Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૬૦૨
હે પ્રાણવશ્વભ! તમારો વિયેગમાં બળતું મન તમારી જ માળા જપે છે” રાણીએ કહ્યું, “હું દૂર રહેતી હોવા છતાં તમારી પાસે જ છું. તમારા સુખે સુખી અને તમારા દુઃખે દુઃખી છું, તમારા વિયેગમાં દિવસ કેવી રીતે જાય છે તે તે હું જ સમજું છું. સાચું કહું તે તમારા વિયેગના કારણે મારે જન્મારે છૂટી પડે છે.” કહેતી મદનમંજરીએ મંત્રીશ્વરને નવડાવ્યા, સુંદર રસેઈ જમાડી પાન આપી સૂવાની વ્યવસ્થા કરી.
જુદા જુદા શૃંગારોથી, ભેગથી, મધુર વચનેથી રાણીએ મંત્રીશ્વરને ખુશ કર્યો.
ભેગ ભેગવતા, રાત્રિ પૂરી થતાં રાણીએ મંત્રીને કહ્યું, જોયું ને? આ રાત ઘડીકમાં પસાર થઈ ગઈ.”
હા હા. તેથી જ મારે અહીંથી જલદી જવું જોઈએ.” મંત્રીશ્વરે કહ્યું. “કદાચ મહારાજા અહીં આવી ચઢે તે શું દશા થાય?”
તમારું મન અહીં મૂકીને જાવ.” મંત્રીશ્વરના શબ્દ સાંભળી રાણીએ કહ્યું. “અને તમે મારું હૃદય લઈ જાવ, કારણ કે હું અબળા છું તમારા મોબળથી બળ મેળવી હું જીવી શકીશ. નહિ તે હું મરી ચૂકી છું એમ માનજે બને તેટલી વધારે રાતેએ તમે આવજે અને વિયેગાગ્નિને શાંત કરજો. આપણે બંનેને ભેગા કરનાર કેચીના પગ પકડી મારા. પ્રણામ કહેજે.