________________
જાય છે ત્યારે રસ્તામાં-વાટે વહેતા સામી ગતિનું આયુષ્ય ભોગવે છે. માતાના ગર્ભમાં સવા નવમાસ રહ્યો. પછી જન્મ થયો. ત્યારથી આપણે વર્ષ ગણુએ છીએ. પણ ભગવંત કહે છે, જન્મ પહેલાં સવા નવ માસનું આયુષ્ય તે કપાઈ ગયું. સમયે સમયે જીવ દ્રવ્ય મરણે મરી રહ્યો છે. જન્મ એ મૃત્યુને સંદેશ છે. આવખું કપાય છે. કટ કટ ઘડીયાળ કરે છે. કટ એટલે કાપવું. ઘડીયાળ આપણને ચેતવે છે, તમારું આયુષ્ય કદી વધી શકે નહીં. આયુષ્યની દેરી કપાઈ રહી છે. ધંધાધાપામાં બહુ ધ્યાન આપો છો તે હવે આત્મામાં ધ્યાન આપો. સમ્યગદર્શન પ્રાપ્ત કરી ભગવાન મહાવીર સ્વામીના સિદ્ધાંતને સર કરો. તેને ગૂઢ રહસ્યને સમજે. સિદ્ધાંત એ અફર નિર્ણય છે. એના નિયમમાં ફેરફાર થાય નહીં. આત્મા મરતે નથી, છતાં મતની બીક કેટલી છે? શરીર ધારણ કર્યું એ છૂટવાનું જ છે. જે લીધું એ મૂકવાનું જ છે. ત્રણેય કાળે ટકવાવાળો આત્મા છે, એને કદી નાશ થવાને જ નથી. તે બીક શા માટે?
આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય,
બાળાદિ વય ત્રણનું, જ્ઞાન એકને થાય.” બાલ્યવય, યુવાનવય અને વૃદ્ધાવસ્થા શરીરને થાય છે, આત્માને થતી નથી. તમે કહે છે ને કે હવે પાકે ઘડે કાંઠા ન ચડે. જ્ઞાન આત્માને સ્વભાવ છે. જ્ઞાન પ્રાપ્ત કરવું તે ઉંમર સાથે સંબંધ રાખતું નથી, ગમે તેટલી મોટી ઉંમરે પણ કેવળજ્ઞાન થઈ શકે. જ્ઞાન નથી ચડતું તેનું કારણ એ છે કે મન સ્થિર થતું નથી. અનેક વસ્તુઓમાં શક્તિ વહેંચાઈ ગઈ છે. મનને સ્થિર કરે. અને ધ્યાનમાં લીન થઈ જાવ. નવકારમંત્રનું સ્મરણ કરે. નવકારને ચૌદ પૂર્વ સાર કહ્યો છે. નવકારમંત્રમાં સાધક અને સાથે એમ બંને વાતને કહી છે. સાધ્યને સિદ્ધ કરવા સાધક પ્રયત્ન કરી રહ્યો છે. જે આત્માને સાધે તે સાધુ છે. જે જ્ઞાનદર્શનને સાધે તે સાધુ છે.
એ કેણુ છે એ કણ છે, જે જીવી જાણે છે, રાતભર જાગી જાગીને નિજનું સાધે છે, બેલે બેલે લેગી નહીં, ભેગી નહીં,
રાગી નહિ, રાગી ? રાગી નહિ ત્યાગી, ” ત્યાગી હંમેશા નિજનું–આત્માનું જ સાધે છે. તે પિતામાં જ લીન છે.
જેની પાછળ વોરન્ટ નીકળ્યું હોય, જેને પકડાવાની બીક હેય એ પિતાના નામને શું જાહેર કરતે ફરશે? તમને જાહેરમાં આવવું બહુ ગમે છે ને? જેનું નામ લેવાય છે એ હું નથી. મૃત્યુનું વેરંટ પાછળ પડયું છે. બીજી પંચાત છેડી એક આત્માનું સાધવું તે હિતકર છે. જીવનને જંગ જીતવા માટે મને આવું સાધુ જીવન મળ્યું છે. તે શું કોઈની