Book Title: Marg Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ સમુદાયથી જુદા સ્વતન્ત્રપણે વિચરે છે; તેઓ સંવિગ્નાભાસી છે. આવા સંવિગ્નાભાસીઓ જે કોઈ; શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરવી; નવકલ્પી વિહાર કરવા; મલિનવસ્ત્ર ધારણ કરવાં અને અપ્રમત્તપણે બધી ક્રિયાઓ કરવી..વગેરે પ્રવૃત્તિ કરે છે તેનું કોઈ જ ફળ નથી. કારણ કે એ બધી સ્વેચ્છામૂલક છે, પૂ. ગીતાર્થ ગુરુભગવન્તની આજ્ઞામૂલક નથી. કોઈ પણ પ્રવૃત્તિની સફળતા તેની ગીતાર્થપરતન્ત્રતાના કારણે છે. વિહિત હોવા છતાં પણ જે પ્રવૃત્તિ ગીતાર્થની નિશ્રા વિના કરાયેલી છે તેનું કોઈ જ ફળ નથી. એટલું જ નહિ તેનું વિપરીત ફળ પ્રાપ્ત થાય છે. સમુદ્રને પાર જવા માટે નાવમાં બેસીને નીકળ્યા પછી અધવચ્ચે નાવ ભાંગી જાય તો; ઇષ્ટસ્થાને તો ન જ પહોંચાય પરન્તુ મધ્ય દરિયે ડૂબી જવાય. આવું જ સંવિગ્નાભાસીઓના જીવનમાં બને છે. આ સંસારસમુદ્રથી પાર ઊતરવા માટે તેઓએ સંયમનૌકાનો આશ્રય તો લીધો પરન્તુ ગીતાર્થ-પારતત્ર્યનો ત્યાગ કરવાથી તેમની નૌકા જ ભાંગી ગઈ. આવી દશામાં તેમને તેમની પ્રવૃત્તિથી ઇષ્ટ-મોક્ષની પ્રાપ્તિ તો થતી જ નથી, પરન્તુ વિપરીત ફળ સ્વરૂપે ભવસમુદ્રમાં ડૂબવાનું જ થાય છે-એ સમજી શકાય છે. શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ આરાધના કરવાના બદલે પોતે માની લીધેલી આરાધના કરવાથી કેવી સ્થિતિ થાય છે - તે દૃષ્ટાન્તથી ખૂબ જ સ્પષ્ટપણે અહીં વર્ણવી છે. દૃષ્ટાન્તનો પરમાર્થ સારી રીતે સમજાય છે. મધ્ય દરિયે નૌકાનો ભંગ થાય તો કેવી કરુણ-દયનીય પરિસ્થિતિ સર્જાય-એને આપણે સૌ બરાબર સમજી શકીએ છીએ. એથી પ્રણ ભયંકર સ્થિતિ ૩૫

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66