Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
જેઠ વદ-૮ ૨૫-૬-૨૦૦૦, રવિવાર
* પુષ્પરાવર્ત મેઘની જેમ પ્રભુ કરુણા-વૃષ્ટિ કરી રહ્યા છે, જેથી બાહ્ય-આંતર તાપ-સંતાપ શમી જાય.
જેટલી શક્તિ ભગવાનમાં છે, તેટલી જ શક્તિ તેમના નામમાં, આગમમાં, ચતુર્વિધ સંઘના પ્રત્યેક સભ્યમાં છે. કારણ કે ચતુર્વિધ સંઘની સ્થાપના ભગવાનના સ્વહાથે થઈ છે, ભગવાને તેમાં શક્તિપાત કર્યો છે.
આ શક્તિથી જ ભગવાનની ગેરહાજરીમાં પણ ભગવાનનું કાર્ય થતું રહે છે.
આ શક્તિ પર વિશ્વાસ ન હોય તો તમે ભગવાન સાથે અનુસંધાન કરી શકો નહિ. એ વિના સાધના ગમે તેટલી કરો, બધી જ નકામી.
હું ચાલી શક્તો નથી, ભગવાન જ મને મુક્તિ-માર્ગે ચલાવી રહ્યા છે. હું તો નાનો બાળક છું. ભગવાન માતા છે. અસહાય બાળક જેવો હું મા વિના શું કરી શકવાનો ?” આવી ભાવના પેદા થયા વિના તમે મુક્તિમાર્ગે એક ડગલું પણ આગળ વધી શકો નહિ. મનુષ્યની જ નહિ, પશુની માતાઓ પણ પોતાના શિશુની
૪૧૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ