Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 14
________________ મહાવીરનો વારસદાર કોણ? (૫ તે જ રીતે ત્રીજા, ચોરી સંબંધી પાપ વિષે પણ સમજવું જોઈએ. કોઈ ચોર દરરોજ ચોરી કરવા જાય છે, ચોરી કરે છે અને એમ માને કે ચોરી કરવા ગયો તો ચોરી કરીને મને આ પૈસા મળ્યા. જો હું ચોરી કરવા ન ગયો હોત અને ઘર પર જ બેઠો રહ્યો હોત તો, મને આ પૈસા ન મળત. પહેલા ચાર દિવસ ચોરી કરીને તે ચોરે ઘણા પૈસા એકઠા કર્યા પરંતુ પાંચમા દિવસે ચોરી કરતા પકડાઈ ગયો અને તેને ગુન્હાના ફળમાં જેલમાં જવું પડયું. ત્યાં એમ સમજવું જોઈએ કે પહેલા ચાર દિવસ ચોરી કરવાથી તેને પૈસા નહોતા મળ્યા. વર્તમાનમાં જે પૈસાની પ્રાપ્તિ થઈ તેને તો પુણ્યનો પ્રતાપ સમજવો. ચોરી જેવા પાપના ફળમાં ક્યારેય પૈસા ન મળે. પૈસા જ નહિ, કોઈ પણ અનુકૂળતા જીવને પાપના ફળમાં મળતી નથી નથી. પૂજા, ભક્તિ, વ્રત, તપ, ઉપવાસ, દયા, દાન વગેરે શુભભાવના ફળમાં અનુકૂળ સંયોગોની પ્રાપ્તિ થાય છે તથા તે પૂજાદિ પણ વ્યવહાર છે. ખરેખર તો તેને વર્તમાનમાં ઉત્પન્ન થયેલા, ચોરી કરવાના ભાવોનું ફળ ભવિષ્યમાં મળશે. એમ પણ સંભવી શકે કે ચાર દિવસ સુધી ચોરી કરવાના ભાવોથી બંધાયેલા કર્મના ફળમાં, પાંચમા દિવસે જેલમાં જવું પડ્યું હોય કારણકે પાંચમા દિવસે તે ચોરનો પુણ્યનો ઉદય ન હતો કે જેના ફળમાં તેને પૈસા મળે. ચોરી તો ચોરી છે. તે તો પાપ જ છે. પછી ભલે ને તે ઈન્કમટેક્ષ, સેલ્સટેક્ષ કે સર્વિસટેક્ષ વગેરે ટેક્ષ સંબંધી ચોરી પણ કેમ ન હોય? ચોરીના ફળમાં વ્યક્તિ ક્યારેય પણ બચી શકે નહિ. જો કોઈ બચે તો પુણ્યના ફળે બચી શકે છે, એમ સમજવું. એક બાળકીએ મને પુછ્યું કે જિનમંદિરમાં તો સાદગીપૂર્વક જ જવું જોઈએ તો પછી આ બધા લોકો સારા-સારા કપડા, આભૂષણો તથા શ્રૃંગાર દ્વારા પોતાને સજાવીને કેમ આવે છે? મેં તેને કહ્યું કે પોતાની પાસે જેટલા દાગીના, કપડા, ગાડી વગેરે સંપત્તિ છે તે બીજા લોકોને બતાવવા માટે જિનમંદિરથી ઉત્તમ કોઈ સ્થળ નથી; એમ અજ્ઞાની માને છે તેથી પોતાના પૈસા અહીં આવીને બતાવે છે. ત્યાં જ તે બાળકીના પપ્પા આ વાત સાંભળીને બોલ્યા, ના એમ નથી! અમે અમારા પૈસા બધા લોકોને બતાવતા નથી. મેં પુછ્યું એવું કોણ છે કે જેને તમે

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98