Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 63
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૫૯] તારી ચેલામાતા રજા આપે તો ખુશીથી જાઓ અને આત્માનું પૂર્ણ હિત સાધો... અભયઃ હા પિતાજી! હું તેમની પાસે જ આજ્ઞા લેવા જાઉં છું ! [ અભયકુમાર જાય છે; પડદો પડે છે.] [દશ્ય બદલાય છે; ચલણાદેવી બેઠા છે; સ્વાધ્યાય કરે છે.] મિથ્યાત્વ આદિકભાવ રે! ચિરકાળ ભાવ્યા છે જીવે ! સમ્યકત્વ આદિક ભાવ રે.. ભાવ્યા નથી પૂર્વે જીવે !! અહો, રત્નત્રયની આરાધના કરીને હું આ ભવસમુદ્રથી છૂટું-એવો ધન્ય અવસર કયારે આવશે !! [ અભયકુમાર આવે છે.] અભયઃ માતા !! આપના જેવી આત્મહિતની માર્ગદર્શક માતા મને મળી.. તે મારા ધનભાગ્ય છે. હું માતા! તું મારી છેલ્લી માતા છો. હવે આ સંસારમાં હું બીજી માતા કરવાનો નથી. સંસારમાં ડુબેલા આત્માનો હવે મારે ઉદ્ધાર કરવો છે. હું માતા ! આજે જ ચરિત્રદશા અંગીકાર કરીને હું સમસ્ત મોહનો નાશ કરીશ ને કેવળજ્ઞાન પ્રગટ કરીશ, માટે હે માતા! મને આજ્ઞા આપો ! ચલણાઃ અહો! પુત્ર! ધન્ય છે તારી ભાવનાને !! જા, ભાઈ ખુશીથી જા અને પવિત્ર રત્નત્રયધર્મની આરાધના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70