Book Title: Marg Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ ગૃહસ્થને પૂ. સાધુભગવન્તોની પાસે જતા રોતા હોય છે. ત્યાર પછી શ્રી જિનમંદિરાદિ બંધાવવાં, પૂજા-મહોત્સવાદિ કરવા વગેરે સ્વરૂપ દ્રવ્યસ્તવ(દ્રવ્યના વ્યયથી કરાતા અનુષ્ઠાન)નો પૂ. સાધુભગવન્તો માટે નિષેધ હોવા છતાં પૂ. સાધુભગવન્તો પણ તે (દ્રવ્યસ્તવ) કરી શકે છે-એમ તેઓ (અસંવિગ્ન પુરુષો) માનતા હોય છે. સામાન્ય રીતે સુપાત્રને ભકિતપૂર્વક ન્યાયથી પ્રાપ્ત એવી નિર્દોષ વસ્તુનું દાન કરવાનું છે. આમ છતાં અસંવિગ્ન જનો એમ જણાવવાના બદલે એમ જણાવે છે કે આપવાથી એકાન્ત લાભ છે. ગમે તેને ગમે તેનું દાન કરવું જોઈએ. આ રીતે તેઓ વિવેકરહિત દાનનો ઉપદેશ આપે છે. તેમ જ કોઈ પણ જાતના પુષ્ટ આલંબન વિનાનિરંકુશપણે માર્ગમાં અપવાદાદિનો આશ્રય લે છે. આ મોહસ્વરૂપ દોષના કારણે વિશ્વની વિડમ્બના કરી છે. માછીમાર મુગ્ધમાછલીઓના જેમ પ્રાણ હરી લે છે, તેમ આ અસંવિગ્ન પુરુષો પોતાની દુષ્ટ આચરણાથી પોતાના પરિચયમાં આવનારાના ભાવપ્રાણ લઈને તેમની વિડંબના કરે છે. એ અત્યન્ત ખેદજનક છે. અસંવિગ્ન પુરુષોના દુષ્ટ આચરણો અહીં તો બહુ થોડાં વર્ણવ્યાં છે. મોક્ષની સાધનાના અર્થીઓને તેમના માર્ગથી વિચલિત કરનારાં સઘળાંય અનુષ્ઠાનો મોહથી જ થતાં હોય છે. ઉપલક્ષણથી એ બધાંનો જ અહીં સંગ્રહ કરી લેવાનો છે. અહીં યાદ રાખવું જોઈએ કે સંવિગ્ન પુરુષો મુમુક્ષુ આત્માઓને અસંવિગ્ન જનોથી દૂર રાખવા માટે ભવાન્તરના ભય વગેરેની વાત કરે તો તે દુરાચરણ નથી. તેથી વિડંબના પણ થતી નથી. કારણ કે તે મોહજન્ય આચરણ નથી, જ્ઞાનજન્ય આચરણ છે. 'ઝિંદ્ર

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66