Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
વચનસિદ્ધ વિભૂતિ લેખક : શા ફતેહચંદ ઝવેરભાઈ-મુબઈ.
[૪]
આ વિશ્વમાં કેઈક એવા ઉત્તમ કેટિના માન જન્મે છે કે તેના જન્મથી માનવસમાજ આનંદવિભોર બને છે. ત્યારે એવા કેઈક કમનસીબ માન હોય છે કે જેના મૃત્યુ પછી બે આંસું સારવારમાં દુનિયા લઘુતા અનુભવે છે, છતાં વિશ્વને એ અનિવાર્ય ક્રમ છે કે–ભૌતિક પરિબળાનું નિવારણ કરવા, અને અધ્યાત્મવાદને પવિત્ર પ્રકાશ પાથરવા યુગે યુગે જગતને મહાપુરુષોની દેવી ભેટ મળી રહી છે.
ભગવાન મહાવીર પ્રભુનું શાસન એકવીશ હજાર વર્ષ પર્યન્ત રહેવાનું છે. એ દષ્ટિએ વિચારીએ તે પણ જૈનશાસનના રક્ષણ માટે તથા સંઘની ઉન્નતિ માટે મહાન પુરુષે પ્રકટવા જોઈએ.
વિશ્વના ઉત્થાનમાં મહાપુરુષનો અસાધારણ ( Extra Ordinary) ફાળો છે. સૌ જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે; પણ મહાપુરુષોની વિશિષ્ટતા એ છે કે તેમના જીવનની દરેકે દરેક ક્ષણને ઉપગ, વિશ્વના ઉદ્ધાર કાજે થયેલ હોય છે. જેથી તેમના જન્મ, જીવન અને મૃત્યુ ત્રણે આશ્ચર્યજનક હોય છે.
સ્વ. પ્રશાંતમૂર્તિ શ્રીમદ મોહનલાલજી મ. જેમાં એક મહાન વિભૂતિરૂપ હતા. મુંબઈમાં જ્યારે કેઈપણ સંપ્રદાયના જૈન મુનિનું નામ-નિશાન ન હતું ત્યારે અનેક પ્રતિકૂળતાઓને સામને કરી મુંબઈમાં સંવેગી સાધુ તરીકે પ્રથમ પ્રવેશ કરનાર ગ્રંથનાયક
મુનિશ્રી મોહનલાલજી” હતા. તેઓશ્રીને જન્મ મથુરા પાસેના ચાંદપુરગામમાં એક બ્રાહ્મણ કુટુંબને ત્યાં સં. ૧૮૮૭ વૈ. સુ. ૬ ના રોજ થયો હતો.
સ્વમના સંકેત અનુસાર તેમના માતા-પિતા પોતાના પુત્ર “મેહન” ને યતિશ્રી રૂપચંદ્રજીને ભેટ ધરે છે. અને સં. ૧૯૦૩ માં મક્ષીજી મુકામે મેહનની યતિ–દીક્ષા થાય છે. તે પછી તેમના જીવનમાં સંગી જીવન માટે તાલાવેલી જાગે છે અને સં. ૧૩૦ માં અજમેરમાં શ્રી સંભવનાથજીપ્રભુની પ્રતિમા સમક્ષ, સંઘ સાક્ષીએ સંવેગીપણું ધારણ કરી ક્રિયા દ્વારની ક્રાંતિ કરે છે. સંયમી જીવનમાં પાલીતાણું, એસિયા, સુરત, મુંબઈ આદિ અનેક સ્થાનમાં પ્રતિષ્ઠાએ, જીર્ણોદ્ધારનાં કાર્યો તેમના પુણય હસ્તે થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org