Book Title: Marg Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 42
________________ ત્યારે, “તેમની પ્રત્યે અજ્ઞાનના આવેશને લઈને કઠોર આશયવાળા તે મહાત્માઓ કઠોર વચનો બોલતા હોય છે. તેથી તેઓ તેમની બાહ્ય-ઉત્કટ આચારાદિ સ્વરૂપ આકૃતિ ઉપરના વિશ્વાસથી મહાપાપનું ભાજન બને છે...’-આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે; ગીતાર્થના પારતન્ત્યનો ત્યાગ કરી સ્વચ્છન્દપણે જેઓ વિચરે છે, ત્યારે તેમને સ્ખલનાનો ચિકાર સંભવ હોય છે. એવી જ કોઈ સ્ખલનાને જોઈને કોઈ ગીતાર્થમહાત્માઓ જ્યારે તેમને હિતશિક્ષા આપે છે ત્યારે તે મહાત્માઓ સામેથી તેમને કહેતા હોય છે કે ‘“તમે જ ક્રિયાઓ બરાબર કરતા નથી. અમે તો બધી ક્રિયાઓ બરાબર કરીએ છીએ. તમારે અમને ઉપદેશ આપવાની જરૂર નથી.''...વગેરે કહેતી વખતે સ્વચ્છન્દીઓનો; અજ્ઞાનના કારણે ઉત્પન્ન થયેલા આવેશને લઈને કઠોર આશય હોય છે. એ આશયથી ખૂબ જ કઠોર ભાષા તેઓ બોલતા હોય છે. પરન્તુ શુદ્ધભિક્ષા અને મલિનવસ્રને ધારણ કરવાદિ સ્વરૂપ તેમની આકૃતિ (બાહ્ય પ્રવૃત્તિ) ઉપર લોકોને વિશ્વાસ હોવાથી લોકોને ઠગવા સ્વરૂપ મહાપાપના તેઓ ભાજન બને છે. ગુણના આભાસમાત્રથી પામર પુરુષો ખૂબ જ સહેલાઇથી ઠગાતા હોય છે. આથી સમજી શકાશે કે ગીતાર્થપારતત્ર્યને સ્વીકારવાનું કેટલું દુષ્કર છે. બાહ્ય દૃષ્ટિએ ઉત્કટ ચારિત્રને ધારણ કરવા છતાં ગીતાર્થની આજ્ઞામાં રહેવાનું ખૂબ જ કપરું છે. ગીતાર્થની આજ્ઞામાં રહેવાનું મન ન હોય તો તે ઉત્કટ ચારિત્ર; ગુણનું કારણ ૩૯

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66