________________
દશામાં કહેવું પ્રસિદ્ધ છે અને કમએ પુદગલ પરિણામ છે, વળી જડ અને રૂપી એવા પુદગલ પરિણામી કર્મમાં અરૂપી એવા જીનું મૂળ સ્વરૂપ ફેરફાર કરવાની શકિત કેવી રીતે હોય? એ શકાના સમાધાનમાં પ્રત્યક્ષ દ્રષ્ટાંત છે કે જડ અને રૂપી એવી મદિરામાં અરૂપી એવી બુદ્ધિને વિકલ કરવાની શકિત કેમ છે? જડ એવા વિષમાં અરૂપી આત્માને વ્યાકુળ બનાવવાની શકિત કેમ છે? ઈત્યાદિ અનેક જડ પદાથી અરૂપી અને ચેતનાવત આત્માની અવસ્થામાં ફેરફાર કરવાની શકિતવાળા પ્રત્યક્ષ દેખાય છે, તેવી રીતે કમપગલે રૂપી અને જડ છતાં પણ અરૂપી અને ચૈતન્યવંત આત્માના જ્ઞાનાદિ મૂળ સ્વરૂપમાં ફેરફાર કરી શકે એ વાત બુદ્ધિગમ્ય પણ છે. એ પ્રમાણે જેની વિચિત્રતામાં પુદગલ પરિણામી પા એ કારણરૂપ છે, અને જગનાં બીજાં સર્વ દ પણ પાલ પરિણામથી ઉત્પન્ન થયેલાં છે, અર્થાત જગતમાં જે કઈ દેષ્ટિગેચર ફેરફાર થાય છે તે પુગલના ૧૦ પ્રકારના પરિણામથીજ છે, જેમકે કાષ્ટ બળીને રાખ થઈ વા ધૂમાડો થયે તે કાષ્ટ્રરાખંને ધૂમાડે એ ત્રણે રૂપાન્તરને પ્રાપ્ત થયેલાં પુગલજ છે, એ પ્રમાણે બીજા પણ અનેક પ્રકારનાં જે રૂપાન્તરો વારંવાર પલટતાં દેખાય છે તે સર્વ પુદ્ગલ પદ્યાર્થીને કુદતી નિયમ =૧૦ પ્રકાર રને પરિણામ) છે, માટે જીવની વિચિત્રતામાં અને તે સિવાયના દ્રશ્ય પદાર્થોની વિચિત્રતામાં પુદગલ પરિણામ એજ કારણિક છે, પણ આકાશમાં અમુક સ્થાને જ સર્વત્ર વ્યાપ્ત એવા ઈશ્વર પરમાત્મા આ સર્વ જગચ્ચક્ર ચલાવે છે એમ માનવુ તે ઈશ્વરપણામાં અત્યંત ખામી જણાવનારું છે. નિરજન નિરાકાર કૃતાર્થ સ્વરૂપ રમણ અખંડાનંદી એવા ઈશ્વર પરમાત્માને આ અનેક ઉપાધિમય' જગચ્ચક ચલાવવાની આવી જબરી ઉપાધિ ઉભી કરવાનું શું પ્રજન હોય! એજ વિચારવું મુશ્કેલ છે, માટે સર્વાઓં જગત વિચિત્રતામાં ઈશ્વર પરમાત્માને કારણરૂપ માનેલ નથી પણ કુદરતને જ કારણ રૂપ માનેલ છે, વળી એ કુદ્રતને જ ઈશ્વર તરીકે ઓળખવામાં આવે તે જગકર્તા ઈશ્વર માનવામાં વાંધો નથી.