Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સને ૧૯૧૫-] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ ૯ લખાવવામાં કરવાનું છે. મૂળ રકમ જાળવી રાખવાની છે. આ રકમના વ્યાજમાંથી ધાર્મિક પરીક્ષામાં ઊંચે નંબરે પાસ થનારને ઈનામ અપાય છે.
આભારને ઇતિહાસ આ સંસ્થા ઉપર અનેક બંધુઓએ એટલા અને એવા પ્રકારના આભાર કર્યા છે કે એને પચીશ વર્ષને ઇતિહાસ રજુ કરતાં જ તેઓને ભૂલી જઈએ તે કૃતધ્ધતાને દેશ આવે, એની સાથે એની સંખ્યા એટલી મોટી છે કે એ સર્વને ન્યાય આપવાનું અસંભવિત નહિ તે લગભગ અશક્ય જેવું જ છે.
વસ્તુતઃ તે આ સંરથાને જેમણે એક રૂપીઆની સહાય કરી હય, જેમણે પર્યુષણ જેવા પ્રસંગે ફરતી ઝેળીમાં ચાર આના કે બે આના નાખ્યા હોય તેને પણ આભાર માનવાને જ રહ્યો. અને જેમણે દર વર્ષે રૂા. ૫૧આપવાનું વચન આપી સંસ્થા શરૂ કરાવી, જેઓ તેવી મદદ ચાલુ આપતા રહ્યા તે મધ્યમ વર્ગને સંથી વધારે આભાર માનવાને રહે છે. સંસ્થાને કપ્રિય બનાવનાર એ મૂંગે વર્ગ છે, સંસ્થાને પ્રગતિને પંથે પાડનાર એ વર્ગ છે. સંસ્થાને ખરી ઓથ આપનાર એ વર્ગ છે. આ સંસ્થાને પ્રથમથી દાવે છે કે આ સંસ્થાના મુરબ્બીઓ ધનવાનવર્ગ છે, પણ સંસ્થાને પ્રાણ તે મધ્યમ વર્ગ છે. એ જનતાની સંસ્થા છે, મધ્યમ વર્ગની સંસ્થા છે, મધ્યમ વર્ગપર એને મજબૂત આધાર છે અને એને ટકાવી રાખનાર અને પ્રવાહ રૂપે મદદ કરનાર એ વર્ગ છે. જનપદના લાકેએ આ સંસ્થાને ફલાવી ફુલાવી છે અને એણે કુલ પચીસ વર્ષમાં એને અપનાવી છે. ધનવાને આ સંસ્થાને નિરાશ નથી કરી, પણ એને આધારસ્તંભ તે મધ્યમ વર્ગ જ છે અને એ વાતને સ્વીકાર અનેકવાર કર્યો છે.
આ ધરણપર રચાએલી સંસ્થા કેને આભાર માને? કેટલાને આભાર માને? એના પ્રત્યેક વાર્ષિક નિવેદને આવા આભારનાં પાનાંઓથી ભરેલાં છે. અને એને સ્વીકાર વારંવાર કરવામાં આવ્યું છે. મધ્યમ વર્ગ તે શું, આમવર્ગે પણ એને ફેલાવી ફુલાવી છે, એની માગણને યથાશક્તિ જવાબ વાળે છે, એના તરફ અનેક પ્રકારે સભાવ દાખવ્યું છે અને એના મનેરથ પૂર્યા છે. એટલે આ રીતે તે સદ્દગત અને હયાત સર્વ સહાય કરનારને આભાર માનવાની આ તક હાથ ધરવામાં આવે છે.
તેથી સંસ્થાને પેટ્રન થઈને, સંસ્થાના સભાસદ થઈને, સંસ્થાને ચાલુ ધનની સહાય કરીને, સંસ્થાને ભેટના પુસ્તકે ચીજ આપીને, સંસ્થાને કપડાં આપીને કે એવી બીજી કઈ પણ રીતે જેમણે ધનની કે વસ્તુઓની નાની કે મોટી સહાય સંસ્થાને કરી છે અને જેમને વ્યકિતવાર નામનિશ સંસ્થાના પચીશ વર્ષના પચીશ નિવેદનમાં સૂચન અને વિગત સાથે ઉલ્લેખ કરવામાં આવે છે તે સર્વને સામાન્ય રીતે અને વ્યક્તિગતે આભાર માનવાની આ તક લઈએ છીએ. એનામનિશ અહિં કરવામાં આવે તે આ અહેવાલના પુસ્તકના પાનાં ઓછામાં ઓછા ભરાય. એ વાત અશક્ય હોઈ મૂકી દેવી પડી છે. પણ ઉપકારનું સ્મરણ તે જરૂર કર્તવ્ય છે અને આભારને સ્વીકાર ફરજ રૂપે હેઈ આ સમુચ્ચય આભાર દર્શનને સ્વીકાર કરી હવે બહુ