Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
શ્રી મેહનલાલ અર્ધશતાબ્દી ગ્રંથ સિદ્ધિચન્દગણિકૃત આ સ્તંત્રની ટીકા (પૃ. ૧૨)માં આ સ્તોત્રમાં ૧૮૫ અક્ષરે હવાનુંપાંચ જ ગાથા હેવાનું કહ્યું છે.
છંદપાંચ ગાથા પૂરતી આ કૃતિનાં તમામ પદ્યો “આય” છંદમાં છે.
ઉત્પત્તિ આ સ્તવની ઉત્પત્તિના સંબંધમાં અર્થકલ્પલતા (પૃ. ૭-૮)માં નીચે મુજબ કથન કરાયું છે –
સંભૂતિવિજયે ભદ્રબાહુ અને વરાહમિહિર નામના બે ભાઈઓને-બ્રાહ્મણને પ્રતિબંધ પમાડી દીક્ષા આપી. વરાહમિહિર જ્ઞાનાવરણકર્મના પશમના અભાવને લઈને ચન્દ્રપ્રજ્ઞપ્તિ વગેરે કંઈક શાસ્ત્ર ભણ્યા, જ્યારે ભદ્રબાહુ તે “શ્રુતકેવલી” બન્યા. “આચાર્ય પદવી વરાહમિહિરને અપાઈ નહિ. એથી એ દીક્ષા છેડીને ફરીથી બ્રાહ્મણ બની ગયા. પહેલાં ચન્દ્રપ્રજ્ઞપ્તિ વગેરે સિદ્ધાન્તોના અર્થ એઓ શીખ્યા હતા તે એમણે ફરી ફરીને યાદ કરી સવા લાખ શ્લોક જેવડું જ્યોતિશાસ્ત્ર રચ્યું. એ “વરાહમિહિરના નામથી પ્રસિદ્ધિ પામ્યું. એ સિદ્ધાન્તમાંથી ઉદ્ભત કરાયેલું હોવાથી પ્રાયઃ સત્ય અર્થવાળું બન્યું. ત્યાર બાદ વિપ્રાદિ વડે એનું પઠન કરાતાં પરંપરાથી તે આજે પણ છે.
વરાહમિહિર ગચ્છમાં બાર વર્ષ રહ્યા હતા. અંગ, ઉપાંગ, પૂર્વ વગેરે સિદ્ધાન્ત એએ ભણ્યા હોવાથી સમસ્ત જ્યોતિશાસ્ત્રના તેમજ વિદ્યા, મન્ચ, ગ, ચૂર્ણ વગેરેના પણ એઓ જ્ઞાતા બન્યા હતા. આ વાત એમનાથી છેતરાયેલા મિથ્યાદષ્ટિ વિષે નીચે પ્રમાણે કહે છે –
લેકે ! આ વરાહમિહિર સકળ શાસ્ત્રોમાં પારંગત, ચોદ વિદ્યાઓના નિધાનરૂપ તેમજ વશીકરણ, પરપુરપ્રવેશ, આકાશગામિની ઈત્યાદિ વિદ્યાઓના સ્થાનરૂપ છે. એ વિદ્યાના બળ વડે આકાશમાં જ્યોતિશ્ચકની સાથે બાર વર્ષ સુધી વિચર્યા અને સૂર્યાદિ ગ્રહને તથા અશ્વિની વગેરે નક્ષત્રનો સંચાર એમણે યથાર્થ રીતે જે. પછી એ રૂડી રીતે મનમાં ધારણ કરી મત્સ્યલેકમાં ઊતરી આવી લેકેના ઉપકારાર્થે એમણે આ
તિષ્ક રચ્યું. આ પ્રસિદ્ધિ હાલમાં પણ એ શાસ્ત્રના અધ્યયનાદિથી વસ્તુ સાચી પડતી હેવાથી મુગ્ધ જને એમાં મહિમાને આરેપ કરી ફેલાવે છે, પરંતુ એ જ જાણતા નથી કે આ તે જૈન આગમને જ પ્રભાવ છે કે જેથી વરાહમિહિરમાં કહેલું સાચું પડે છે.
વરાહમિહિર દંભ વડે મિથ્યાષ્ટિઓને છેતરતા અને તેમની પાસેથી દાનાદિ મેળવતા અને પિતાની ખેતી પ્રસિદ્ધિથી આનંદ પામતા. આમ એઓ વખત વીતાવવા લાગ્યા.
એક વેળા સંભૂતિવિજય પિતાના ગચ્છને ભાર ભદ્રબાહુસ્વામીને સોંપી સ્વર્ગે સંચર્યા. કાલાંતરે વરાહમિહિરે અજ્ઞાન-તપ કરેલું હોવાથી એ વ્યંતર થયા. પછી વિર્ભાગજ્ઞાન વડે એમણે પિતાને પૂર્વ ભવ જે. સાધુઓ સદા અપ્રમત્ત રહેતા હોવાથી એએ એમને હેરાન ન કરી શક્યા, એટલે એમણે પ્રમત્ત શ્રાવકોને હેરાન કરવા માંડ્યા. વ્યંતર પિતાને ઉપસર્ગો કરે છે એવી એમને જાણ થતાં તેમણે ભદ્રબાહુસ્વામીને આશ્રય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org