Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
નમસ્કાર કરી કહેવા લાગ્યું, “આ સંસારમાં બે જ વસ્તુને હું સારભૂત માનું છું. એક લક્ષ્મી અને બીજી સ્ત્રી. કેટલાય પંડિતે સરસ્વતીને સાર રૂપ માને છે પણ હું તે માનતા નથી. , , ગેડી લક્ષ્મીવાળો પિતે શોભે છે, બીજાને શોભાવે છે. પણ થેડી વિઘાવાળાને કેઈ પૂછતું નથી. માટે લક્ષમી સારભૂત છે. વળી પિતાનું હિત ઈચ્છનાર પરસ્ત્રી તરફ વાસનાભરી દષ્ટિથી જોતો નથી. પરેપકાર કરવાથી આ લેક તેમ જ પરલેકમાં સુખ પ્રાપ્ત થાય છે.” કહેતાં તે બોલ્યા, “આજ સ્વર્ગમાં દેવ-દાન વચ્ચે યુદ્ધ થશે, હું ઈદ્રને નોકર હોવાથી ત્યાં જાઉં છું. આ મારી સ્ત્રી યુદ્ધ સમયે મારે માટે વિજ્ઞરૂપ હેવાથી હું તેને તમારી પાસે મૂકી જાઉ છું. યુદ્ધ પૂરું થયા પછી હું પાછો આવીશ. જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી આને તમારા અંતપુરમાં રાખશે-રક્ષા કરજે.” આમ કહેતે તે પુરુષ ત્યાંથી દેવલેકમાં ગયે. તે પછી થોડી વારે આકાશમાંથી યુદ્ધના અવાજો આવવા લાગ્યા, તે સાંભળી સભાજને કહેવા લાગ્યા, “હમણાં દેવ-દાનવનું યુદ્ધ થઈ રહ્યું છે.” તે પછી તે માણસના બે હાથ, બે પગ, માથું, શરીર, વગેરે એક પછી એક સભામાં પડયાં. તે જોતાં બધા દિમૂઢ થઈ ગયા. ત્યારે તે પુરુષની સ્ત્રીએ પિતાના પતિના બધા અવયે પડેલાં જે કહ્યું, “હે રાજન, તમે મારા ભાઈ છે, મારા પતિ સ્વર્ગમાં મરણ પામ્યા છે, માટે હું મારા પતિ સાથે અગ્નિ પ્રવેશ કરું તેવી વ્યવસ્થા કરી આપે.”