Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
-
-
શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરીયા
અમે વિદ્યાભવનમાં ભણતા હતા, ત્યારથી ભગુભાઈ શેઠનું નામ સાંભળ્યું હતું. અમે ભણતા હતા તે વખતે તેમણે અમદાવાદમાં નીતિસૂરિ મ. પાસે ઉપધાન કરાવેલાં. નીતિસૂરિ મ.નો વિદ્યાભવન ઉપર અને |પ્રભુદાસભાઈ ઉપર ઉપકાર હોવાથી તેમનાં નામ અને પ્રભાવથી પરિચિત હતા પણ તેમનો સંબંધ અને 'પિછાણ તો અમદાવાદમાં આવ્યા પછી કેટલાક વખત બાદ થયાં, અને તે પણ નીતિસૂરિ મ.ના પરિચયમાં અંગે જ.
(૨)
બીજા વિશ્વયુદ્ધના તે અરસામાં ભગુભાઈ શેઠ, ચીમનભાઈ લાલભાઈ વિગેરેએ મને કહેલું કે |“સાંજે આઠ વાગ્યા પછી તમે પંડિતજી, એક કલાક રાખો, અને તેમાં ધાર્મિક વાંચન કરવાનું રાખીએ”.I
મેં હા પાડી. અને મહાવીર સ્વામીના દેરાસરના ઢાળ ઉપર આવેલ બાલાભાઈ કક્કલની પાઠશાળામાં સાંજેT ! એક કલાક આપવાનું નક્કી કર્યું. આ મોટી ઉંમરના આગેવાન ગુહસ્થોના કલાસમાં ભગભાઈ. ચીમનભાઈ! લાલભાઈ, માયાભાઈ સાંકળચંદ, પન્નાલાલ ઉમાભાઈ, ચુનીલાલ ભગુભાઈ વિગેરેએ આવવાનું શરૂ કર્યું.
આ રાતની પાઠશાળામાં પૂજાઓના અર્થ અને પૂર્વાચાર્યોનાં જીવનચરિત્ર સંબંધની વાતો હું કહેતો. ! આ ગૃહસ્થો ધાર્મિક સંબધી મને કોઈ પ્રશ્નો પૂછતાં તો તેનો જવાબ આપતો. આ કામ થોડો વખત ચાલ્યું,!
તેવામાં બીજા વિશ્વયુદ્ધના લીધે બ્લેકઆઉટ થયો. આ બ્લેક આઉટ હોવા છતાં થોડો વખત તો આ પાઠશાળા 1 ચાલી. પરંતુ પછીથી ચીમનભાઈ શેઠને અંધારાના કારણે રખડતી ગાયે જરાક વગાડ્યું ત્યારથી તે આવતા; i બંધ થયા. અને પાઠશાળાનો રાત્રિનો વર્ગ બંધ થયો. પરંતુ ચીમનભાઈએ અને ભગુભાઈએ મને એક-એક Tલાક પોતાને ત્યાં આવવાનું જણાવ્યું.
આ મુજબ હું ભગુભાઈ શેઠના ત્યાં બપોરે ચાર વાગ્યે અને ચીમનભાઈ શેઠના ત્યાં સવારે દસથી! 1 અગિયાર વાગ્યે એમ ભણાવવા જતો. ભગુભાઈ શેઠના ત્યાં સામયિકમાં બેસી શાંત સુધારસ ભાવના અને i ઉપદેશમાળા વિગેરે વાંચતો. પણ ભગુભાઈનો સ્વભાવ વાતોડિયો હોવાથી તેઓ મારી સાથે સંઘની અને | સમાજની વિવિધ વાતો કરતા. તેમને હું વાંચતો તે યાદ ઓછું રહેતું. પણ વાંચનમાં સમય જાય તે ગમતું.' [તેથી હું હંમેશા ત્યાં કલાક આપતો.
આ ઉપરાંત પણ તેઓ મને કોઈને કોઈ કામ પ્રસંગ તેમને ઘેર બોલાવતા અને મારી સાથે ઘનિષ્ઠ j સંબંધ રાખતા.
તે વખતે હું જૈન બોર્ડિગમાં ધાર્મિક શિક્ષક તરીકે બોર્ડિંગના વિદ્યાર્થીઓને ભણાવતો ત્યારે ત્યાં જવા! | માટે સાઈકલનો ઉપયોગ કરતો. આમાં એક વાર પગ તરગોડ થયો અને મારે ઘેર પંદર દિવસ આરામ કરવો પડ્યો... આ પંદર દિવસ દરમ્યાન ભગુભાઈ શેઠ મારે ઘેર ખેતરપાળની પોળે આવતા. અડધો કલાક કે કલાક | બેસતા અને વાતો કરતા. શેઠ સાથે એટલો બધો નાતો હતો કે મારા દીકરાનાં લગ્ન પ્રસંગે ગાદી તકિયા,i વાસણ કણ ને બધું તેમને ત્યાંથી તેમણે મોકલ્યું હતું. અને નાની મોટી બધી બાબતોમાં સહાયરૂપ થતા.1 ==================== ======= ==== જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય
[૧૮૩ —
-
-
-