Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
શરૂઆતમાં મંડળો ઊભાં કરવાની, પંચ વિગેરેમાં ભાગ લેવાની અને જુદી જુદી પ્રવૃત્તિઓ કરવાની હોંશi હતી. તે મુજબ મહેસાણા પાઠશાળામાં હું શિક્ષક હતો ત્યારે મહેસાણા અને જ્ઞાતિના યુવાનોનું એક મંડળ 1ઊભું કર્યું હતું. અને આ મંડળ દ્વારા “જ્ઞાતિ હિતેચ્છુ' નામે એક માસિક શરૂ હતું. આનું સંચાલન શ્રીયુત. ચીમનલાલ વાડીલાલને મુંબઈમાં સોંપ્યું હતું. આ પત્રમાં તેમણે જ્ઞાતિઓના છિદ્રો ખુલ્લાં કરવા માંડ્યાં. તેને
પરિણામે તે પત્ર બંધ થયું. પણ પત્ર સંચાલનના પરિણામે તે જતે દિવસે માતૃભૂમિ પેપરના તંત્રી બન્યા.' jઅને રાજકીય ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું.
આ પછી અમદાવાદમાં આવ્યા બાદ જ્ઞાતિના બાવીસી-પાંત્રીસીના જે ભાઈઓ રહેતા તેનું એક! મંડળ ઊભું કર્યું. આ મંડળનો ઉદ્દેશ આ બે જ્ઞાતિના અમદાવાદમાં રહેતા ભાઈઓના સુખદુઃખમાં ભાગ લેવાનો હતો. મોટે ભાગે તે વખતે અહીં ૧૫ થી ૨૦ જ જ્ઞાતિના કુટુંબો હતાં. તેમાં પણ ઘરના ઘરવાળા તો એકાદ જ. મોટા ભાગના તો નામાં વિગેરેની નોકરી કરનારા હતા. આ મંડળને અમે વિકસાવ્યું અને જ્ઞાતિમાં બી. એ. આસપાસની ડીગ્રી લેનારાઓને માનપત્ર આપવાનો મેળાવડો યોજયો. આ માનપત્ર લેનારાઓ પૈકી એ. બી શાહ. ડૉ. જયંતના ફાધર અંબાલાલભાઈ, મણુંદવાળા તલકચંદભાઈ વિગેરે હતા.!
આ મંડળમાં બન્ને જ્ઞાતિના ભાઈઓ હતા. છતાં કન્યાવ્યવહાર વિગેરેના સંબંધો જ્ઞાતિના અલગ અલગ હતા. એક સારા સમયે આ મંડળને વિચાર આવ્યો કે આ બે જ્ઞાતિઓ એક થાય તો સારું. આ વિચાર! ચાલતો હતો તે દરમ્યાન ચુનીલાલ મયાચંદ દવાવાળાના ભાગીદાર ઉત્તમલાલ, જે અમારા બધામાં વડીલી હતા, તે પણ અમારા મંડળમાં જોડાયા. (કેમ કે ઘાંચીની પોળમાં તેમણે તાજેતરમાં મકાન લીધું હતું. (પણ પંચ સાથે મેળ મળ્યો ન હતો.) | મંડળે બે જ્ઞાતિઓને ભેગા કરવાનો નિર્ણય કર્યો. આ દરમ્યાન હું બાવીસીના પંચમાં જ્યારે પંચ ભેગું થતું હતું ત્યારે ભાગ લેતો હતો અને અમારા પંચના આગેવાન શેઠ વાડીલાલ પીતાંબરદાસ વિગેરેની સાથે સારો સંબંધ ધરાવતો હતો અને એ પણ જાણતો હતો. કે જ્ઞાતિ ટૂંકી હોવાથી કન્યાઓની લેવડ-દેવડ 1માટે ઘણી મુશ્કેલી પડતી હતી. તેનો જ્ઞાતિના આગેવાનોને પણ રંજ હતો. તેમજ બાવીસી પાંત્રીસીના પિંથકના અમદાવાદમાં રહેતા ભાઈઓ પણ જ્ઞાતિના આગેવાનોના પુત્રો હતા. તે બધા પણ ઇચ્છતા હતા! Iકે બન્ને જ્ઞાતિઓ ભેગી થાય તો વધુ સારું. અને અમે અમારા વડીલોને સમજાવવા યથાશક્ય પ્રયત્ન કરીશું! એમ કહેતા હતા.
આથી એક સારા દિવસે અમારા અમદાવાદના મંડળે બન્ને જ્ઞાતિઓના પંચના આગેવાનોનો સંપર્ક] સાધ્યો. નરોડા મુકામે બન્ને જ્ઞાતિઓના પંચને આ માટે વિચાર કરવા આમંત્રણ આપ્યું. આ માટેનો બનતા! Jસુધી વિક્રમ સંવત ૧૯૮૯નો મહા સુદ પાંચમનો દિવસ નિર્મીત કર્યો.
પંચોની રીતિ મુજબ કોઈ નિર્ણત દિવસે બધા ભેગા થતા ન હતા. જુએ કે કેટલા ભેગા થયા છે! 'પછી આગેવાનો આવે, ચર્ચા કરે અને પાંચ સાત દિવસ કે તેથી વધુ દિવસ પંચ ચાલે. પણ અમે આમંત્રણT પત્રિકામાં જણાવ્યું હતું કે મહા સુદ પાંચમને દિવસે આવી જવું. તે દિવસે જ વિચારણાનું કાર્ય ચાલુ થશે.! આ મુજબ મહા સુદ પાંચમના દિવસે બન્ને પંચોના આગેવાનો આવી ગયા. અને મહા સુદ પાંચમના દિવસે નરોડા મુકામે બહારની ધર્મશાળામાં આ બેઠક યોજાઈ. બન્ને પંચોની આગતા-સ્વાગતાનો, રહેવા ખાવાપીવાનો
=============================== [૫૪]
.
મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
- - - - - - - - - - - --
—
—
-