Book Title: Nishadhkumar charitra
Author(s): Vardhaman Sthanakvasi Jain Shravak Sangh
Publisher: Sankliben Kapurchand Gandhi

View full book text
Previous | Next

Page 636
________________ “નહિ એકેય સદગુણ” પણ મુખ બતાવું શું! જે વિદ્યાર્થી અભ્યાસમાં કાચ હોય તેને પરીક્ષા નથી દેવી. ફી ભરી છે, ચાપડીઓને ખર્ચ કર્યો છે, પણ અંતરઆત્મા સાક્ષી પૂરે છે કે હું પરીક્ષામાં બેસીશ તેય કોરા પેપર મૂકવા પડશે. કારણ અભ્યાસના ટાઈમે રમતગમત જ કરી છે. અને પછી પેપર કેરૂં મૂકતાં શરમાવું પડશે. તેમ તમારે આત્મા સાક્ષી પૂરે છે કે અમે કાચા છીએ ? હોંશીયાર વિદ્યાથી પરીક્ષા આવતાં આનંદિત અને વધુ સજાગ બને છે. નંબર જવા દે નથી. એવા નિર્ણય સાથે તે પરીક્ષા આપે છે. અને ઉત્તીર્ણ થાય છે. તમે પણ હોંશીયાર હશે તે કસટી આવતાં આનંદિત થશે. અને ધર્મમાં વધુ ઉજજવળ બનશે. ભગવાન નેમનાથ અઢાર હજાર સાધુ સહિત દ્વારિકા નગરીમાં નંદનવનમાં સમોસર્યા છે. જેને તરવાના ભાવ થાય તેને માટે પ્રભુ તરણતારણ છે. ભગવાનની અમૃતમય વાધારા છૂટે છે. ભવ્ય આત્માઓ તેનું પાન કરી પોતાની જાતને કૃતકૃત્ય માને છે. ઘન ગાજે અને મેર નાચે તેમ મના હૈયાં અષાઢી મેઘની ધારા જેવી જ્ઞાનધારા ઝીલતાં આનંદ અનુભવે છે. અંતરઆત્મા ઝણઝણી ઉઠે છે. હદય, ધર્મ ભાવનાઓથી ભરપૂર બને છે. નિષકુમારના હૈયામાં પણ આનંદનાં મોજાં ઉછળી રહ્યા છે. તેઓ તે પ્રભુ પધારે તેવી ભાવના ભાવી રહ્યા હતાં અને પ્રભુ પધાર્યા. તેમને શ્રદ્ધા છે કે પ્રભુ મને અંધકારમાંથી પ્રકાશમાં અને દેશવિરતિમાંથી સર્વવિરતિમાં લઈ જશે. એટલે ઉમંગ માટે નથી. જેની જતાં વાટડી એવા નર આવી મળે, ઉઘડે હૈયાના દ્વાર કુંચી નહીં ત્યાં કામની.” નિષકુમારને તે માગ્યા મેહ વરસ્યા છે. હૈયાને મોરલે નાચી ઉઠે છે. યશોવિજયજી મહારાજ કહે છે, મીઠી હે પ્રભુ મીઠી તારી વાણ લાગે હે પ્રભુ લાગે જેસી રસ શેરડીજી, ભૂખ્યા હે પ્રભુ ભૂખ્યા મળ્યા રસથાળ - તરસ્યા હે પ્રભુ તરસ્યા દિવ્ય ઉદંક મળ્યા, થાક્યા હે પ્રભુ થાક્યા મળ્યા સુખપાળ ચાહતા હે પ્રભુ ચાહતાં સજજન હેજે મળ્યા. ભૂખ્યાને ભેજન, તરસ્યાને પાણી, થાકયાને સુખપાળ મળે તે કેટલે આનંદ થાય? સંસારથી થાકેલાએને સંયમરૂપ સુખપાલ દેવા પરમાત્મા પધાર્યા છે, સંયમને માગ

Loading...

Page Navigation
1 ... 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654