Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ તે દેખી તેના પતિ હસે છે. હું પણ પચ્ચકખાણ કરીશ એમ એકવાર તેના પતિએ કહ્યું. ત્યારે ઘનશ્રી બોલી તમે ભાગી નાંખશો ત્યારે પતિએ જવાબ આપ્યો કે રાત્રે ઉઠીને કોઈ ખાતું નથી એટલે મને પણ પચ્ચકખાણ આપ. તેણીએ આપ્યું. ત્યારપછી શ્રાવિકાના ગુણથી રષિત દેવતા વિચારે છે કે આ મૂઢ શ્રાવિકાની મશ્કરી કરે છે. તેથી આજે એને શિક્ષા કરું. ભોજન ગ્રહણ કરી તેજ નગરમાં વસનારી તેની બહેનનું રૂપ લઈ આવી. અને કહેવા લાગી હે ભાઈ ! ઉભો થા. તારા માટે સરસ ભોજન લાવી છું. તું ખા ! અને તે પણ ખાવા લાગ્યો. શ્રાવિકાએ કહ્યું અરે ! પચ્ચકખાણ લઈને આ શું ? તમે તો ખાવા લાગ્યા. તારા પચ્ચકખાણ રૂપ પ્રલાપ સાથે અમારે શું લેવા દેવા ! એમ તે બોલ્યો. દેવીએ પણ કોધિત થઈ તમાચો લગાવી બન્ને આંખ ભૂમિ ઉપર પાડી દીધી. અને તેને નિંદીને પોતાના સ્થાને ગઈ. શ્રાવિકાએ પણ આમાં તો મારો અપયશ થયો. એમ વિચારી દેવતાને મનમાં ધારી કાઉસગ્નમાં રહી તેથી દેવી ફરી આવીને કહેવા લાગી. જે કામ હોય તે કહો? શ્રાવિકા બોલી તમે જાતે કરેલાં મારા અપયશ ને દૂર કરો.
તક્ષણ મરેલાં ઘેટાની આંખ લાવી દેવીએ જોડી અને સ્વસ્થાને ગઈ સવારે નગરજનોએ પૂછયું “તારી આંખ ઘેટા જેવી કેમ લાગે છે.” તેણે રાત્રિનો સર્વ વૃત્તાંત કહ્યો. ત્યારથી માંડી તે પણ ગુણ સમૃદ્ધિવાળો સુશ્રાવક થયો. આ વૃત્તાંત પણ સર્વ ઠેકાણે પ્રસિદ્ધ થયો. કુતૂહલથી માણસો બીજેથી ત્યાં આવે છે. તેઓને કોઈ પૂછે કે ક્યાં જાઓ છો. ત્યારે તેઓ કહેવા લાગ્યા કે “એલકાક્ષ નગરમાં જઈએ છીએ” એમ એલકાક્ષ નગરની ઉત્પત્તિ થઈ. ત્યાં ગજાગ્રપદ પર્વત છે. જે જિનભવનોથી બામ છે.
તેનાં નામની ઉત્પત્તિ જણાવે છે.- પૂર્વે તેનું નામ દશાર્ણકૂટ હતું. અત્યારે ગજાગ્રપદ નામ જે રીતે પ્રસિદ્ધ થયું તે કહે છે તે સાંભળો. તે નગરમાં શૂર, વીર, પ્રિયવાદી, સરલ, સર્વકલાકુશળ, શ્રાવક ધર્મમાં ઉઘુક્ત, પ્રણામ કરતાં અનેક સામંત રાજાઓનાં મસ્તક મુકુટના મણિથી ઉજજવલ કરાયેલ= ચમકેલી અને વિશાળ પાદપીઠવાળો, સર્વ શત્રુઓનું દલન કર્યું છે, જેણે એવો દશાર્ણભદ્ર નામનો રાજા હતો. તે રાજા યુદ્ધ, ઉપદ્રવ શાંત થયા છે એવાં નિરુપદ્રવ તેમજ કુલકમથી આવેલ રાજ્યને પાળે છે. અને જે નિજ ઋદ્ધિના વિસ્તારમાં ઘણો ગર્વ રાખે છે. આ બાજુ ભરતક્ષેત્રમાં વિરાટ દેશમાં ધન અને જનથી સમૃદ્ધ ગુણથી સંયુક્ત ધનપૂરક નામે ગામ છે. ત્યાં એક ગામમુખીનો પુત્ર છે. જે પ્રયત્નશીલ હતો.