Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 297
________________ ૨૮૬ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ છે. ધનદત્ત નામે પુત્ર છે. ચાર કન્યા પરણાવી બાપ મરી ગયો. તે પણ દોસ્તારો સાથે ચાર પ્રકારનો માલ લઈ દેશાંતર જવા સમુદ્ર કાંઠે આવ્યો. વહાણમાં ચડી પેલે પાર ગયો. ધન કમાઈ પાછો ફર્યો. કાચા કોડિયાની જેમ પર્વત શિખરથી અથડાતા વહાણ તુટી ગયું. ધનદત્ત પણ મરણ પામ્યો. બચી ગયેલા એક પુરુષે ત્યાં આવી મહિમાને તે ગુસ વાત છૂપી રીતે એકાંતમાં કરી. મહિમાએ પુરુષને કહ્યું કે આ રહસ્ય છુપુ રાખવાનું. તેણીએ વિચાર કર્યો કે “વહુઓને બીજો ભરથાર લાવુ કે જેથી સમસ્ત ઘરસારનું રક્ષણ કરનારા વહુઓને પુત્રો થાય. એમ વિચારી રાત્રે નગર બહાર ગઈ અને અંધારી દેવકુલિકામાં સુખે સુતેલાં કૃતપુણ્યને જોયો. પુરૂષો પાસે ખાટલો ઉપડાવી પોતાનાં ઘેર મુકાવ્યો. અનુક્રમે તે જાગ્યો. તેટલામાં મહિમા તેનાં ગળે વળગી. સુખપૂર્વક રડતી રડતી એમ બોલવા લાગી હે વત્સ! બાલપણામાં જ મારા કમભાગ્યે તેને હરી લીધો. આખાએ ધરણીતલમાં તપાસ કરી છતા તારાં સમાચાર પણ ન મળ્યા. મુનિએ આજે તારૂં આગમન કહ્યુ હતું. અને સ્વપ્ન માં જોવાયેલુ કલ્પવૃક્ષ ઘર આંગણે પ્રાપ્ત થયું. તેથી આજે હે પુત્ર ! તું અમારા પુણ્યથી ખેંચાઈને આવી ગયો છે. આટલા કાલ તું ક્યાં રહ્યો હતો. કેવા સુખ દુઃખ અનુભવતાં તે કહે અથવા તો મારૂં હૃદય જ વજ્રથી બનેલું લાગે છે. કે જેથી તારો વિયોગ થવા છતાં એકદમ ટુકડા ન થયા. હે ગુણસાગર ! હું તારા દેહ ઉપર ઓવારી જાઉં છું. (૧ અશુભ તથા દુ:ખનું વારણ કરવા આશીર્વાદ આપવાની રીત) હે વત્સ ! તારા વિરહમાં મેં હ્રદયથી જે વિચાર્યુ તે વૈરિના દેશમાં પણ કોઈ હિસાબે ન થાઓ. દેવગુરુના વિરહથી તું આટલો કાલ રક્ષણ પામ્યો તેથી મારા જીવનથી પણ તું યુગપ્રમાણ આયુવાળા થઈશ. દેવોના પ્રભાવથી સતીઓના શીલથી પોતાના વંશને તું વધાર અને ઘરના વૈભવ ભોગવ ! તારી ભાભીઓનો ભરથાર દેશાંતરમાં મરી ગયો છે. તેથી આ ચારનો તું સ્વામી થા. આ પ્રમાણે તેણીનાં કૂટ ચરિત્રને જાણવા છતાં મતિ માહાત્મ્યથી ખુશ થયેલા અને વિસ્મય કુતૂહલથી ભરેલા તે કૃતપુણ્યે હા પાડી, પુત્રવધુઓને પણ એકાંતે બેસાડીને કહ્યું કે આવી પરિસ્થિતિમાં તમે દેવરને પતિ તરીકે સ્વીકારો કારણ કે શ્રુતિમાં પણ કહ્યુ છે કે - પતિ જતો રહે, મરી જાય, દીક્ષા લઈ લે કે નપુંસક હોય તો નારીઓને બીજો ભરથાર કરાય છે. તેથી ક્ષેત્રીય (પતિ સિવાય થી થયેલો પુત્ર) પુત્રને પણ ઉત્પન્ન કરી કુલ રક્ષા કરો. કે જેથી મારું સર્વધન રાજભવનમાં ન જાય. કુંતી મહાસતીને પણ અન્ય પતિથી

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306