાગના શાસનમાં ભાવપૂર્વક બાહ્યતાનું વિધાન છે.
પહેલા શ્રી તીર્થંકર દેવના શાસનમાં ૧૨ મહિના, ચરમ શ્રી તીર્થપતિના શાસનમાં છ મહિના અને બાવીશ શ્રી તીર્થંકર દેવોના શાસનમાં આઠ મહિનાના ઉપવાસ જીવો કરી શકે છે. માટે જ તે બાહ્યતાનો ઘણો મહિમા છે અને વિષય-કષાય પર વિજય મેળવવાનું અદ્ભુત સાધન આ બાહ્યત: છે. માટે આ તપનો મહિમા સમજી જે ભાગ્યશાળીઓ આ તપ કરે છે તેમનું દન છે. જે ભાગ્યશાળીઓ શક્તિના અભાવે તેવા પ્રકારનો તપ નથી કરી શકતા; પણ તેવો તપ કરવાના ભાવ રાખે તે ય પ્રશંસનીય છે.
આ તપ કરી એ પરિણામ મેળવવાનું છે કે, મન સંસારમાંથી ઊઠાવી મોક્ષમાં કરવાનું છે.
Page 32 of 77
Page #33
--------------------------------------------------------------------------
________________
મોક્ષ જ સાધવો છે, તે કામ સાધીએ તો બેડો પાર થઇ જાય. તમારું મન ક્યાં છે ? મોક્ષમાં કે સંસારમાં ? મન મોક્ષ તરફ જાય તો પરમાત્મા તરફ ધ્યાન જાય. આપણને ભગવાન શ્રી અરહિંતદેવો શા માટે ગમે છે ? મોક્ષમાર્ગ બતાવ્યો માટે ને ? એ જ તેમનો મોટામાં મોટો ઉપકાર છે માટે ને ? શ્રી સિદ્ધ પરમાત્માઆ કરતાંય પહેલું પદ શા માટે શ્રી અરિહંત પરમાત્માનું મૂક્યું ? શ્રી સિદ્ધ પરમાત્માઓ સઘળાં ય કર્મોથી રહિત છે જ્યારે શ્રી અરિહંત પરમાત્મા તો ચાર જ કર્મોથી રહિત છે. છતાં શ્રી નવકાર મહામંત્રમાં પ્રથમ પદે કેમ ? મોક્ષમાર્ગ બતાવ્યો માટે. શ્રી સિધ્ધપણું એ શ્રી અરિહંતપણાનું ફળ છે એમ શાત્રે કહ્યું છે. કેમકે શ્રી અરિહંત પરમાત્માએ ઉપદેશેલા મોક્ષમાર્ગે ચાલી મોક્ષે ગયા છે.
શ્રી અરિહંત પરમાત્મા પર પ્રેમ ન જાગે તો આ સંસાર પરથી મન ન ઊઠે. આ સંસાર પરથી મન ન ઊઠે અને તપ કરે તોય સંસાર વધે, આ ઇન્દ્રિયો અને કષાય પર કાબૂ આવે નહિ. તપ કરનારે રોજ આત્માન પૂછવાનું કે ઇન્દ્રિય અને કષાય પર કાબૂ આવ્યો છે ? જો તે બે પર કાબૂ નથી તો કાબૂ મેળવવા પ્રયત્ન કર.
શાએ કહ્યું છે કે, ક્રોધ તે તપનું અજીર્ણ છે, અભિમાન એ જ્ઞાનનું અજીર્ણ છે. અજીર્ણ શાથી ? શ્રી અરિહંત પરમાત્મા ન ગમ્યા, તેમનો મોક્ષમાર્ગ ન ગમ્યો માટે. શ્રી અરિહંત દેવને અને મોક્ષને માન્યા વિના તપ કરે તો તે લેખે લાગતો નથી.
મન સંસારથી ઉઠાડી મોક્ષે સ્થાપિત કરવા ય આ તપ કરે તો ય ઘણી નિર્જરા થાય. આ રીતે તપનો મહિમા સમજી, મનને સમજાવી સમજાવીને ઇન્દ્રિય-કષાયથી દૂર કરી, મોક્ષમાં જ સ્થાપિત કરવાનો જે કોઇ પ્રયત્ન કરે તે ઝટ મોશે પહોંચે છે. સૌ કોઇ આ સમજી મોક્ષને મેળવવા જ યત્નશીલ બનો અને વહેલામાં વહેલા પરમપદને પામો એ જ શુભાભિલાષા.
Page 33 of 77
Page #34
--------------------------------------------------------------------------
________________
[૨૦૩૪ શ્રાવણવદિ-૮, સોમવાર, તા.૨૮-૮-૦૮.]
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં ભાવપૂર્વકનો તપધર્મ, એ એટલો બધો અનુપમ છે કે, તેના યોગે, આત્મા કર્મોનો ક્ષય કરીને ગુણોને પામે છે અને પરિણામે મુક્તિપદને પામે છે. બાહ્યતપનો મહિમા વર્ણવ્યો છે, તે એટલા માટે કે, તે આત્માના-અત્યંતર તપને જગાડનાર છે, અત્યંતર તપનું પોષણ કરનાર છે અને અત્યંતર તપની છેલ્લી કક્ષાએ પહોંચાડવાની તાકાત ધરાવનાર છે. અત્યંતર તપ વિના આત્માના એકપણ ગુણની પ્રાપ્તિ જીવને થતી નથી.
તપમાં કષાયોનો નાશ કરવાની શક્તિ છે. પણ તે કષાયોનો નાશ કરવાની શક્તિ ક્યારે આવે ? આત્મા વિષયોથી પરાગમુખ બને તો. ખાવા-પીવાદિની, મોજ-મજાદિની ઇચ્છાઓનો નાશ કરવાની તાકાત બાહ્યતામાં છે. પણ જીવ તનો તે માટે ઉપયોગ કરે તો.
વિષયવાસના નાશ પામે તો કષાયો નાશ પામવાના જ છે. વિષયો- મોજમજા અને તેની ઇચ્છાઓ જો ભંડી ન લાગે તો આ બાહ્યતપ, અત્યંતર તપ જગાડવાની શક્તિ ધરાવતો નથી. માત્ર તેનાથી પૂણ્યબંધ થાય છે પણ તેના ઉદયકાળમાં જીવને ભાન ભૂલાવીને ફ્રી દુર્ગતિના દર્શન કરાવે છે. બાહ્યતપ, અત્યંતર તપને ક્યારે જગાડે ? જીવ વિષયોથી પરાગમુખ બને તો. પાંચે ઇન્દ્રિયોમાં રસના ઇન્દ્રિય ભયંકર છે, તેનો વિજય ન મેળવે તો બધો તપ નકામો છે. રસનાના વિજય માટે બાહ્યતપ જરૂરી છે. તે અત્યંતર તપને ત્યારે જ જગાડે કે-મોક્ષની જ ઇચ્છા થાય અને સંસારની ઇચ્છા નાશ પામે તો.
આ સંસાર નથી જોઇતો અને મોક્ષ જ જોઇએ છે.” આવી જાતિની વિચારણા સ્વરૂપ ધ્યાનમાં એવી શક્તિ છે કે, તે અનંતાનુબંધી કષાયોને મોળા પાડે છે, મિથ્યાત્વને ખસેડે છે અને સમકિતને પમાડે છે. તે જ ધ્યાન ક્રમસર દેશવિરતિ અને સર્વવિરતિને પણ પમાડે છે. આ ધ્યાન આવે તો મન મોક્ષમાંજ સ્થિર થાય એટલે ભગવાનની આજ્ઞા મુજબના વિચારોમાં સ્થિર થાય. ધર્મધ્યાનની પ્રાપ્તિ
Page 34 of 77
Page #35
--------------------------------------------------------------------------
________________
આજ્ઞા મુજબના પદાર્થોની સમજથી થાય છે. જેમ જેમ સમજ વધે, વિચારણા વધે તેમ તેમ દ્રવ્ય ગુણ અને પર્યાયોમાં મન વધુ સ્થિર થાય અને તેના પ્રતાપે આત્મા શ્રેણિ પર આરૂઢ થાય, જેથી મોહનીયા મરે, વીતરાગ બને, કેવળજ્ઞાન પામી, અયોગી થઇ મોક્ષને પામે.
શ્રી જિનશાસનમાં વિષયવાસનાને મારવા માટે, મોહજન્ય ઇચ્છાઓનો નાશ કરવા માટે બાહ્ય તપનો મહિમા ઘણો છે. માટે આ રીતે સૌ બાહ્યતાનો મહિમા સમજી, શક્તિ અનુસાર તે તપ કરવાનો પુરૂષાર્થ આદરે તો વિષયના વિજેતા બને અને કષાયના વિજેતા બનવાને પુરૂષાર્થ કરે, જેના પરિણામે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાઉસ્સગ્ન સ્વરૂપ અત્યંતર તપની અવસ્થાને પામી મુક્તિપદને પામે.
[૨૦૩૪ શ્રાવણવદી – ૧૧, મંગળવાર, તા. ૨૯-૮-૭૮ પ૩ ઉપવાસના પારણા પ્રસંગે],
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં બાહ્યતાનું વિધાન એટલા માટે છે કે મારા આત્માને અત્યંતર તપ પામવામાં અંતરાય કરનાર જેટલા કર્મો છે તેનો તે નાશ કરનાર છે.
જ્યાં સુધી સકલ કર્મોનો નાશ ન થાય ત્યાં સુધી મુક્તિ મળે નહિ. પણ ત્યાં સુધી મારી સદ્ગતિ કાયમી બની રહે-જેથી મોક્ષમાર્ગની આરાધના ચાલુ રહે-તે ઇરાદાથી ભગવાનના શાસનમાં કરાતો તપ ખૂબ ખૂબ પ્રશંસાપાત્ર છે. તે તપને લઇને જ તેમનું બહુમાન-સન્માન થાય છે.
જેના ઘરમાં આવા સુંદર તપ કરનારા હોય, તે ઘર ભગવાનના શાસનને સમર્પિત જ હોય. તેના ઘરમાં જૈનાચાર જીવતાં જ હોય. તેના ઘરમાં કોઇ રાત્રિભોજન કરે નહિ, અભક્ષ્ય ભક્ષણ હોય નહિ, નવકારશીને ચોવિહાર તો હોય જ. તપ કરનાર પોતે સગુરૂ યોગ હોય તો જિનવાણી શ્રવણ કરે, ઉભય કાળ આવશ્યક કરે, સ્વાધ્યાયાદિ કરે તો તપ કરનારના ઘરો જૈન શાસનને સમર્પિત બન્યા વિના રહે નહિ. જેઓ આવો તપ ન કરી શકે, તેઓતપનું અને તપસ્વીનું અનુમોદન કરે કે“ધન્ય આમને ! અમારામાં પણ શક્તિ આવે તો અમે ય આવી આરાધના કરીએ તો તેમને ય લાભ થાય.
જો દરેક જૈન ઘરોમાં નવકારશી અને ચોવિહાર તપ ચાલુ હોત અને આગળના તપ કરવાની
Page 35 of 77
Page #36
--------------------------------------------------------------------------
________________
ભાવના હોત તો બધા જ ધીમે ધીમે તપમાં આગળ વધે અને તે પણ આવા તપસ્વી બને.
આપણે આવા તપની અનુમોદનાર્થે ભેગા થયા છીએ. તો આ વાત સમજી, બાહ્યતપનું આસેવન કરી, અત્યંતર તપ-મોક્ષ પામવાનું અને સંસાર છોડવાનું લક્ષ કરી; તેના સાધન સમ્યગજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્રચારિત્ર છે – તેને પામવાનો પુરૂષાર્થ કરે તો આ સંસાર તેને માટે સાગર નથી પણ ખાબોચિયું છે. તેના લંઘવામાં ખામી આવે નહિ અને મુક્તિપદનો સ્વામી બને. સૌ બાહ્યતાનો મહિમા સમજી તેના આસેવન દ્વારા અત્યંતર તપને પામી વહેલામાં વહેલાં પરમપદને પામો એ જ શુભેચ્છા.
[૨૦૩૪, ભાદરવા સુદિ-૧ ને રવિવાર, તા. ૨-૯-૭૮. દશા પોરવાડ સોસા.]
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓએ ભવ્ય જીવોના નિતાર માટે અનેક પ્રકારનો ધર્મ ઉપદેશ્યો છે. તેમાં માવેલો આ તપધર્મ એવો ઉચ્ચકોટિનો ધર્મ છે કે, જેને એ તપધર્મની સુંદરમાં સુંદર પ્રકારે આરાધના કરતાં આવડી જાય તો તે જરૂર થોડા જ વખતમાં આ સંસારથી. વિસ્તાર પામી પરમપદને પામી શકે છે. તેમાં બાહ્યતપ પણ એટલા માટે મહિમાવંતો છે કે, તે
Page 36 of 77
Page #37
--------------------------------------------------------------------------
________________
અત્યંતર તપને પોષનારો છે, અત્યંતર તપને નિર્મળ બનાવનારો છે.
આખા સંસારના જે સુખો અને તે સુખની સઘળી ય સામગ્રી, તેની જે ઇચ્છા, એ ઇચ્છાનો. નિરોધ એ જ મોટામાં મોટી વસ્તુ છે. એ ઇચ્છાઓનો નિરોધ કરવા માટેનું અદ્ભુત સાધન જો કોઇ હોય તો એ આપણા ભગવાનના શાસનનો બાહ્યતપ છે. જે જીવો આ વાત સમજે નહિ, જેઓના હૈયામાં આ વાત અસ્થિમજ્જા બની નથી અને ખાલી બાહ્યતપ કર્યા કરે છે અને અત્યંતર તપ પામવાનું જેમનું લક્ષ પણ નથી તેઓને આ બાહ્યતમ કાંઇ લાભ ન કરે. તેનાથી તો તેમને થોડું ઘણું પુણ્ય બંધાઇ જાય છે. પણ તે પુણ્યથી પ્રાપ્ત થયેલી સુખસામગ્રી તેને સંસારના ભૂલાવામાં નાખ્યા વગર રહે જ નહિ.
આ સંસારના સુખ અને સુખની સઘળીય સામગ્રી એવી ભૂંડામાં ભૂંડી છે કે તે આત્માના સ્વરૂપને સમજવા દેતી નથી, આત્માનું વિરૂપ શું તે જાણવા દેતી નથી, આત્માના હિતાહિતનો વિચાર જ કરવા દેતી નથી, પરલોક કે મોક્ષની યાદી જ થવા દેતી નથી. તેવા આ સંસારના સુખ અને સખની સામગ્રીની ઇચ્છાઓ મરી જાય તે માટે શ્રી જિનશાસનમાં બાહ્ય તપનો ઘણો જ મહિમા છે. તે વિના અત્યંતર તપની પ્રાપ્તિ થવાની નથી.
જેઓ ખાવાપીવાદિની મોજમજામાં પડ્યા છે, જેઓ સંસારની સુખસામગ્રીઓને મજેથી વળગી પડ્યા છે, જેઓ આત્માના હિતની ચિંતા સદંતર ભૂલી ગયા છે, જેઓ માત્ર શરીરની જ સારસંભાળમાં પડી ગયા છે તેઓ કદિ આ શાસનના અત્યંતર તપને પામી શકવાના જ નથી. આ બાહ્યતપ દ્વારા વિષયસુખ અને કષાયસુખ તરફ જેમ જેમ અભાવ થતો જાય છે તેમ તેમ જીવો અત્યંતર તપ પામતા જાય છે. એમ કરતા કરતા આ ભવને અંતે એવી દશાને પામે છે કે તેમને મનોહર મરણની પ્રાપ્તિ થાય છે, જેના પ્રતાપે પરલોક પણ એવો સુંદર બને છે કે ત્યાં પણ તેઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવના ધર્મના માર્ગે વધુને વધુ આગળ વધતા જાય છે. તેના પ્રતાપે તેઓ થોડા જ ભવમાં પોતાના આત્માના સાચા સ્વરૂપને પામી જાય છે. માટે સૌ તપનો મહિમા સમજી, શક્તિ મુજબ જીવનમાં જીવી વહેલામાં વહેલા પરમપદને પામો એ જ શુભાભિલાષા.
[૨૦૩૪, ભાદરવા સુદિ-૩ ને મંગળવાર, તા. ૪-૯-૭૮.]
Page 37 of 77
Page #38
--------------------------------------------------------------------------
________________
આપણા સૌના મહાભાગ્યનો ઉદય છે કે આપણે સહુ ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું શાસન પામ્યા છીએ. આ શાસનની વાસ્તવિક પ્રાપ્તિ થઇ એમ ક્યારે કહેવાય ? જેને થાય કે- “આ સંસાર રહેવા જેવો નથી. આત્માનું સાચું સ્થાન મોક્ષ જ છે. આ સંસાર તો કર્મે વળગાડ્યો છે.” આટલી પ્રતીતિ થાય તો ભગવાન હૈયામાં વસી ગયા કહેવાય. આ ભક્તિ પણ ત્યારે જ ળે.
આપણે ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં છીએ માટે તેમને જે વાત કહી, તે જ વાતા અનંતા શ્રી અરિહંત પરમાત્માઓએ કહી છે કે- “આ સંસાર કમેં સર્યો છે. કર્મ ન હોત તો આ સંસાર ન હોત. અનાદિથી કર્મ વળગ્યા છે માટે આપણે ભટકીએ છીએ. આ સંસાર જીવનું સ્થાન નથી. જીવને દુ:ખ વિનાનું, કદિ નાશ ન પામે તેવું. કોઇ ચીજની જરૂર ન પડે તેવું સુખ જોઇએ છે. તે સુખ મોક્ષ વિના કશું નથી. બિચારા જીવો સુખ માટે, સંસારમાં ફાંફા મારે છે પણ ક્યાંય સાચું સુખ મળતું નથી. થોડું ઘણું ભૌતિક સુખ મળે તો તેમાં ગાંડા થઇ, સંસારમાં ભટકવા ચાલ્યા જાય છે.”
જ્ઞાનીઓ માને છે કે- ‘દાન એ લક્ષ્મીથી છૂટવા માટે છે, શીલ એ ભોગથી છૂટવા માટે છે અને તપ એ સંસારનાં સુખ અને સુખની સામગ્રીની ઇચ્છા મટી જાય - કેમકે તે ઇચ્છા જ સંસારમાં રખડાવનારી છે - તે માટે તપ છે.” આ દાન-શીલ અને તપ ક્યારે ળે ? કે “આ સંસાર રહેવા જેવો નથી, મોક્ષ જ મેળવવા જેવો છે.” આવો ભાવ પ્રગટે તો. દાન કરે પણ ધનની મૂચ્છનો અભાવ ના થાય, શીલ પાળે પણ ભોગનો અભાવ ન થાય, તપ કરે પણ ખાવા-પીવાદિની મોજમજાનો અભાવ ના થાય તો ભગવાનની વાત બેસે નહિ, ભગવાનની વાત બેસે નહિ તો જીવનમાં આવે નહિ. જીવનમાં આવે નહિ તો ચાર ગતિ રૂપ સંસારમાં ભટકી ભટકીને દમ નીકળી જાય. અહીંથી ક્યાં જવાના છીએ તેની જો ખાલી હોય તો તો આપણે ભાગ્યશાળી છીએ. તેવી ખાત્રી ન હોય તો પણ આપણે કહેવું છે કે- હવે અમે અહીંથી મરીને નરક-તિર્યંચમાં જવાના નથી પણ દેવ-મનુષ્યગતિમાં જવાના છીએ, કેમકે આપણને ભગવાન મળ્યા છે, ભગવાનનું શાસન મળ્યું છે. દેવ-મનુષ્ય ગતિમાં પણ શ્રી અરિહંત પરમાત્મા વિના કોઇ શરણ નથી. તેમને માવેલ દાન-શીલ-તપ વિના આચરવા જેવી. કોઇ ચીજ નથી. આ ભાવ આવે તો હૈયામાં ભગવાન વસે, સૌ આ ભાવ પેદા થાય તેવી શક્તિ પામો એ જ શુભાભિલાષા.
Page 38 of 77
Page #39
--------------------------------------------------------------------------
________________
[૨૦૩૪, ભાદરવા સુદ-૪ ને બુધવાર, તા. ૬-૮-૭૮.]
જે જે ભાગ્યશાલીઓએ અઠ્ઠમ-અઠ્ઠાઇ કે તેથી અધિક તપ કર્યો છે અને આવો તપ કરવાની શક્તિવાળા જીવો ઘણા ભાગ્યશાળી છે. આવું પર્વ પામીને શક્તિ અનુસાર જે જીવો તપ કરે છે તે ધન્યવાદને પાત્ર છે. આવા જીવોની ભક્તિ કરવાનો પણ શાસ્ત્ર ઉપદેશ આપ્યો છે.
શ્રી પર્યુષણા મહાપર્વમાં આવો તપ કરી શકનારના જીવનમાં હવે રાત્રિભોજન-અભક્ષ્યભક્ષણ બંધ થઇ જવાનું ? નવકારશી અને ચોવિહાર શરૂ થવાના ? આવો તપ કરનારા જો - રાતે ખાવામાં, અભક્ષ્યભક્ષણમાં વાંધો નહિ, નવકારશીની શી જરૂર છે એમ જ માનતા હોય તો તો તેનો એક જ અર્થ છે કે – તેને ભગવાનનું શાસન સમજાયું નથી. સંસાર પરથી ઉદ્વેગ જાગ્યો નથી, મોક્ષની ઇચ્છા થઇ નથી.
તમે સૌ આવું સુંદર ભગવાનનું શાસન પામ્યા છો, આવી તપ કરવાની શક્તિ મળી છે, તો તે બધા - એકવાર પણ મળે તો ય ચાલે આવો નિર્ણય કરે તો તપનો મહિમા જગતમાં ગાજે, વર્તમાનમાં તપ કરનારની નિંદા કરવામાં આવે છે. તેમને ખોટા પાડવા ભારે પડે છે. લોક કહે છે કે“શેના તપસ્વી ! રાતે ખાય છે. અભક્ષ્ય ખાય છે. ખાવા-પીવામાં ય વિવેક નથી.' આમ બોલવાની તક ન આવે, તેમ તપ કરનારા સમજી જાય અને શાસન હૈયામાં ઊતારે તોય તપ દીપી ઊઠે.
આપણે ત્યાં આજ્ઞા જ પ્રધાન છે. આપણે આજ્ઞા મુજબ ચાલવું છે. કોઇ ભૂલ બતાવે તો સુધારવી છે. પણ કોઇ ભૂલ કરાવવા માગે તો કદિ કરવી નથી.
તપ કરવાની શક્તિવાળા તપ પોતે જીવનમાં ઉતારે, પોતાના સાથી-સંબંધીમાં પણ આવી. શક્તિ હોય તો તેમને ય તપ કરવા પ્રેરે. પછી તેમને રાત્રિભોજન અને અભક્ષ્યભક્ષણ વગર ન જ ચાલે તેમ બને ? તેને પછી બરઆઇસ્ક્રીમના શોખ શા ? જે-તે જોવાના શોખ શા ? ભગવાનનો ધર્મ જાણે અને આચરે તેનો વ્યવહાર કેવો મજેનો હોય ? કોઇ દોષ ન હોય એવું આચરણ થાય તો. જ ભગવાનનું શાસન દીપે.
સાધુ-સાધ્વીને કલેશ વગેરે થાય નહિ. ઊંચા સ્વરે બોલવાનો સંભવ ન હોય. કદાચિત કજીયાનો ઉદય આવે, કજીયા જેવું થાય - કટુ ભાષામાં બોલાય તો નાનએ મોટાને ખમાવવું જોઇએ. નાના કદાચ આડો થાય અને ન ખમાવે તો પણ મોટાએ નાનાને ખમાવવો જોઇએ.
કોઇએ અપરાધ કર્યો હોય અને ગુસ્સો આવ્યો તે ગુસ્સો કાઢવો, કોઇને ગુસ્સાનું નિમિત્ત આપ્યું હોય અને તેને ગુસ્સો થયો હોય તો તેની પાસે જઇ ખમાવવું કે- મારી ભૂલ થઇ ગઇ, આવેશમાં આવી બોલાઇ ગયું, માટે મને ક્ષમા આપો અને આપ શાંતિ પામો. પોતેય ઉપશમ પામવું અને સામાને ઉપશમ પમાડવો એ જ આ પર્વનું મહત્ત્વનું કૃત્ય છે. સામો ઉપશમ પામ્યો છે કે નહિ, તે માટે તેને – વારંવાર મળવું, કામકાજ પૂછવું, તે તકલી ક્યાં હોય તો સહાય કરવી, માંદો હોય તો
Page 39 of 77
Page #40
--------------------------------------------------------------------------
________________
ભક્તિ કરવી, જેથી તેના હૈયામાં ડંખ રહ્યો તો નીકળી જાય. સામાને ઉપશમ પમાડવાની ભગવાનની ભારપૂર્વક્ની આજ્ઞા છે. જે ઉપશમ પામે છે - કરે છે તેની જ આરાધના સાચી થાય છે. જે ઉપશમ નથી પામતો તે સાચો આરાધક નથી બની શકતો.
ભગવાને અમને ઘર-બારાદિનો ત્યાગ કરાવી કેમ જીવવું તે સમજાવ્યું છે, તેવું તમને તમારા મા-બાપે ય નહિ શીખવ્યું હોય. તમને કે તમારા મા-બાપને સંતાનની ચિંતા જ હોતી નથી. સંતાન ભણી-ગણીને કમાતા થાય તેટલી જ ચિંતા હોય છે. તમારા આત્માનું શું થશે તેની ચિંતા જ થતી નથી. ભગવાને આત્મકલ્યાણ માટે સંસારનો ત્યાગ કરવાનું કહ્યું છે.
જે ઉપશમ કરે છે તેની આરાધના છે, જે ઉપશમ નથી કરતો તેની આરાધના નથી. ભગવાનનું શાસન ઉપશમમય છે, જેનામાં ઉપશમ નહિ તે શાસન આરાધી શકતો નથી.
ભગવાનશ્રી મહાવીરદેવે જે આચરણા કહી તે સાધુ-સાધ્વી જીવે, શ્રાવક-શ્રાવિકા તે પામવાના હેતુથી સહાય કરે, અનુમોદના કરે અને તેઓ સારી રીતે પાળે તેવો પોતે વ્યવહાર કરે તો સારો કાળ હોય તો તો તે જ ભવે મોક્ષ પામે. કર્મ બાકી હોય તો ત્રીજે-પાંચમે ભવે મોક્ષે જાય. સંસારમાં લાંબો કાળ ટકે જ નહિ. ભગવાને જે આચાર બતાવ્યો તે બરાબર પાળીએ તો સંસારમાં લાંબો કાળ રહે જ નહિ. તો આપણે સૌ પોત-પોતાના સ્થાન મુજબ જે-જે આચાર બતાવ્યો તે પાળીએ, ન પળાય તે ક્યારે પળાય તેની ભાવનામાં રહે અને તે માટે મહેનત કરે તેમ તમે આ માર્ગની શ્રદ્ધા રાખો અને શક્તિ મુજબ આચરો તો તમારું ય કલ્યાણ થાય. સૌ માર્ગ આરાધી વહેલા મુક્તિપદને પામો એ જ શુભાભિલાષા.
Page 40 of 77
Page #41
--------------------------------------------------------------------------
________________
[૨૦૩૪ ભાદરવા સુદ-૫ ને ગુરૂવાર, તા. ૭-૯-૭૮.]
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓએ માવ્યું છે કે- આ સંસારમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મંગલ જો કોઈ હોય તો તે ધર્મ જ છે. ધર્મ સિવાય બીજું કોઇ ઉત્કૃષ્ટ મંગલ નથી. એ ધર્મ અહિંસા-સંયમ અને તપમય છે. તેઓ માને છે કે અહિંસા-સંયમ અને તપ સ્વરૂપ ઉત્કૃષ્ટ મંગલા એવો ધર્મ જેના અંતરમાં વસેલો છે તેઓને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. કારણ કે, દેવગતિમાં રહેલા એ દેવતાઓ ગમે તેટલી શક્તિના સ્વામી હોય પણ તેમનાથી આ અહિંસા-સંયમ અને તપ સ્વરૂપ ધર્મની આચરણા થઇ શકતી જ નથી. આપણે બહુ ભાગ્યશાળી છીએ. આપણું ભાગ્ય એ દેવતાઓ કરતાં ઘણું ઊંચું છે કે આપણન આવું સુંદર ભગવાન શ્રી વીતરાગદેવનું શાસન મળ્યું છે. રમપદે બિરાજમાન શ્રી અરિહંત પરમાત્માઓ અને શ્રી સિદ્ધ ભગવંતો એ બંન્ને દેવ તરીકે મળ્યા છે. તેમની આજ્ઞા મુજબ જીવનમાં એક મોક્ષમાર્ગની આરાધના કરતાં એવા નિગ્રંથ મહાપુરૂષોનો યોગ મળ્યો છે. તેમણે માવેલો ત્યાગ-તપ-સંયમમય એવો ધર્મ મળ્યો છે. એ શાસનની આરાધના કરવાના બધા ઉત્તમ સંયોગો મળ્યા છે એટલે આપણા પુણ્યની તો કોઇ અવધિ નથી એ કબૂલ કરવું જ રહ્યું. એમ છતાં પણ અહિંસા પાલનનો વિચાર આવતો નથી. તેના માટે અતિ જરૂરી એવું જે સંયમાં છે તેના પાલનનું મન પણ થતું નથી અને તે સંયમધર્મના સુંદર પાલન માટે અનિવાર્ય એવા તપધર્મને શક્તિ મુજબ આરાધવાનું મન થતું નથી, તેનો વિચાર પણ આવતો નથી. એનું મુખ્ય કારણ એ છે કે આપણે ભૂતકાળમાં ધર્મ ઘણો કર્યો છે, તેથી પુણ્ય પણ જરૂર સારું બંધાયેલું પણ સાથે સાથે એવું
Page 41 of 77
Page #42
--------------------------------------------------------------------------
________________
જોરદાર પાપ બંધાયું છે કે જેના પ્રતાપે આ બધું મળવા છતાં આ શાસનને સમજવાનું મન જ થતું નથી. પછી તેની શ્રદ્ધા થવાની તો વાત જ શી કરવી ? અને એ શ્રદ્ધા ન થાય તો અમલ કરવાનું તો દૂર જ રહ્યું ને ?
હમણાં જ આપણું ઉત્તમ પર્યુષણા પર્વ પૂર્ણ થયું. તેમાં ઘણા ભાગ્યશાલી-શક્તિસંપન્ન આત્માઓએ સુંદર તપ ધર્મની આરાધના પણ કરી છે. તે બધા તપ કરનારાઓને મારે પૂછવું છે કે-આ બધો તપ તમે શા માટે કર્યો ? તો એનો એ જ જવાબ મળે કે- ‘મારે ઝટ મોક્ષે જવું છે. તે માટે ઝટ સંસારથી છૂટી જવું છે. તે માટે અત્યંત જરૂરી એવો અહિંસા ધર્મ પાળવો છે, સંયમધર્મ સુંદર આરાધવો છે.’ આ બધું કરવાની શક્તિ પેદા થાય માટે મેં આ તપધર્મની આરાધના કરી છે. આવો જેનો ભાવ હોય અને તે માસક્ષમણ-પંદર-દશ-આઠ-ત્રણ ઉપવાસ કરી શકે તેવી તાકાતવાળો હોય, એવો જૈનકુળમાં જન્મેલો જીવ હવે કદિ રાત્રિભોજન કરે ? કદિ અભક્ષ્યભક્ષણ કરે ? તેનાથી ચોવિહાર અને નવકારશી ન થઇ શકે તેવું બને ? તેના માટે તો આ બધું સહેલું જ થઇ જાય. આવો બહુ સહેલામાં સહેલો અને ઘણાં ઘણાં પાપોથી બચાવી લે તેવો આપણા વીતરાગના શાસનનો તપધર્મ છે. છતાં કયા કારણથી મોટાભાગના જૈનકુળમાં જન્મેલાને તે કરવાનું મન જ થતું નથી, તે બુદ્ધિમાં બેસતું નથી. પુણ્ય જરૂર સારું લઇને આવ્યા છો પણ પાપ સાથે એવું ગાઢ બાંધીને આવ્યા છો કે આવી સારી સામગ્રી મળવા છતાં ધર્મ આરાધના કરવાના ભાવ અંતરમાં ઉઠતાં જ નથી, ધર્મ કરવાનું મન પેદા થતું નથી, પાપથી છૂટવાનું મન થતું નથી, અધર્મથી કેમ બન્યું તેવો વિચાર જાગતો નથી-એટલે મારે અહીંથી જવાનું છે અને જવાનું તો ચોક્કસ છે પણ ક્યાં જવાનું છે તે વાત સાવ ભૂલાઇ ગઇ છે. પછી તો એવી જગ્યાએ અહીંથી જવું પડશે કે વખતે સંખ્યાત-અસંખ્યાત-અનંતકાળ સુધી કોઇ ખબર પૂછનાર નહિ મળે, કોઇ બચાવનાર પણ નહિ મળે, ભટકી ભટકીને દમ નીકળી જશે. તમે નક્કી કરો કે આપણે તેમ નથી થવા દેવું તો બાજી હજી હાથમાં છે.
આપણે તપ ધર્મની અનુમોદનાર્થે ભેગા થયા છીએ. તમને ય આવો તપ ધર્મ બહુ ગમી ગયો ને ? જેને આવો સુંદર તપધર્મ ગમી જાય તેને સંયમ ધર્મ ગમ્યા વિના રહે ? આવો સંયમધર્મ ગમી જાય પછી તેને અહિંસા ધર્મના પાલન માટે કેવો ઉલ્લાસ જાગે ? આવા ભાવિત બનેલા જીવને કર્મના ઉદયથી સંસારમાં રહેવું પડે તો રહે પણ તેને સંસારની કોઇ ચીજ પર પ્રેમભાવ જાગે જ નહિ. તેનો રાગ તો વીતરાગ દેવ-નિગ્રંથ ગુરૂ-અહિંસા-સંયમ અને તપ સ્વરૂપ ધર્મ, તે ધર્મની સામગ્રી અને એ ધર્મને આરાધતા ઉત્તમ આત્માઓ પર જીવતો અને જાગતો રહે. આ રીતે સમસ્ત જીવન એવું સુંદર જીવાય કે તેનું મરણ મહોત્સવ જેવું થઇ જાય અને પરલોકમાં દુર્ગતિના દ્વાર બંધ થઇ જાય, સદ્ગતિ નિશ્ચિંત થાય. આ રીતે સદ્ગતિને પામેલો આત્મા થોડા જ ભવોમાં અનંત અને શાશ્વત સુખનો ભોક્તા બની જાય છે. સૌ તપધર્મની મહત્તાને સમજી, યથાશક્તિ તેના પાલન દ્વારા વહેલામા વહેલા શીવસુખના સ્વામી બનો એ જ શુભાભિલાષા.
Page 42 of 77
Page #43
--------------------------------------------------------------------------
________________
[૨૦૩૪ ભાદરવા સુદિ-૬ ને શુક્રવાર, તા.૮-૯-૭૮.]
આપણા સૌનો મહાપુણ્યનો યોગ છે. જેને લઇને શ્રી અરિહંત પરમાત્માનું શાસન
Page 43 of 77
Page #44
--------------------------------------------------------------------------
________________
સમજવાની-સહવાની અને આચરવાની સઘળી સામગ્રી આપણને મળી છે. તેનો જો સદુપયોગ ન થાય અને વિરાધના થઇ જાય તો આપણો સંસાર વધી જાય.
આજ સુધીમાં અનંતા શ્રી અરિહંત પરમાત્માઓ થયા, જેમણે આપણે સૌ “નમો અરિહંતાણં' કહી નમસ્કાર કરીએ છીએ. તે સઘળા શ્રી અરિહંત પરમાત્માઓ મોક્ષે ગયા, એટલું જ નહિ પણ આપણા માટે મોક્ષમાર્ગ મૂકીને ગયા. વર્તમાનમાં છેલ્લા શાસનપતિ શ્રી મહાવીર પરમાત્માનું શાસન ચાલે છે જેના પ્રતાપે આપણે સહુ આરાધના કરી શકીએ છીએ. સાચો આરાધક કોણ કહેવાય ? જેને આ સંસાર રૂચે નહિ, ઝટ મારો મોક્ષ ક્યારે થાય” આવી જેના હૈયામાં ઇચ્છા જાગે તે જ સાચી રીતે આરાધક બને. આવી ભાવના વાળો જીવ અન્યત્ર-અન્ય દર્શનમાં હોય તો પણ આરાધક કહેવાય છે તો તમને તો જૈન કુલાદિ સામગ્રી સારામાં સારી મળી છે. પણ જો આ ભાવ ન જાગે કેઆ સંસાર રહેવા જેવો નથી અને મોક્ષ જ મેળવવા જેવો છે.' તો તે સાચો ભગત નથી આપણનેય આ વાત ન બેસે તો આપણે ય સાચા ભગત નથી. આ ભાવ જો હૈયામાં આવે, સાચી ભક્તિ જો અંતરમાં જચે તો દાન-શીલ-તપની રીત બદલાઇ જાય, ભાવ તો તેના અંતરમાં રમતો જ હોય. તેવા જીવને લક્ષ્મી સાથે રહેવું તો રહે પણ લક્ષ્મી મેળવવી ગમે નહિ; ભોગ કરવા પડે તો કરે પણ ક્યારે છૂટે તે જ તાલાવેલી હોય; ખાવું પીવું પડે સંસારની મોજ કરવી પડે તો ક્યારે છૂટે તે જ ભાવના હોય. આવી રીતે જો બાહ્યતમ કરવામાં આવે તો તે અત્યંતર તપનો સાચો પોષક બની શકે છે.
શ્રી અરિહંત પરમાત્માનું શાસન મળ્યું છે, તેની છાયા પડી જાય અને સમજી જાવ તો આ ભાવના પેદા થાય. તે ભાવ પેદા થવા છતાં સંસારથી ઝટ છૂટાય, મોક્ષે પહોંચાય તે માટે દાન-શીલ-તપ કરતા થાવ. લક્ષ્મીની મૂચ્છ મટે, ભોગની વાસના મટે, ખાવા-પીવાદિની મોજમજા નાશ પામે, આત્મા સંયમ અને તપોમય બની જાય તે ભાવનાથી આ દાનાદિ કરવામાં આવે તો ઝટ મોક્ષ થાય. સો આ ભાવનામય બની વહેલામાં વહેલા સંપૂર્ણ સંવર-નિર્જરામય બનો તે જ શભાભિલાષા.
VVVVV
Page 44 of 77
Page #45
--------------------------------------------------------------------------
________________
[૨૦૩૪ ભાદરવા સુદિ-૮ ને રવિવાર, તા. ૧૦-૯-૭૮.]
આપણો મહાપુણ્યોદય છે, કે જેને લઇને શ્રી વીતરાગ પરમાત્માનું શાસન સમજી શકીએ, તેના પર શ્રદ્ધા થાય અને શક્તિ મુજબ અમલ કરી શકીએ તેવી બધી સામગ્રી આપણને મળી છે. માટે આપણા પુણ્યમાં ખામી નથી. જે કાંઇ ખામી હોય તે આપણી પોતાની છે. આવું સુંદર શાસના મળ્યું હોય, છતાં તેને જાણવાની, સમજવાની શ્રધ્ધા કરવાની અને શક્તિ જેટલો અમલ કરવાની પણ ઇચ્છા સરખી ય ન થાય તે કેટલો બધો પાપોય કહેવાય ! આપણે પુણ્ય સારામાં સારું બાંધેલ પણ સાથે સાથે પાપ પણ ગાઢ બાંધેલ, કે જેના પ્રતાપે જૈન કુળમાં-જાતિમાં જનમવા છતાં, સમજવાની શક્તિ હોવા છતાં જૈન શાસન શું છે તે સાંભળવાની ઇચ્છા નથી; સાંભળવા મળી જાય તો ય સમજવાનું મન નથી, સમજાઇ જાય તો શ્રધ્ધા બેસતી નથી અને આરાધવાની વાત આવે ત્યાં તો આ-આ કારણે કરવાનું મન થતું નથી. આ જે ભારે પાપોદય છે તેને ધક્કો મારીને સમજવાની કોશિષ કરો, શ્રધ્ધા કેળવો અને શક્તિ મુજબ અમલ કરો તો આ ભવ સર્જી થાય, મરવાની ભીતિ ન રહે, મરણ મહોત્સવરૂપ થાય અને આના કરતાંય સારી સામગ્રી મળે અને પાંચ-સાત ભવોમાં તો. જેના દર્શન-પૂજન કરો છો તે જ્યાં છે ત્યાં પહોંચી જાવ.
તમે મંદિરમાં જાવ તો ઇચ્છા થાય કે “આપ જ્યાં પહોંચ્યા ત્યાં જવું છે.' તમે મંદિરમાં કેમ જાવ છો ? ભગવાન જ્યાં ગયા ત્યાં જવું છે માટે તેના દર્શન પૂજનાદિ કરું છું એમ કહો કે એમના દર્શનાદિ કરવાથી બજારમાં સફળતા મળે, આગળ વધાય તેમ કહો ? ભગવાનના દર્શન-પૂજનાદિ કરવા છતાં, ભગવાન જ્યાં ગયા ત્યાં જવું છે તેમ ન કહે, સાધુનો યોગ થાય, સાધુને વંદનાદિ કરે પણ સાધુ થવું છે તેમ ન થાય, જેટલો ધર્મ કરું છું, તે ભગવાનનો ધર્મ પામવો છે માટે કરું છું તેમ ન થાય - જો તેમ થાય તો ઘર-બારાદિ છોડવા પડે, પણ તે છોડવા નથી, મરતા મરતા ય છોડવા નથી. મારું મારું કરતાં મરી જવું છે, -તો આ સામગ્રી કામ ન આવે. ભારે દુર્ગતિ થાય. કેટલા કાળે આવી સામગ્રી મળે તે કાંઇ કહી ન શકાય. આવો સોદો આપણને પોષાય તેમ છે ?
તમારે આત્માને રોજ કહેવાનું કે- “બહુ ભાગ્યશાળી છું. આવી સામગ્રી મળી છે. અમારા જેટલા શ્રી અરિહંત પરમાત્મા થયા તે બધા મોક્ષમાર્ગ સ્થાપી સ્થાપીને મોક્ષે ગયા છે. “નમો અરિહંતાણં' બોલવા છતાં તેમનો મોક્ષમાર્ગ હજી ગમ્યો નથી, જોઇતું નથી. “નમો સિધ્ધાણં' પદ તો યાદ જ આવતું નથી. માથા પર અનંતા શ્રી સિધ્ધ ભગવંતો હોવા છતાં ત્યાં જવાનું મન નથી. સાધુઓમાં અક્કલ ન હતી માટે ઘર-બારાદિ છોડ્યા અને તમે બધા અક્કલવાળા છો માટે ઘરમાં રહ્યા છો ? મોટો ભાગ આવું માનીને કે- અમારાથી દૂર રહેજો-સાધુને હાથ જોડે છે. વેપારીને – શ્રીમંતને જોઇ વેપારી કે શ્રીમંત થવાનું મન થાય છે પણ સાધુને જોઇ સાધુ થવાનું મન થતું નથી. અને ધર્મક્રિયા બધી ઠેકાણા વગરની થાય છે.' આ સમજણ આવી જાયતો ય બેડો પાર થઇ જાય.
તમારામાં સમજણ નથી, બુદ્ધિ નથી તેમ નથી. પણ તમારી સમજણ અને બુદ્ધિ ઊંધે માર્ગે છે.
Page 45 of 77
Page #46
--------------------------------------------------------------------------
________________
ગમે તે રીતે પૈસા કમાવવા છે, મોજ કરવી છે, મરવાનું તો યાદ જ નથી, તેનું આ પરિણામ છે. મોટા મોટા માધાંતાઓ મરી જાય છે, તેના મડદાને ય કોઇ રાખતું નથી, બાળી આવે છે તેમ તમારું થવાનું છે. તમારે ય મૂકીને જવાનું છે, તે છતાં મેળવવા દોડધામ કરો છો, તે તમને મૂર્ખાઇ નથી લાગતી ! મૂખંઇ જ લાગી જાય તો તો કામ થઇ જાય.
માટે મારી ભલામણ છે કે, આ સામગ્રી મળી છે તેને સમજવાની કોશિશ કરો, સમજાય તેની શ્રદ્ધા કેળવો અને શક્તિમુજબ આચરતા થાવ તો મરતી વખતે આનંદમાં હશો, મરણ મજેનું થશે. પરલોક સુધરશે અને સદ્ગતિની પરંપરા સાધી પરમપદને પામશો. આજે તમારા જીવનમાં મજા નથી. જીવનમાં કેટલી ઉપાધિ છે તેની ખબર છે ? પણ લોભના માર્યા બધું વેઠો છો. આ વિચાર કરી જીવન સુધારવાની કોશિશ કરો અને સાવચેત થઇ, ધાર્યું કામ સાધી જાવ તે જ શુભાભિલાષા.
[૨૦૩૪ ભાદરવા સુદિ-૧૫ ને શનિવાર, તા. ૧૬-૯-૭૮. ગજરાવાળા ફલેટ્સ, પાલડી, અમદાવાદ.]
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓ જેવા આ જગતમાં કોઇ ઉપકારક થયા નથી, થતા નથી અને થશે પણ નહિ. આ રીતે શ્રી અરિહંત પરમાત્માને ઓળખનારા આત્માઓને આ સંસારમાં રહેવું ગમે નહિ, મોક્ષમાં જ જવું ગમે. તેમનો સ્નાત્ર મહોત્સવ ભક્તિભાવથી કરનારા જીવો, સ્નાત્રની જે જે કડીઓ બોલે અને આનંદ પામે તો આ વાત હૈયામાં જચી જ હોય ને ?
શ્રી અરિહંત પરમાત્મા ભક્તિપાત્ર બન્યા શાથી ? તેમને આખા જગતના જીવોને સંસારમાંથી
Page 46 of 77
Page #47
--------------------------------------------------------------------------
________________
બહાર કાઢી મોક્ષે મોકલવાની ઇચ્છા થઇ માટે. એ તારકોના હૈયામાં એ ભાવ આવ્યો કે, “મારામાં જો શક્તિ આવે તો બધાના હૈયામાંથી સંસારનો રસ કાઢી, મોક્ષનો રસ ભરી દઉં.' હૈયામાં જો શાસનનો રસ ન આવે તા મોક્ષ મેળવવાનું મન થવાનું નથી, મોક્ષ માટે ઉધમ થવાનો નથી અને મોક્ષ મળવાનો નથી. આ ઉપકાર શ્રી અરિહંત પરમાત્માઓનો છે તેમનો આ સ્નાત્ર મહોત્સવ છે.
તમારો છોકરો પૂછે કે, આ સંસાર રહેવા જેવો નથી અને મોક્ષ જ મેળવવા જેવો છે તેમ ભગવાન કહી ગયા છે. તો તમે સંતાનોને કહો ને કે- “આ મનુષ્યભવ મોક્ષ મેળવવા માટે જ છે, તે માટે સાધુ થવા માટે છે. તે મળે માટે જ આ સ્નાત્ર પૂજા, ભગવાનની ભક્તિ કરવાની છે.” આ વાત તમે સંતાનોને કહી છે ? આત્માને પણ કહી છે ? જો આ વાત તમે સંતાનોને ન કહો, આત્માને ય ન કહો તો તેનો એક જ અર્થ છે કે, આ “સ્નાત્ર' તમે રિવાજ મુજબ ભણાવો છો એટલું જ નહિ પણ ભગવાને જેનો ત્યાગ કરવાનું કહ્યું તે મેળવવા માટે ભણાવો છો માટે આજ્ઞાનો ભંગ કરો છો. આ રીતે કરો તો સંસાર ઘટે કે વધે ? સંસાર ઘટાડનાર ક્રિયા સંસાર વધારવા કરે તે બુદ્ધિમાન કહેવાય ? બેસતું વર્ષ, બેસતે મહિને, દર રવિવારે, દરરોજ સ્નાત્ર ભણાવનારનો સંસારનો રસ ઉડી જ જવો જોઇએ. “સંસારનો રસ જ ન હોય તે સંઘ” ભગવાનના સંઘમાં તેની જ ગણના થાય, જેના હૈયામાં સંસારનો રસ ન હોય. જેના હૈયામાં સંસારનો રસ હોય તો તે-સાધુ હોય તો સાધુ નથી, સાધ્વી હોય તો સાધ્વી નથી, શ્રાવક હોય તો શ્રાવક નથી, શ્રાવિકા હોય તો શ્રાવિકા નથી. અમારે સાચા સાધુ-સાધ્વી બનવું છે, તમારે સાચા શ્રાવક-શ્રાવિકા બનવું છે તેમાં શંકા છે ? આટલી સારી સામગ્રી મળ્યા પછી પણ સાધુ-સાધ્વી કહેવાતા સાધુ-સાધ્વી ન બને, શ્રાવક-શ્રાવિકા કહેવાતા. શ્રાવક-શ્રાવિકા ન બને તો આ જન્મ એળે જાય એમ નહિ પણ મહાનુક્શાન કરનાર થાય.
આપણાં અનંતા શ્રી અરિહંત પરમાત્માઓ મોક્ષે ગયા, તેમની આજ્ઞા પાળી પાળીને બીજા અનંતા આત્માઓ મોક્ષે ગયા, સદા આત્મસ્વરૂપમાં રમણતા કરે છે, તેવા સ્થાને પહોંચી શકાય તેવી સઘળી સામગ્રી આપણને મળી છે છતાં ત્યાં જવાનું મન ન થાય તો સમજી લેવું કે આપણે ભારેકર્મી છીએ. આપણાં ભારેકર્મ હલકા બનાવવા એ આપણા હાથની વાત છે. ભગવાનનું શાસન અને ભગવાને બતાવેલી ધર્મક્રિયાઓ કર્મને હલકા બનાવનાર છે. આ વાત સમજાઇ જાય તો શાસનને પામેલો જે આત્મા શ્રી જિનેશ્વરદેવની પૂજા કરે તો તેનું મન સદા પ્રસન્ન જ હોય. દુઃખમાં તે મજામાં હોય, સુખમાં તેને મજા આવે નહિ. “સુખની મજા આત્માને અમજા પેદા કરનારી છે. જેને દુ:ખમાં મજા આવે અને સુખમાં મજા ન આવે, તે જીવ સદા મજામાં હોય.” આપણને સુખમાં મજા આવે છે અને દુ:ખમાં અમજા આવે છે. આપણે આ દશા પલટવી છે. આ દશા જો પલટાઇ જાય તો પછી ઉપસર્ગો ઉપસર્ગ ન રહે, વિપ્નો વિઘ્ન ન બને. તેને તો ઉપસર્ગો મોક્ષે મોકલનારા બને અને વિજ્ઞો આત્માને બળવાન બનાવનારા બને.
“ઉપસર્ગો: ક્ષય યાત્તિ, ધિત્તે વિજ્ઞવલ્લયઃ |
મન:પ્રસન્નતામતિ, પૂજ્યમાને જિનેશ્વરે ” શ્લોકનો આ જ ભાવ છે.
તમે જિનેશ્વરની પૂજા રોજ એકદા બે કલાક કરો છો. પણ મારે તો કહેવું છે કે ચોવીશેયા કલાક ભગવાનની પૂજા કરો છો. “આ સંસારના કોઇ કામ કરવા જેવા નથી, ક્યારે છૂટે, તેવી
Page 47 of 77
Page #48
--------------------------------------------------------------------------
________________
ભાવના એ પણ ભગવાનની પૂજા છે. સંસારનું સુખ ભોગવવા છતાં ભોગવવા જેવું નથી આવો વિચાર પણ ભગવાનની પૂજા છે.' આવા જીવને દુઃખ આવે તો ય ગભરામણ ન થાય, ઉપસર્ગ આવે તો ય મજેથી વેઠે અને વિઘ્નોથી તો ડરે જ નહિ. તમે પણ તેવી દશા ભગવાનના ભગત બની કેળવો તો ઉપસર્ગો ઉપસર્ગ ન રહે, વિઘ્નો વિઘ્ન ન રહે અને સદા પ્રસન્નતામાં જ રહે. પછી તેવો જીવ સાધુ ન થઇ શકે તોય મરતી વખતે આનંદમાં હોય કેમકે છોડવા લાયક છોડ્યું નહિ તે ભૂલ કરી. હવે છોડવાનો દા'ડો આવ્યો તેનો આનંદ હોય. આવો વિચાર પણ રોજ છોડવાનો વિચાર હોય તેને આવે. તમે સૌ આવી દશાને પામો.
તમે બધા ભગવાન આગળ રાગ કાઢી ગાવ છો, નાચો છો, કૂદો છો તો એમ માનો છો કે ભગવાન ઓળખતા નહિ હોય ? તમે બધા ભગવાન આગળ નાચી, કૂદી ભગવાનની આજ્ઞાથી વિરૂધ્ધ વર્તો તો ભગવાનને ઠગ્યા કહેવાય ને ? ભગવાનને ઠગનારાની પૂજા ફ્લે ?
આપણને આવી સારી સામગ્રી મળી છે, તેને સફ્ળ કરી જીવીએ અને મરીએ તો દુર્ગતિ બંધ થાય, સદ્ગતિ કાયમી થાય અને ઠામ ઠામ ભગવાનનો ધર્મ મળે. જેથી થોડા જ કાળમાં સંસારથી છૂટી, મોક્ષે પહોંચી જઇએ. સૌ આ સમજી આજ્ઞા મુજબ જીવન જીવી વહેલામાં વહેલા મોક્ષને પામો તે જ શુભાભિલાષા.
Page 48 of 77
Page #49
--------------------------------------------------------------------------
________________
[૨૦૩૪ ભાદરવા સુદિ-૧૫, શનિવાર, તા. ૧૬-૯-૭૮. ચન્દ્રકાન્તભાઇ ચોક્સીને ત્યાં, અમદાવાદ.]
આ સ્નાત્ર મહોત્સવ ભગવાનના જન્મ વખતે શ્રી ઇન્દ્રાદિ દેવતાઓ કરે છે. આ સ્નાત્ર મહોત્સવ શ્રી અરિહંત પરમાત્માઓનો જ થાય છે. જગતનો ઉધ્ધાર કરવા જગતમાં શ્રી જૈન શાસનની સ્થાપના કરનાર જગત ઉધ્ધારક આત્માનો જન્મ થયેલો જાણી, આનંદમાં આવેલ શ્રી ઇન્દ્રાદિ દેવતાઓ તેમનો આ સ્નાત્ર મહોત્સવ કરે છે. તેમના આત્માઓ શ્રી અરિહંતના ભવથી ત્રીજા ભવમાં એવી ઉત્કૃષ્ટ કોટિની ભાવદયા કરે છે કે ‘મારું ચાલે તો જગતના સઘળાય જીવોને શાસન રસી બનાવી મુક્તિમાં પહોંચાડી દઉં.’ આ ભાવનાના બળે જ તેઓ શ્રી અરિહંત થાય છે.
આવા શ્રી અરિહંત પરમાત્માનું સ્નાત્ર ભણાવનારની ભાવના શું હોય ? શ્રી અરિહંત થવા જ ભણાવતા હોય કે સંસારના સુખ માટે ભણાવતા હોય ? સંસારના સુખ માટે ભણાવે તો તો આજ્ઞાનો ભંગ થયો કહેવાય. તે બધાની ઇચ્છા તો શ્રી અરિહંત થવાની જ હોય ને ? તેવી લાયકાત ન હોય તો સિધ્ધ થવાની તો હોય જ ને ? તે બે પદ સાધુપણું પામ્યા વિના થવાય ? સાધુપણું જ પામવું છે તેમ જો અંતરમાં હોય તે જ સાચું સ્નાત્ર ભણાવી શકે. બાકી ગમે તેવો મોટો આડંબર કરે તો ય લાભ ન થાય. ‘માડંવરો લો પૂન્યતે' લોકોત્તર શાસનમાં તો ખોટા આડંબરની કાંઇ કિંમત નથી. જો તે ભાવપૂર્વક હોય તો ભક્તિ છે અને સંસારના સુખ માટે હોય તો આડંબર છે અને સંસારમાં ભટકાવનાર છે. શ્રી અરિહંત પરમાત્માનો ઉપકાર ઉત્તમ જીવો પર થાય છે, આવા ખોટા આડંબરો કરનાર પર નહિ.
શ્રી અરિહંત પરમાત્મા કોના આત્મામાં વસે ? શ્રી અરિહંત કે શ્રી સિદ્ધ થવું હોય, તે માટે સાધું થવું હોય તેના આત્મામાં. આ ત્રણ પદ પામવાની ઇચ્છા જ ન હોય તેના આત્મામાં શ્રી અરિહંત
પરમાત્મા વસે જ નહિ. તે સાચી રીતે ભક્તિ કરી શકે જ નહિ.
મહાપુરૂષોએ આ ભક્તિનો જે પ્રકાર બતાવ્યો છે તે એટલા માટે કે, ‘તમે બધા સંસારથી - સુખથી - વિરાગી બનો, સંસારમાં રહેવું પડે તો સુખમાં આસક્તિ ન થાય તેમ જીવો તો સદ્ગતિ સુલભ બને અને મુક્તિ નજીક થાય.' તે માટે આ મહોત્સવ છે આ ભાવ હૈયામાં વસી જાય તેમ પ્રયત્ન કરો તો ઝટ કલ્યાણ થાય. સૌ આ ભાવ હૈયામાં વસાવો તે જ શુભાભિલાષા.
Page 49 of 77
Page #50
--------------------------------------------------------------------------
________________
[૨૦૩૪ ભાદરવા વદ-૧૨ ને શુક્રવાર, તા. ૨૯-૯-૭૮. દશા પોરવાડ સોસા. ઉપાશ્રય, અમદાવાદ.]
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં એક વાત ભારપૂર્વક માવવામાં આવી છે કે, જ્યાં સુધી કષાયાદિની નિર્જરા થાય નહિ ત્યાં સુધી આત્મામાં વાસ્તવિક કોટિનો કોઇ ગુણ પેદા થતો નથી. એ કષાયાદિની નિર્જરા માટેનું અપૂર્વ સાધન ભગવાનના શાસનમાં માવેલ તપધર્મ છે. તેમાંય અત્યંતર તપ પ્રધાન છે. તે અત્યંતર તપને પામવા માટે, સારી રીતે પુષ્ટ કરવા માટે બાહ્યતપ અતિશય ઉપયોગી છે, કલ્યાણકારી છે. માટે જ તેની શ્રી જિનશાસનમાં મહત્તા ગણાય છે.
આજે બાહ્યતપ કરનારા જીવો મોટેભાગે અત્યંતર તપને ભૂલી ગયા છે. તેઓ જો જાગૃત થઇ જાય અને સમજ પૂર્વક બાહ્યતપ કરે તો તેમને થઇ જાય કે ‘મારા આત્મામાં જે અનેક જાતિના દોષો પડ્યા છે અને તે દોષોને મારા આત્મામાં લાવનાર જે ભયંકર કોટિના કર્મ પડ્યા છે; તે કર્મોની નિર્જરા કર્યા વિના મારા આત્માનું કલ્યાણ થાય એમ નથી.' આ ભાવના વગર છ મહિના, બે મહિના-માસક્ષમણ-ઉપવાસ-આયંબિલ આદિ ગમે તેટલો બાહ્યતપ કરે તોય તેને લાભ થાય નહિ. આ કર્મોની નિર્જરા ક્યારે થાય ? આ કર્મોંએ આત્માને ઇચ્છા નામની ડાકણ એવી વળગાડી છે કે જીવ તેમાં જ પાયમાલ થઇ ગયો છે. તેનો નિરોધ કરવા આ બાહ્યતપ અત્યંત જરૂરી છે.
આ બાહ્યતપને આત્મા જેમ જેમ તપે, તેમ તેમ પાપનો ભીરૂ બને. આવા પાપભીરૂ બનેલા આત્મામાં જ ‘પ્રાયશ્ચિત' નામનો પહેલો અત્યંતર તપ આવે. આવું પ્રાયશ્ચિત લેવું હોય તે ભારેમાં ભારે નમ્ર હોય. તે નમ્રતા આવે એટલે વિનય આવ્યો જ સમજો. એટલે તેનામાં ‘વિનય' નામનો બીજો અત્યંતર તપ પેદા થાય. વિનય આવે તેનામાં ‘વૈયાવચ્ચ' નામનો ત્રીજો અત્યંતર તપ સ્વાભાવિક પેદા થાય. પછી તો તેને ‘સ્વાધ્યાય’ તપમાં ભારે રંગ આવે. તે રંગના પ્રતાપે આત્મા સંસારની પણ પ્રવૃત્તિ કરતો હોય તો ય ‘શુભધ્યાન’ માંજ નિમગ્ન હોય. તે શુભધ્યાનમાં નિમગ્ન બને તેનામાં એવી તાકાત છે કે, કર્મોની ભારમાં ભારે નિર્જરા કરાવે. જેમ સાધુ-સાધ્વી આ શુભધ્યાનના પ્રતાપે ચોવીશેય કલાક નિર્જરા કરે તેમ શ્રાવક-શ્રાવિકા પણ સંસારની પ્રવૃત્તિ કરવા
Page 50 of 77
Page #51
--------------------------------------------------------------------------
________________
છતાં, શુભધ્યાનમાં નિમગ્ન બને તો ઘણો કર્મક્ષય કરી શકે છે. આવી સ્થિતિ પેદા થાય તો બાહ્યતપનો મહિમા ઘણો લાભદાયી થાય.
આ બાહ્યતપ પણ સહેલો નથી. આ બાહ્યતપની ઉપેક્ષા કરે ચાલે તેમ નથી. તમે વિચાર કરો તો સમજાય. આ બાહ્યતપ જે કરે તેને ખબર પડે. આ તપ કરવાથી શરીરનેય કષ્ટ પડે, ભુખ-તરસ વેઠવા પડે, શરીરને શ્રમ પણ પડે. તે પણ વેઠવો પડે. આ બાહ્યતપ પણ ભારે ઉપકારક છે. તે તપ કરનારનું જો અત્યંતર તપ પામવાનું લક્ષ હોય તો આત્મામાં અનેક ગુણો પેદા કરી છેક મુક્તિની નજીક જીવને લઇ જાય છે. પછી તે જીવ આગળ વધતો વધતો રત્નત્રયીને પણ પામે છે અને તે તપના પ્રભાવે રત્નત્રયીને પણ ઉજ્જવલ બનાવે છે. પછી તો તે જીવની એવી સ્થિતિ પેદા થાય કે તે અહીંથી નિયમા દેવલોકમાં જાય છે. ત્યાંથી મનુષ્યમા આવી સંયમ પામે છે અને બીજા ભારે નિકાચિત કર્મો ન હોય તો તેજ ભવમાં મુક્તિ પામે છે. અને કર્મો બાકી હોય તો સદ્ગતિની પરંપરા સાધી મુક્તિને પામે છે. આવી અદ્ભુત શક્તિવાળા ઉત્તમ કોટિનો તપધર્મ આરાધવાનો સૌ યથાશક્તિ પ્રયત્ન કરો અને વહેલામાં વહેલા શાશ્વતસુખના ભોક્તા બનો એ જ સદાની શુભાભિલાષા.
Page 51 of 77
Page #52
--------------------------------------------------------------------------
________________
સિં. ૨૦૩૪ પોષ સુદ-૯ મંગળવાર, ૧૭-૧-૭૮. ચંદ્ર-દીપક ધર્મશાળા પાલીતાણા.].
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓના શાસનમાં દાન-શીલ-તપ અને ભાવ એ ચાર પ્રકારનો ધર્મ માવ્યો છે. દાન ધર્મ લક્ષ્મીની મૂચ્છ ઉતારવા માટે છે, શીલ ધર્મ ભોગ પ્રત્યે સૂગ પેદા થાય તેવી દશા પામવાને માટે છે, તપ ધર્મ સંસારની સઘળી ઇચ્છાઓનો નાશ કરવા માટે છે અને ભાવ ધર્મ એવી ઊંચી કોટિનો છે કે, તે જેને સ્પર્શી જાય તેને આખો ય સંસાર ભયંકર લાગ્યા વિના રહે નહિ. આ ભાવધર્મ પેદા નથી થયો માટે જ આ સંસાર પ્રત્યે જોઇએ તેવો અભાવ પેદા નથી. થયો. તેને પરિણામે મોક્ષ પ્રત્યે રૂચિ પેદા નથી થઇ. આજે ઘણો ભાગ દાન-શીલ-તપ ધર્મ કરવા છતાં તેને ભાવધર્મ પેદા થયો નથી.
સંસારની બધી પ્રવૃત્તિમાં વિષય-કષાયનાં તોફાન છે. આવા તોફાનમાં લીન બને તેના માટે નરકાદિ દુર્ગતિ છે. આ રીતે કરતા કરતા સંસારમાં અનંતકાળ આપણે પસાર કર્યો છે. હવે સંસારથી છૂટવું છે અને ઝટ મોક્ષે જવું છે ? આ ભાવધર્મને આત્મામાં સદા માટે વસાવવો છે ? કયો ભાવ ધર્મ !“દુનિયાની સારામાં સારી ચીજ ગમી જાય તે પણ દુઃખ માટે છે અને ખરાબ ચીજ ગમતી નથી તે પણ દુઃખ માટે છે. “દુનિયાની સારી ચીજ ગમવી તે ય ભૂંડું છે અને ખરાબ ચીજ ન તે પણ ભૂંડું છે. આવી મનોદશા પેદા થાય તે ભાવધર્મ છે.” આવો જીવ દાન લક્ષ્મી નામની ડાકણથી છૂટવા માટે કરે. શીલધર્મમાં પોતાની એવી શક્તિ જોડે કે જેથી ભોગની બધી વાસના નાશ પામે અને તપ ધર્મથી એવી શક્તિ પેદા કરે ક સંસારની બધી ઇચ્છાઓ સળગવા માંડે. પછી તે જીવનો સંસાર છૂટી જાય અને મોક્ષ નજીક થાય. આ રીતે અનંતા આત્માઓ મોક્ષે ગયા તેમ આપણી પણ ઝટ મુક્તિ થાય તે માટે ભાવધર્મને સમજી શક્તિ મુજબ દાન-શીલ-તપ ધર્મની આરાધના કરો અને વહેલામાં વહેલા પરમપદને પામો એ જ શુભાભિલાષા.
Page 52 of 77
Page #53
--------------------------------------------------------------------------
________________
[૨૦૩૬ ભાદરવા વદિ ૨૩ શુક્રવાર, તા. ૨૬-૯-૮૦. રાજકોટ.]
यत्र ब्रह्म जिनार्चा च कषायाणां तथा हृतिः ।
सानुबन्धा जिनाज्ञा च तत्तपः शुद्धमिष्यते ॥ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓ આજ સુધીમાં અનંતા થઇ ગયા, વર્તમાનમાં વીશા વિચરે છે અને ભવિષ્યમાં અનંતા થવાના છે. દરેકે દરેક શ્રી અરિહંત પરમાત્માઓનાં શાસનમાં કર્મની નિર્જરા માટે તપનું મહત્વ ઘણું ઘણું ગાવામાં આવ્યું છે. પરન્તુ તે તપ શુદ્ધ કોટિનો ક્યારે બને તે અંગે મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા, જ્ઞાનસારમાં તપાષ્ટકમાં ક્રમાવી રહ્યા છે કે, જે તપમાં “બ્રહ્મ' આત્માની રમણતા હોય. એટલે કે જે જીવની જગતના પૌગલિક ભાવોની ભાવના નાશ ન પામે, તે પ્રત્યે તિરસ્કાર ભાવ પેદા ન થાય તો આત્મભાવમાં રમણતા આવવી દુષ્કર છે. પરન્તુ જે જીવો ભગવાનની આજ્ઞા મુજબ શુદ્ધ ભાવે તપ કરે છે તેમની પૌગલિક ભાવના મર્યા વિના અને આત્મરમણતા પેદા થયા વિના રહેતી નથી. આ ભાવના પેદા કરવા માટે અનાદિ કાળથી. આત્માને સંસારમાં રખડાવનાર ક્રોધ-માન-માયા-લોભ રૂપ જે કષાયો, કે જે રાગ-દ્વેષના દિકરા છે. તે રાગ-દ્વેષ મોહના દિકરા છે તેને આખા સંસારને એવો પાગલ બનાવ્યો છે કે, ભાગ્યે જ કોઇ જીવ બચ્યો હોય. પરન્તુ જે જીવો આવા તપને પામે છે, આત્મ રમણતામાં લીન બને છે, તેના કષાયો નાશ થયા વિના રહેતા નથી. જેમ જેમ જીવનો તપ વધે તેમ તેમ તેના કષાયો નાશ પામે છે અને
Page 53 of 77
Page #54
--------------------------------------------------------------------------
________________
જ્યાં સુધી શુક્લધ્યાન નામનો તપ આવે નહિ ત્યાં સુધી સંપૂર્ણપણે કષાયો મરતા નથી.
હવે જે જીવના સંપૂર્ણપણે કષાયો નાશ ન પામે અને ભવ બાકી હોય અને સંસારમાં રહેવું પડે તો તેને “સાનુબન્ધા જિનાજ્ઞા' હોય. તેને ભગવાનની આજ્ઞા મુજબના તપના પ્રભાવે ભગવાનની આજ્ઞા એવી ઓતપ્રોત થઇ હોય કે, તે જીવ દેવલોકમાં જાય તો પણ ભગવાનની આજ્ઞા તેના હૈયામાં જીવતી-જાગતી હોય અને તે જીવને કદાચ પહેલા નરકનું આયુષ્ય બંધાયું હોય અને નરકમાં જાય તો ત્યાં પણ આજ્ઞા જીવતી જાગતી હોય. માટે જ એક મહાપુરૂષે કહ્યું કે- “હે ભગવન ! હું દેવલોકમાં જાઉં પણ જો તારી આજ્ઞા મારા હૈયામાં ન હોય તો તે મારે મન નરક સમાન છે. કેમકે, પરંપરાએ તે દેવલોક પણ નરકમાં લઇ જનાર છે. અને કદાચ મારે પાપયોગે નરકમાં જવું પડે, પણ ત્યાં ય તારી આજ્ઞા મારા હૈયામાં હોય તો તે નરક પણ મારે માટે દેવલોક છે. કેમકે, ત્યાંથી નીકળી, મનુષ્યગતિ પામી, તારું શાસન પામી યોગ્યતા જન્મે તો તો તે જ ભવમાં મોક્ષે પહોંચી જાઉં. અને કદાચ તેવી યોગ્યતા ન જન્મ અને મોક્ષમાં ન જાઉં તો પણ દેવ અને મનુષ્યગતિની પરંપરા સાધી મોક્ષે જાઉં.' આ રીતે જે તપમાં આત્મ રમણતા રૂપ બ્રહ્મચર્યનું પાલન, શ્રી જિનેશ્વરદેવની પૂજા-ભક્તિ હોય, કષાયોનો નાશ અને શ્રી જિનની આજ્ઞા સાનુબન્ધ બને તો તે તપ શ્રી જૈનશાસનમાં શુધ્ધ કોટિનો તપ ગણાય છે.
આ જે તપનો પ્રસંગ છે અને તપનું ઉધાપન કરવા ભેગા થયા છો તો જેઓ શક્તિ મુજબ આ. રીતે તપ કરે છે અને જેઓની શક્તિ ન હોય પણ આવા ઉધાપનાદિ દ્વારા તપના પ્રેમી છે તે બધા આત્માઓ વહેલા-મોડા પણ ભગવાનના શાસનના શુદ્ધ તપને પામવાના, આત્મ રમણતા કરવાના, કષાયોને મારવાના અને શ્રી જિનાજ્ઞાને આત્મસાત કરી, આજ્ઞા મુજબ જીવન જીવી મોહને મારી, વીતરાગ થઇ, કેવળજ્ઞાન પામી, અયોગી થઇને મોક્ષમાં જવાના. સૌ કોઇ આવી અવસ્થાને વહેલામાં વહેલા પામો એ જ શુભાભિલાષા.
Page 54 of 77
Page #55
--------------------------------------------------------------------------
________________
સિં. ૨૦૩૬ આસો વદિ-૧૧ સોમવાર, તા. ૩-૧૧-૮૦ રાજકોટ.]
અનંત ઉપકારી શ્રી વીતરાગદેવના શાસનમાં જે તપ ધર્મ વર્ણવામાં આવ્યો છે, તે આત્મામાં અનાદિ કાળથી ભરાયેલા કર્મોને કાઢવા માટે અદ્ભુત ઉપાય છે. જો “ખાવા-પીવાદિ જે મોજમઝા તે જ સંસારનું મૂળ છે.” આ વાત સમજાય નહિ, હૈયામાં ઉતરે નહિ, તેના ઉપરની શ્રદ્ધા પણ મજબુત થાય નહિ તો ગમે તેવા મોટા તપ કરે, માસક્ષમણાદિને પારણે માસક્ષમણ કરે તો પણ તેનું ભલું થાય નહિ.
પરન્તુ જેના હૈયામાં એમ બેઠું છે કે, “મારો ખાવાનો રસ-સ્વાદ નાશ પામે, ઇન્દ્રિયોના વિષયો મરે, કષાયો પણ મરે” તો તે નાનામાં નાનો તપ કરે તોય લાભદાયી બને. પરન્તુ જો આ. વાત હૈયામાં બેઠી ન હોય તો તે મોટા મોટા તપ કરે તો પણ પારણામાં ગાંડો થયા વિના રહે નહિ. આ રીતે તપ કરે અને પાછું પારણામાં ગાંડપણ કરે-સેવે તો તેના સંસારનો અંત આવે નહિ. સંસારનો અંત લાવવો હોય તો સ્વાદને મારવો પડે, વિષયની વાસનાઓને પણ મારવી પડે, કષાયોનો પણ નાશ કરવો પડે.
જે જીવને ભૂતકાળની વિરાધનાદિના કારણે તપનો એવા જ પ્રકારનો અંતરાય બંધાયેલો છતાં તપના ઉપરના પ્રેમને કારણે પોતાનું કામ સાધી ગયા. શ્રી કૂરગડુ મુનિને સૌ જાણે છે. તે મહાત્માને તપનો એવો અંતરાય હતો કે, નવકારશી પણ મહામુશીબતે કરતા. છતાં તેમના અંતરમાં એક વાત બેઠી હતી કે- “મારો મહાપાપનો ઉદય છે કે આ ખાવા-પીવાદિની લત નાશ પામતી નથી. કેવો ભારે અંતરાય બાંધીને આવ્યો છું કે ભુખ જરા પણ વેઠી શકતો નથી.' અને એથી જ જ્યારે મહાપર્વના દિવસે ભીક્ષા વહોરીને લાવ્યા છે, ત્યારે સહવર્તી ચાર માસક્ષમણના તપસ્વી મુનિઓને તેના ઉપર ગુસ્સો આવે છે અને તે મહાત્મા ભીક્ષા બતાવે છે તો પાત્રમાં ઘૂંકે છે. તે છતાં આ મહાત્મા વિચારે છે કે, આવા મહામુનિઓને ગુસ્સો આવે તે સંભવિત છે. મારા પાત્રમાં થંક્યા તો ય તે માને કે, મને અમી મળ્યું. આ ભાવનામાં ચઢવાને કારણે હાથમાં કોળિયો રહી ગયો અને હૈયામાં કેવળજ્ઞાન પ્રગટી ગયું.
Page 55 of 77
Page #56
--------------------------------------------------------------------------
________________
આ ખાવા-પીવાદિ જે મોજમઝા તેની જે મમતા છે તેનો નાશ કરવા માટે તપ છે. આ મોજ મઝાદિની મમતાનો નાશ પણ એટલા માટે કરવો છે કે, વિષયની વાસના નાશ પામે, ક્યાયો પણ નાશ પામે અને એમ કરતા કરતા એવો વીચલ્લાસ પ્રગટે કે જેના પ્રતાપે મિથ્યાત્વ પણ નાશ પામે, સમ્યક્ત્વ પ્રગટે, સર્વવિરતિ પામે, ક્ષપકશ્રેણી માંડે, મોહને મારી, વીતરાગ થઇ, કેવળજ્ઞાન પામી, અયોગી થઇ જીવ મોક્ષને પામે.
માટે મારી સૌને ભલામણ છે કે, તપો જે હેતુ તેને લક્ષમાં રાખી તપ કરતા થાવ, મોજ-મઝાદિમાં પડ્યા છો તો તેથી દૂર થાવ અને આ જે શાસન મળ્યું છે તેની આરાધના કરવા
માંડો તો નિસ્તાર થયા વિના રહે નહિ. સૌને સંસારથી પાર પમાડવાની ભાવનાથી ભગવાને મોજ મઝાદિને મારવા, જે તપ-જપનો ઉપદેશ આપ્યો તેનું શક્તિ મુજબ પાલન કરતા થઇ કલ્યાણને પામો એ જ શુભાભિલાષા.
Page 56 of 77
Page #57
--------------------------------------------------------------------------
________________
[૨૦૩૭ કારતક સુદિ-૨ રવિવાર, તા. ૯-૧૧-૮૦ રાજકોટ.]
અનંત ઉપકારી શ્રી વીતરાગદેવના શાસનનું તપ એ કર્મોના નાશ માટેનો અદ્ભુત ઉપાય છે. શાએ કહ્યું છે કે, બધી ઇન્દ્રિયોમાં રસના ઇન્દ્રિયને જીતવી કઠીન છે. તેના માટે જ આ તપ છે. જો રસના ઇન્દ્રિય જીવને આધીન ન થાય તો બાકીની ઇન્દ્રિયો પણ જીવને આધીન ન થાય. તે જીવ ગમે તેટલો તપ કરે તો પણ ઇન્દ્રિયો તેને આધીન ન રહે પરન્તુ વધુ બહેકી ઊઠે. માટે જ અનાદિની વિષયોની વાસનાને મારવા માટે, ઇન્દ્રિયોને કાબૂમાં લેવા માટે ભગવાનના શાસનમાં ક્રમાવેલ નાનામાં નાનો પણ જો તપ કરવામાં આવે તો તે કલ્યાણનું કારણ બને છે. પરંતુ જો આ હેતુ ના હોય તો તે જ તપ નુક્શાનકારક બને છે.
છ પ્રકારના બાહ્યતાપમાં પ્રથમ અનશન છે, બીજું ઉણોદરી છે, ત્રીજું વૃત્તિસંક્ષેપ છે, ચોથું રસત્યાગ નામનો તપ છે. જો આ ચાર તપ ન આવે તો શરીરની મમતા પણ ઉતરે નહિ, તે ન ઉતરે એટલે કાયકલેશ નામનું તપ ન આવે, તે તપ ન આવે તો ઇન્દ્રિયોની, કષાયની સંલીનતા પણ ન આવે, આ છ યે તપ ન આવે તો સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રની પણ પ્રાપ્તિ ન થાય. આ સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ ન થાય તો સાચો તપ પણ ન થાય, જોઇએ તેવી નિર્જરા પણ સધાય નહિ અને જીવની મુક્તિ પણ થાય નહિ.
મુક્તિની પ્રાપ્તિ માટે અનાદિની વાસના મરે, કષાયો મરે તોજ જીવ મોક્ષમાં પહોંચે. સૌ કોઇ આવી ભાવના પૂર્વક તપ કરે અને વહેલામાં વહેલા મોક્ષે પહોંચે તે જ શુભાભિલાષા.
અ ા ા ા ા £€££s
Page 57 of 77
Page #58
--------------------------------------------------------------------------
________________
[૨૦૩૯ દ્વિતીય ફાગણ સુદ-૩ ગુરુવાર, તા. ૧૭-૩-૮૩. દશાપોરવાડ જૈન સોસાયટી, પાલડી, અમદાવાદ.].
यत्र ब्रह्म जिनार्चा च कषायाणां तथा हृतिः ।
सानुबन्धा जिनाज्ञा च तत्तपः शुद्धमिष्यते ॥ આવી સુંદર ધર્મસામગ્રી સંપન્ન મનુષ્યજન્મ જે આપણને મળ્યો છે તેની અનંતજ્ઞાનીઓએ ખૂબ ખૂબ પ્રશંસા કરી છે. આવા મનુષ્ય જન્મની દુર્લભતા શાએ દશ દશ દ્રષ્ટાંતોથી વર્ણવી છે. આવી સુંદર સામગ્રી યુક્ત મનુષ્યજન્મ પામેલ જીવ સંસારનો રસિયો હોય તે ચાલે ? મોક્ષનો અર્થી ન હોય તે બને ? રોજ સાંભળે કે- ‘આ સંસાર રહેવા જેવો નથી, મોક્ષ જ મેળવવા જેવો છે તે માટે સાધુ જ થવા જેવું છે. તો સાધુપણું પામવાની ઉત્કૃષ્ટ ઇચ્છા ન હોય તે બનવા જોગ છે? આજે બધા આવા તપના-વર્ધમાન તપની સોમી ઓળીના પારણાના-પ્રસંગે ભેગા થયા છો. જેને મોક્ષે જ જવું
Page 58 of 77
Page #59
--------------------------------------------------------------------------
________________
હોય તો મોક્ષને માટે નિર્જરા તત્ત્વ જરૂરી છે. સંપૂર્ણ નિર્જરા વિના મોક્ષ થતો નથી. સંપૂર્ણ નિર્જરા ભગવાનની આજ્ઞા મુજબ સારી રીતે તપની આરાધના કરે તે જ કરી શકે, બીજા નહિ. નિર્જરાના સાધન તરીકે અનંતજ્ઞાનીઓએ તપને વખાણ્યો છે. આ જે અનશનાદિ તપ છે તે બાહ્ય તપ છે તે જો અત્યંતર તપનો પોષક હોય તો જ તેની કિંમત છે, તે માટે શ્રી જૈન શાસનમાં કયા તપને શુદ્ધ કોટિનો કહ્યો છે તે વાત સમજાવવી છે. જે તપમાં બ્રહ્મચર્યનું પાલન હોય, શ્રી જિનેશ્વર દેવોની અર્ચના નામ પૂજા હોય, કષાયોની ભારેમાં ભારે હત્યા થતી હોય અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા આત્મસાત્ થઇ હોય તે જ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં શુદ્ધકોટિનો તપ કહેવાય છે.
શ્રી જૈનશાસનને પામેલો આત્મા હત્યા કોની કરે ? કષાયોની જ ને ? સંસારમાં ભટકાવનાર કષાયો છે. તે કોના બળે જીવે છે ? વિષયોના. વિષયો કષાયોને જીવાડનાર છે. વિષયો એવા છે કે તે સંસારી જીવોને બેભાન જેવા જ રાખે. જાગતાં હોવા છતાં ભાનમાં ન હોય તે બેભાન કહેવાય. જે ભાનમાં હોય તેને વિષયો ગમે ? જ્ઞાનીઓએ વિષયોને વિષ જેવા કહ્યા છે. વિષ તો એવું છે કે માત્ર એક જ જન્મમાં મારે. વિષયો તો જનમ જનમમાં મારે અને અનંતા જન્મો વધારે. વિષયો જેના ખીલેલા હોય તેના કષાયો જોરદાર જ હોય, તે બધા બેભાન જેવા જ હોય, આવા તપના વર્ણન ચાલ તેને જાણનાર અને સાંભળનાર સંસારના વિષયોમાં જ મસ્ત હોય તો તેને બેહોશ જ કહેવાય. આ જનમ તેમાં જ જાય તો મારું શું થાય ? તેવો વિચાર પણ તેને આવે નહિ.
અનંતજ્ઞાનીઓ કહે છે કે, બ્રહ્મચર્ય એટલે સંસારના સઘળાંય પુદ્ગલભાવોથી છૂટો થઇને આત્મા, આત્મભાવમાં રમે. ‘બ્રહ્મણિ-જ્ઞાત્મનિવર્ય તેતિ બ્રહ્મવર્ય:' -આત્મામાં રમવું તે જ ખરેખર બ્રહ્મચર્ય છે. આવું બ્રહ્મચર્ય આર્ય દેશમાં, આર્યજાતિમાં, આર્ય સંસ્કારો જીવતાં હોય તેનામાં જીવતું હતું. તો આપણે તો શ્રી અરિહંત પરમાત્માના શાસનને અને જૈનત્ત્વના સંસ્કારને પામેલા છીએ તો આપણને આવા તપ વિના ચેન પડે ? જેને પુદ્ગલ રમણતા, વિષયાસક્તિ, કષાયની આધીનતા વળગી હોય તેને તપ કરવાનું મન થાય ? આજે મોટાભાગને તપ કરવાનું મન થતું નથી. શક્તિ સંપન્ન હોવા છતાં પણ ઘણા તપ કરતાં નથી. તપસ્વીને જૂએ, તપની વાતો કરે તેના ગીત ગાય તેને ઉછાળો ય ન આવે કે હું તપ કરું ? અનંતજ્ઞાનીઓએ માવેલ બારે પ્રકારનો તપ તમારાથી થઇ શકે તેમ નથી માટે નથી કરતા કે કરવાનું મન નથી માટે નથી કરતા ?
જ્ઞાનીઓએ આ મનુષ્યભવની દુર્લભતા વર્ણવતા કહ્યું કે- તમને બધાને પુણ્યયોગે જેમ
સંસારની સામગ્રી સારી મલી છે તેમ ધર્મની સામગ્રી પણ મલી છે તો તમારી પ્રીતિ સંસારની સામગ્રી પર છે કે ધર્મની સામગ્રી પર છે ? તમારો ઢાળ કઇ તરફ છે ? કઇ સામગ્રીના યોગે તમે મજામાં દેખાવ છો ? આનંદથી હરો છો-રો છો ?
સભા. સુખની સામગ્રી સારી હોય તો ધર્મ સારો થાય ને ?
ઉ. જેની પાસે સુખની સામગ્રી ઘણી ઘણી છે તે બધા જ અહીં આવે છે ? જે આવે છે તેય સુખનો ત્યાગ કરવા આવે છે ? જેનાથી સુખનો ત્યાગ થતો નથી તેનું દુ:ખ થાય છે. સુખ જ ખરાબ છે, છોડવા જેવું છે તે વાત સાંભળવા સમજવા મળે, તેનું જ્ઞાન થાય તો છોડવાની શક્તિ આવે તે માટે ય આવે છે ?
પ્ર.
અમારું કોઇ ધ્યેય નથી ?
Page 59 of 77
Page #60
--------------------------------------------------------------------------
________________
ઉ. ધ્યેય વગરના કામના કહેવાય ? તે મૂરખા કહેવાય કે ડાહ્યા કહેવાય ? તમે બધા તો ભણેલા ગણેલાં છો દુનિયાનું કોઇ કામ ધ્યેય વિના કરતા નથી અને અહીં કોઇ જ ધ્યેય નથી તે ચાલે ?
મૂળ વાત એ છે કે સામગ્રી સારી મલી હોય પણ પાપનો ઉદય જોરદાર જીવંત હોય તેનો સંસારનો રસ જીવતોને જાગતો જ હોય. તે ધર્મ પણ સારા કુળમાં જન્મ્યો, ટોળામાં રહેવું પડે માટે કરે પણ ધર્મ સારા થવા કદિ કરે નહિ. તેને ધર્મનો સાચો રસ તો જાગે જ નહિ. આ સંસારનું સુખ આત્માનું નિકંદન કાઢનાર છે. તે સુખ જ ધર્મ પામવા દેતું નથી, ધર્મ પામ્યા પછી પાળવા દેતું નથી, છેક અગિયારમે ગુણઠાણેથી આત્માને પટકે છે. કર્મને ખબર છે કે, આ જીવ જાય છે તો તેને ધર્મ નહિ પામવા દેવાની શક્તિ મારામાં છે. સઘળાંય કર્મોમાં મોહ પ્રધાન છે માટે મોહને રાજા કહેવાય છે. જેનો મોહ મરે નહિ તે બધાને જનમ લેવો પડે. શ્રી અરિહંત પરમાત્માને પણ કેમ જનમવું પડે ? તેમનો પણ મોહ-મોહનીય કર્મ જીવતો હતો માટે. તમને બધાને પુણ્યથી જનમ મળે તે યાદ છે પણ જનમ પાપના ઉદયથી થાય તે યાદ નથી. માટે તમે જન્મને ઉજવો તે બીજા હેતુથી ઉજવો છો. આ જનમ મરણથી બચાવનાર છે, જન્મનો નાશ કરનાર છે, જન્મ ઘટાડનાર છે તે માટે જન્મની ઉજવણી કરો તો વખાણ પણ કરાય. તમે તમારી વર્ષગાંઠ શા માટે ઉજવો છો ? જનમ જ જીવને સંસારમાં ભટકાવનાર છે. જન્મનો નાશ તેનું નામ જ મોક્ષ છે. એકવાર મર્યા પછી જનમવાનું નહિ તે જ ઉત્તમ કોટિનું મરણ છે.
સમજુ જીવ મરણને અપમંગલ ન માને પણ મરણને મંગલરૂપ માને. તે વિના સદ્ગતિ કે મુક્તિમાં ન જવાય. મરણ જેવું તેવું કરાય, જન્મ તો પરાધીનતાથી લેવો પડે. મરણને સારું બનાવવું તે કોના હાથમાં છે ? આજે તો બધા જ ભાગ્યશાલીઓ મરણથી ગભરાય છે. મરવું તે આપણા હાથમાં છે, જનમવું તે આપણા હાથમાં નથી. કર્મ જ્યાં નાંખે ત્યાં જનમવું પડે, નહિ તો તમે દરિદ્રીને ઘેર, સામાન્યને ઘર જન્મો ? તમને ક્યાં જનમવું તેમ પૂછવામાં આવે તો તમે ક્યાં જન્મ લેવાનું પસંદ કરો ? તમારે તો ઘણું ઘણું મળે ત્યાં જન્મ જોઇએ છે. પણ તે તમારા હાથમાં નથી.
જ્યારે મરણ સારું બનાવવું તે હાથમાં છે. તો મરણથી ગભરાવું તે જરૂરી છે ? મરણથી ગભરાય તે ડાહ્યો કહેવાય કે ગાંડો કહેવાય ? આજે તો જરાક દુ:ખ આવે તો હાય વોય કરે, મરી ગયો. તેમ કહે : તેવા ધર્મહીન જીવે તોય શું ફાયદો ? તમે વધારે જીવો તો શું કરો ? આ જનમ પાપ કરવા. માટે નથી પણ ધર્મ કરવા માટે જ છે. આ જન્મના પાપમાં જ ઉપયોગ કરે તેનો જન્મ ન વખાણાય અનાર્યદેશ-જાતિ-કુલમાં જનમનારાને મોટેભાગે દુર્ગતિમાં જ જવા માટે મનુષ્યજન્મ મળે છે. તેવી રીતે અનંતીવાર જન્મ પામી અનંતીવાર નરકાદિ દુર્ગતિમાં ભટક્યા. આપણે પણ તે માટે જ જમ્યા છીએ ? મનુષ્યજન્મ અને પાપ તે બેનો મેળ ખાય ?
આર્યદેશ, આર્યજાતિ અને આર્યકુલમાં જન્મેલા અને આર્યસંસ્કાર પામેલાઆનો સિદ્ધાંતો હોય છે કે, સંસાર છોડ્યા વિના મરાય જ નહિ. તેમને ત્યાં પણ ચાર આશ્રમ છે. તે ય ઘર-મ્બારાદિ છોડી, સર્વત્યાગી થઇને જ મરે, જ્યારે આપણે ત્યાં તો શાએ આઠ વર્ષે દીક્ષાનું વિધાન કર્યું છે. શ્રાવકકુળમાં જન્મેલો આઠ વર્ષે દીક્ષા ન પામે તો રોજ વિચારે કે- “હું ફ્લાઇ ગયો, ઠગાઇ ગયો, મોહે મને ફ્સાવી દીધો છે.' તમે આ વિચાર કરો છો ? તમારા ઘરે જે સંતાન જન્મે તે ય પાપ જ
કરવ (
'
'
Page 60 of 77
Page #61
--------------------------------------------------------------------------
________________
કરવાના ને ? શ્રાવકને ઘેર જન્મે તે સંતાન કોના ? શ્રાવક પણ કોના ? ઘર-બાર, કુટુંબ-પરિવાર, પૈસા-ટકાદિના કે ભગવાનના શાસનના ? શાસ્ત્ર શ્રાવકને સાધુ-સાધ્વીના દલાલ કહ્યા છે. સાધુ પણ ભગવાનને સમર્પિત જોઇએ.જેના વિચાર, જેનું વર્તન અને જેની વાણી ભગવાનની આજ્ઞાને અનુસરનારા હોય તે સાધુ. જેના વર્તન-વાણી અને વિચારમાં ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કાંઇ ન હોય તે સાધુ.
શાસ્ત્ર જૈનકુળોની ઘણી મહત્તા ગાઇ છે, પણ આજે દેખાતી નથી. જૈનકુળમાં જન્મેલાં તો ધર્મના જ અર્થી હોય, તે માટે સાધુપણાના જ અર્થી હોય. જ્યારે આજે તો જૈન કુળમાં જન્મેલાં ધર્મની વાત પણ કરતા નથી. આર્ય જો મોક્ષનો અર્થી હોય તો જૈન તો મોક્ષનો જ અર્થી હોય તેમાં શંકા ખરી ? જૈન મોક્ષ માટે જ તરફ્કતો હોય તેમ ન બને ?
શાસ્ત્ર કહ્યું છ કે- ‘તેહે ધને દુમ્હે હૈં સર્વસંસારીનાં રતિ:' -સઘળાય સંસારી જીવોને શરીર, ધન અને કુટુંબમાં જ રતિ હોય છે. જ્યારે ‘નિને બિનમતે સફ્તે પુન: મોક્ષામિલાષિઃ' -શ્રી જિનેશ્વરદેવમાં, શ્રી જિનેશ્વરદેવના મતમાં-શાસનમાં અને સંઘમાં મોક્ષાભિલાષી જીવને જ રતિ હોય છે. તમારી રતિ ક્યાં છે ? શરીર, ધન અને કુટુંબ પર તમારો શું ભાવ છે ? ‘આ બધા અમારો નાશ કરનાર છે, અમને ખરાબ કરનાર છે, અમને સંસારમાં ભટકાવનાર છે’ તે જ ને ? શરીર તમારી પાસે શું શું કરાવે છે ? ધન માટે તમે શું શું કરો છો ? કુટુંબ ખાતર પણ તમે શું શું કરો છો ?
તમે બધા તપના વખાણ કરો તો તમારામાં પણ તપ જોઇએ ને ? તમે વર્ધમાન તપની આવી ઓળી ન કરો તે બનવા જોગ છે. પણ બની શકે તેવો ય તપ કરવાના કે નહિ ? જે આ સંસારના સુખમાં મહાલે તેને તપની સાથે લાગેવળગે શું ? બધા તાલી પાડે એટલે તે ય તાલી પાડે, બધા જે બાલે એટલે તેય જે બોલે. જેને તપ ગમે તે રાતે ખાતો હોય ? અભક્ષ્ય ખાતો હોય ? નવકારશી ન કરે તેમ બને ? નવકારશી કરનારો પર્વતિથિએ નવકારશીથી આગળ ન વધે ? તમારે એકમ-બીજ, ચોથ-પાંચમ, સાતમ-આઠમ, દશમ-અગિયારસ, તેરશ-ચૌદશાદિ પર્વતિથિમાં ફેર ખરો ? બધી તિથિ સરખી માને તે મૂરખ કહેવાય કે ડાહ્યા કહેવાય ? મૂરખાઓને તો બધું ય સરખું હોય તે ચાલે ? રોજ સવારે ‘ઘ ગતિથિ:' -આજે કઇ તિથિ છે ? તે યાદ કરવાની વિધિ છે. તમે તે યાદ કરો છો ? તમને તિથિ યાદ છે કે તારીખ યાદ છે ? જેને તિથિ યાદ નહિ તેને જૈન પણ
કહેવાય નહિ. આજે આમાં મુશ્કેલી ઘણી છે.
આપણે તપની અનુમોદના કરીએ તો આત્મા સાથે વાત કરવી પડે ને ? જૈન શાસનના જીવો તો તપસ્વી હોય. તપ ન થાય તેનું ભારે દુઃખ હોય. તે તપ કરનારને યાદ કર્યા વિના ખાય-પીએ નહિ. હું પામર છું, ખાધાં-પીધાં વિના ચાલે તેમ નથી તેવું માનીને ખાય તે ખાવા-પીવાદિમાં ટેસ કરતાં હશે ? આજે તો ટેસ વધી ગયા માટે બધું ભૂલાઇ ગયું. ટેસ વધી ગયા માટે જૈનો બહારનું ન ખાય, હોટલમાં ન જાય તે બને ? એકકાળે કોઇ જૈનને કદાચ હોટલમાં જવું પડે તો આજુબાજુ જોઇને, કોઇ ન જાણે તેમ જતા. બહાર નીકળતાં ય કોઇ જાણી ન જાય તેમ નીકળતા. ચાંલ્લો રહી ગયો હોય તો ભૂંસી નાંખતા. કોઇ જાણે તો ખરાબ કહેવાય તેમ તે માનતા. જ્યારે આજે તો ગજબ થઇ ગયો છે. લગભગ ભાન ભૂલાઇ ગયું છે.
Page 61 of 77
Page #62
--------------------------------------------------------------------------
________________
તેવા કાળે આવા તપની અનુમોદના કરો તે આનંદનો વિષય છે. તો તપની અનુમોદના કરનારા તે ઓછામાં ઓછા રાત્રિભોજનના ત્યાગી, અભક્ષ્યભક્ષણના ત્યાગી, નવકારશી ચોવિહાર કરનારા, ચોવિહાર ન થઇ શકે તો તિવિહાર કરનારા અને દવા ખાવી પડે તો દુવિહાર કરનારા કેટલા ? તેનો જ અર્થ છે કે, મુગલ રમણતા ખૂબ વધી ગઇ છે. વિષય-કષાયની મજા સારી લાગી. છે પણ ખરાબ લાગતી નથી, ઇન્દ્રિયોના વિષયોમાં ખૂબ મજા આવે છે, લોભ તો ખૂબ વધી ગયો છે. લોભ ખૂબ વધી જવાના કારણે એક વેપારી એવો ન મળે કે-જે કહી શકે, “હું જૂઠું બોલું નહિ, ખોટું લખું નહિ, ખોટું બોલવા કે લખવા કરતાં મરી જાઉં.” એક કાળે વેપારીની આબરૂ હતી કે વેપારી જૂઠું બોલે નહિ, ખોટું લખે નહિ. તેને ત્યાં સા વર્ષના ચોપડાં રહેતા હતા. કાચાં અને પાકાં બે ય. ચોપડામાં લખાતું કે ભૂલચૂક સો એ વર્ષે લેવી દેવી. આજે આમ કેમ થઇ ગયું? પુદ્ગલ રમણતા વધી ગઇ, આત્મરમણતા ગઇ માટે.
તમે બધા શરીરના પ્રેમી છો કે આત્માના પ્રેમી છો ? સાધુ પણ શરીરનો પ્રેમી હોય કે આત્માનો પ્રેમી હોય ? શરીરનો સંયોગ છે, જે દુ:ખ છે, અમે સાધુ કેમ થયા ? આ શરીર નામનું ભૂત વળગે નહિ માટે. તે ભૂત નથી વળગવાનું તેમ લાગે તો આનંદ થાય. ભૂત હજી વળગવાનું છે તો એવી રીતે મરવા માંગીએ કે જેથી ભૂતને કાબુમાં રાખી શકીએ જેથી હેરાન ન કરી શકે. આ ભૂત કર્મે વળગાડ્યું છે. તેની સાથે આપણને પાંચ ડાકણો વળગાડી છે. તે ડાકણો તમારી પાસે શું શું કરાવે છે ? શાએ તેને મોહરાજાની દૂતી કહી છે. તે તમારી પાસે ભયંકર પાપ કરાવી તમને નરકાદિ દુર્ગતિમાં નાખી આવનાર છે. તમારી આજ્ઞામાં તે છે કે તમે તેની આજ્ઞામાં છો ? આજનો વર્ગ દુશ્મનની દૂતીને તાબે થયો છે. ઘર-કુટુંબ, પરિવાર, પૈસૌ-ટકો “મારો' તે મોહ બોલાવે છે. તે મોહ તમારો મિત્ર છે કે દુશ્મન છે ? તે મોહે તમને તે ડાકણોમાં ફ્લાવી દુર્ગતિમાં મોકલવાનું નક્કી કર્યું છે. તમારે અહીંથી દુર્ગતિમાં જવું છે ? આ પાંચે ડાકણોને આધીન થયેલા દુર્ગતિમાં જ જાય.
આ પાંચે ડાકણોને આધીન કષાય નામના ચંડાળને આધીન જ હોય. તે મહાલોભી હોય. તે જરૂર પડે માયા ય કરે. તેમાં સફળ થયા પછી છાતી કાઢીને ચાલે. તેના માનનો પાર જ ન હોય. આ વાત તો તમારા અનુભવની છે. આજના શ્રીમંતો સામાન્ય માણસની કિંમત જ આંકતા નથી પણ હટક્કે ચઢાવે છે. ગરીબ મળે તો અપશુકન માને. આજના ગરીબને હજી સામાન્યને ઘેરથી ભીખ મળે પણ મોટા શ્રીમંતના ઘરે તો પટાવાળાં જ બહાર કાઢે. આવી શ્રીમંતાઇ હોય ? જરૂરવાળા દુ:ખી કોને ઘેર જાય ? સૂકાં તળાવમાં કે લીલાં તળાવમાં જાય ? સુખીને ઘેર જરૂરવાળો દુ:ખી ન જાય તો બીજા કોને ત્યાં જાય ? આજના સુખી, દુ:ખી ગરીબને ચોરટાં ને લુચ્ચા કહે છે તો તે બધા શાહુકારના બાપ છે ? ભિખારીને ચોરટાં કહેનારા શ્રીમંતો મહાચોરટાં છે !
આગળ તો શ્રીમંતોને ઘેર ભિખારીઓના ટોળાં આવતા, કોઇ નિરાશ થઇને જતું નહિ. મેં મારા જીવન કાળમાં એવો શ્રીમંત જોયો છે જે પોતાના ધનનો વધુ ભાગ ધર્મમાં જ ખરચતો. તેના ઘરના આંગણમાં એટલા બધા ભિખારી આવતાં કે તે મોટો ટાટ લઇને બહાર આવતો અને બધાને આપતો. પાપયોગે પરિસ્થિતિ એવી પેદા થઇ કે, બધં ખલાસ થઇ જવા આવ્યું. સારા માણસો દેવાળ નથી કાઢતા. તેને પોતાની ગાડી પણ વેચવા કાઢી. તે વખતે ઇતર શેઠીયાઓ તેની પાસે આવ્યા અને કહ્યું કે- “શેઠ આ શું કરો છો ? અમે બેઠાં છીએ. અમારી પાસેથી લો. અમે તમને સહાયક થઇએ.
Page 62 of 77
Page #63
--------------------------------------------------------------------------
________________
તમે જેમ જીવો છો તેમ જ જીવો.' આજે શી હાલત છે ? આજે કોઇ નબળો પડે તો તમે તેને ટેકો આપો કે પાડો ? તે શેઠ કહે, મારે કાંઇ જોઇતું નથી. ભિખારીઓને શી ખબર કે શેઠની સ્થિતિ ફરી ગઇ છે, તેથી બધા બહાર આવી ઉભેલાં છે. તો શેઠ નાની તાસક લઇને આપવા આવ્યા છે. ભિખારીને આપ્યાવિના ન ખાવું તે ગૃહસ્થનો ધર્મ છે. તમે સીધા ખાવા બેસો છો તે ગૃહસ્થધર્મ ભૂલી ગયા છો. ભિખારીઓ પણ નાની તાસક જોઇ સમજી ગયા કે શેઠની સ્થિતિમાં પરિવર્તન આવ્યું લાગે છે. એટલે હાથ જોડી કહે કે, અમે ભિક્ષા માંગવા નથી આવ્યા પણ આપના દર્શન કરવા આવ્યા છોએ. શેઠ કહે, આજે તો બધા પ્રસાદ લઇને જાવ. બધા ભિખારી હાથ જોડીને જાય છે. ભિખારી કેમ ચોરટા થયા ? એટલા માટે કે પુદ્ગલનો રંગ ઘટે તો આ બને.
મહાતપસ્વી તો હંમેશા આત્મભાવમાં રમે. તેને પુદ્ગલની વાત તો ગમે જ નહિ. જે તપમાં આત્મરમણતા છે, શ્રી જિનેશ્વરદેવની પૂજા છે, કષાયોની હત્યા છે. ખરેખર તપસ્વી આત્માઓ તો કષાયોને એવા પીલે કે તેની પાસે ય આવી શકે નહિ, તેનાથી આઘા જ ઉભા રહે. તપસ્વીને ક્રોધ કેવો ? માન કેવું ? આજના તપસ્વી તો માન કરી શકે જ નહિ. ભગવાનના શાસનમાં ઘણાં ઘણાં તપસ્વી થયા તેની આગળ આપણો તપ શું છે ? તમે બધા શ્રી ધના કાકંદીને ઓળખો છો ? સાર્થવાહનો દિકરો છે, શ્રીમંતાઇની છોળોમાં ઉછર્યો છે. એકવારની દેશના સાંભળીને તેને વિરાગ પેદા થયો છે. માતાને સમજાવીને દીક્ષા લેવા તૈયાર થયો છે. દીક્ષા લીધા પછી તે જ વખતે પ્રતિજ્ઞા કરે છે કે-જીવનભર છઠ્ઠને પારણે છઠ્ઠ કરીશ. પારણે આયંબિલ કરીશ. આયંબિલમાં પણ માખી ન બેસે તેવો ખોરાક લઇશ. આવા તપના વર્ણનો સાંભળે તેને આપણા તપની કિંમત લાગે ? તેને એમ ન થાય કે ભગવાનના શાસનના મહાતપસ્વી ક્યાં અને અમે ક્યાં ? આવા તપનું અનુમોદન કરનારા જો રાતે ખાતાં હોય, અભક્ષ્ય ખાતાં હોય, જે-તે ખાતાં હોય, હોટલોમાં જતાં હોય, સીનેમા ગમતી હોય તો તે ભયંકર વાત છે. તપ કરનારા-તપનું અનુમોદન કરનારાના પણ ક્રોધ-માન-માયા-લોભ મરણ પથારીએ જ જોઇએ. તેને તે ક્રોધાદિ ભૂંડા જ લાગવા જોઇએ. ક્રોધાદિ કરાય જ નહિ, તે ભૂંડા જ છે એમ તમે બોલી શકો છો ? ઇન્દ્રિયો ભયંકર છે તેમ માને તે જ ક્રોધાદિને ભૂંડા બોલી શકે. તમે ઇન્દ્રિયોને રાજી રાખો છો કે શિક્ષા કરો છો ? ઇન્દ્રિયો જે માગે તે આપો કે જે જરૂરી હોય તે જ આપો ? શાસ્ત્ર કહ્યું છે કે, આવા જીવને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પર જ પ્રેમ હોય. તે જ્યાં જાય ત્યાં આજ્ઞા તેની સાથેને સાથે જ હોય એવી રીત આજ્ઞા આત્મસાત્ થઇ ગઇ હોય.
શાસ્ત્રે કહ્યું છે કે, ભગવાનનો ચારે પ્રકારનો સંઘ ખરેખર તપસ્વી છે. તપસ્વી ન હોય તેમ બને જ નહિ. તે કદાચ તપ ન કરી શકે તો પણ તપની ભાવનાવાળો તો હોય જ. ચોથે ગુણઠાણે - અવિરત સમ્યદ્રષ્ટિ ગુણઠાણે રહેલા જીવો એવું ઘોર પાપ બાંધીને આવ્યા હોય છે કે, તે વ્રત-પચ્ચક્ખાણ રૂપ વિરતિ પણ ન કરી શકે. તે છતાં પણ તેની પાપ સામે લડત ચાલુ જ હોય છે. તે તપસ્વી ન પણ હોય તો પણ તપ નથી થતો તેનું પારાવાર દુ:ખ હોય છે. સમકિતી કેવા હોય ? લહેર કરનારા ? રાગી ? મજા કરનારા ? ખાવા-પીવાદિના રસિયા ? સમકિતી માટે શાસ્ત્રે લખ્યું કે‘મોક્ષાંશૈતાન:' મોક્ષની આકાંક્ષા- ઇચ્છા એ જ એક તાન જેની એવા સમકિતી હોય છે. ‘મોક્ષ ક્યારે મળે... મોક્ષ ક્યારે મળે, તે જ ધારા હોય તેવા જીવને ઘરમાં રહેવું પડે માટે રહે.
Page 63 of 77
Page #64
--------------------------------------------------------------------------
________________
કુટુંબ-પાલનાદિ કરવા પડે માટે કરે તોય તેને એવો પાપબંધ થતો નથી જે નુક્શાન કરે. તે જીવ મોહથી કુટુંબ પાળતો નથી પણ દયાથી-અનુકંપાથી પાળે છે, ધર્મ માર્ગે ચઢે માટે પાળે છે. તે ગાંડાધેલાની જેમ પોતાના સંતાનોને પરદેશ ન મોકલે.”
તમને આર્યદેશ-આર્યજાતિ-આર્યકુળ મળ્યું છે. તેમાંય જૈનકુળ મળ્યું છે. તે પણ એવી જગાએ જ્યાં ભગવાનના અનેક મંદિરો છે તમે ઇચ્છો કે ન ઇચ્છો પણ સાધુઓનું આવાગમન ચાલુ છે. રોજ “સંસાર ભંડો-મોક્ષ મેળવવા જેવો-સાધુ જ થવા જેવું” આ વાત સાંભળવા મળે છે. તો આવી સામગ્રીમાં જન્મેલાં તમને તમારા સંતાનને પરદેશ મોકલવાનું મન થાય ? આજના ભણેલાં મોટે ભાગે મૂરખ... ચોરીથી પાસ થયેલા. માસ્તર તેની આજ્ઞામાં રહે તો જીવી શકે. પોતે ધારે ત્યારે સ્કૂલ બંધ કરાવે, નાપાસ થાય તો માસ્તરની ઠાઠડી કાઢે. તેના મા-બાપ પણ રાજી થાય તો તે મા-બાપને તેના શત્રુ કહેવાય કે હિતસ્વી?
તપ એટલા માટે છે કે, નિર્જરાનું સાધન છે અને મુક્તિનું પરમ સાધન છે. મુક્તિના અર્થી વિનાના તપની કાંઇ કિંમત નથી. માસક્ષમણને પારણે માસક્ષમણ કરે પણ ભગવાનની આજ્ઞાથી ઉલ્ટા વર્તે તો તેનો ય અનંત સંસાર વધે. તમને બાહ્યવસ્તુઓ ગમે કે આત્માની ? કોઇપણ જીવને પૂછીએ તો તે મરવા ઇચ્છતો હોય ? તમે બધાય જીવવા જ ઇચ્છો છો ને ? સંસારમાં સદા જીવવાનું હોય ? મરણ ન જોઇતું હોય અને સંદા જીવવાનું જોઇએ તો આ સંસારમાં નથી. ‘સો નીવા નીવિતું છત્ત’ દેવલોકમાં જાવ તો ય મરવું પડે. તો જીવવાનું સદા ક્યાં ? મોક્ષમાં. સદા જીવવાની ઇચ્છાવાળો મોક્ષ ઇચ્છે કે સંસાર ઇચ્છે ? તમારે અહીં જીવવા માટે શું શું જોઇએ છે ? તમે જો બોલો તો તમારી ઇચ્છા કોઇ પૂરી કરી શકે નહિ. તમારે જીવવા ઘણું ઘણું જોઇએ છે માટે પાપ ચાલું છે. તમારું પૂર્વનું પુણ્ય જીવતું છે માટે સરકાર પણ તમારા જોગી મળી છે માટે તમે મોટરમાં ફ્રી શકો છો અને બંગલામાં રહી શકો છો. નહિ તો આજે જેલમાં જ હોત. તમે તો પેટ માટે ય પાપ કરવું પડે છે તેમ બોલી શકો એમ નથી. પેટનો વાંક કાઢતા નહિ. તમારા પેટની પણ ફરિયાદ છે કે, મારે કશું જોઇતું નથી. પેટ શું માંગે છે ? પાશેર અનાજ તમે તો નીતિના બધા નિયમ ધોળી પીધા. ભુખ લાગ્યા વિના ખવાય નહિ. આજે ખાવા-પીવા માટે ઘણું ઘણું જોઇએ તેથી પાપ વધી ગયા, તેની આ ખરાબી છે.
ભગવાનની આજ્ઞા શી છે ? આજીવિકા માટે જરૂર હોય ને પૈસો કમાવો પડે તો કેવી વિધિ બાંધી ? “પૈસા કમાવા જોઇએ, પૈસો કમાવ” તેમ શાસ્સે નથી કહ્યું. પણ પૈસા કમાવા પડે તો કેવી રીતે કમાવા તેમ કહ્યું છે. માનવ અનીતિ કરે તે સંભવિત નથી તેમ શાએ લખ્યું છે. આ વાત વાંચી જગતમાં નજર કરીએ તો શું દેખાય ? તરત જ લખ્યું કે, જગતમાં ત્રણ પ્રકારના માનવ હોય છે. ઉત્તમ, મધ્યમ અને અધમ, તે અનીતિ કરે જ નહિ. ઉત્તમ માનવનો સ્વભાવ જ એવો હોય છે જે કદિ અનીતિ કરે નહિ. મધ્યમને અનીતિનો વખત આવે તો પરલોક તેની આંખ સામે આવે. એટલે પરલોકના ભયથી તે પણ અનીતિ ન કરે. અધમને જ્યારે અનીતિ કરવાનો પ્રસંગ આવે ત્યારે તે વિચારે કે- મેં અનીતિ કરી એમ આજબાજવાળા જાણે તો મારાથી જીવાય શી રીતે ? એટલે આલોકના ડરથી તે પણ અનીતિ ન કરે. મજેથી ખાનારાં, પીનારાં, લહેર કરનારાંન પૂછવું છે કે અહીંથી મર્યા પછી મારું થશે શું તે વિચાર કદિ કર્યો છે ? પાપનો ઉદય આવે તો અહીં પણ ખાવા
Page 64 of 77
Page #65
--------------------------------------------------------------------------
________________
નહિ મળે. માનવ અનીતિ ન જ કરે ને ? આજે કેમ કરે છે ? ઉત્તમતા છે નહિ, પરલોકનો ડર નથી, આ લોકમાં આબરૂનો ખપ નથી, પૈસામાં આબરૂ આવી ગઇ છે તેવી માન્યતા છે. આવા લોકો તપની શું અનુમોદના કરે ?
જે તપ કરનાર છે તે પુદ્ગલની રમણતા છોડી દે, આત્મામાં જ રમણતા કરે. આત્માના ગુણોમાં જ રમે. આત્મામાં એવા એવા ગુણો છે જે આવે તો આત્માને સંસારમાં પણ મોક્ષ સુખનો અનુભવ થાય. . સુખી પણ જો વિરાગી હોય તો જ સુખી છે. તે સુખનો સામગ્રીવાળો જો રાગી હોય તો ય સુખી નહિ. આ-તે મારું નથી માનતા તે ફરિયાદ ચાલુ જ હોય. તે કોટિપતિ હોય તોય દુઃખી છે. આજના કોટિપતિને મજુરો અને સરકાર કેટલાં હેરાન કરે છે. આજે કોર્ટો, સરકાર પણ બગડી છે,
તે
મજૂર અને નોકરના જ પક્ષની છે. તમે આજે થોડા ફ્કવો છો તે સારા છો માટે કે પૈસા આપો છો માટે ? રાજના નોકરોને ચોરટ્ટા બનાવે તો જ તમારું પુણ્ય ફ્લે તેવું છે. રાજના અધિકારીઓને ચોર બનાવ્યા તે વેપારીઓએ. આજના મોટા શ્રીમંતો પ્રધાનોને ખીસ્સામાં રાખે છે. અમારા હાથ
લાંબા છે તેમ કહેનારા જીવે છે. તે પુણ્ય ખરું. પણ ફ્ળવાનું મહાપાપ કરે તોજ. આ વાત કડવી છે. ઘણાંને નહિ ગમતી પણ હોય. અમારે તો તમારા હૈયામાં શાસન ઘાલવું છે. તો ખોટી વાત ન નીકળે તો શાસન ન પેસે. અનીતિને ભૂંડી ન માને, અમે અનીતિ કરીએ તે ખોટું છે, કરવા જેવી નથી, પાપનો ઉદય છે માટે કરીએ છીએ અધિક લોભી છીએ માટે કરીએ છીએ : આમ માનો તો શાસન
પેસવાની જગ્યા છે. આ ન માનો તો ખુદ શ્રી તીર્થંકર પરમાત્મા પણ તમારા હૈયામાં શાસન ઘાલી
શકે નહિ. શ્રી તીર્થંકર પરમાત્માને પણ બધાએ માન્યા નથી.
આપણા શ્રી તીર્થંકર પરમાત્માઓ પણ લઘુમતિ જ હતા, કદિ બહુમતિમાં હતા જ નહિ. બહુમતિ સાચી હોય જ નહિ. બહુમતિ ચાલે ત્યાં ડાહ્યાએ કદિ પગ મૂકવો જોઇએ નહિ. કદાચ કોઇ જાય તો તેને લાત ખાઇને કાં ખરાબ થઇને બહાર નીકળવું પડે. ઘણાં બહુમતિમાં ગયા તો માર ખાઇ ગયા. ઘણાં ડાહ્યા ખસી ગયા. છતાં ગાંડાઓને હજી જવું છે. તે પાયમાલ થશે કાં લાતો ખાશે. તમારી સગી આંખે આજે બધું દેખાય છે. લઘુમતિ હજી સારી હોઇ શકે. પણ સાચી તો શાસ્ત્રમતિ જ હોય. બહુમતિ હંમેશા ખોટાંની હોય. ઘરમાં ય બહુમતિ ન ચાલે. ચાલે તો રોજ કજીયા થાય તો ધર્મમાં તો બહુમતિ ચાલે જ કેમ ?
માટે મારી ભલામણ છે કે તમે બધા ડાહ્યા થાવ. આવા તપની અનુમોદના કરવા ભેગા થયા છો તો સાચી વાત સમજો. જેમાં આત્મ રમણતા હોય, શ્રી જિનેશ્વર દેવોની પૂજા હોય, કષાયોનો સંહાર હોય અને ભગવાનની આજ્ઞા સાથેને સાથે રહેનારી હોય ઃ તેવું જે તપ છે તે ભગવાનના શાસનમાં શુદ્ધકોટિનું ગણાય છે. બાહ્યતપ અત્યંતર તપનો પોષક જ હોય. આવા તપ કરનારમાં વિનય કેવો હોય ? વૈયાવચ્ચ કેવી હોય ? જરાક પાપ લાગ્યું તો પ્રાયશ્ચિત કર્યા વિના રહે ? સ્વાધ્યાયનો કેવો પ્રેમી હોય ? તે કેવો ધ્યાની હોય ? ચાલતાં-ચાલતાં, કાજો લેતાં-લેતાં ય કેવળજ્ઞાન પામે. પલાંઠીવાળી બેસે તેથી ધ્યાન ન આવે. ધ્યાન કોણ કરી શકે ? ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવે તે. અને આ કાયાનો ત્યાગ કરવાનો છે તો તે તેના અભ્યાસ માટે કાઉસગ્ગ કરે. આ કાયાની મમતા ઉતરે તે જ પરિષહને સેવે, ઉપસર્ગોને વેઠે, મોહને મારી, કેવળજ્ઞાન પામીને મોક્ષે જાય.
Page 65 of 77
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનશાસનમાં તપ મહત્ત્વનો છે, ઊંચી કોટિનો છે, નિર્જરાનું કારણ છે, મોક્ષનું પરમ સાધન છે. ભગવાનની આજ્ઞા મુજબ જે કરે તે ભાગ્યશાળી છે, તેના વખાણ કરાય. તો શક્તિ મજબ તપ કરતા થાવ તો કલ્યાણ થાય. તો ભગવાનના શાસનના તપના સ્વરૂપને સમજી શક્તિ મુજબ કરી, વહેલામાં વહેલા સૌ સંપૂર્ણ નિર્જરા સાધી પરમપદને પામો તે જ એક શુભાભિલાષા.
Page 66 of 77
Page #67
--------------------------------------------------------------------------
________________
[૨૦૪૨ ભા.સુ. ૧૩ મંગળવાર, ૧૬-૯-૮૬. લાલબાગ, મુંબઇ.]
શાસ્ત્ર માવે છે કે-ધર્મની પ્રવૃત્તિ મોક્ષના અર્થીની જ સફ્ળ થાય, બીજાની નહિ. ધર્મની અવજ્ઞાનું, આજ્ઞાની અવજ્ઞાનું પાપ એટલું ભયંકર છે કે, સુંદર આરાધનાને પણ ઝેર બનાવે, બધા જીવોનો સંસાર પર્યાય કર્મથી ચાલે છે અને મોક્ષ પર્યાય કર્મ જાય ત્યારે થાય. કર્મને આધીન જીવો, કષાયો અને ઇન્દ્રિયોને આધીન હોય છે. કષાયને ન જીતે, ઇન્દ્રિયોને ન જીતે તો કામ થાય નહિ. ઇન્દ્રિયોને જીતવા મનશુદ્ધિ જોઇએ. તે પેદા ન થાય ત્યાં સુધી ઠેકાણું ન પડે. જેનામાં મનશુદ્ધિ ન હોય તે આત્મા ગમે તેટલી ધર્મક્રિયા કરે, ગમે તેટલું ભણે, ગમે તેટલો તપ કરે તો તે બધું રાખમાં ઘી નાખવા સમાન છે. શાસ્ત્ર આટલો બધો ભાર મનશુદ્ધિ ઉપર મૂક્યો છે. અનંતજ્ઞાનિઓ મનશુદ્ધિની આટલી બધી મહત્તા સમજાવે તો પણ આપણે મનમાં સંસારના સુખની જ લાલસા રાખીએ, તે મેળવવા જ ધર્મ કરીએ તો તે ધર્મ આપણું રક્ષણ ન કરી શકે. સુખ આપીને સંસારના જંગલમાં છોડી દે. સંસારના સુખની સામગ્રી તે જ મોટું જંગલ છે. તેમાં હિંસક જનાવરો ઘણા છે, બહાર નીકળવું કઠીન છે. તે જંગલમાં એવા અટવાઇએ, એવા પાયમાલ થઇએ કે, ત્યાં પણ સુખ નહિ ! બીજાના સુખથી સળગે તેને ગમે તેટલું સુખ હાય તોય સુખ લાગે ? ઘણા પાસે શ્રીમંતાઇ હોવા છતાંય બીજા પાસે અધિક સુખ છે તેનું દુઃખ છે. બીજાને માન મળે તો તેને આનંદ નહિ. આ આ નથી માનતો તેમ રીબાયા કરે. દુનિયાના સુખમાં પણ સુખી કોણ ? પોતાને જે સુખ મળ્યું તેમાં જેને સંતોષ હોય તે. બીજાનું સુખ જોઇ દુઃખી થાય તેને સુખી કોણ કરે ?
કામ-ભોગાદિ એવા શત્રુઓ છે, જે જીવને સુખી રહેવા દે નહિ. દેવો છેલ્લાં છ મહિના જે દુઃખ ભોગવે છે, તો છઠ્ઠીનું ધાવણ નીકળી જાય છે. જે સુખ ભોગવ્યું તે બધું ધૂળ કરે છે. મિથ્યાદ્રષ્ટિ અને સંસારના સુખના ભુખ્યા જીવોને ગમે ત્યાં મોકલો તે સુખી નહિ. તમે કલ્પના કરો કે, વર્તમાનમાં જે શ્રીમંત છે તેમાંસુખી કેટલા ?
જેને ઇન્દ્રિયો જીતવી હશે, કષાયો જીતવા હશે તેને મનની શુદ્ધિ મેળવવી પડે. મનની શુદ્ધિ ન હોય તે ગમે તેટલી ધર્મપ્રવૃત્તિ કરે, તે ધર્મપ્રવૃત્તિ તેને સુખ આપે તેવો નિયમ નહિ. કદાચ સુખ મળે તોય રિબાઇ રિબાઇને મરે અને દુર્ગતિમાં જાય. આ સંસારનું સુખ મારકણું છે, મોક્ષનું સુખ જ મેળવવા લાયક છે. મોક્ષનું સુખ મેળવવા ભગવાનની આજ્ઞા પળાય તેને આત્મિક સુખનો અનુભવ થાય. જે આત્મિક સુખમાં રમે મોક્ષસુખને પામે. સંસારમાં જે રમે તેને આત્મિક સુખનો તો અનુભવ જ નથી.
સંતોષી ગરીબ હોય તો ય સુખી. અસંતોષી શ્રીમંત હોય તોય દુઃખી ! સુખની સામગ્રી જેટલા જેટલાને મળે તે બધા સુખી જ હોય તેમ માનતા નહિ, નહિ તો તમે તેને જોયા જ કરશો. પછી તમને દેવ, ગુરુ અને ધર્મ જોવો નહિ ગમે, કેમકે, સુખી જેવા થવું છે. સંસારનું સુખ અને તે સામગ્રી સારી
Page 67 of 77
Page #68
--------------------------------------------------------------------------
________________
છે કે ભૂંડી છે ? મનશુદ્ધિ લાવવા માટે આ મહેનત કર્યા વિના છૂટકો નથી. આ વિચારણા ન આવે તો મનશુદ્ધિ ન થાય. તે ન થાય તો ઇન્દ્રિયો કાબૂમાં ન રહે. જેની ઇન્દ્રિયો કાબૂમાં રહે તેની જ ઇન્દ્રિયો તેને મોક્ષમાં લઇ જાય. જેની ઇન્દ્રિયો કાબૂમાં ન હોય તે જીવ ગમે તેટલો ધર્મ કરતો હોય તો પણ તે ધર્મ માટે ધર્મ નથી કરતો પણ સંસારના સુખ માટે ધર્મ કરે છે. દરેકને પોતાના અનુભવથી સમજાય તેવી આ ચીજ છે છતાં સમજાતી કેમ નથી ?
દુનિયાનું સુખ તે જ દુઃખનું મૂળ છે. સંસારના સુખનો ગાઢ રાગ અને પાપના ઉદયે આવતાં દુ:ખ ઉપરનો દ્વેષ તે જ મોટામાં મોટી કર્મની ગાંઠ છે. તે ગાંઠ ભેદાયા વિના સાચી સમજણ આવે જ નહિ. સંસારના સુખનો જ ભુખ્યો ઘણાં ઘણાં પાપ કરે, ઘણાને દુઃખી કરે અને પછી તેને જ જો દુઃખા આવે ત્યારે માથા પછાડે તે ચાલે ? તેવો આદમી ક્યારે પણ સુખી હોય ખરો.
આજે હું જે ભાવધર્મની વાત કરું છું તે ઘણાને ગમતી નથી. ઘણા સાધુઓને પણ ગમતી નથી. આજે મોટાભાગને ભાવધર્મ સાથે જાણે કાંઇ લેવા દેવા જ નથી ! આ દનિયાના પદાર્થો ઉપરની મમતા જાય નહિ ત્યાં સુધી ભાવધર્મ આવે પણ નહિ. આ દુનિયાનું સુખ તો આજે છે અને કાલે નથી માટે આના ઉપર રાગ કરવો તે બેવકુફી છે તેમ લાગે છે ? ઘરથી છૂટવા મંદિરે જવાનું છે. પેઢીથી છૂટવા ઉપાશ્રયે જવાનું છે. સાધર્મિક ભક્તિ કરો તે સંબંધિઓથી છૂટવા કરવાની છે. દાન તે પૈસાથી છૂટવા છે. શીલ પાળવું તે ભોગથી ભાગી છૂટવા માટે પાળવાનું છે, ખાવા-પીવાદિની ઇચ્છાઓથી છૂટવા તપધર્મ છે અને આખા ભવથી ભાગી છૂટવા માટે ભાવધર્મ છે – આ બધી વાતો તમે કેટલી વાર સાંભળી છે ? પણ છો ત્યાંના ત્યાંજ છો ને ?
આ ઇન્દ્રિયો પરિપૂર્ણ ન મળે ત્યાં સુધી મુક્તિ ન થાય પણ તે આત્માના કાબૂમાં હોય તો મુક્તિ આપે. તે ઇન્દ્રિયોના કાબૂમાં આપણે જઇએ તો નરકાદિ દુર્ગતિમાં જવું પડે. આ ઇન્દ્રિયો દુર્ગતિમાં લઇ જનારી છે તેમ લાગે છે ? આંખથી ધર્મ વધારે કરો કે પાપ વધારે કરો ? કાનથી ધર્મની વાતો વધારે સાંભળો કે પાપની ? તમારા ઘરમાં ધર્મની વાત ક્યારે થાય ?
અમે એકલા ધર્મની વાત કર્યા કરીએ અને ધર્મથી આ આ સુખ મળે તેમ ન કહીએ તો અમેય ન પરવડીએ. આમની વાત તો ભીખમંગા બનાવે તેવો છે - તેમ માને. આજના ઘણા સુશ્રાવકો ! ની. આ માન્યતા છે કે- “મહારાજ તો કહ્યા કરે. મહારાજનું કહ્યું કરીએ તો ઘર-બાર ન ચાલે. મહારાજની વાત સાંભળવાની પણ જીવવાનું તો આપણે જીવીએ તેમ જ જીવવાનું. તેમાં ફર નહિ કરવાનો !” રોજ ધર્મ સાંભળે અને તે કહે કે- “અનીતિ કર્યા વિના તો ચાલે જ નહિ. નીતિ કરીએ તો ભુખ્યા જ મરીએ.' -આમ જે બોલે તે વ્યાખ્યાન સાંભળનારો કહેવાય કે વ્યાખ્યાનની વિટંબણા કરનારો કહેવાય ?
માટે જ ભારપૂર્વક સમજાવી રહ્યા છે કે- મનશુદ્ધિ વિના તો ચાલે જ નહિ. મનશુદ્ધિ આવે તો ગુણ ન હોય તે ય આવી જાય. અને મનશુદ્ધિ ન હોય તો જે ગુણ હોય તેય દોષરૂપ થઇ જાય. સારા ગુણને બગાડનાર આ મનશુદ્ધિ નથી તેવી દશા છે. મનશુદ્ધિ નથી માટે ગુણ પણ આવતા નથી. ખરી વાત એ છે કે આજે મોટાભાગના મનનું જ ઠેકાણું નથી. તમારે શું મેળવવાની ઇચ્છા છે ? તો જે કહે કે- “મોક્ષ વિના બીજું કાંઇ જ જોઇતું નથી. મોક્ષે ઝટ જવું છે માટે દુર્ગતિમાં જવું નથી. ત્યાં દુઃખ ઘણું છે માટે તે દુઃખથી ડરીને નહિ પણ ધર્મ કરવાની સામગ્રી મળે નહિ માટે અને સદ્ગતિમાં જવું
Page 68 of 77
Page #69
--------------------------------------------------------------------------
________________
છે તે ત્યાં ઘણી સુખ સામગ્રી છે માટે નહિ પણ સારી રીતે ધર્મ કરી શકાય માટે.” આવું જે કહે-માને તેનું મન શુદ્ધ કહેવાય !
સાધપણું અને શ્રાવકપણું એવી ઉમદા ચીજ છે કે, તેનાથી જરા પણ ખોટું થાય તો તરત જ ગભરામણ થાય. ધર્મ કરનારા જ મજેથી અધર્મ કરે તો તે મહાપાપી છે. જે ધર્મ નથી કરતા તે તો અજ્ઞાન છે માટે ભલે ગમે તેમ જીવે. પણ મંદિર-ઉપાશ્રયે જનાર, સાધુની સેવા-ભક્તિ કરનાર મારે કેમ જીવવું તે કેમ ન સમજે ?
મનશુદ્ધિ આવે તો દોષ પણ ગુણ થઇ જાય અને તે ન હોય તો ગુણ પણ દોષ થઇ જાય. તે વાત દ્રષ્ટાન્તથી સમજાવે છે કે, મનશુદ્ધિ નહિ કરનારા, ગમે તેટલો તપ કરતા હોય તો પણ તે નાવા છોડીને ભૂજાથી સાગર તરવા નીકળ્યા છે. ભૂજાથી સાગર તરાય ? મારે મુક્તિ વિના બીજું કાંઇ જ જોઇતું નથી-આટલી ઇચ્છા થઇ જાય તો મનશુદ્ધિ આવ્યા વિના ન રહે.
[૨૦૪૨ ભાદરવા સુદ-૧૫ ગુરુવાર, તા.૧૮-૯-૮૬. શેઠ મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રય, મુંબઇ.]
અનાદિકાળથી કર્મને પરવશ પડેલો જીવ કષાય અને ઇન્દ્રિયોને આધીન છે. તે બેની આધીનતા રહે તો તે સંસારમાં જ ભટકવાનો. અનાદિકાળથી આજ સુધી હું ભટક્યો તેનું ભાન” થાય અને હવે મારે ભટકવું નથી તેવો ભય પેદા થાય તો જીવનું ઠેકાણું પડે ! આ વાત જેના હૈયામાં ન બેસે તેનો ઉધ્ધાર કરવાની શક્તિ ખુદ શ્રી તીર્થંકરદેવોમાં પણ નથી. માટે સમજો કે-આ
Page 69 of 77
Page #70
--------------------------------------------------------------------------
________________
પાંચે ઇન્દ્રિયો જે મળી છે, તેનો જો સદુપયોગ નહિ કરીએ તો ફરી ફી નરક-નિગોદમાં જવું પડે. હજી બાજી હાથમાં છે. જે જીવ કષાયો અને ઇન્દ્રિયોને જીતે તેજ મોક્ષે જઇ શકે. તે બેને જીતવા એટલે કષાય અને ઇન્દ્રિયોને આધીન ન થવું તે ! ખાવું અને રસ ન આવે તે ક્યારે બને ? સારી ચીજ મેળવવી, મજેથી તેનો ભોગવટો કરવો અને તેનાથી પણ અધિક સારી મળે તેમ ઇચ્છવું-આ બધું ઇન્દ્રિયોની આધીનતા છે.
આપણે જો સારા નહિ બનીએ તો આપણું ઠેકાણું નહિ પડે. આપણામાં ઘણી ઘણી ખરાબી છે તેમ લાગે છે ? તમે બધા જો શાંતિથી વિચારો તો આપણી જાત કેવી છે તે ઓળખાયા વિના ન રહે. જેને કષાયોને જીતવા હોય તેને ઇન્દ્રિયોને જીતવી પડે. જેને ઇન્દ્રિયોને જીતવી હોય તેને મનશુદ્ધિ કરવી પડે. તે માટે શું કરવાનું ? અનાદિથી વળગેલા રાગ અને દ્વેષને જીતવા પડે. જનું મન શુદ્ધ ન હોય તે ગમે તેટલું ભણેલો હોય તોય અભણ છે. માટે જ શાસ્ત્ર, નવપૂર્વીને અજ્ઞાની કહેતાં અચકાયું નથી. જેનું મન શુદ્ધ હોય તે થોડું પણ જાણે તો ય તેને જ્ઞાની કહે છે.
આપણામાં રાગ છે કે નહિ ? દ્વેષ છે કે નહિ ? આપણને રાગ કોની કોની ઉપર છે ? દ્વેષ કોના કોના ઉપર છે ? તે રાગ અને દ્વેષ નક્કી થાય તો આપણી જાત ધર્મી છે કે અધર્મી તે નક્કી થાય. જે જીવ ગમે તેટલો ધર્મ કરે પણ તેનો રાગ જો દુનિયાની ચીજો ઉપર હોય. અનુકૂળતા ઉપર જ રાગ હોય અને પ્રતિકૂળતા ઉપર દ્વેષ હોય તો તેને ય ધર્મી નથી કહ્યો. તેવો જીવ ધર્મ કરીને ય પાપ જ કરવાનો છે.
આટલું સમજ્યા પછી હવે આપણો રાગ શ્રી વીતરાગદેવ ઉપર છે, શ્રી વીતરાગદેવના સાધુ ઉપર છે, શ્રી વીતરાગદેવના ધર્મ ઉપર છે, તે ધર્મ આરાધે તેના ઉપર છે એ ધર્મની સામગ્રી ઉપર જ છે, દુનિયાની બીજી ચીજો ઉપર રાગ થતો નથી. રાગ થાય તો ભૂંડો જ લાગે છે- તેમ કહી શકીએ ખરા ? મંદિરને નુક્શાન થાય તો આઘાત લાગે કે ઘરને ? ઉપાશ્રય ઉપર મુશ્કેલી આવે તો દુઃખ થાય કે પેઢી ઉપર મુશ્કેલી આવે તો દુ:ખ થાય ? બંન્નેમાં દુઃખ થાય તેમ કહે તે માત્ર બોલવાનું છે પણ હૈયાથી અમલ તો બીજા ઉપર જ કરે ને ? તમારી શક્તિ હોય તો દેવ-ગુરુ-ધર્મની આપત્તિ વખત રક્ષણ માટે ઊભા રહો ખરા ? વખતે ઘર-બારાદિ ફ્ના કરવા પડે તો ફ્ના થાવ ખરા ? શરીરને બચાવવા, ઘર સળગે તો ભુસકો પણ મારો ને ?
આપણને રાગ કોના ઉપર છે ? પ્રામાણિકપણે બોલી શકો ખરા કે- શ્રી વીતરાગદેવ ઉપર, શ્રી વીતરાગ દેવના સાચા માર્ગે ચાલનાર સાધુ ઉપર અને શ્રી વીતરાગદેવના ધર્મ ઉપર, શ્રી વીતરાગદેવના ધર્મને આરાધતા ધર્મી ઉપર અને ધર્મનાં સાધનો ઉપર જ રાગ છે, બાકી દુનિયાના પદાર્થો ઉપર રાગ થાય તો ફ્કાટ થઇ જાય છે. ઘર ઉપરનો રાગ તારે કે ડૂબાડે ? પેઢી ઉપરનો રાગ તારે કે મારે ? પૈસા-ટકાદિનો રાગ તારે કે ડૂબાડે ? તમે બધા બોલી શકો ક- ‘ઘર ડૂબાડનાર છે અને મંદિર તારનાર છે, પેઢી ડૂબાડનાર ચે અને ઉપાશ્રય તારનાર છે. ધન ડૂબાડનાર અને ધર્મ તારનાર છે, સંબંધી ડૂબાડનાર છે અને સાધર્મીક તારનાર છે.' જો હું સાવધ ન રહું તો પેઢી પાપ કરાવનાર છે, નરકે મોકલી આપનાર છે. પેઢીના રક્ષણ માટે કેટલાં પાપ કરો છો ? આજે તો વેપારી ચોર તરીકે ઓળખાય છે. મૂડી વગરનો પેઢી ખોલે તો તે હરામખોર જ હોય ને ? પારકી મૂડીએ પેઢી ખોલે, મોટરમાં રે, મોજમજા કરે, કમાણી બધી લેવાની અને આપવાનું હોય તો આપે
Page 70 of 77
Page #71
--------------------------------------------------------------------------
________________
ય ખરા અને ન પણ આપે તેને કેવા કહેવાય ?
જેને દુનિયાદારીની ચીજો ઉપર પ્રેમ હોય તેને ધર્મ ઉપર પ્રેમ ન હોય. દુનિયાદારીનો પ્રેમ ખટકે તો સમજવું કે-ધર્મ આવ્યો લાગે છે. બાપની ભક્તિ કરવાની આજ્ઞા ખરી પણ સ્વાર્થના કારણે બાપની ભક્તિ કરવી તે પાપ છે.
આત્માના ખરેખરા શત્રુ રાગ અને દ્વેષ બે છે. આ રાગ અને દ્વેષે આપણને પાગલ બનાવ્યા છે. જે આપણને સાચવે તેના ઉપર રાગ, જે ન સાચવે તેના ઉપર દ્વેષ. જે આપણા કામમાં આવે તેના ઉપર રાગ, જે કામમાં ન આવે તેના ઉપર દ્વેષ. આવા રાગ-દ્વેષ જીવતા હોય ત્યાં સુધી સંસારમાં ભટકવું જ પડે, ઇચ્છા હોય કે ન હોય તો પણ નરકાદિમાં જવું જ પડે. તે રાગ-દ્વેષનો બાપ મોહ છે. ક્રોધ-માન-માયા-લોભ, કામ, ઈર્ષ્યાદિ તેનો પરિવાર છે. તે તમારી પાસે હિંસા, ચોરી, જૂઠ આદિ બધાં જ પાપો મજેથી કરાવે, કરવા જેવા મનાવે.
તમારી પાસે બેસનાર પણ જો ખોટું કરે તો તેને સાચું કહેવાની તમારી ત્રેવડ છે ખરી ? તમે જાણો તોય તેની સાથે બગાડો ખરા ? જે માણસ સારો હોયતેને ખરાબ માણસ ગમે શી રીતે ? તેની સાથે બોલવું પણ શી રીતે ફાવે ? પણ જો તે તમને નુક્શાન કરનાર લાગે તો તેની સાથે સંબંધ તોડી પણ નાખો ને ? તમને જો તમારા જ નુક્શાનની કિંમત હોય અને ધર્મના નુક્શાનની કિંમત પણ ન હોય તો તમને ધર્મી પણ કોણ કહે ? ભગવાનની સેવા કરનારને, ભગવાનની નિંદા કરે તેની સાથે બેસવાનું મન થાય ખરું ? ગુરુની સેવા કરે તેને ગુરુની નિંદા કરે તેની સાથે બેસવાનું મન થાય ખરું? જે ધર્મ કરીએ તે ધર્મની નિંદા કરે તેની સાથે પણ બેસવાનું મન થાય? આવું થાય તો તે જીવ ધર્મ પામેલો કહેવાય ?
મોહ રાજાએ પોતાનું આખું રાજ્ય રાગ-દ્વેષને સોંપી દીધું છે. દરેકે દરેક આત્મામાં રાગ-દ્વેષ બેસેલા છે. સંસારના બધાં તોફાન રાગ-દ્વેષથી છે. જે આત્મા ભગવાનનો ધર્મ પામે તે જ મજામાં હોય, દુનિયાના સુખનો અને તે સુખના સાધન ઉપરનો રાગ ભંડો લાગે તો સમજી લેવું કે તે આદમી ધર્મ પામવા લાયક છે. તમને તમારા પૈસા-ટકા-બંગલા-બગીચા-કુટુંબ-પરિવાર, શરીર આદિ ઉપર રાગ થાય તો લાગે કે- આ મારી નાખશે. શરીરાદિ ઉપર રાગ વધારે છે કે ધર્મ ઉપર રાગ વધારે છે ? શરીરથી ધર્મ વધારે કરો કે શરીર માટે ધર્મને છોડી પણ દો ? ધર્મ ખાતર મરી. જાય પણ ધર્મ ન છોડે તેવા કેટલા મળે ? પોતાની ખૂબ સેવા-ભક્તિ કરે તે ખોટે માર્ગે જતો હોય તો તે ય ન ગમે તેવા કોણ હોય ? જે દેવ-ગુરુ-ધર્મની સેવા બરાબર ન કરે, અધર્મ મજેથી કરે તો તેને ય છોડી દો ખરા ? તેને ય કહી શકો કે-આ ગમતું નથી. તમારે તમારી સાથે બેઠનારા કેવા જોઇએ ? ભગવાનના કહેવરાવે અને ભગવાનની આજ્ઞા ન માને તેને શું પૂજવાના છે ? ભગવાનની આજ્ઞા ન માને તે સાધુપણું પાળીને ય દુર્ગતિમાં જવાના છે. કદાચ સદ્ગતિમાં જાય તો સંસારમાં વધારે ભટકવું છે માટે જાય.
આપણે કષાયોને જીતવા છે. તે માટે ઇન્દ્રિયોને જીતવી છે. તે જીતવા મન શુદ્ધ કરવું છે. તે માટે રાગ-દ્વેષ જીતવા છે. આપણો રાગ ક્યાં છે ? દેવ-ગુરુ-ધર્મ-ધર્મી અને ધર્મનાં સાધનો ઉપર જ છે ને ? દેવ કોણ ? શ્રી અરિહંત પરમાત્મા જ. ગુરુ કોણ ? શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા મુજબ જીવનારા જ. ધર્મ કયો ? શ્રી અરિહંત પરમાત્માએ કહ્યો તે જ, બીજો નહિ. આ બધા ઉપર જ રાગ
Page 71 of 77
Page #72
--------------------------------------------------------------------------
________________
છે ને ? આ બધા ઉપર રાગ ન હોય તે સગો છોકરો હોય તોય ગમે નહિ ને ? તેને સમજાવવા છતાંય ન સમજે અને વિપરીત થાય તો કહી દો કે “તું ચાલ્યો જા. તું મારો દિકરો નહિ અને હું તારો બાપ નહિ.' પોતાનો જ સગો દિકરો દેવ-ગુરુ-ધર્મને ન માને તે ધર્મી બાપને ગમે ખરું ? આને જ સમકિતી કહેવો છે.
ધર્મીને ધર્મીનો જ સહવાસ ગમે, અધર્મીનો સહવાસ ન ગમે. ધર્મીને દેવ-ગુર્ધર્મના નિંદક સાથે બેસવાનું પણ ન ગમે કે મન પણ ન થાય. તમારી પેઢી ઉપર દેવાળિયો આવે તો વાત કરો ખરા ? તેને પણ કહી દો ને કે, “વાત કરવી હોય તો ઘેર આવ જે. નહિ તો મારી પેઢી પણ ઉડશે. આવી અક્કલ ધરાવનારા તમે દેવ-ગુરુ-ધર્મના નિંદક સાથે બેસો તે ચાલે ?
આપણા બધામાં રાગ અને દ્વેષ છે તેને ઓળખવા પડશે. કોના ઉપર મને અતિ રાગ છે ? કોનો સહવાસ મને ગમે છે ? કોની સાથે બોલવું-બેઠવું-ઊઠવું મને ગમે છે ? આ બધો વિચાર કરો તો ન સમજાય તેવું છે ? તમે બધા ડાહ્યા અને સમજુ છો પણ ઇરાદાપૂર્વક સમજણનો ઉપયોગ નથી કરતા ને ? જેને સાચું-ખોટું સમજવાની ઇચ્છા નહિ તેને ધર્મનો રાગ છે તેમ કહેવાય નહિ. જેને ન સમજાય તે જ્ઞાની કહે તેમ કરે તો તેનું કલ્યાણ થઇ જાય. મારે આડે માર્ગે ચાલવું નથી, ઊંધું કાંઇ કરવું નથી તો તે ધર્મ પામી જાય. મન શુદ્ધિ કરવી હશે તેને પોતાના રાગ અને દ્વેષ ઓળખવા પડશે. રાગ ક્યાં કરવા જેવો છે, દ્વેષ પણ ક્યાં કરવા જેવો છે-તે નક્કી કરવું પડે.
તમને ઘર મળ્યું તે પુણ્યોદય પણ ઘરમાં રહ્યા છો તે પાપોદય છે, ઘર સારું મળ્યું તે પુણ્યોદય પણ ઘર ગમે તે પાપોદય-આ વાત સમજાઇ છે ને ? આપણામાં હજી રાગ-દ્વેષ છે, તે રાગ-દ્વેષ ખોટી જગ્યાએ હોય તો આપણને મારશે. અવસરે તમે કોના પક્ષમાં રહો ? ભગવાનના કે ગમે તેના ? સાચું-ખોટું સમજ્યા વિના કોઇનો પણ આગ્રહ કરો ખરા ? આ બાબતમાં હું કાંઇ જાણતો નથી, સમજતો નથી માટે મારા ગુરુ મહારાજને પૂછીને કહીશ-તેમ પણ કહો ખરા ? જે ધર્મ કરનારા અજ્ઞાન હોય પણ પોતાના ગુરુ મહારાજને પૂછી પૂછીને વર્તે, તો તેનું કલ્યાણ થઇ જાય.પણ જે સ્વયં સમજે નહિ, જ્ઞાનીને પૂછે પણ નહિ અને ઠોકે રાખે, ગમે તેમ વર્તે તો તેનું તો અકલ્યાણ જ થાય. સત્યનો અર્થી કેવો હોય ? ન સમજાય ત્યાં સુધી હું સમજ્યો છું તેમ કહે નહિ, ન સમજ્યો હોય તેવી વાત કદિ બોલે પણ નહિ અને સમજ્યા પછી સત્ય માટે પણ આપવા પણ તૈયાર થઇ જાય. જે ન સમજાય ત્યાં સુધી કાંઇપણ બોલે નહિ તો તે સારો છે પણ વગર સમજે જે બકબક કરે તે તો પોતે ય ડૂબે અને બીજાને પણ ડૂબાડે. અમે પણ શાસ્ત્ર ન સમજાય તો બોલીએ નહિ. સમજાયા પછી જ બોલીએ.
આપણા ભગવાને તો સુખમય સંસારને પણ ભૂંડો કહ્યો છે. સુખમય પણ સંસાર ભૂંડો જ છે તેમ હૈયામાં બેસે તો ધર્મ આવે. સંસાર મજેનો લાગે તો તમને તમારો પાપોદય લાગવો જોઇએ પણ સંસાર સારો તો ન જ કહેવાય. આ અસાર સંસારમાં સાર ધર્મની સામગ્રી છે તેમ કહ્યું છે પણ સંસાર સારો નથી કહ્યો. રાગ-દ્વેષની પરાધીનતા, વિષય-કષાયની આધીનતા તે જ સંસાર છે ને ? આ સંસાર કોઇ રીતે સારો નહિ, નહિ ને નહિ જ ને ? જો અમને ય સંસારનું સુખ ગમે તો ઓઘો લાજે. તમને ય સંસારનું સુખ ગમે તો ચાંલ્લો લાજે.
તમારી પૂજા પહેલી અને ભગવાનની પૂજા પછી, કેમ ? ભગવાનની આજ્ઞા માથે ચડાવ્યા.
Page 72 of 77
Page #73
--------------------------------------------------------------------------
________________
વિના ભગવાનને અડાય પણ નહિ તે ખબર છે ને ? “ભગવાન જે કહી ગયા છે તે જ સાચું છે અને શંકા વિનાનું છે, આવું જેને સમજાયું હોય તેને જ ભગવાનને અડવાનો સાચો હક છે. જે ભણેલાને પણ આવું ન સમજાયું હોય તેને ભગવાનને અડવાનો હક નથી. જે ભણેલા ભગવાનની આજ્ઞા ન માને તે તો આપોઆપ શ્રી સંઘની બહાર છે, શ્રી સંઘમાં પેસી ગયેલા છે. મંદિર-ઉપાશ્રયે જાય, ભગવાનની આજ્ઞા માને નહિ, સુસાધુની આજ્ઞા માને નહિ, ફાવતા ગુરુની આજ્ઞા માને તે શ્રી. જૈનશાસનમાં ચાલે જ નહિ. જેનું મનયુધ્ધ હોય તેને જ આ બધું સમજાય, બીજાને નહિ. માટે મનશુદ્ધ કરવા પ્રયત્ન કરો તે જ શુભેચ્છા.
Page 73 of 77
Page #74
--------------------------------------------------------------------------
________________
[૨૦૪૨ આસો વદ-૧૨ ગુરુવાર, તા. ૩૦-૧૦-૧૯૮૬. શેઠ શ્રી મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રય, ભૂલેશ્વર,
મુંબઇ-૪૦૦૦૦૪.]
આત્મામાં ચોંટેલાં કર્મોને કાઢવા માટે નિર્જરા જરૂરી છે. જેવા કિલષ્ટ પરિણામે કર્મ બાંધ્યા છે તેના કરતાંય ઉત્કૃષ્ટ પરિણામે કર્મ કાઢવાના છે. તે કાઢવા માટે જ્ઞાની કહે છે કે-જેમ સોનું માટીવાળું હોવા છતાં તેને દિપ્તિમાન અગ્નિમાં મૂકવામાં આવે તો તે સો ટચનું પણ થાય છે. તેવી રીતિએ જ્ઞાનિની આજ્ઞામુજબ કરાતા આ તપરૂપી અગ્નિથી આત્માને શુદ્ધ કરવામાં આવે તો કર્મો ચાલ્યા જાય છે. તે માટે બાર પ્રકારનો તપ કહ્યો છે.
ધર્મી માત્રને બાર પ્રકારનો તપ ખૂબ ગમે. તેના નામ બધા ધર્મોને યાદ હોવા જોઇએ. અત્યંતર તપ પામવા માટે બાહ્યતપ જરૂરી છે તેમ બાહ્યતપ ઉપર અનુરાગ ન આવે તે અત્યંતર તપ પણ પામે નહિ.
જીવને મોટામાં મોટું વ્યસન હોય તો ખાવાનું છે. જન્મે ત્યારથી જીવ ખાઉં ખાઉં કરે છે એટલું નહિ જીવ જ્યાં ઉત્પન્ન થાય ત્યાં પહેલા સમયથી જ ખાવાનું શરૂ કરી લે છે. તમે બધા ભણ્યા નથી એટલે શું થાય ? જો મોટામાં મોટું પાપ હોય તો ખાવા-પીવાનો રસ છે તે છે. શાસ્ત્રે કહ્યું છે કેરસના ઇન્દ્રિય જીતે. તેની બધી ઇન્દ્રિયો જીતાઇ જાય. મોક્ષનું નામ અણાહારી પદ છે.
સંસારી જીવ ગમે ત્યાં જાય પહેલા તેને આહાર જોઇએ. આહાર વિના ચાલે નહિ. આ જન્મમાં મનુષ્યોને આહારની એવી ભુખ જાગી છે કે-પેટ કરતાંય જીભને સંતોષવા કેટલાં પાપ કરે બધું જ અનુકૂળ જોઇએ.
છે ?
બાહ્યતપમાં આહારના ત્યાગની મહત્તા છે. શરીરના અને આત્માના દોષોને છૂટથી, મજેથી સેવ્યા કરે તો અત્યંતર તપ પણ શી રીતે આવે ? અત્યંતર તપમાં ધ્યાન છેલ્લું છે. ધ્યાનમાં આત્મા સ્થિર થાય તો શુક્લધ્યાન પામે. તે પછી કર્યું નાશ પામે અને મુક્તિ થાય.
શ્રી જૈનશાસનમાં સૌથી પહેલા મોટામાં મોટી વાત હોય તો ખાવા-પીવાદિ ઉપર કન્ટ્રોલ રાખવાની છે. જૈનની આબરૂ હોય કે-કદિ તે ન ખાવાનું ખાય નહિ, જે તે ખાય નહિ, જ્યારે-ત્યારે ખાય નહિ. મારી તૃષ્ણા જ મને રખડાવનારી છે. તમારી તૃષ્ણા પૂરી થઇ છે ? ગમે તેટલી સામગ્રી હોય તો પણ તમારી ભૂખ ઓછી થાય ખરી ?
શાસ્ત્રે કહ્યું છે કે, અનુત્તરવિમાનવાસી દેવો એવા છે કે જેઓએ તૃષ્ણા ઉપર કાબૂ મેળવ્યો છે. જેઓનું સંયમ સારું ન હોય પણ મેલું હોય, જેનામાં સમ્યક્ત્વ ન હોય તે ત્યાં જઇ શકે પણ નહિ.
Page 74 of 77
Page #75
--------------------------------------------------------------------------
________________
અનુત્તર વિમાનમાં તો શુદ્ધ સંયમ પાળનારા અને સમકિતધારી આત્માઓ જ જઇ શકે.તેમાં ય સર્વાર્થસિદ્ધ વિમાનમાં તો એવી એવી મનોહર સુખની સામગ્રી છે કે, વર્ણન ન થાય. મોતી હાલે અને સંગીતના સૂર નીકળે. છતાં પણ તે આત્માઓને આકર્ષી શકતી નથી. તત્ત્વચિંતનમાં જ સમય પસાર કરે છે. શ્રી તીર્થંકર પરમાત્માના જન્મથી, નાચી ઊઠે છે. નિયમાં એકાવનારી છે. ત્યાંથી અહીં મનુષ્યમાં આવી મોક્ષે જવાના છે. આ સંસારમાં વધારેમાં વધારે પૌગલિક સુખની સામગ્રી ત્યાં હોવા છતાંય તેઓને તેની અસર નથી, તે છોડી શકતા નથી તેનું પૂર્ણ દુ:ખ હોય છે. ત્યાં વિરતિ આવી શકતી નથી પણ વિરતિની ઇચ્છા એટલી તીવ્ર હોય છે કે, વર્ણન ન થાય. શ્રી. તીર્થંકરપરમાત્માના દીક્ષા કલ્યાણકમાં તો રોચ્યામાં હર્ષથી નાચી ઊઠે છે. તમને વિરતિ મળી શકે તેમ હોવા છતાંય મોટાભાગને વિરતિ જોઇતી પણ નથી. વિરતિ પામવાનું મન થતું નથી તેનું દુ:ખ પણ નથી.
શ્રાવકકુળમાં જન્મેલા નવકારશી ન કરે, રાત્રિભોજન ન કરે, અભક્ષ્યનો ત્યાગ ન કરે તે બને ? જેને બાહ્યતાનો પ્રેમ નથી તે અત્યંતર તપની વાત કરે તો તે બનાવટી છે. તદુભવ મુક્તિગામી જીવોએ પણ કેવો કેવો તપ કર્યો છે તે જાણતા નથી ? ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં જીવ છ મહિનાનો તપ કરી શકે છે. આજે પણ તપ કરનારા કો'ક કો'ક મળે. છે ને ? છ મહિનાના ઉપવાસની ચિંતા કાને છે ? તમે તપચિંતવણિ કાઉસ્સગ્ન કરો છો ?
આહાર સંજ્ઞાની લાલસા તે જ બધા પાપનું મૂળ છે. જૈનકુળમાં જન્મેલા નવકારશી-ચોવિહાર પણ ન કરે, ન થાય તેનું દુ:ખ પણ ન થાય અને ન કરીએ તો ચાલે તેમ માને, અભક્ષ્ય પણ ખાય, રાતે ય મજેથી ખાય અને તે બધું ચાલે તેમ કહે તે ભગવાનની પૂજા કરે તો ય મહાપાપી છે ! તેનો સંસારમાં ભટકવા માટેનો પાપ
ખૂટી ગયો છે માટે પાપ બાંધવા અહીં આવ્યો છે. તેની ભગવાનની પૂજા પણ ઢોંગ છે. લોકોને ઢગવાની ક્રિયા છે. ભગવાન પાસે જે ન મંગાય તે પણ માંગવાની-મેળવવાની ઇચ્છા છે. દુનિયાના પાપથી છૂટવાને બદલે વધુ પાપ કરવા પૂજા કરે તો તે પાપ જ કરે છે તેમ કહેવાય ને ? ચોરી કરું પણ પકડાઇ ન જાઉં તેવી ભાવનાથી પૂજા કરે તો કેવો કહેવાય ? તમને જે જે ગમે તે તે મેળવવા પૂજા કરો તો તમારો નંબર પણ તેમાં ગણાય ને ? તેવા હરામખોરને તો મંદિરમાં પણ પેસવા ન દેવાય ! સારી પણ ક્રિયા ખોટા હેતુથી કરે તો ? જગતમાં પણ કહેવાય છે કે-બહુ હાથ જોડે, સલામ ભરે તેના વિશ્વાસમાં પડતા નહિ. “દગલબાજ દૂના નમે !'
ભગવાને જેની ના કહી તે પણ કરવું પડે તો તેનું દુઃખ હોય, ક્યારે છૂટે તેની ચિંતા હોય, તે બધાથી છૂટવા મહેનત કરે તેની પૂજા લેખે લાગે. પૈસા ખૂબ ખૂબ મળે, મોજમજા કરી શકાય, હરી-ફ્રી શકાય તે માટે ભગવાનની પૂજા કરે તો તેની પૂજા તે પાપ છે !
ભગવાન જેવા ભગવાન તપ કરે. ભગવાન શ્રી કષભદેવના શાસનમાં બાર મહિનાનો, બાવીશ શ્રી તીર્થંકરદેવના શાસનમાં આઠ મહિનાનો અને ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં છ મહિનાનો તપ કહ્યો છે. બાહ્યતપ શા માટે છે ? આહાર સંજ્ઞાનો નાશ કરવા માટે છે. તપ ચિંતવણીના કાઉસ્સગ્નમાં આ જ વાત વિચારવાની છે. તપ વિનાનો જેટલો સમય જાય તે બધો ફોગટ છે.
શાએ કહ્યું છે કે, દરેકે દરેક આત્માએ જેટલો તપ કરવાની શક્તિ હોય તેટલો તપ કરવો
Page 75 of 77
Page #76
--------------------------------------------------------------------------
________________
જોઇએ. જૈનશાસનને પામેલાને તો તપ કરવાનું જ મન હોય. ખાવાની જે કુટેવ પડી છે, શરીરને અંગે જે જે કુટેવો વળગી છે તે છોડવા માટે આ તપ કરવાનું વિધાન છે. તપસ્વી તેનું નામ જેને તપના દાડામાં આનંદ આવે અને ખાવાનો દાડો આવે, ખાવું પડે તો દુ:ખ લાગે. ખાવા માટે કેટલી ઉપાધિ છે ! ખાધા પછી ય કેટલો ઉપાધિ છે !
બાહ્યતપમાં જે અનશન તપ છે તેના કરતાં ઊણોદરી તપ ઊંચો છે. ઊણોદરી કરતાં વૃત્તિસંક્ષેપ તપ ઊંચો છે. વૃત્તિસંક્ષેપ કરતાં રસત્યાગ તપ કરવો ઊંચો છે. તે બધા કરતાં કાયકલેશ તપ કરવો કઠીન છે. ઇરાદાપૂર્વક, સમજપૂર્વક કાયાને તકલીફ પડે તે કામ કરવું સહેલું છે ? તેના કરતાંય સંલીનતા તપ ઊંચો છે. સંલીનતા સમજો છો ? આ શરીરને, ઇન્દ્રિયોને, કષાયોને કાબૂમાં લેવા તે સંલીનતા નામનો તપ છે. શ્રી અરિહંત પરમાત્માના આત્માએ એવો દાખલો આપ્યો છે કે, ન કરી શકાય તેમ બોલી શકાય તેમ નથી. જીવ અભ્યાસ કરે તો બધું કરી શકે. નવકારશી ન કરી શકનારા અવસર આવે ભુખ્યા ય રહે છે. માટે કર્મને કાઢવા હોય તો તપ જેવું એક સાધન નથી. ખાવાના રસિયાને આ વાત ફાવે જ નહિ.
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ખાવાના રસિયા હોય નહિ. ખાવાના રસિયા હોય તે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા હોય તોય ધર્મી નથી. ધર્મ પામ્યાનું લક્ષણ શું ? પોતાની પાસે સારી ચીજ હોય અને તે બીજાના ઉપયોગમાં આવે તો આપતા કદિ સંકોચ ન થાય તેવું ઔદાર્ય હોય. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ખાવાને પાપ માને છે, અનશનને ધર્મ માને છે. તમે ખાવાને શું માનો છો ? ખાવાને જે પાપ માને નહિ તે જૈન પણ નહિ. ખાવું પડે અને ખાય તો ખાતાં પહેલા તપસ્વિઓને હાથ જોડે એટલે ખાતાં ખાતાં ય નિર્જરા કરે,
પણ આજે ખાવાનો રોગ જાગ્યો છે કે, શું ખાય અને શું પીએ તેનું વર્ણન પણ કરી શકાય તેમ નથી. આજે જૈન સમાજમાં બધું અભક્ષ્ય આવી ગયું. બહુ સુખી તેને ઘેર બહુ તોફાન ! બહુ ભણેલાં બધું જ કરે. જે ભણતર આત્માને, મોક્ષને, પરલોકને યાદ ન કરાવે તે ભણતર ભૂંડું ! અહીં પણ જે ભણેલાને મોક્ષયાદ ન આવે તેનું આગમનું જ્ઞાન પણ અજ્ઞાન ! થોડું ભણેલાને મોક્ષ જ યાદ આવે, તપ-સંયમ યાદ આવે તો તે ધર્મી !
ખાવું તે મોટો રોગ છે. ખાવાના રોગથી જ બધા રોગ થાય છે. ખાવાનો રોગ મટી જાય તો ઘણા રોગ મટી જાય. આજે તો તમે નિરોગી રહો તે આશ્ચર્ય !રોગી ન હોવ તે નવાઇ ! ભગવાનના માર્ગને પામેલો જીવ, જો આજ્ઞા મુજબ જીવે, જીભને આધીન ન થાય તો તેને રોગ આવે નહિ. કદાચ નિકાચિત કર્મના યોગે આવે તે જુદી વાત. તેવો ભગવાનનો માર્ગ મજેનો છે.
જે સાધુ લોકોને ગમે, તેવો ઉપદેશ આપે તો તે સાચો સાધુ નથી પણ વેષધારી છે. ઉપદેશ ભગવાને કહ્યા મુજબનો અપાય, તમને ગમે તે ન અપાય.
પ્ર. આજે તો કહે છે કે, શાસ્ત્ર મુજબ ઉપદેશ આપે તે “રૂઢિચુસ્ત” અને લોકોને ગમે તેવો ઉપદેશ આપે તેને સમયને ઓળખ્યો કહેવાય.
ઉ. મરીએ તોય ભગવાનની આજ્ઞા ન મૂકાય. તેને “રૂઢિચુસ્ત' કહે તે “અલંકાર' છે. તેને “કલંક' માને તે ભૂંડા છે.
ધર્મના ઉપદેશ વિના બીજો ઉપદેશ ન આપે તે ગુરુ, બીજા ગોર !
Page 76 of 77
Page #77
--------------------------------------------------------------------------
________________ આજ્ઞા મુજબ તપ કરનારો વિનય-વૈયાવચ્ચવાળો હોય, સ્વાધ્યાય તો તેનો પ્રાણ હોય. ધ્યાન તો તેને સહજ હોય અને આ કાયાનો ત્યાગ કરતાં તો વાર નહિ. આવો તપ તે શુદ્ધ પરિણામરૂપ છે અને ઊંચી કોટિના શુદ્ધપરિણામનું કારણ છે. માટે આજ્ઞા મુજબના તપના આસેવન દ્વારા સાચી નિર્જરાના ભાગી બનો અને વહેલા મોક્ષને પામો તે જ શુભાભિલાષા. VVVVV. સમH Page 77 of 77