Book Title: Marg Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ માર્ગ છે. અથવા સંવિગ્ન બહુ જનોએ આચરેલું માર્ગ છે. ધર્મરત્નપ્રકરણમાં ખૂબ જ સ્પષ્ટપણે માર્ગનું સ્વરૂપ વર્ણવ્યું છે. વિસ્તારથી જાણવાના અર્થીએ ત્યાંથી જાણી લેવું. અહીં એ વાત સંક્ષેપથી જણાવી છે. ૩-૧ાા. શ્રી સર્વશપરમાત્માએ કહેલો વિધિ સ્વરૂપ શબ્દ માર્ગ છે જ. પરન્તુ સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ આત્માઓનું આચરણ પણ માર્ગ છે -એ માનવાનું બરાબર નથી, કારણ કે વાદ્યાર્થજ્ઞાનાદિના ક્રમે ભાવનાજ્ઞાનમાં પ્રધાનપણે આજ્ઞાનું જ પ્રામાણ્ય વર્ણવ્યું છે. આજ્ઞાના પ્રામાણ્યથી જ દરેક અનુષ્ઠાનોનું પ્રામાણ્ય વ્યવસ્થિત છે. શિષ્ટાચારની પ્રામાણિક્તા પણ શ્રી સર્વજ્ઞપરમાત્માના શબ્દની પ્રામાણિકતાને લઈને છે. તેથી સ્પષ્ટ છે કે શ્રી સર્વજ્ઞપરમાત્માનો શબ્દ જ માર્ગ છે. શિષ્ટાચારને માર્ગ માનવાની આવશ્યકતા નથી. આવી શંકાના સમાધાનમાં જણાવાય છે – द्वितीयानादरे हन्त प्रथमस्याप्यनादरः । जीतस्यापि प्रधानत्वं साम्प्रतं श्रूयते यतः ॥३-२॥ “શિષ્ટાચરણને પ્રવર્તક તરીકે આદરવામાં ન આવે તો શ્રી સર્વજ્ઞપરમાત્માના વચનનો પણ વસ્તુત: અનાદર જ થાય છે. કારણ કે વર્તમાનમાં જીતાચારનું પણ પ્રાધાન્ય પ્રસિદ્ધ છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી સર્વજ્ઞ ભગવાનનો શબ્દ અને સંવિગ્નાશઠ એવા ગીતાર્થપુરુષોનું આચરણ (શિષ્ટાચરણ): આ બે પ્રકારના માર્ગમાં બીજા શિષ્ટાચારને માર્ગ તરીકે માનવામાં ન આવે તો ખરી રીતે

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66