Book Title: Padarth Prakash Part 03 Author(s): Hemchandravijay Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 7
________________ જીવને અનાદિકાળથી આ કર્મ જોડે સંબંધ છે અને જીવ અને કર્મના સાગથી જ સંસાર છે. તેથી સંસાર પણ અનાદિ છે. આ કર્મ જેડે જીવને વિગ તે જ મોક્ષ છે. આ સંસારી જીવના જે જે સમયે જેવા જેવા પરિણામ હોય તે તે સમયે ગ્રહણ થતાં કામણ પગલેમાં તેવા તેવા પ્રકારના સ્વભાવ, કાળમર્યાદા તથા શક્તિ ઊભી થઈ જાય છે. અને પછી તે તે કમપુદ્ગલે કાળમર્યાદા પૂર્ણ થયે તેવા તેવા પ્રકારનાં ફળ આપે છે એટલે સંસારમાં જીવ જે કંઈ સુખદુઃખરૂપ ફળ ભોગવે છે તેમાં કારણું પણું કર્મ જ છે. * - * . ' આમ સંસારી જીવના સુખ-દુઃખ, જન્મ-મરણ, રોગ-શેક, ચિન્તા-દરિદ્રતા વગેરે અનેકવિધ પ્રશ્નોમાં મૂળ કારણભૂત કર્મ છે. ' '' સંસારમાં આપણને જે વિષમતા દેખાય છે. તેનું કારણ પણ કર્મ જ છે. એક રાજા છે તે બીજે રંક છે. એક શ્રીમંત છે તે બીજે દરિદ્રી છે, એક આરોગ્યવાન છે તે બીજે રોગી છે, એક કંઈ ન કરવા છતાં સન્માન પામે છે જ્યારે બીજું ઘણું કરવા છતાં અપમાને પામે છે. આ બધુ જ જીવોના તેવા તેવા પ્રકારના કર્મના કારણે છે. * * જીવંમાં સત્તા રૂપે અનંતજ્ઞાન (સર્વજ્ઞપણું ), અનંતદર્શન (સર્વદશી પણું), વીતરાગતા, અનંતસુખ, અક્ષય સ્થિતિ, અજરામરપણું, અગુરુલઘુપણું, અને અનંતશક્તિ પડી છે. આ બધા જીવના ગુણોને ઢાંકનાર કર્મ છે. કેઈપણ હિસાબે કર્મના આ સંગેમાંથી આપણે આપણા આત્માને છોડાવવો જ રહ્યો. મનુષ્યજીવન પણ આ જ કારણ માટે છે. આ માટે આપણે કર્મને, તેના પ્રકારોને, તેના કાર્યને; તેના બંધના કારણેને, તેના બંધને અટકાવવાના તથા તેને આત્મા પરથી દૂર કરવાના ઉપાયોને જાણવા જ પડશે. અને આ બધું વિસ્તારથી સમજાવનાર છે જૈન શાસનનું કર્મસાહિત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 130