Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સને ૧૯૧૫-૪૦] પચીસ વર્ષની કાર્યવાહીના સંક્ષિપ્ત અહેવાલ વિદ્યાર્થીની ધાર્મિક ભાવના સતત જાગૃત રહે તે માટે તેમને રાત્રિભેજન ન કરવાના, દરરોજ દેવપૂજન કરવાના અને ધાર્મિક અભ્યાસ કરવાના નિયમ પ્રથમથી દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં લોનની વાર્ષિક રકમ રૂ. ૩૬૦ રાખવામાં આવી હતી. કેલેજમાં ફીને મેટ વધારો થતાં ફીની રકમ અને પુસ્તક ખર્ચ થાય છે અને તે ઉપરાંત ભજનાદિ માટે વાર્ષિક રૂ. ૨૦૦૭ અને પછી રૂા. ૧૭ષાની રકમ મુકરર કરવામાં આવી હતી. સંસ્થાને મુખ્ય ઝેક મધ્યમ વર્ગ પર હાઈ સંસ્થામાં દશ વર્ષ સુધી દર વર્ષે રૂા. ૫૧ આપનારને આજીવન સભ્ય ગણવાનેનિયમ સ્વીકારવામાં આવ્યું હતું અને એ રીતે મધ્યમ વર્ગના જૈન બંધુઓ આ સંસ્થાના કાર્યમાં રસ લઈ શકે અને પિતાની વતી વ્યવસ્થાપક સમિતિમાં પંદર સભ્ય ચૂંટી લે એવી જના રાખવામાં આવી હતી. આ રીતે મધ્યમ વર્ગ પર આધાર રાખનારી અને જાહેર મતબળ પર ઝગુમનારી આ સંસ્થાનું આખું બંધારણ જનમતના વિશિષ્ટ ધરણુ પર રચાયું અને તેને સામાન્ય સમિતિએ તા. ૨૬-૫-૧૯૧૫ ને રોજ સંમત કર્યું. જનતાના ધ્યાનમાં રહે કે આ આખી ચર્ચા દરમ્યાન સંસ્થાના હાથમાં એક પાઈ નહતી, એને રહેવાનું સ્થળ નહોતું, એની સેવામાં એક સિપાઈ ન હતું કે ધારાધોરણને સાફ દસ્કતે લખી આપે તે એક મહેત કે નેકર પણ નહે. તારાબાગ-લવલેન,
આવા સંગમાં તા. ૧૮ જૂન ૧૯૧૫ને રાજ ભાયખાળા લવલેન-તારાબાગમાં જગ્યા ભાડે લઈ પ્રાચીન વિધિએ સંસ્થાની શરૂઆત કરવામાં આવી. આ જગ્યા ભાડે લીધી હતી. ત્યાં શેઠ મોતીશાનું ભાયખાવાનું જૈન મંદિર પાસે હોવાથી અને મેડિકલ કેલેજ નજીક હેવાથી એ સ્થાન પસંદ કરવામાં આવ્યું. કુંભસ્થાપન, નવસ્મરણ વિગેરે વિધિ કરવામાં આવી અને ૧૫ વિદ્યાર્થીથી શરૂઆત કરવામાં આવી. આવી રીતે તદ્દન નાના પાયા પર સંસ્થાની શરૂઆત કરી દીધી અને અનેક સ્વનાઓ સેવતી આ નવીન સંસ્થાને ઉદ્દભવ થયે તેને ઉષાકાળ ઘણે વિકટ હો, સંસ્થાનું સ્થાન આપણ સામાન્ય વસવાટથી બહુ દૂર હતું અને કઈ પ્રકારના ભડળ વગર સંસ્થા શરૂ કરી દેવાની છૂટ લેવામાં આવી હતી. કાર્યવાહી અને વિકાસ
તે વખતે ધનિક વર્ગમાં શેઠ દેવકરણભાઈ મુળજી અને શેઠ મોતીલાલ મુળજીભાઈને જબરો ટેકે હવે, સંસ્થાની યેજનાને મજબૂત ટેકો આપનાર માંગરોળવાસી શેઠ હેમચંદ અમરચંદ તલકચંદ તે આ સંસ્થાની શરૂઆત થયા પહેલાં ચાલી ગયા, પણ તેમના સુપુત્રાએ પિતાએ વાવેલ બીજને જલસિંચન કર્યું. આ ધનવાન વર્ગ સાથે કેળવાયેલા વર્ગને સારે સહકાર રહ્યો અને નાના પાયા પર શરૂ કરેલ સંસ્થાના કાર્યવાહકેને ઉત્સાહ સતત જાગૃત રહ્યો અને એને પોષણ મળે તેવા ઉત્તરોત્તર પ્રસંગે બનતા ગયા.
કાર્યવાહીના તે વખતના ઉત્સાહને અંગે એક બાબત જરૂર જણાવવા ગ્ય છે. પ્રથમ વર્ષમાં વ્યવસ્થાપક સમિતીની ૩૦ (ત્રીશ) સભાઓ મળી. એક વર્ષમાં ૩૦ સભા થાય અને તેમાંની દરેક સભામાં પૂરતી હાજરી રહે એ કોઈપણ સંસ્થાને મગરૂર કરે તેવી બીના છે. ધારાધારણ, અરજીનું ફોર્મ, રસેડા ભેજનના નિયમ, આંતર શિસ્તના નિયમે, સ્વચ્છતાના નિયમ વગેરે અનેક બાબતે કરવાની હતી અને તેને માટે વારંવાર સભાઓ ભરવામાં આવતી હતી.