Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૧૭૫
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સુખને પામેલાં લોકોને આનંદ આપનાર દેખાય છે. જ્યારે બીજા પુરુષાર્થ વગરનાં સાપની જેમ ઉગ પમાડે છે. શ્વેત આતપત્રધારી ભાટચારણો જેમની બિરુદાવળી બોલાવી રહ્યા છે અને હાથીની અંબાડીએ બેસીને ટહેલે છે. જ્યારે અન્ય લોકો તેની પાછળ દોડે છે. આથી જનોની આશાને પૂરી પૃથ્વી માં ! યશ ફેલાવે છે. ત્યારે બીજા કલંકવાળા પોતાનું પેટ પણ માંડ માંડ ભરે છે. સતત દાન ગંગા વહાવે છે, છતાં ધર્મ અને મૃત વધતું જાય છે. જ્યારે અન્ય લોકો ભેગું કરી રાખવા છતાં રાજા કે ચોર વિ. હરી જાય છે. એમ ધર્મઅધર્મનું પ્રત્યક્ષ ફળ દેખાય છે. માટે અધર્મને મુકી આદરથી ધર્મને આચરો.
આ બાજુ દુષ્ટ શિષ્યોએ સવારે કાલકાચાર્ય ગુરુને ન દેખવાથી શય્યાતરને પૂછયું ગુરુ ક્યાં ? ત્યારે તેણે કહ્યું મને શી ખબર? પ્રેરણા કરવા છતાં સારાણા વારણાંવિ.નો સ્વીકાર કરતા નથી. અને સારણાં વારણાં નહિં કરનાર આચાર્ય ને મહાનદોષ લાગે છે.
આગમમાં કહ્યું છે કે - ગચ્છની સારણાદિ નહિં કરનાર આચાર્ય શરણે આવેલાનું માથું કાપનારા જેવાં છે. જે ગચ્છમાં આચાર્ય જીભનાં સ્પર્શથી શિષ્યોને વહાલ કરે છે, પણ સારણાં ન હોય તો ગચ્છ સારો ન કહેવાય. પણ દાંડાથી ફટકારે, છતાં જ્યાં સારણાં છે તે ગચ્છ ઉત્તમ કહેવાય. સારણાદિ તથા ગુણોથી રહિત એવા ગચ્છને પરિવર્તના વિ.કરનારા વર્ગે સૂત્રવિધીથી છોડવો જોઈએ. - તમો પણ દુર્વિનીત હોવાથી આચાર્યે છોડ્યા. તેથી અરે પાપીઓ! મારી નજર થી દૂર હટો. = નહીતર તમે બોલો કે- (અમે) નથી કહેલું/કર્યું. જ્યારે ડરેલાં તેઓ શય્યાતરને ખમાવી કરગરવા લાગ્યા. એકવાર અમારા ગુરુ દેખાડો ? જેથી તેમને પ્રસન્ન કરી જીવન પર્યન્ત તેમની આજ્ઞામાં રહીશું.
હવે અમે સૂરિનાં હૃદયમાં રહેલી ઈચ્છા પ્રમાણે કરીશું. બસ દયાકરી હે શ્રાવક ! એકવાર કહી દો. અમારા ગુરુ ક્યાં ગયા છે ?
આ સાધુઓ ઠેકાણે આવી ગયા છે. એમ જાણી હકીકત જણાવીને ત્યાં મોકલ્યા. સાધુ સમુદાયને જતો જોઈ લોકો પૂછવા લાગ્યા આ કોણ જાય છે. તેઓ બોલ્યા કાલકસૂરિ જાય છે. પરંરાએ સાગરચંદ્રસૂરિનાં કાનમાં તે સમાચાર પહોંચ્યા. સાગરચંદ્રસૂરિએ કાલકસૂરીને જ પૂછયું? શું મારા દાદા ગુરુ આવે છે ? તેમણે કહ્યું હા મે પણ સાંભળ્યું છે. બીજા દિવસે તે માર્ગે જતો સાધુ સમુદાય ત્યાં આવી પહોંચ્યો. ત્યાં સાગરચંદ્રસૂરિ ઉભા થઈ સામે