Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ર
શ્રી મહાવીર જૈન વિદ્યાલય
[ સંવત ૧૯૭૧-૬
ચાલુ પ્રયત્ન રાખવાની જરૂર છે. દરેક માણસને સારા માઠા પ્રસંગે જરૂર વખા વખત આવે છે. સંસ્થાને ચાલુ સહાયની જરૂર છે એ વાત જો જનતાને ઠસાવવામાં આવે અને હવે તે વિદ્યાલયના ભાવુકા ઠામ ઠામ પહેાચી ગયા છે તે આ વાત લક્ષ્યમાં લે, તેા ચાલુ ખાતામાં પશુ સારી ઉત્પન્ન થાય.
ચાલુ ખાતા નં. ૨.
સંસ્થાના સત્તરમા અને અઢારમા વાર્ષિક રિપોર્ટમાં એડિટરોએ સંસ્થાની નાણા સંબંધી સ્થિતિપર નુકતેચીની કરી હતી. તેમણે પેતાના પાર્ટમાં જણાવ્યું હતું કે સંસ્થા હસ્તકના ટ્રસ્ટ ફંડાનું રોકાણુ જોતાં મૂળ રકમ સામે રાકાણેા પૂરતાં નથી. તેમના મત પ્રમાણે ટ્રસ્ટ ફંડાનાં રોકાણ અલગ હાવાં જોઇએ. (સત્તરમે વાર્ષિક રિપોર્ટ પૃ૦ ૩૪ થી ). કેટલીક નોટા એછે ભાવે વેચાણી હતી અને સંસ્થાને ચાલુ નુકસાનમાં કામ કરવું પડતું હતું.
આ સૂચના ઉપર વ્યવસ્થાપક સમિતિએ તુરત ધ્યાન આપ્યું. અઢારમા વર્ષમાં ફંડ એકઠું કરવા એક સમિતિ નીમવામાં આવી (તા. ૨-૪-૧૯૩૩). અને ખાસ કરીને શેઠ રણછેડભાઇ રાયચંદ તથા ।. નાનચંદ્ર કસ્તુરચંદ મેાદીના પ્રયાસથી અને રા. સા. શેઠ રવજીભાઈ સાજપાળની ઉદાર શરૂઆતથી આ ફંડ ખૂબ ફાલ્યુંફૂલ્યું. સમિતિએ આ નવા ચાલુ કુંડ ( નં. ૨ ) માં રૂપી એક લાખ એકઠા કરવાની ધારણા રાખી હતી અને આ ખાસ સમિતિના પ્રયાસથી ઓગણીશમા વર્ષ (૧૯૩૩-૩૪) માં રૂા. ૪૩,૯૮૩૩ વસૂલ થયા, વીસમા વર્ષમાં રૂા. ૩૩,૧૬૪) વસૂલ થયા અને ત્યાર પછીના વર્ષમાં વધીને પચીશમા વર્ષની આખરે એ ફંડની રકમ રૂા. ૧,૦૭,૯૧૮ ની થઈ છે. હજુ એ ફંડ બંધ કરવામાં આવ્યું નથી, એના હવાલે પાડવામાં આન્યા નથી, પણ એની રકમ તા ચાલુ વપરાશમાં જ છે. આ રકમના હવાલા પડતાં વટાવ ખાતે રકમ લેણી પડે છે તેના તા નિકાલ થઈ જશે, પણ પાછી દર વર્ષે વટાવ ખાતે રકમ માંડવી પડે છે તે ખાખત વિચારવાની તા રહેરો.
સમિતિના પ્રયાસથી અને સભ્યા તથા અન્ય બંધુએના સહકારથી સંસ્થાપર કાયદેસર જે જવાબદારી ટ્રસ્ટાને અંગે હતી તે પૂરી થઈ, સમિતિએ સુંદર કાર્ય કરી સંસ્થાના પાઢ મનાન્યે અને શેઠ રણછોડભાઈ રાયચંદ આદિ બંધુઓએ એક લાખ મેળવી આપવાની પ્રતિજ્ઞા પૂરી કરી, એટલું જ નહિ પણ એમાં શિખર ચઢાવ્યું એ અતિ અભિનંદનપાત્ર હકીકત છે.
આ ચાલુ ફ્રેંડ નં. ૨ માં દરવર્ષ ૧૮ મા વર્ષથી ૨૫ સુધી કેટલી ઉત્પન્ન થઈ તેની વિગત પરિશિષ્ટમાંથી મલશે. પચીશમા વર્ષની આખરે આ ખાતામાં કુલ ઉત્પન્ન કેટલી થઈ તેના આંકડા ત્યાંથી મળશે અને ઉપર જણાવ્યું તેમ તે રકમ (રૂા. ૧,૦૭,૯૧૮) ની થાય છે.
પરચુરણ ખાતાએ.
આ સિવાય સંસ્થા હસ્તક નાનાં નાનાં પરચુરણ ખાતાંઓ છે. દા. ત. લાઈ પ્રેરી–પુસ્તકાલય, યુનિવર્સિટી સાહિત્ય, હીસ્ટરી ઓફ ટેરીફ પબ્લિકેશન ખાતું, ધાર્મિક શિક્ષણ સહાય ખાતું વગેરે. એવા એવા પ્રત્યેક ખાતામાં વિગતવાર આવક સરવાળે પચ્ચીશે વર્ષમાં કેટલી થઈ તેના સમુચ્ચય સરવાળા પરિશિષ્ટમાં જોવામાં આવશે, તે પરથી જણાશે કે આવી પરચુરણુ સહાયની કુલ