Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 59
________________ ૫૦) મહાવીરનો વારસદાર કોણ? માણસના હાથમાં પૈસા આવતા પોતાને શું શું સમજવા લાગે છે તેની કલ્પના પણ ન કરી શકાય. હાં, એટલું અવશ્ય છે કે તેના વિચારો પલટાયા વિના રહેશે નહિ પણ જો ધનવાન બનીને પણ જે ધર્મને ન ભૂલે તો સમજવું કે તેમાં ઉડેઊંડે ધર્મનાં સંસ્કાર પડેલા છે. મુંબઈમાં ઘટેલી આ એક સત્ય ઘટના છે. મારા એક કરોડપતિ મિત્રના ખબર અંતર પૂછવા માટે મેં તેમને ફોન કર્યો પણ તેમણે મારો નંબર તેમના મોબાઈલમાં જોઈને જ ફોન કાપી નાખ્યો. થોડા દિવસ સુધી મેં તેમને અનેક ફોન કર્યા પણ તેમણે એકપણ વખત મારો ફોન ઉપાડયો નહિ. તેથી કંટાળીને મેં તેમને ફોન કરવાનું ટાળ્યું. એક દિવસ એવો આવ્યો કે તેમનો સામેથી મારા પર ફોન આવ્યો અને રડતા-રડતા મને પૂછયું કે તમે ક્યાં ? કહ્યું કેમ? તો તે બોલ્યા કે મારે તમને મળવું છે. મેં પૂછ્યું, “કેમ? અચાનક? આમ જ?” અંતે તેમણે પોતાનું મૌન તોડ્યું અને સત્ય બતાવ્યું. તેમણે મને કહ્યું કે મારે આપને મળવું છે. આપ મને ક્યારે સમય આપી શકશો? અને હાં, જ્યારે તમે મને મળવા આવો તો કાંદિવલી આવજો, કારણકે હવે હું કાંદિવલી રહું છું. મારે મરીન ડ્રાઈવનો ફ્લેટ વેચી નાખવો પડ્યો છે. શેરબજારમાં મારા કરોડો રૂપિયા ડૂબી ગયા છે. હવે હું સાત હજાર રૂપિયાની નોકરી કરું . મને સમજાતું નથી કે મારે હવે શું કરવું? તમે ધર્મબાધક કર્મનું સ્વરૂપ સમજાવવા આવજે. તેમના આમંત્રણને માન આપીને અને ભૂતકાળને ભૂલીને હું તેમને મળવા ગયો. જ્યારે હું તેમની પાસે ગયો, ત્યારે મેં તેમને સમજાવતા કહ્યું કે તમે કોઈ ચિંતા ન કરો. હજી પણ કર્મના ઉદય એટલા ખરાબ નથી કારણ કે કાંદિવલીમાં ફલેટ અને સાત હજાર રૂપિયાની નોકરી મળી ગઈ છે. તમારે રસ્તા પર સુવાના દિવસો હજી આવ્યા નથી. આ વાતનો વિચાર કરતા તેમને થોડી સાંતવના મળી અને તેમણે મારી સાથે પ્રતિદિન સ્વાધ્યાય કરવા માટે વચન આપ્યું. જોકે તેમણે માંડ બે મહિના સ્વાધ્યાય કર્યો અને પછી તો એવું થયું કે તેમણે ફરી વાર મારો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. મારો નંબર જોઈને ફોન કાપી નાખવા લાગ્યા. હમણાં થોડા દિવસ પહેલા તેમના એક મિત્રએ મને સમાચાર આપ્યા કે તેઓ કાંદિવલીથી પાછા મરીન ડ્રાઈવ પર રહેવા માટે આવી ગયા છે અને શેરબજારમાં તેજી આવવાને

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98