Book Title: Padarth Prakash Part 03 Author(s): Hemchandravijay Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 9
________________ ભગવત પાસેથી કર્મગ્રન્થ-કર્મપ્રકૃતિ–પંચસંગ્રહ વગેરેના પદાર્થોનું જ્ઞાન મળ્યું. પૂજ્યપાદશીની પાસેથી કર્મઝન્યાદિના પદાર્થોને સમજી ગ્રન્થમાં વાંચી તેની ટૂંકી નેંધ કરી તેની ધારણ કરી તેનું સતત રોજ પરાવર્તન કરવા માંડ્યું. આ રીતે છ કર્મગ્રન્થ તથા કર્મપ્રકૃતિના - પદાર્થો ઘણા રૂઢ થયા. સંક્ષિપ્ત નેધ કરેલા આ પદાર્થો અન્ય અથજનેને ખૂબ ઉપયોગી નીવડે તે માટે વ્યવસ્થિત કરીને પ્રગટ કરવાને આ પ્રયત્ન કરેલ છે. આની વ્યવસ્થિત થયેલ પ્રેસકે પીને સ્વ. પૂજ્યપાદશ્રીની પરમકૃપાથી વર્તમાનકાળમાં કર્મસાહિત્યનું વિશદ જ્ઞાન જેમને પ્રાપ્ત થયું છે તે પૂજ્યપાદ પંન્યાસજી શ્રી જયઘોષવિજયજી મહારાજે જઈ તપાસી સુધારી આપી છે. તેમને પણ જેટલે ઉપકાર માનું તેટલે ઓછો છે. પ્રસ્તુત સંગ્રહમાં સંગ્રહિત થયેલ પ્રથમ દ્વિતીય કર્મગ્રન્થના પદાર્થોને ગુરુગમથી સમજી તેની ધારણ કરી તેનું પરાવર્તન વારંવાર કરવાનું છે. આમ થશે તે જ આ પદાર્થો અત્યંત દઢ થશે. વિશેષ જાણવા માટે કર્મગ્રન્થના વિવેચનના મહેસાણા પાઠશાળાદિ તરફથી બહાર પડેલ ગ્રન્થો જોઈ જવા ભલામણ છે. આગળ તૃતીયાદિ કર્મગ્રન્થના. પદાર્થો પણ અનુકુળતા મુજબ પ્રગટ કરવાની ભાવના છે. પ્રાંતે જે ઉપકારી ગુરુભગવંતેની પુણ્યકૃપાથી પ્રભુશાસનની યત્કિંચિત્ આરાધનાદિ થાય છે તે સ્વ. પરમગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, તથા પૂજ્યપાદ પ્રગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા તથા પૂજ્યપાદ ગુરુદેવશ્રી પંન્યાસજીશ્રી પદ્યવિજયજી ગણિવરશ્રીના ચરણમાં વંદન કરી.પ્રસ્તાવનાને સમાપ્ત કરું છું. લી. પ્રેમભુવનભાનુપવાદરણ હેમચંદ્રવિજય - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 130