Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સને ૧૯૧૫-૪૦] પચીશ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ મેટી જે રકમ ભેટ મળે તેને ચાલુ ખાતામાં સ્વીકારવાનું ઠરાવવામાં આવ્યું. આ કાર્ય પાર પાડવા માટે નવ સભ્યની એક હંગામી સમિતિ નીમવામાં આવી અને તેના મંત્રી તરીકે શ્રીયુત મુળચંદ હીરજીભાઈએ કામ કર્યું. આ પ્રાથમિક પરિસ્થિતિમાં સંસ્થાને મેંટે ટેકે આપનાર શેઠ હેમચંદ અમરચંદ, શેઠ દેવકરણ મુળજી અને શેઠ મોતીલાલ મુળજીભાઈ હતા અને કેળવાયેલા વર્ગમાંથી શ્રીયુત મકનજીભાઈ મહેતા, બાર-એટ-લ, મેહનલાલ દલીચંદ દેસાઈ સારાભાઈ મગનભાઈ મેદી, મેતીચંદ કાપડીઆ વગેરે હતા.
આ સમિતિએ પૈસા કેટલા એકઠા કરી શકાશે તે માટે વચન મેળવવા માંડ્યા અને આઠ માસના પ્રયાસને પરિણામે વસૂલ થઈ શકે તેવી વાર્ષિક રૂ. ૮૯૯૬ ની રકમ દશ વર્ષ માટે મળવાનાં વચન મેળવ્યાં. વચનને ભરોસે.
આવી રીતે દશ વર્ષ સુધી લગભગ નવ હજારની રકમ દર વર્ષે મળ્યા કરશે અને નાની મોટી સહાય મળ્યા કરશે એ વિશ્વાસે તા. ૨૭ સપ્ટેમ્બર ૧૯૧૪ને રેજ લાલબાગમાં મળેલ સામાન્ય
ભાએ અખતરા રે ચાર પછીના જાન માસમાં સંસ્થા ચાલુ કરવાનો ઠરાવ કર્યો અને શ્રી વલ્લભસૂરિ મહારાજ સંસ્થા સ્થાપવાની પાકી ભલામણ વિદ્યાસિક ધનવાનેને અને કેળવાએલાએને કરી ચાતુર્માસ પૂરું થયે વિહાર કરી ગયા. તેઓશ્રીએ તે વખતે જે બીજની વાવણી કરવા ઉપદેશ આપે અને તેઓને જે વિશ્વાસ કાર્યવાહીમાં હતા તે વિદ્યાપ્રેમીઓએ સાચે કરી બતાવ્યું. વ્યવસ્થાપક સમિતિની સ્થાપના
તા. ૯ માર્ચ ૧૯૧૫ ને રજ પંદર સભ્યોની સકસમિતિની સ્થાપના કરવામાં આવી. શરૂઆતની વ્યવસ્થાપક સમિતિ શરૂઆતનાં ઘણાં વર્ષ સુધી એની એજ ચાલુ રહી હેઈ, તેનાં નામ અત્ર રજૂ કરવા પ્રાસંગિક ગણાશે.
૧. શ્રીયુત મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, આ સેક્રેટરી. ૨. શ્રીયુત શેઠ દેવકરણભાઈ મુળજી ખજાનચી. ૩. છ છ મુળચંદ હીરજી
આસી. સેક્રેટરી. છે એ હેમચંદ અમરચંદ
સભ્ય ૫. » » મોતીલાલ મુળજી ૬. , મકનજીભાઈ જેઠાભાઈ મહેતા ૭. , મેહનલાલ દલીચંદ દેસાઈ ૮. ડૉ. નાનચંદ કસ્તુરચંદ મેદી
૧. નવ સભ્યોનાં નામે (૧) શેઠ રતનચંદ તલકચંદ માસ્તર, (૨) શેઠ ગુલાબચંદજી ઠા, એમ. એ., (૩) શ્રી મતીચંદ ગિરધરલાલ કાપડીઆ, (૪) શેઠ હેમચંદ અમરચંદ, (૫) સી. મકનજીભાઈ મહેતા, (૬) શેઠ જમનાદાસ મોરારજી, (૭) શેઠ ચુનીલાલ વીરચંદ, (૮) કી મેહનલાલ દલીચંદ દેસાઈ અને (૯) શેઠ મુળચંદ હીરજીભાઈ. તે વખતે ખજાનચી તરીકે શેડ દેવકરણ મુળજીભાઈ અને શેઠ નગીનદાસ મંછુભાઈ ઝવેરીને નીમવામાં આવ્યા.