Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 20
________________ મહાવીરનો વારસદાર કોણ? (૧૧ કહેવામાં આવે છે. જેમ કે કોઈ વ્યક્તિ એમ કહે કે આજે મારી ગાડીનો અકસ્માત થશે. લોકો તેના વિષે એમ કહે છે કે તે નેગેટિવ વિચારવાળો વ્યક્તિ છે. તે જ રીતે કોઈ બીજી વ્યક્તિ એમ વિચાર કરે કે આજે મારી ગાડીનો અકસ્માત નહિ જ થાય. એવા વિચારવાળાને સકારાત્મક વિચારવાળી વ્યક્તિ કહેવામાં આવે છે. પરંતુ જિનેન્દ્ર ભગવાન એમ કહે છે કે તે બંને વ્યક્તિના વિચારો નકારાત્મક છે. તો એવો પ્રશ્ન થાય કે પોઝિટિવ વિચાર કોને કહેવાય? તેનો ઉતર આ પ્રમાણે છે કે જેનાથી આકુળતા તથા રાગ-દ્વેષરૂપ વિકારીભાવનો અભાવ થાય, તે વિચારને જ સકારાત્મક એટલે કે પોઝિટિવ વિચાર કહેવાય. ગાડીનું જે થવાનું હશે, એ જ થશે. તે જ પોઝિટિવ વિચાર કહેવાય. એમ એ સિદ્ધાંતને ત્રણેયકાળ સાથે ઘટિત કરવો જોઈએ. ખરેખર પરદ્રવ્યનો વિચાર છોડીને, નિજાત્માનો યથાર્થ વિચાર કરીને વિચાર રહિત દશાને પામવું, એ જ મુમુક્ષુનું ધ્યેય હોવું જોઈએ. જેવી રીતે ભૂતકાળને બદલી શકાતો નથી પણ ભૂલી શકાય છે, તેવી રીતે વર્તમાનકાળ તથા ભવિષ્યકાળને પણ બદલી શકાતા નથી પણ તત્સંબંધી | વિકલ્પો અને કલ્પનાઓથી પોતાને મુક્ત કરી શકાય છે. તે પ્રકારે વિચાર કરતા ક્રિોધભાવથી પણ પોતાને બચાવી શકાય છે. ક્રોધકષાયની જેમ માન કષાયથી પણ કાર્યસિદ્ધિ થતી નથી. માનકષાયના ઉદયથી સન્માન પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. જ્યારે સન્માન મળે ત્યારે અજ્ઞાની એમ છે કે મારી મોટાઈના કારણે મને માન મળ્યું. ખરેખર, પૂર્વે કરેલા પુણ્યના ઉદયથી માન મળે છે. સન્માન મળવાને વર્તમાન ભાવ સાથે કોઈ સંબંધ નથી. વર્તમાનમાં જેમની વિશ્વભરમાં પ્રસિદ્ધિ થઈ રહી છે તથા આખી દુનિયા જેને ભગવાનના રૂપમાં માનવા લાગી છે, જેમના પુતળાને મ્યુઝિયમમાં મુકવામાં આવે છે, તેઓ પણ માંસ ભક્ષણ, દારૂનું સેવન, વેશ્યાગમન, જુગાર રમવો, શિકાર કરવો વગેરે સપ્ત વ્યસનનું સેવન કરી રહ્યા છે. આમ, સપ્ત વ્યસનનું સેવન કરનારને આખા જગતમાં માન સન્માન મળે છે, તે તેમના પુણ્યનો જ ઉદય સમજવો. જે સ્વયં સપ્ત વ્યસનનું સેવન ન કરતો હોય, તેને સપ્ત વ્યસનના સેવન કરનાર વ્યક્તિની મહિમા પણ કેવી રીતે

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98