Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૧૨
પંચસંગ્રહ વતીયખંડ સ્થાનકો અનેક જીવોની અપેક્ષા હોય છે. ત્રાણુનું સત્તાસ્થાન હોતું નથી. કારણકે આહારક ચતુષ્ક અને તીર્થંકર નામ એમ બન્નેની સંયુકત સત્તાવાળે કેઈપણ આત્મા મિથ્યા જતું નથી. અન્યત્ર પણ કહ્યું છે કે “ઉભય-તીર્થકર અને આહારક સપ્તકની સત્તાવાળે આત્મા મિથ્યાદ્રષ્ટિ હેતે થી.”
આ સિવાયના શેષ સત્તાસ્થાને ક્ષપકશ્રેણિમાં હોય છે, મિથાષ્ટિને હોતા નથી. તેથી નિપ્યાં છે.'
દેવગતિમાં પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક ૯૩-૯૨-૮૯-૮૮ હોય છે. શેષ સત્તાસ્થાને હોતાં નથી. કેમકે આ સિવાયનાં શેષ સત્તાસ્થાનકે એકેન્દ્રિમાં અથવા ક્ષપકશ્રેણિમાં સંભવે છે.
તથા તિર્યંચગતિમાં મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે જે સત્તાસ્થાને કહાં છે, તેમાંથી નેવ્યાસી સિવાયનાં શેષ ૯૨-૮૮-૮૬-૮૦–૭૮ એમ પાંચ સત્તાસ્થાને હોય છે. નેવ્યાશીનું સત્તાસ્થાન હોતું નથી. કેમકે નિકાચિત જિનનામની સત્તાવાળો કઈ પણ આત્મા તિર્યંચગતિમાં જ નથી.
મનુષ્યગતિમાં અઠ્ઠોતેર વિના શેષ સઘળાં સત્તાસ્થાને હોય છે. અહોતરનું સત્તાસ્થાન મનુષ્યદિક હવેલાયા બાદ થાય છે. મનુષ્યદ્ધિકની સત્તા વિનાને કઈ પણ મનુષ્ય હોતે જ નથી, એટલે મનુષ્યગતિમાં અઠ્ઠોતેરનું સત્તાસ્થાન હેતું નથી. આ પ્રમાણે ગતિમાં સત્તાસ્થાને કહ્યાં. ૯૭.
હવે ગુણસ્થાનકમાં નામકર્મનાં સત્તાસ્થાનકે કહે છે–
पढमचउकं सम्मा बीयं खीणाउ बार सुहुमे अ। सासणमीसि वितित्थं पढममजोगंमि अट्ठ नव ॥९८॥
प्रथमचतुष्कं सम्यक्त्वाद द्वितीयं क्षीणाद बादरे सूक्ष्मे च ।
सासादनमिश्रयोविंतीय प्रथममयोगिन्यष्टो नव ॥ ९८ ॥ ઉત્તર–મિયા દષ્ટિ છતાં કોઈ આત્મા પ્રથમની ત્રણ મહિનાની કોઈપણ નારકીનું આયુ બાંધી ક્ષાપત્રમિક સમ્યકત્વ ઉપાર્જન કરી તીર્થકર નામ નિકાચિત કરે. નરકમાં જતાં અંતર્મુહૂર્ત આય શેષ હોય ત્યારે ભાષામિક સમ્યકત્વ વમી નાખે છે, એટલે મિથ્યાત્વી છતાં નરકમાં જાય. ત્યાં પર્યાસો થઈ પથમ મકવ ઉત્પન્ન કરે છે.
અપર્યાપ્તાવસ્થામાં તે કોઈને સમ્યકત્વ ઉત્પન્ન થતું નથી. અને નિકાચિત તીર્થકર નામની સત્તાવાળ અંતર્મુહૂર્તથી અધિક કાળ મિયા રહેતું નથી તેથી પર્યાપ્તાવસ્થામાં અવશ્ય સમ્યકત ઉત્પન્ન કરે છે. એટલે પૂર્વજન્મનું છેલ્લું અંતર્મુહૂર્ત અને નારકીમાં અપર્યાપ્તાવસ્થાનું અંતર્મુહૂર્ત બંને મળી એક મેટા અંતર્મુહૂર્ત પર્યત મિયાદષ્ટિ ગુણસ્થાનકે નેવ્યાસીનું સત્તાસ્થાન હોય છે.