Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 58
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૫૪] નગરશેઠ : મહારાજ! બીજી વાત એ છે કે સમસ્ત પ્રજાજનોને મહાપવિત્ર જૈનધર્મની પ્રાપ્તિ ચેલણા માતાના પ્રતાપે જ થઈ છે તેથી બધાય પ્રજાજનો તેમનું સન્માન કરીએ છીએ અને તેમને “સમસ્ત પ્રજાજનોના ધર્મમાતા....” તરીકે સ્વીકારીએ છીએ. แ ( હર્ષનાદ ) શ્રેણીક: બરાબર છે શેઠજી! મને અને સમસ્ત પ્રજાજનોને મહારાણીના પ્રતાપે જ જૈનધર્મની પ્રાપ્તિ થઈ છે... તેથી તમે તેમનું જે સન્માન કર્યું છે તે યોગ્ય જ છે! (દૂરથી અગર પડદામાંથી વાજિંત્રનો નાદ ) (માળી સામેથી દાખલ થાય છે.) ' માળીઃ “ વધાઈ, મહારાજ વધાઈ !!!” નાથ! સર્વેને આનંદ ઊપજે એવી મંગલ વધાઈ લાગ્યો છું. : ત્રિલોકનાથ દેવાધિદેવ ભગવાન શ્રી મહાવી૨ ૫રમાત્મા આપણી નગરીના ઉદ્યાનમાં પધાર્યા છે, મહાસતી ચંદના પણ તેમની સાથે પધાર્યા છે. (શ્રેણીક વગેરે બધા ઊભા થઈ જાય છે.) શ્રેણીક: અહો ! ભગવાન પધાર્યા!! ધન્ય ઘડી! ધન્ય ભાગ્ય! નમસ્કાર હો ત્રિલોકનાથ ભગવાનને !! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70