Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
|પર્યુષણનો કાર્યક્રમ જાહેર કર્યો. તેમાં ચંડાંશુચંડૂ પંચાગની ઉદયવાળી ચોથ આવે તે રીતે આખો પ્રોગ્રામ જાહેર | કર્યો અને તેમાં ચંડાંશુચંડૂ પંચાંગમાં આવતી પાંચમના ક્ષયને બદલે છઠનો ક્ષય જણાવ્યો. એટલે ચંડાંશુચંડૂની ઉદયવતી ત્રીજના દિવસે સાગરજી મહારાજે, પૂનમ અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ થાય તે મુજબ, ભાદરવા સુદ ચોથ જાહેર કરી, સંવત્સરી કરી. અને દાનસૂરિ મહારાજ વિગેરેએ બીજા પંચાંગનો આશરો લઈ ભાદરવા સુદ પાંચમ પર્વતિથિ હોવાથી ક્ષય ન થાય તેમ જણાવી છઠના ક્ષયપૂર્વક ભાદરવા સુદ ચોથની સંવત્સરી કરી. આમ વિક્રમ સંવત ૧૯૮૯માં પૂ. સાગરજી મહારાજ સિવાય બીજા બધાએ છઠના ક્ષયપૂર્વક |સંવત્સરી કરી. પણ તે વખતે દર્શનવિજયજી ત્રિપુટી અને પ્રતાપવિજયજી મહારાજે જૈન પેપરમાં જાહેર કર્યું| કે સાગરજી મહારાજની વાત વિચારવા યોગ્ય છે. અમે બધાની સાથે સંવત્સરી કરીશું. સાગરજી મહારાજ સાથે નહિ કરીએ. પણ તે કહે છે તે વિચારણીય છે. આ વખતે સાગરજી મહારાજ તરફથી શાસ્ત્રીય પુરાવારૂપે તેમની વાતના સમર્થનમાં શાસ્રપાઠો પણ રજૂ કરવામાં આવ્યા હતા.પણ મોટો પક્ષ છઠના ક્ષયની
માન્યતાવાળો હોવાથી મોટા ભાગે સંધે છઠનો ક્ષય રાખી સંવત્સરી કરી હતી.
આ વખતે નીતિસૂરિ મહારાજ તરફથી ઉપાધ્યાય દયાવિજયજી મહારાજના નામથી છઠના ક્ષયના સમર્થનની પુસ્તિકા બહાર પાડવામાં આવી હતી, અને સાગરજી મહારાજનો વિરોધ કર્યો હતો.
(૫)
વિક્રમ સંવત ૧૯૯૨ અને વિ. સં. ૧૯૯૩ આ બન્ને સાલ ચંડાંશુચંડૂ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ આવી. આ વૃદ્ધિનો પ્રસંગ અગાઉ કોઈ સાલ આવ્યો ન હતો. આ વખતે પણ સો દોઢસો ! વર્ષના ચોપડા વિગેરે જોવામાં આવ્યા. તેમાં પણ કોઈ આવો પ્રસંગ ન હતો. આની ચર્ચા વિક્રમ સંવત ૧૯૯૧ થી શરૂ થઈ. વીરશાસનપત્રમાં આના લેખો આવવા માંડયા. પરંતુ આ લેખોમાં પર્વતિથિનો ક્ષય કરવાની વાત હતી નહિ. એટલું જ નહિ. પણ વિક્રમ સંવત ૧૯૯૨ના આસો મહિનાનો પાક્ષિક પંચાંગનો । કોઠો આપવામાં આવ્યો તેમાં પણ ચંડાંશુચંડૂ પંચાંગના આધારે ચૌદશના ક્ષયે તેરસનો ક્ષય દર્શાવવામાં આવ્યો । [હતો. જે કોઠાની નકલ મારા પર્વતિથિનિર્ણય પુસ્તકમાં પ્રાક્કથનમાં આપવામાં આવેલ છે. આ ચર્ચામાં વિક્રમ સંવત ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯નો હવાલો આપી પાંચમના ક્ષયે છઠનો ક્ષય કર્યો હતો તે મુજબ વિક્રમ સંવત ૧૯૯૨ના પર્યુષણમાં પાંચમની વૃદ્ધિએ બીજા પંચાંગનો આશરો લઇ છઠની વૃદ્ધિ કરવી જોઈએ
જણાવ્યું હતું. પણ પાંચમની વૃદ્ધિ કરવી જોઈએ તે વાત નહોતી. વિક્રમ સંવત ૯૧ પછી ૯૨ની સાલના મહિનાઓ પસાર થતાં આ ચર્ચા વધુ વેગ પડતી થવાથી પૂ. આચાર્ય વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે આ |સંબંધે વિચાર કરવા અમદાવાદમાં બિરાજતા પૂ. વયોવૃદ્ધ આચાર્ય શ્રી સિદ્ધિસૂરિજી મહારાજને પાંજરાપોળના | Iઉપાશ્રયે બોલાવ્યા અને આ સંબંધે વિચાર કરવા જણાવ્યું.
પૂ. આચાર્ય વિજયનેમિસૂરિજી મહારાજે કહ્યું કે વિક્રમ સંવત ૧૯૫૨માં ભાદરવા સુદ પાંચમનો પંચાંગમાં ક્ષય આવ્યો ત્યારે સંવત્સરી કઈ રીતે કરવી તે માટે અમારા વડીલ પૂજ્ય ગંભીરવિજયજી મહારાજ ।વિગેરે હતા એટલે તેમણે જે કર્યું તે મુજબ વિક્રમ સંવત ૧૯૫૨, ૧૯૬૧, ૧૯૮૯ વિગેરેમાં ક્યું પણ આ । !અગાઉ કોઈ દિવસ પંચાંગમાં પાંચમની વૃદ્ધિ આવી નથી. આપણી પાસે આ વૃદ્ધિના પ્રસંગે પુર્વપૂરુષોએ શું કર્યું તેનો કોઈ પુરાવો નથી. એટલે આપણે આ સંબંધમાં વિચાર કરવો જોઈએ. પૂ. સિદ્ધિસૂરિજી મહારાજે
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
૬૨]