Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૧૬
પચસંગ્રહ તૃતીયખંડ મેહનીય વિના સાતના ઉદયે અગિયારમે અને બારમે તેમજ સાતના સત્તા કેવળ બારમે હેવાથી સાતની સત્તામાં વેદનીય કર્મ રૂપ એક પ્રકૃતિનું એક જ બંધસ્થાન હોય છે.
તેરમે તેમજ ચાદમે ચારને ઉદય અને ચારની સત્તા હોય છે માટે તેને ચારના ઉદય અને સત્તામાં એક પ્રકૃતિરૂપ વેદનીયનું એક બંધ સ્થાન હોય છે. ચૌદમે બંધને અભાવ છે.
ગુણસ્થાનક આશ્રયી આઠે કમના સવેધભાંગા ત્રીજા સિવાય એકથી સાત એમ છ ગુણસ્થાનકેમાં આયુષ્ય બંધાય ત્યારે આઠને બંધ, આઠને ઉદય અને આઠની સત્તા અને શેષકાલે સાત બંધ, આઠને ઉદય અને આઠની સત્તા, આ રીતે બબ્બે ભંગ હોવાથી કુલ ૧૨ તેમજ ત્રીજે, આઠમે અને નવમે સાતને બંધ. આઠને ઉદય અને આઠની સત્તા. દશમે છને બંધ, આઠને ઉદય અને આઠની સત્તા. અગિયારમે એકને બંધ, સાતને ઉદય, આઠની સત્તા, બારમે એકને બંધ, સાતને ઉદય અને સાતન સત્તા. તેરમે એકને બંધ, ચારને ઉદય અને ચારની સત્તા અને ચૌઢમે અબંધ, ચારને ઉદય, ચારની સત્તા. એમ આ આઠે ગુણસ્થાનકે પ્રત્યેકમાં એક-એક ભંગ હેવાથી કુલ આઠ. એમ ચૌદે ગુણસ્થાનક આશ્રયી મૂળકર્મના કુલ સંવેધ ભાંગ ૧૨+ ૮= ૨૦ થાય છે.
જવસ્થાનક આશ્રયી આઠે કર્મના સંવેધભાંગા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં સર્વ ગુણસ્થાનક ગણીએ તે સાત અને ભાવ-મન ન હોવાથી કેવળી ભગવંતને સંસીમાં ન ગણીએ તે પહેલા પાંચ સંવેધભંગ સંભવે છે.
શેષ ૧૩ જીવસ્થાનકમાં આયુના બંધકાલે આઠને બંધ, આઠને ઉદય અને આઠની સત્તા અને શેષકાલે સાત બંધ, આઠને ઉદય, આઠની સત્તા. આ બએ ભાંગા ઘટતા હોવાથી કુલ ૨૬. એમ ચોદે છવસ્થાનક આશ્રયી કુલ ૭ + ૨૬ = ૩૭ અથવા ૫ + ૨૬ = ૩૧ સંવેધ ભાંગા થાય છે.
બંધાદિમાં એક-એક પ્રકૃતિ હોય તે તે પ્રકૃતિ બંધાદિક કહેવાય, અને બે અથવા તેથી વધારે પ્રકૃતિઓ બંધાદિકમાં હોય ત્યારે પ્રકૃતિસ્થાન કહેવાય, અહીં સ્થાન શબ્દ સમૂહવાચી છે.. આઠ કર્મની ઉત્તર પ્રકૃતિઓ આશ્રયી બંધસ્થાનાદિને તેમજ સંધનો વિચાર
જ્ઞાનાવરણ અને અંતરાય આ બંને કર્મનું પાંચ-પાંચ પ્રકૃતિઓ રૂપ એક જ બંધસ્થાન-ઉદયસ્થાન અને સત્તાસ્થાન છે..