Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 6
________________ જાય, ગુસ્સો ન આવે તેની ખાસ કાળજી રાખે ને ? તપ કરનારે કષાયોને એવા નબળા પાડ્યા હોય કે પાસે જ ન આવે. પ્ર. તપસ્વી ક્રોધી કેમ હોય છે ? ઉ. તપસ્વીને તપની કિંમત ન હોય. ભગવાનના તપને કેમ કરવો તે સમજ્યો ન હોય, તેનામાં આત્મરમણતારૂપ બ્રહ્મચર્ય ન હોય, શ્રી જિનની ભક્તિ દ્રવ્ય-ભાવપૂર્વક વિશેષ પ્રકારે ન હોય માટે. શાસ્ત્રકારોએ ક્રોધને તપનું અજીર્ણ કહ્યું છે. સારી ચીજો વાપરે અને ન પચે તો અજીર્ણ થાય એટલું નહિ માટું ગંધાય અને પેટ પણ બગડે. કષાયોનો સંપૂર્ણનાશ તો દશમા ગુણઠાણાને અંતે થવાનો છે પરંતુ કષાયોનું સામર્થ્ય હણાઇ જાય, કષાયોએ આજ સુધી જે જુલમ ગુજાર્યા તે હવે ન ગુજારે. પહેલા તપ ન હતો કરતો ત્યારે કષાયોને મિત્ર માનેલા પરંતુ તપ કરનાર હવે કષાયોને શત્રુ સમજે છે. બધા તપ કરનારાઓએ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આ રીતે તપ કરે તો એક તપસ્વીથી આખું ઘર ભગવાનના ધર્મનું અનુયાયી થઇ જાય. તપ કરનારને પણ થાય કે પહેલા હું કેવો હતો અને હવે તપ કરવાથી કેવો સુંદર દેખાઉં છું કષાયોને જીતે તેનું જ જગતમાં ગૌરવ ઘણું વધી જાય ને ! ક્રોધ કરનાર બધાને પોતાના ન બનાવી શકે પરંતુ ક્ષમા કરનાર બધાને પોતાના બનાવે. ધર્મ કરવો હોય તો બધાને પોતાના બનાવવા પડે ને ? પોતાનો બનાવવો હોય તો શું શું કરવું પડે ? આડતીયા પાસે સારું કામ કરાવનારા એવા તમને આ જાતનો અનુભવ છે. કોઇને પોતાનો બનાવવા શું શું કરવું પડે તે તમને ભણાવવું પડે કે તમે અમને ભણાવો ? તપ કરનાર કષાયોને શત્રુ તરીકે માનતા હોય, કષાયોને ખૂણામાં બેસાડે. કષાયને સમજાવે તમે આજ સુધી મારી ખરાબી કરી છે, મને પાગલ કર્યો છે, મને ખરાબ બનાવ્યો છે. પરંતુ મેં હવે તમને ઓળખી લીધા છે એટલે આવા જ રહેજો. વચમાં આવ્યા તો ખબર લઇ નાંખીશ. ક્રોધ, માન, માયા, લોભ તેને આધીન હોય પરંતુ તે ક્રોધ-માન-માયા-લોભને આધીન ન હોય. જેનું માથું શાંત હોય તે તપસ્વી આત્મ સ્વરૂપની રમણતા કરતો હોય. આત્મ સ્વરૂપની. રમણતા આવે એટલે માથુ શાંત હોય. જૈનશાસનમાં ભાવતપ સમજાવવા મહામહોપાધ્યાયજી મહારાજે જે વિશેષણો આપ્યા તે આપણે જોઇ રહ્યા છીએ. આઠ પ્રભાવકમાં પાંચમો પ્રભાવક શાસ્ત્ર “તપસ્વી' કહ્યો છે અને તેની ઓળખ ઉપાધ્યાયજી મહારાજે બનાવેલ સઝાયમાં આ રીતે છે કે“તપગુણ ઓપેરે રોપે ધર્મને, ગોપે નવિ જિન આણી આશ્રવ લોપ રેનવિ કોપે કદા, પંચમ તપસી તે જાણ ” Page 6 of 77

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 77