Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
જીવનદર્શન:
૪ હર્ષમુનિજીઃ આબુની જાત્રાએથી પાછા ફરતાં વચમાં મહારાજશ્રીને એક સાધુવેષ ધારણ કરેલ ભવ્ય આત્મા સાથે મિલાપ થતાં મહારાજશ્રીએ તેની સરળ અને સૌમ્ય પ્રકૃતિ જોઈને પૂછયું : “મહાનુભાવ!તું એકલે કેમ વિચરે છે? ઘેડાને સારથિ, હાથીને મહાવત, તેમ ચારિત્રને પણ સદ્દગુરુનું આલંબન જોઈએ.” આ વાત સાંભળી ભવ્ય આત્માએ બે હાથ જોડી કહ્યું: “આપ જ મારા ગુરુ અને હવે મને આપનું જ શરણ હે.” મહારાજશ્રીએ ખરેડી (આબુ) ગામે તેને દીક્ષા આપી અને તેનું નામ હર્ષ મુનિ રાખ્યું. હર્ષમુનિજીની મુખાકૃતિ એવી અદભુત હતી કે તેમને જોતાં જ ચિત્તમાં હર્ષને ઉલ્લાસ પ્રગટે.
૫-૬ ઉદ્યોતમુનિ અને રાજમુનિ મહારાજ સાહેબનાં વ્યાખ્યાને સાંભળી સુરત મુકામે મહેસાણાના ઉજમભાઈ અને માલવાના રાજમલજીને ચારિત્રસુખની ભાવના થઈ. મહારાજશ્રીએ બંનેને દીક્ષા આપી અને ઉજમભાઈનું નામ ઉદ્યોતમુનિ તથા રાજમલજીનું નામ રાજમુનિ રાખ્યું. સુરતી શ્રાવકેએ આ મહોત્સવ ભારે ઠાઠપૂર્વક ઉજવ્ય.
૭ દેવમુનિ : મહારાજ સાહેબના પરિચયમાં આવતાં માતરનિવાસી છગનલાલભાઈને કેડ જાગ્યા. એમના માતુશ્રી પણ ખરેખર વીર પુત્રની માતા હતા. માતાએ પિતાના સ્વહસ્તે મહારાજશ્રીને ગોચરીમાં પુત્રને વહેરા. મહારાજશ્રીએ તેને દીક્ષા આપી અને દેવમુનિ નામ રાખ્યું. દીક્ષા મહોત્સવ બહુ ભવ્ય રીતે સુરત શાહપરના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ દહેરાસરમાં ઉજવાયે. આ મુનિરાજને આત્મા ખરેખર દિવ્ય હતું અને યથાનામ તથાગુણોની કહેતી તેમણે સાચી પાડી હતી.
૮ ગુણમુનિ સાદડી (મારવાડ) ના એક ભાઈને સંસાર પર વૈરાગ્ય આવતાં મહારાજશ્રી પાસે દીક્ષા લેવાની ભાવના થઈ. મહારાજશ્રીએ તેમને દીક્ષા આપી જશ મુનિજીના શિષ્ય બનાવ્યા. પૂર્વના કેઈ અશુભ કર્મના ઉદયથી તેમને હરસનો વ્યાધિ થયે. આ મહાત્માએ વ્યાધિના કારણે આખી જીંદગી સુરતમાં શેઠ નેમુભાઇની વાડીમાં ગાળી. સુરતના અનેક બાળકને ધાર્મિક અભ્યાસ અને ધર્મકરણીમાં જોડી ઘણે ઉપકાર કર્યો. શેઠ નવલચંદ ખીમચંદ બાલ્યાવસ્થામાં આ મુનિ મહારાજ પાસે ભણ્યા હતા અને તેમણે પિતે આ વાત કરી હતી. જે ઓરડામાં તેઓ રહેતા હતા, તે ઓરડો આજે પણ તેમને નામથી પ્રસિદ્ધ છે અને તેમને ફેટો આજે પણ ત્યાંના ઉપાશ્રયમાં જોવામાં આવે છે.
-
૯-૧૦ સુમતિમુનિ અને હેમમુનિઃ મુંબઈના ચે.માસા દરમ્યાન મહારાજશ્રીની વૈરાગ્યયુકત વાણી સાંભળી અમદાવાદવાળા સાંકળચંદભાઈ અને વડનગરનિવાસી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org