Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi

View full book text
Previous | Next

Page 209
________________ - lહતાં તે બધાં પુસ્તકો સુરત લઈ જવા અનુકૂળ ન હતાં. તેથી આ પુસ્તકો વેચી નાખવા મેં વિચાર કર્યો. તે | વાત મેં પૂ.આ.મ.ને જણાવી. આ. મહારાજે મને કહ્યું, “તારે કાઢી નાખવા હોય તો અમે આ તારાં પુસ્તકો / જ કાંઈ વેચવાનાં હોય તે બધાં લઈ લઈશું.” અને તે કહ્યા પછી તરત જ રકમ બોલવા માંડી, “પાંચ હજાર, ! છ હજાર..” મહારાજશ્રીને કહ્યું, “સાહેબ, તમે કેટલાં પુસ્તક છે તેનું લિસ્ટ જોયું નથી અને મેં બતાવ્યું છે નથી. માટે રકમનું નક્કી ન થાય”. મહારાજે કહ્યું, “મારે તારું લિસ્ટ જોવું નથી, તારે રકમ ઓછી પડતી ! હોય તો કહેજે.” મેં મહારાજને કહ્યું, “હું આપને ત્યાં બધાં પુસ્તકો મોકલી આપું છું. અને આપ જે રકમ | અિપાવશો તે મને કબૂલ છે.” મેં પુસ્તકો લારી ભરીને મોકલી આપ્યાં. તેમાં કેટલાંક અધૂરાં પુસ્તકો અનેT કેટલાંક છૂટા-છવાયા પાનાં પણ હતાં. આ બધું આવ્યા પછી હું મહારાજ સાહેબ પાસે બેઠો હતો. ત્યારે આ ઉદયસૂરિ મહારાજે કહ્યું કે “સાહેબ ! આમાં કેટલાંક પુસ્તકો આખાં ને સારાં છે, કેટલાંક અધૂરાં છે. અને કેટલાંક છૂટાં-પાનિયાં છે. આ બધો સંગ્રહ તો આપણા ભંડારમાં પણ ગુંચવાડો ઊભો કરશે.” મહારાજે ! જવાબમાં કહ્યું કે “તમને ખ્યાલ નથી. આની પાસેથી જે છૂટાં પાનાં અને પ્રકીર્ણ પુસ્તકો આવ્યાં છે તે જ ! lખૂબ ઉપયોગી છે. કેમકે તેણે તિથિ અંગે અને બીજા ચર્ચાસ્પદ પ્રશ્નો અંગે સંગ્રહેલો સંગ્રહ આપણને બીજે | ક્યાંયથી ન મળી શકે તે મળ્યો છે. તે જ મહત્ત્વનું છે.” આ પુસ્તકોનો મારો સંગ્રહ પૂ.મ.શ્રીના ત્યાં આવ્યો ત્યારે મારા ભાષાંતર કરેલા “પ્રમાણનયતત્ત્વ લોકાલંકાર”, “પંચનિર્ચથી પ્રકરણ” વિગેરે પુસ્તકોને મહારાજે ફુરસદે વાંચેલાં અને મને પ્રોત્સાહન આપેલું.' ( આ પુસ્તકોને વ્યવસ્થિત કરવામાં એમની પાસેથી પસાર થતાં લાવણ્યસૂરિ મ. વિગેરેને પણ તેઓ બેસાડતા અને કહેતા કે આ પુસ્તકોનું પૃથક્કરણ કરો. જેને લઈ લાવણ્યસૂરિ મહારાજે મને એક વાર કહેલું | કે “મફતલાલ, તમે તો અમને પણ કામે લગાડ્યા છે.” એક પ્રસંગે હું મ.શ્રી પાસે બેઠો હતો. સામેના ભાગમાં ઉદયસૂરિ મ. બેઠા હતા. હું આ.મ. સાથે વાત કરતો હતો તે વખતે ઉદયસૂરિ મહારાજે કહ્યું, “મફતલાલ, તમારા જમણા પગમાં ઊર્ધ્વરેખા છે. બીજું ! તો ઠીક, પણ તમે દીક્ષા લો તો આચાર્ય થા.” પૂ.આ. મ. તુરત જ બોલ્યા, “ઉદયસૂરિ કહે છે તે ખોટું ! છે. પણ તું આચાર્ય થાય જ નહિ. છતાં “તું થાય નહિ” એ મારા વચનને ખોટું પાડીશ તો હું રાજી થઈશ.”! 'એમ કહી એઓ હસ્યા. અર્થાત્ તું ઉદયસૂરિનાં વચનને સાચું પડે તેમ ઇચ્છું છું. | પૂ. નેમિસૂરિ મ.માં વિનોદ કરવાનો સ્વભાવ હતો. એક વખત તેઓ જૈન મર્ચન્ટ સોસાયટીના Iઉપાશ્રયમાં હતા. ત્યારે પંડિત પ્રભુદાસભાઈ, પં. વીરચંદભાઈ તેમને વંદન કરવા ગયા. વંદન બાદ શાસનની કેટલીક વાતો પછી વાત નીકળતાં આ. મ. પ્રભુદાસભાઈ અને વીરચંદભાઈને ઉદ્દેશીને બોલ્યા કે “આ! કાઠિયાવાડીનો વિશ્વાસ જ રખાય નહિ”. (પં. પ્રભુદાસભાઈ અને વીરચંદભાઈ કાઠિયાવાડી ફેંટો બાંધતા ; હતાં) આના જવાબમાં વીરચંદભાઈ બોલ્યા, “સાહેબ, આપ મહુવાના વતની છો. મહુવા કાઠિયાવાડમાં jઆવેલું છે.” મહારાજે હસતાં હસતાં કહ્યું, “અમે માથું મુંડાવ્યું. કોઈ અમને કાઠિયાવાડી નહિ કહે. તને | Iકાઠિયાવાડીપણું ન ગમતું હોય તો તું તારું પાઘડું ઊતારી દે અને માથું મુંડાવી સાધુ બની જા.” | બીજો એક વિનોદનો પ્રસંગ સાગરજી મ. અંગેનો છે. સાગરજી મ. તિથિચર્ચાના પ્રસંગમાં અને jકેટલાક પ્રસંગોમાં ચર્ચામાં ઊતરતા. આ વાત નેમિસૂરિજીને કેટલીક વાર ગમતી નહિ. ત્યારે તેઓ સાગરજી | =============================== ૨૦૨] મિારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - --

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238