________________
ઉપર છે. અનેક ઔષધીનું મિશ્રણ કરીએ ત્યારે રસાયણ બને છે. પણ જ્ઞાન રસાયણ ઔષધી વિનાનું રસાયણ છે. પિલું રસાયણ કેઈને રોગ નાશ કરે કે ન કરે પણ આ રસાયણને તમે જીવનમાં ઉતારે તે તમારે ભવ–નાશ થશે. જ્ઞાનનું રસાયણ તમારે મસ્તકે ચેપડે અને તમે કાયરમાંથી વીરઅને વીરમાંથી મહાવીર બનશે. તાંબામાંથી સેનું બનશો. સંસારજવર અદશ્ય થશે. આધ્યાત્મિક કાયા નિગી બનશે. જ્ઞાન એવું ઐશ્વર્યા છે કે જેને કેઈ અપેક્ષા નથી. જ્ઞાની પુરૂષને કેઈને ભય રહેતો નથી. જ્ઞાનને ચેરલૂંટારા લૂંટી શકતા નથી. જેમ જ્ઞાન વાપરે તેમ વધતું જાય છે. જ્ઞાન જીવનને પ્રકાશ આપનાર છે. જે જ્ઞાન ઠગારું હોય, દુશ્મનનું કામ કરતું હોય અને મૃત્યુની ઘડીયે જ્ઞાન ચાલ્યું જતું હોય તે તે જ્ઞાન નથી, અજ્ઞાન છે. જ્યારે જ્ઞાન આવે છે ત્યારે જ્ઞાની પિતે પિતાથી ઉન્નત બને છે. જીવનને વિકાસ કરવું હોય તે જ્ઞાન આવશ્યક વસ્તુ છે. અજ્ઞાનના બાવા કાઢવા માટે જ્ઞાનને સાવરણે લેવા પડશે. આત્મજ્ઞાન પાસે બૌદ્ધિક જ્ઞાનની કોઈ કિંમત નથી. આત્મજ્ઞાન એટલે આત્માના અનંત માધુર્યનું ગાન. અનંત સામર્થ્યનું જ્ઞાન, માત્ર ચિંતનાત્મક કે પ્રાગાત્મક જ્ઞાન જ નહિં પણ અનુભવાત્મક જ્ઞાન સ્વસંવેદન જ્ઞાન તે આત્મજ્ઞાન છે. આ વિટામીન જે અપનાવે છે, એના જીવનને વિકાસ થાય છે. જે વરસાદ વી એકદમ ઝાપટું નાખી જાય છે એવા તેફાની વરસાદનું પાણી ખેંચાઈ જાય છે. ઝરમર વરસાદનું પાણી જમીનમાં પચી જાય, ઉડે ઉતરી જાય અને ખેતરને લીલુંછમ બનાવી દે છે, માટે ધીમે ધીમે આગળ વધવા પ્રયત્ન કરો. તમારે તમારા જીવનને વિકાસ કરે હશે તે જગતનું એક પણ તત્વ એવું નથી કે તમને સાથ ન આપે. કદાચ મુશ્કેલી આવે પણ જે જાગતે છે એ મુશ્કેલીને ગણતે નથી. ઘણીવાર ભાગ્ય આપણને જગાડે છે પણ આપણે અઘોરીની જેમ સૂતા છીએ. ટીપે ટીપે સરોવર ભરાય. પળ પળ મળીને યુગ થાય. તેમ એક કામ પૂર્ણ કરવાથી હજારે કામ પૂરા થાય છે.
slowly and stady wins the race. ધીમું પણ સદ્ધર પગલું વિજય અપાવે છે. તારી પ્રગતિ ધીમી હશે તે પણ વિકાસ થવાનું છે. તમારી શક્તિ વેરવિખેર પડી છે, એને એકત્રિત કરો. સૂર્યના કિરણે જુદા જુદા હોય તે કોઈને બાળતા નથી, પણ સૂર્યના કિરણ ઉપર કાચ રાખી કિરણને એકત્રિત કરવામાં આવે તે કાચ નીચે રાખેલ કાગળ પણ બળી જાય છે. આત્માના વિકાસના કાર્યમાં શક્તિને જોડી દો તે અવશ્ય વિકાસ થશે. શ્રદ્ધાનું પગલું હંમેશા વિજ્ય અપાવે છે. તમારી ઇન્દ્રિયને, તમારા મનને, તમારી વનવતી શકિતઓનો અને તમારી બુદ્ધિને એવી રીતે ઉપયોગ કરો કે જેથી તમે આવતીકાલે એક કદમ આગળ હો અને તમારા પ્રત્યેક નવપ્રભાતમાં આત્મજાગૃતિભરી પ્રગતિ હેય.