Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
Iમૂળ શુદ્ધિ ભાવાનુવાદ,
૧૭૯ તેણે રોહિણી નામે સ્ત્રી છે. તેનો પુત્ર રોહિણેય બાપ જેવા દુર્ગુણોથી ભરેલો છે. મરણલાએ બાપે પુત્રને કહ્યું તું મારી વાત સાંભળ ! માને તો કહું, પુત્રે કહ્યું તમે મારા જન્મ દાતા ગુરુદેવ છો. તમારી આજ્ઞા છોડી બીજા કોની આજ્ઞા માનું. ? ત્યારે ખુશ થયેલાં બાપે કહ્યું “તારે જિનેશ્વરનાં વચન સાંભળવા નહિં.” જે પ્રભુ ગુણશીલ ચૈત્યમાં સમવસરણમાં ઈન્દ્રાદિ વંદિત વીરદેશના આપી રહ્યા છે. ! એમ કહી બાપ મરણને શરણ થયો. બાપનું મૃતક કાર્ય પટાવીને, બાપના આદેશને પાલતો નિર્ધ્વસ પરિણામવાળો ચોરી કરે છે.
એ અરસામાં મનુષ્ય વિદ્યાધર દેવોના સ્વામી જેમના પગે પડી રહ્યા છે. તથા સુવર્ણ કમલ ઉપર પગને ધરનારા, તીર્થકર ઋદ્ધિથી શોભતાં, ચૌદહજાર સાધુઓ સાથે ગામ આકર નગરમાં વિહાર કરતાં પરમાત્મા મહાવીર દેવ ત્યાં સમવસર્યા. ત્યાં દેવોએ સમવસરણ માંડ્યું. અને પ્રભુએ યોજનગામી મેઘસમ ગંભીર મધુર વાણીથી દેશના શરૂ કરી.
તે વખતે પેલો રોકિઐય ચોર ઘેરથી નીકળી રાજગૃહ નગર ભણી ચાલ્યો. પણ સમવસરણ નજીકમાં દેખી વિચારવા લાગ્યો. જો માર્ગથી જઈશ તો ભગવાનનું વચન સંભળાઈ જવાથી પિતાની આજ્ઞાનો ભંગ થશે. અને બીજો કોઈ માર્ગ નથી. “મારે તો આ બાજુ વાઘ અને આ બાજુ નદી આવો હાલ થયો છે.” હવે કેવી રીતે બચવું. એમ વિચારતાં મગજમાં આવ્યું કે બન્ને કાનમાં આંગળી નાખી જલ્દીથી ભાગી જાઉં. અને તે પ્રમાણે કરી રાજગૃહ નગરમાં ગયો. અને શ્રીમંતના ઘેર ખાતર પાડી ધન હરી ઘેર આવી ગયો. એમ દરરોજ કરે છે. પણ એક વખત સમવસરણ પાસે આવતાં કાંટો વાગ્યો, અને ઉતાવળના કારણે ઘણો અંદર પેઠો. તેથી કાઢ્યા વગર ચલાય એમ નથી બીજો કોઈ ઉપાય ન હોવાથી એક હાથથી કાંટો કાઢવા જાય છે. તે વખતે દેવ સ્વરૂપનું વ્યાખ્યાન કરતાં પ્રભુ વીરનાં વચનો તેનાં કાનમાં પડ્યા કે “દેવે અનિમેષ નયણવાળા, સદા ખીલેલી પુષ્પમાળાવાલા, નીરોગી ધૂળ વગરનાં શરીરવાળા, તથા ભૂમિથી અદ્ધર રહે છે.” અરે બાપરે આ તો ઘણું સંભળાઈ ગયું એથી જલ્દી કાંટો કાઢી જલ્દી કાન બંધ કરી ભાગ્યો. નગરને રોજ લુંટાતુ જાણી મહાજનો રાજા પાસે ગયા. અને ભેટવું ધરી રાજા દ્વારા સન્માન કરાયેલા વિનંતી કરવા લાગ્યા. હે રાજનું! આપની ભુજારૂપી પાંજરામાં રહેલાં અમને કોઈ ભય નથી. પણ ચોરો રાજા વગરનાં નગરની જેમ નગરમાં લુંટ