Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૩૩
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
એમ કહી સર્વ ગોધન ગ્રહણ કરી ઘેર આવ્યા. મૃત ચોર પરિવારનું યથોચિત કરી; વ્રત લેવાથી લાભ થાય છે એવી ખાત્રી થવાથી શક્તિ પ્રમાણે બીજા પણ નિયમો સ્વીકાર્યા. એમ વિશુદ્ધ સમકિતવાળા ગ્રહણ કરેલ વ્રતને પાળવામાં તત્પર, સાધુની સેવા અને ગુણથી રંગાયેલા મનવાળા, દીન, અનાથ વિ. ને દાન આપવામાં મસ્ત બનેલા, પ્રશસ્ત ભાવનાથી ભાવિત જિનેશ્વરની વંદન પૂજામાં તત્પર, સ્વદુષ્કૃત્યોને નિંદનારા, એવા તે બન્ને નો ચરમસમય આવી ગયો. તેથી પંચ પરમેષ્ઠીના નમસ્કારમાં પરાયણ બનેલા મરીને દેવલોકમાં ગયા. ત્યાંથી આવી બન્ને ભાઈ મનમોહક માનવભવ અને દિવ્ય દેવભવો પ્રાપ્ત કરી અનુક્રમે મોક્ષે જશે. એ પ્રમાણે ભાવતીર્થની સેવા સમકિતને શણગારે છે.
“ઈતિ ભીમ-મહાભીમ કથા સમાપ્તમ” હવે ચોથું “ભક્તિભૂષણ' કહે છે. તે વિનય વૈયાવચ્ચરૂપે છે જે સમકિતને શોભાવે છે. કહ્યું છે કે..
તીર્થંકર, શ્રેષમુનિગણ અને સંઘની ઉત્તમ રીતે અનવરત કરવામાં આવતી પરમ ભક્તિ સમકિતને વિભૂષિત કરે છે. માટે ભવથી ભયભીત થયેલા ભવ્યોએ સમકિતને શોભાવા સારુ સતત એઓની ભક્તિમાં રત રહેવું જોઈએ.
તીર્થંકરની ભક્તિ વિષે “આરામશોભા' ની કથા કહે છે.
આરામશોભા કથા
સર્વ દ્વીપ સમુદ્રની મધ્યે રહેલાં આજ જંબુદ્વીપમાં છ ખંડવાળું ભરતક્ષેત્ર છે. તેનાં મધ્યખંડમાં ગાય ભેંસ રૂપ પશુધનથી વ્યામ ઘણો જ રમણીય ગુણનો ભંડાર કુશારૂં નામે શ્રેષ્ઠ દેશ છે. પરિશ્રમથી કલાન્ત એવાં નરનારીનાં હૃદય જેમ ઘણાં શ્વાસવાળા હોય તેમ ઘણાં ધાન્ય (શસ્ય) વાળું, મહામુનિ જેમ સંવરવાળા હોય તેમ સારા પશુઓવાળું, કામીનીજનનું શીર્ષ જેમ સેંથાવાળું હોય તેમ સીમાડાવાળું સ્થાલશક નામે મોટું ગામ છે.
હર્ષઘેલા સેંકડો લોકોથી રમ્ય, દુષ્ટ રાજા અને ચોરોથી અગમ્ય, (ત્યાં નજર પણ નાંખી ન શકે) દાન, દયા અને ઈન્દ્રિય દમનનું ઘર, એવાં સકલગુણથી યુક્ત તે ગામ છે. સ્વરૂપથી તે ગામ ઝાડ વિનાનું છે. અને તે ગામની ચારે દિશામાં એક યોજન ભૂમિ સુધી ઘાસ સિવાય બીજું એક પણ