Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શાંતિચંદ કે ઝવેરી
[૨ વિધાલય બચાવી શકતું નથી. તે પછી તે બીજા પ્રાણીઓને શી રીતે બચાવી શકવાને હતે? મતલબ કે આત્માને પ્રથમ બરાબર ઓળખવો જોઈએ અને પછી જ દયા, અનુકંપા શક્ય થઈ શકે, અન્યથા નહિ. સાચે થાળ તે છે જે પોતાના આતમા પ્રત્યે દયાળ છે. પિતાના આત્માની દયા જેનામાં પ્રગટી નથી તેનામાં બીજાઓ પ્રત્યે સાચે દયાભાવ પ્રગટવાને જ નથી. રવદયા એટલે આત્મદયા હેય તે જ પરદયા થઈ શકે. - જૈન ધર્મમાં ચારિત્રધર્મ એટલે કે સાધુધર્મને પ્રધાનપદ આપ્યું છે. એ ચારિત્રધર્મ જ જૈને તને પાયો છે. પાંચ મહાવત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ તેર પદાર્થનું રૂડી રીતે આરાધન કરવું એનું નામ ચારિત્રધર્મ છે. ધર્મનું આરાધન કરવાથી જ આત્માને વળગેલાં કર્મોની નિર્જરા થાય છે, આત્મા નિર્મળ થાય છે, આત્મા સર્વાંગસંપૂર્ણ કમળ રહિત થાય છે અને મેક્ષ કે નિર્વાણપદને પામે છે. એવી જાતના ચારિત્રધર્મનું આરાધન કરવું એનું નામ જ આ મચિંતન છે. એનું નામ જ આત્મમાં આત્માની શેધ કરવી એ છે. એનું નામ જ આત્મ-સમાધિ છે. આત્મામાં રમતા એજ ચારિત્રધર્મનું મુખ્ય લક્ષણ છે. ચારિત્ર ધર્મ પાળવાથી જ આત્માને અખંડ સાક્ષાત્કાર થાય છે આત્માને અનુભવ થાય છે, કેવળ જ્ઞાન પ્રગટે છે અને સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. ચારિત્રધર્મની આરાધનામાં જ પ્રભુપદની પ્રાપ્તિ સમાએલી છે.
જૈન ધર્મ છવ અને કર્મને અનાદિ કાળથી સંયોગ થયેલે માને છે તેને છુટા કરવા એ જૈનત્વનું મુખ્ય કામ છે. સુકર્મ એ સેનાની જંજીર, કુકર્મ એ લેખંડની જંજીર છે. એ જંજીરામાંથી કેમ અને કેવી રીતે મુક્ત થવું એ જૈનધર્મ બતાવે છે. જ્યારે જીવે એ પુણ્યપા૫રૂપી જંજીરમાંથી મુક્ત થાય છે ત્યારે તે સચ્ચિદાનંદવરૂપ મેક્ષપદને પામે છે અને જન્મમરણના કષ્ટમાંથી સદાયને માટે મુકિત મેળવે છે.
ધર્મના ચાર પ્રકાર ગણાવ્યા છે. સુપાત્રદાન, નિષ્કલંક ચારિત્ર, નિર્મળ તપ અને શુદ્ધ ભાવના ભાવવાથી છવ ધર્મ કરે છે. આત્મા પિતિ સભ્ય જ્ઞાન, સમ્યગદર્શન-સાચું જ્ઞાન અને સાચી શ્રદ્ધા-એટલે કે દેવ અરિહન, ગુરુ નિગ્રંથ અને કેવળી ભગવાને પ્રરૂપે તે ધર્મ સાચે-એ માન્યતામાં વૃત્તિ અને પ્રત્તિ રાખવાથી આમા પોતે ખરે ધનસંચય કરે છે, અને એ ધનપ્રાપ્તિ વડે જ જીવ ઊંચી ગતિએ જાય છે. પરંતુ જૈનધર્મનું મૂળતત્વ તે આજ્ઞા એટલે પ્રભુ મહાવીરે જે કરવાની આજ્ઞા આપી છે તેમાં જ ધર્મ સમાજે છે એ માન્યતા જ ખરી અગત્યની છે. પ્રભુની સર્વજ્ઞતામાં વિશ્વાસ તથા તેમણે જણાવેલા સ્યાદાદમાં માન્યતા છવની પ્રગતિનું કારણ છે. આ પ્રમાણે આજ્ઞાને પ્રધાનપદ આપેલું છે. આ ધો છે એ સુત્રમાં જ જૈનધર્મની તાત્વિકતા સમાએલી છે.
ધર્મનીતિને માર્ગે ચાલવામાં જ આત્માનું શ્રેય છે. એ નીતિ બે પ્રકારની છે. સર્વવતી અને દેશવતી. સંપૂર્ણ અથવા સર્વવતી ધર્મનીતિ સાધુ મુનિરાજ જ કરી શકે, બીજી નીતિ ગૃહરથ કરે એટલે કે સત્ય અને પ્રમાણિકપણે પોતે સંસારમાં રહે. દયા ધર્મનું મૂળ ગણાય છે. પરંતુ જ્ઞાન વગર દયા સંભવે જ નહિ જયાં ના તો હા . સાચું આત્મિક જ્ઞાન પ્રાપ્ત થયા વગર દયાની સમજણ પડે નહિ. ધર્મ અમૂલ્ય છે. તેની કિંમત પૈસામાં અંકાય નહિ. જૈનધર્મ એટલે ત્યાગની મીમાંસા, ત્યાગ અને વ્રત એ જ ધર્મને સાર છે. કારણ કે જૈન ધર્મ એટલે અહિંસા. અહિંસા એટલે છશે કાયના જીવને અભયદાન. અભય એટલે દયા. જીવને મારે, મારી નાખે, ખ દે કે અંતરાય નાખે તે હિસા; તેમાંથી મનુષ્ય દર રહે તે દયા. પિતે ત્યાગવૃત્તિ વધારે તથા પિતાની જરૂરિઆતે ઘટાડે તે વ્રત. કઈ પણ જીવ પ્રત્યે નેહ, લાગણી થાય તે રાગ: ધિક્કાર, વૈર ઉત્પન્ન થાય તે હેષ, એ બન્ને લાગણીમાંથી મુક્ત થાય તે