Book Title: Samaysara Siddhi 3
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 321
________________ ३०८ तर्हि को जीव इति चेत् શ્લોક - ૪૧ સમયસાર સિદ્ધિ ભાગ-૩ (અનુષ્ટુમ્ ) अनाद्यनन्तमचलं स्वसंवेद्यमिदं स्फुटम्। जीवः स्वयं तु चैतन्यमुच्चैश्चकचकायते।।४१।। હવે પૂછે છે કે વર્ણાદિક અને રાગાદિક જીવ નથી તો જીવ કોણ છે ? તેના ઉત્ત૨રૂપ શ્લોક કહે છે: શ્લોકાર્થ:- [ અનાવિ] જે અનાદિ છે અર્થાત્ કોઈ કાળે ઉત્પન્ન થયું નથી, [અનન્તમ્ ] જે અનંત છે અર્થાત્ કોઈ કાળે જેનો વિનાશ નથી, [ અવલં] જે અચળ છે અર્થાત્ જે કદી ચૈતન્યપણાથી અન્યરૂપ-ચળાચળ-થતું નથી, [ સ્વસંવેદ્યમ્] જે સ્વસંવેધ છે અર્થાત્ જે પોતે પોતાથી જ જણાય છે [તુ] અને [ C[ ] જે પ્રગટ છે અર્થાત્ છૂપું નથી-એવું જે [વં ચૈતન્યસ્] આ ચૈતન્ય [ઉર્ધ્વ:] અત્યંતપણે [ચવાયતે] ચકચકાટ પ્રકાશી રહ્યું છે, [ સ્વયં નીવ: ] તે પોતે જ જીવ છે. ભાવાર્થ:-વર્ણાદિ અને રાગાદિ ભાવો જીવ નથી પણ ઉ૫૨ કહ્યો તેવો ચૈતન્યભાવ તે જ જીવ છે. ૪૧. પ્રવચન નં. ૧૪૦ શ્લોક - ૪૧ કારતક વદ-૫ રવિવાર તા. ૧૯/૧૧/૭૮ સમયસાર ! કળશ-૪૧-૪૧મો કળશ છે. હવે પૂછે છે ને ઉ૫૨. આવું જે પૂછે છે એને ઉત્ત૨ છે એમ કહેવું છે એક વાત. શું પૂછે છે ? રંગ, ગંધ, રસ, સ્પર્શ, સંહનન, સંસ્થાન, શ૨ી૨, વર્ગ, વર્ગણા, કર્મ એ બધા રંગમાં જાય છે, અને અધ્યવસાય રાગ, દ્વેષ સંકલેષ ને વિશુદ્ધ પરિણામ એ બધા રાગમાં જાય છે, અને સંયમલબ્ધિસ્થાન, ગુણસ્થાન, માર્ગણાસ્થાન, જીવસ્થાન એ ( બધા ) ભેદમાં જાય છે. એ રંગ, રાગ ને ભેદથી ભિન્ન, ત્રણમાં આવી ગયા ૨૯ બોલ. જીવ પૂછે છે કે વર્ણાદિ એટલે જડ, રાગાદિ એટલે જીવના વિકારી પરિણામ આદિ, આદિ નામ ગુણસ્થાન જીવસ્થાન આદિ ભેદ એ જીવ નથી, તો જીવ કોણ છે ? એમ જેને પ્રશ્ન ઉઠયો અંદરથી, કે આ રંગ, રાગ અને ભેદ જીવ નથી, તો જીવ છે કોણ ? આવું જેને લક્ષમાં આવ્યું છે, એ પ્રશ્ન પૂછે છે, એનો ઉત્તર કહેવામાં આવે છે, આવા પ્રશ્નકારને આ ઉત્ત૨ કહેવામાં આવે છે. આહાહા! આમ, સમજવા માગે છે એને આ કહેવામાં આવે છે એમ કહે છે. अनाद्यनन्तमचलं स्वसंवेद्यमिदं स्फुटम्। जीवः स्वयं तु चैतन्यमुच्चैश्चकचकायते।।४१।। કોણ છે ત્યારે આ ભગવાન આત્મા ? કે ( એ ) ચૈતન્યસ્વભાવ સ્વરૂપ આત્મા છે. ચૈતન્ય ચેતન સ્વભાવ સ્વરૂપ આત્મા છે. એ રંગ, રાગ ને ભેદથી ભિન્ન ચૈતન્યસ્વભાવ સ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363