Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi

View full book text
Previous | Next

Page 234
________________ ૭. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ મુંબઈ સરકારે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટનો મુસદ્દો બહાર પાડ્યો. આ મુસદાને શેઠ આણંદજી; કલ્યાણજીની પેઢીએ સમર્થન આપ્યું. તેમજ કેટલીક સુધારક સંસ્થાઓએ સમર્થન આપ્યું. તેમાં ખાસ કરીને jકસ્તુરભાઈ લાલભાઈના સમર્થનથી વધુ બળ મળ્યું. શેઠનાં મનમાં એક વાત ઠસી ગઈ હતી કે ધાર્મિકાં ..મિલ્કતના જૂના વહીવટદારો પૂરો હિસાબ રાખતા નથી. એ મિલ્કતને પોતાની ગણે છે તેથી આ કાયદો થાયT !તે યોગ્ય છે. જો કે આ કાયદામાં કેટલીક કલમો સારી નથી. પણ એકદરે કાયદો જરૂરી છે તેમ શેઠનું માનવું! હતું. શેઠની આ માન્યતાનો શેઠના પ્રભાવને લઈને કોઈ ખાસ વિરોધ કરી શક્યું નહિ. જે તેનો વિરોધ થયો તે મામૂલી અને ગણના વગરનો થયો. આ માટે પૂ. ઉપાધ્યાય ધર્મસાગરજી મ. ને લાગી આવ્યું. તેમનુંT Iકહેવું હતું કે સંઘે આ સંબંધમાં કમિટિઓ નીમી વહીવટની ચોક્સાઈ કરવી. પણ સરકાર હસ્તક્ષેપ કરે તે! વાજબી નથી. શરૂમાં તેમણે પેઢી આગળ ઉપવાસ કરવાનો ઇરાદો રાખ્યો. પછી તે માંડી વાળ્યો અને કાયદા! શાસ્ત્રીઓની સલાહ લઈ વેજલપુર નિવાસી રતિલાલ પાનાચંદ દ્વારા મુંબઈ હાઈકોર્ટમાં વિરોધ કર્યો. આ કોર્ટમાં આપણે તદ્દન નિષ્ફળ ગયા. ત્યારબાદ સુપ્રિમ કોર્ટમાં આ કેસ લડ્યા. સરકાર તરફથી મોતીલાલ સેતલવડ આપણા તરફથી એન.સી.ચેટર્જી આ કેસ લડ્યા. સાત જ્જની બેંચ આગળ કેસ ચાલ્યો. તેથી | Iકાયદાની કેટલીક કલમોમાં ફેરફાર થયો. તેથી કસ્તુરભાઈ શેઠ ખુશ થયા. અને આ કેસ લડવા બદલ અમનેT Jઅભિનંદન આપ્યા. આ કેસ લડતાં પહેલાં અમે જુદાજુદા પ્રસિદ્ધ ધારાશાસ્ત્રીઓના અભિપ્રાયો મેળવ્યા હતા.! આ અભિપ્રાયોમાં મુંબઈના - મદ્રાસના અને કલકત્તાના ધારાશાસ્ત્રીઓ ઉપરાંત હું આ અંગે બંધારણના નિષ્ણાત ડૉ. આંબેડકરને મુંબઈમાં મળ્યો હતો. અને તેમને આ ટ્રસ્ટ એક્ટથી કેવું નુકસાન થશે તે જણાવ્યું હતું. ત્યારે તેમણે કહેલું કે “આ ટ્રસ્ટ એક્ટની પાછળ ભવિષ્યનો હેતુ તો એ છે કે ધર્મપ્રધાન ભારતની સંસ્કૃતિમાં કેટલું ધન આ ધર્મખાતાઓમાં રોકાયેલું છે તે જાણવાનો અને તે ધનનો ભવિષ્યમાં દેશના ઉત્કર્ષમાં Iકઈ રીતે ઉપયોગ કરવો તે આશય છે. અત્યારે તો માત્ર ધાર્મિક ખાતાંઓ વ્યવસ્થિત કરવાનો હેતુ આગળ! ધરવામાં આવ્યો છે”. આ ટ્રસ્ટ એક્ટ લાવવા સરકારે પ્રયત્ન કર્યો તેને શેઠ કસ્તૂરભાઈએ જે ટેકો આપ્યો તે કરતાં પૂર્વના વહીવટદારોમાં કેટલાકમાં ખામી હશે, પણ જૂના વહીવટદારો આ ખાતાઓ માટે જુદી જુદી કોથળીઓ | રાખતા. એનું નાણું કોઈ બીજા ખાતામાં સંક્રમણ ન થાય તેની પૂરી કાળજી રાખતા. આ વાત તેમણે બહા 'લક્ષ્યમાં લીધી જણાતી નથી. વધુ દુઃખની વાત તો એ છે કે આ ટ્રસ્ટ એક્ટ થયા પછી (ટ્રસ્ટ એક્ટને લઈને 'સાધુઓનો ઉપદેશ સમગ્ર) સંઘના હિતના બદલે જુદા જુદા ટ્રસ્ટોમાં ટ્રસ્ટીઓ અને સાધુઓના સંગઠનથી ! શિથિલાચાર વધ્યો) જુદા જુદાં ટ્રસ્ટો રચાયાં અને તે ટ્રસ્ટો સંઘથી નિરપેક્ષ બન્યા. જે સાધુઓનો ઉપદેશ જ્યાં જ્યાં ચાતુર્માસ કરે ત્યાં ત્યાં તેના સંઘની સારસંભાળ અને પૂર્તિ માટે રહેતો હતો તેને બદલે આ જુદા જુદા ટ્રિસ્ટોમાં ફેરવાયો અને સંઘનું કાર્ય ગૌણ બન્યું. જતે દિવસે સાધુ અને ટ્રસ્ટીઓની એક ગાંઠ થઈ અને સંઘથી Iભિન્ન જુદી જુદી સંસ્થાઓ ઉત્પન્ન થઈ. આ ટ્રસ્ટ એક્ટને લઈને સંઘમાં મોટું દૂષણ ઉત્પન્ન થયું અને તે! શિથિલાચારના પોષણનું નિમિત્ત બનેલ છે. - સરકાર તરફથી જુદાજુદા કાયદાઓ થાય છે. આજે સરકાર લોકશાહીવાળી ગણાય છે પણ આનું =============================== સમાલોચના].

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238