________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૬] સભ્યશ્રદ્ધા અને સમ્યજ્ઞાન જરાપણ દોષિત થતા નથી. અરે! ત્રણલોક ખળભળી જાય તોપણ સમકિતી પોતાના
સ્વરૂપની શ્રદ્ધાથી જરાપણ ડગતા નથી. અભયઃ અહો માતા, ધન્ય છે એવા સમકિતી સન્તોને! એ
સુખીયા સમકિતીનો અતીન્દ્રિય આનંદ કેવો હશે! ચેલણા: અહો, પુત્ર અભય! એની શી વાત! જેવો
સિદ્ધભગવાનનો આનંદ... જેવો વીતરાગી મુનિવરોનો આનંદ, એવો જ એ સમકિતીનો આનંદ છે. સિદ્ધ ભગવાન જેવા આનંદનો સ્વાદ સમકિતીએ ચાખી
લીધો છે. અભય: મારી માતા ! આપ પણ શુદ્ધ સમકિતી છો. આપે પણ
એ મહા આનંદનો સ્વાદ ચાખી લીધો છે. અહો, ધન્ય છે આપનું જીવન! હે માતા! એ સમ્યગ્દર્શન માટે કેવો
પ્રયત્ન હોય તે સમજાવો. ચેલણાઃ તે બહુ સારો પ્રશ્ન પૂછયો; સાંભળ ભાઈ ! પહેલાં
તો અંતરમાં આત્માની ખૂબ જ ધગશ જાગે, અને સદગુરુનો સમાગમ કરીને તત્ત્વોનો બરાબર નિર્ણય કરે. પછી દિનરાત અંતરમાં ઊંડું. ઊંડુ મંથન કરીને ભેદજ્ઞાનનો અભ્યાસ કરે. વારંવાર એ ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં જ્યારે ઉત્કૃષ્ટ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com