Book Title: Marg Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ જે દોષ નથી; તો શાસ્ત્ર જેનો નિષેધ કરતું નથી અને જે ઈષ્ટનું . પ્રદાન કરે છે, તે શિષ્ટાચારને અવશ્યપણે પ્રમાણભૂત માનવો જોઈએ.. ૩-૪ જેનો શાસ્ત્રથી વિધિ-નિષેધ નથી એવા શિષ્ટપુરુષોના આચરણનું પ્રમાણ માનવાનું બરાબર છે. પરંતુ શાસ્ત્રથી જેનું વારણ (અહીં કેટલીક પ્રતોમાં વારિતું આવો પાઠ છે. તેના સ્થાને વારિત આવો પાઠ હોવો જોઈએ.) કરાયું છે (નિષેધ કરાયો છે) તેનું પરાવર્તન હજારો કારણે પણ કરાય નહિ - આવી શક્કાનું સમાધાન કરાય છે – निषेधः सर्वथा नास्ति विधि र्वा सर्वथागमे । आय व्ययं च तुलयेल्लाभाकाङ्क्षी वणिग्यथा ॥३-५।। આગમમાં કોઈ પણ વસ્તુનો સર્વથા નિષેધ નથી અને કોઈ પણ વસ્તુનો સર્વથા વિધિ (વિધાન) પણ નથી. લાભનો (ધનલાભનો)અર્થી એવો વાણિયો; આય (પ્રામિ) અને વ્યય(હાનિ)નો વિચાર કરી જેમ વ્યાપારમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરે છે, તેમ કર્મનિર્જરા અને કર્મબન્ધનો વિચાર કરી મુમુક્ષુ આત્માઓ કોઈ પણ વસ્તુમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરે” – આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રીવીતરાગપરમાત્માએ પ્રરૂપેલા પરમતારક આગમમાં સામાન્યથી કોઈ પણ વસ્તુનું સર્વથા - એકાન્ત વિધાન પણ નથી અને કોઈ પણ વસ્તુનો એકાન્ત નિષેધ પણ નથી. જે વસ્તુનું સામાન્યથી વિધાન કર્યું છે તેનો સંયોગવિશેષમાં નિષેધ પણ કર્યો છે. અને સામાન્યથી જેનો

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66