Book Title: Samaysara Siddhi 3
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 300
________________ ૨૮૭ શ્લોક – ૪૦ એ ભેદનું જ્ઞાન એને ક્યારે થાય ? કે એ અભેદ દૃષ્ટિ કરે ત્યારે આ ભેદનું જ્ઞાન અનેકાંતનું થાય. આવી વાત છે, મોટો ફેરફાર બહુ ફેરફાર, માળે આવું કરી નાખ્યું છે. જુઓને વ્યવહા૨ે સમજાવ્યું એટલે વ્યવહારની પ્રવૃત્તિ લાભદાયક છે, એમ ઠરાવ્યું. હૈં ? (શ્રોતાઃ- એનાથી કાંઈ લાભ થતો હશે કે નહીં ) લાભ કાંઈ નહિ એને ફકત ખ્યાલમાં આવે એટલી વાત. અહીં જાવું છે એટલું ખ્યાલમાં આવે છે. હાલવું છે ઈ તો એને પછી પોતાને. ઝીણી વાત છે ભાઈ. આંહી તો લીધું હવે બાહ્ય, હવે અડસઠમાં અત્યંતરની વાત લે છે, શું કીધું ? ૨૯ બોલમાં કેટલાંક બાહ્ય છે ને કેટલાક અત્યંતર છે. જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શરીર, સંહનન, સંસ્થાન એ બધા બાહ્ય છે, એ તો આત્માની પર્યાયમાં પણ નથી, એથી એને ભિન્ન કહ્યો, હવે એને જીવદ્રવ્ય વસ્તુ જે અખંડ છે, તે અત્યંતરના રાગ-દ્વેષ, ગુણસ્થાન, માર્ગણાસ્થાનના ભેદ એનાથી રહિત છે, અત્યંત૨ના ભેદથી પણ રહિત છે. આહાહા ! સમજાણું કાંઈ ? તેથી છેલ્લી ગાથા. ‘ચિન્માત્ર હોવાથી સામાન્ય વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી...’ શું કહે છે ? હું તો એક જાણનાર વિશેષ (ઉપયોગાત્મક ) અને દેખનાર–સામાન્ય (ઉપયોગાત્મક સ્વરૂપ છું ) મારું સ્વરૂપ દર્શન અને જ્ઞાન (સ્વરૂપ છે ). દર્શન કોઈ ચીજને ભેદ પાડીને જોતું નથી, ( માટે સામાન્ય ઉપયોગાત્મક છે ). જ્ઞાન દરેકને ભેદ પાડીને જોવે માટે વિશેષ ( ઉપયોગાત્મક છે ). ( પહેલાં જે ) નવ વિશેષ ( કહ્યાં તે ) જુદાં અને આ જ્ઞાન ( છે ). વિશેષ જુદું. ( અહીંયા ) જ્ઞાન વિશેષ ( કહ્યું તે ) ધ્રુવ ( છે ) અને ( પહેલાં ) નવ તત્ત્વ ( કહ્યાં ) તે પર્યાયના વિશેષ ( છે ) તે અનિત્ય અને અવ ( છે ). એ કહે છે જુઓ ! ‘...ચિન્માત્ર હોવાથી સામાન્ય...' સામાન્ય એટલે દર્શન આ સમકિતની વાત નથી. (દર્શન એટલે ) દર્શનનો વિષય એવો છે કે, કોઈને (પણ ) ભેદ પાડયા વિના દેખે. આખી દુનિયાની સત્તા છે એ સત્તાને ભેદ પાડયા વિના દેખે તેને ‘સામાન્ય' કહીએ. એ સામાન્ય (ની વ્યાખ્યા થઈ ) અને વિશેષ ( એટલે ) જ્ઞાન. ( જ્ઞાન ) દરેક ચીજને ભિન્ન પાડીને (જાણે છે). આ જીવ છે, આ અજીવ છે, આ ગુણ છે, આ પર્યાય છે, આ વિકાર છે આ અવિકાર છે એમ ભેદ પાડીને જે જાણે તેને ‘વિશેષ’ જ્ઞાન કહીએ. ( પહેલાં કહ્યાં એ ) નવ તત્ત્વનું વિશેષ જુદું અને આ વિશેષ જુદું. આહા..હા... ! સમજાય છે કાંઈ ? (સમયસાર દોહન – પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચન પાના નં. ૨૯૦ )

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363