Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૭૪
છું. તમારી ઈચ્છામાં આવે તે માગે જેથી દેવદર્શન સફળ થાય.”
“હે દેવી!” વિકમ બોલ્યા, “જે ચેર મારી સ્ત્રીને હરી ગયે છે તે કેણ છે? ક્યાં રહે છે? તે કહે.”
હે રાજન !” દેવીએ કહ્યું, “હું તે ચોરની ઉત્પત્તિ કહું છું તે સાંભળે, આ નગરમાં પહેલાં ધનેશ્વર નામને શેઠ રહેતું હતું તેને પ્રેમવતી નામની પ્રેમાળ પત્ની હતી. ગુણસાર નામને ગુણને ભંડાર પુત્ર હતે દેવતાઓની સ્ત્રીઓને રૂપમાં હરાવે તેવી રૂપવતી નામની ગુણસારની પત્ની હતી. શેઠ આ રીતે પુણ્ય પ્રભાવે બધી રીતે સુખી હતું. અને સુખમાં પિતાના દિવસે વીતાવતે હતે.
ગુણસારને એક દિવસે વિદેશ જઈ ધને પાર્જન કરવાનો વિચાર આવ્યા. એટલે તે તેના બાપ પાસે જઈ કહેવા લાગ્યું, “પિતાજી ! હું વેપાર કરવાની ઈચ્છાથી કેટલીક વસ્તુઓ લઈ વિદેશ જવા ચાહું છું.”
ગુણસારનું કથન સાંભળી શેઠ બોલ્યા, “હે પુત્ર!” તારે પરદેશ જવાનું નથી. આપણે ત્યાં પુષ્કળ ધન છે. વળી જે મનુષ્યમાં કષ્ટ સહન કરવાની શક્તિ હોય તે જ વિદેશ ખેડી શકે છે. તું સુકમળ છે, તારાથી કષ્ટ સહન થશે નહિ, માટે જવાને વિચાર માંડી વાળ, તું મારી આંખોને આનંદ આપનારે પુત્ર છે. તારા વિયેગથી મને ઘણું દુઃખ થશે.”
શેઠે ગુણસારને આમ સમજાવ્યું. પણ તેણે નિર્ણય