Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 62
________________ મહાવીરનો વારસદાર કોણ? (૫૩ હજાર રૂપિયાની સાડી પહેરી છે. તો તેને દેખીને પોતે દુઃખી થઈ જાય છે. ત્યારે એમ વિચાર આવે છે કે મેં દસ હજાર રૂપિયા ખર્ચ્યા, પણ મને સુખ તો મળ્યું જ નહિ. આવા જીવોને ધર્મમાં રુચિ થવાની સંભાવના વધે છે. ધર્મની રુચિ પણ ત્યારે જ થાય છે કે, જો તે સકારાત્મક વિચાર કરે તો ! ત્યાં પોતે કોઈને પંદર હજારની સાડી પહેરેલી દેખીને ફરી પાછા વીશ હજારની સાડી ખરીદવા જાય તો એમ સમજવું કે તે મહિલા દુ:ખ ખરીદવા ગઈ છે. તેના પરિણામ સમયે સમયે બદલાઈ જતા હોય છે. તેને એકપળમાં ક્રોધી તો બીજાપળે માની થવા માટે ક્યાં વાર લાગે છે? જો ક્યારેક ગાડીમાં જતા હોવ અને કોઈ ભિખારીનો હાથ લાગી જાય, તો તે ભિખારી પર પોતે ગુસ્સો કરે છે. એમ વિચાર કરતો નથી કે આજે પોતે શેઠ કહેવાય છે, તો આ ભિખારીના કારણે. આ જગતમાં કોઈ ભિખારી જ ન હોત તો તેને શેઠ કહીને કોણ બોલાવત? તેથી એમ સમજવું કે જે શેઠ છે, તેના શેઠપણામાં તેના નોકરનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે. પોઝેટીવના પાઝેટીવનેસની કિંમત સામેના નેગેટીવથી છે એ ભૂલવા જેવું નથી. તેથી ભિખારી કે નોકર પ્રત્યેની હીન દષ્ટિ પલટાવી ખુબ જ જરૂરી છે. જયારે પોતે રસ્તા પર ઉભા હો અને કોઈ ભિખારી તમારી બાજુમાં ઉભેલા વ્યક્તિ પાસે ભીખ માંગતો હશે તો તમે ત્યાંથી થોડા દુર જતા રહેશો. કારણકે તમે જાણો છો કે તે બાજુવાળા પાસેથી ભીખ માંગીને તમારી પાસે જ આવવાનો છે. આમ, પોતે પોતાની ચતુરાઈનો પ્રયોગ ભિખારીથી બચવા માટે કરે છે. પણ ભવિષ્યમાં પોતે ભિખારી ન થવું પડે તેનો કોઈ ઉપાય કરતા નથી. જ્ઞાની કહે છે કે ભવિષ્યમાં તો શું, આજે પણ અજ્ઞાની ક્ષણેક્ષણે ભિખારી છે કારણકે પોતાનાં અનંત સુખ ખજાનાને ભુલીને પુદ્ગલ પાસેથી સુખ માંગી રહ્યો છે. એ જ અજ્ઞાનીનું ભિખારીપણું છે. મિથ્યાદષ્ટી જે બાહ્ય સાધનોના કારણે અજ્ઞાનીને મહાન માને છે. તે બાહ્ય સાધનોના કારણે જ્ઞાનીને પણ મહાન માને છે. મિથ્યાદષ્ટી, જેવી રીતે અજ્ઞાનીને ધનવાન સમજીને તેને મહાન માને છે, તેવી રીતે કોઈ ઢોંગી વેશધારી સાધુને, સમાજ માટે અઢળક ધન એકઠા કરનાર સાધુ સમજીને મહાન માને છે અને કહે છે કે જીવનો પુરુષાર્થ તો જુઓ! ગઈકાલે સાધુ બન્યા પહેલા ગૃહસ્થ

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98